Shopify Magic

Shopify Magic એ મફત AI-સંચાલિત સુવિધાઓનો સમૂહ છે જેને તમારા વ્યવસાયને શરૂ કરવા, ચલાવવા અને વધારવામાં સરળતા રહે તે માટે Shopifyની પ્રોડક્ટ્સ અને વર્કફ્લોમાં એકીકૃત કરવામાં આવ્યો છે. Shopify Magic, સ્ટોર બનાવવા, માર્કેટિંગ, ગ્રાહક સપોર્ટ અને બૅક ઑફિસ મેનેજમેન્ટ સંબંધિત વિવિધ કાર્યો માટે વ્યક્તિગત, સંદર્ભ આધારિત સુસંગત સપોર્ટ પ્રદાન કરવા માટે Shopifyની તમામ શક્તિને AI ટેક્નોલૉજીની લેટેસ્ટ પ્રગતિઓ સાથે જોડે છે.

ઉપલબ્ધતા

  • તમારા સબ્સ્ક્રિપ્શન પ્લાનને ધ્યાનમાં લીધા વિના, Shopify Magic ટૂલ્સ અને અનુભવો મફતમાં ઉપલબ્ધ છે. જોકે, વિશિષ્ટ સુવિધાઓનો ઍક્સેસ અને ઉપલબ્ધતા અલગ-અલગ હોઈ શકે છે.
  • Shopify Magic ડેસ્કટૉપ અને મોબાઇલ ઉપકરણો બંને પર કામ કરે છે, જોકે Shopify Magic દ્વારા સંચાલિત કેટલીક સુવિધાઓ મોબાઇલ ઉપકરણો માટે ઑપ્ટિમાઇઝ કરેલી નથી.
  • સામાન્ય રીતે ઉપલબ્ધ બધી સુવિધાઓ બધા જ પ્લાન અને બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે. અર્લી ઍક્સેસ જેવી કેટલીક સુવિધાઓ માટે Shopify Magicનું ભાષાકીય સપોર્ટ અલગ-અલગ હોઈ શકે છે.

ટેક્સ્ટ જનરેશન

તમે તમારી લેખન પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ મેળવવા માટે Shopify Magicના ઑટોમૅટિક ટેક્સ્ટ જનરેશનનો ઉપયોગ કરી શકો છો. કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને, Shopify Magic તમારા ઑનલાઇન સ્ટોરમાં પ્રોડક્ટ વર્ણન, ઇમેઇલ વિષયની લાઇન્સ અને હેડિંગ જેવી સામગ્રી માટે સૂચનો જનરેટ કરવા માટે તમે પ્રદાન કરેલી માહિતીનો ઉપયોગ કરે છે.

ઑટોમૅટિક ટેક્સ્ટ જનરેશન લાર્જ લેંગ્વેજ મૉડલ (LLM) પર આધાર રાખે છે, જે માનવ ભાષા પર પ્રક્રિયા કરવા અને સમજવા માટે ડિઝાઇન કરાયેલ કમ્પ્યુટર પ્રોગ્રામ છે. LLM પુસ્તકો, લેખ અને વેબ પેજ જેવા વિશાળ માત્રામાં ટેક્સ્ટ ડેટાનું વિશ્લેષણ કરીને અને શબ્દો તેમજ શબ્દસમૂહો વચ્ચેની પૅટર્ન અને સંબંધો જાણવા આંકડાકીય અલ્ગોરિધમનો ઉપયોગ કરીને કામ કરે છે. LLM વિવિધ કાર્યો કરી શકે છે, જેમ કે પ્રશ્નોના જવાબો આપવા, ભાષાઓનો અનુવાદ કરવો, ટેક્સ્ટનો સારાંશ કાઢવો અને અસલ સામગ્રી બનાવવી. AI-સંચાલિત ટૂલ્સ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓના ઉપયોગ વિશે જાણો.

તમે તમારા સ્ટોરના નીચેના ભાગોમાં ટેક્સ્ટ માટેના સૂચનો જનરેટ કરી શકો છો:

સૂચનો પર પ્રતિસાદ આપો

કોઈપણ અનુચિત અથવા હાનિકારક સામગ્રીને ફ્લેગ કરવા માટે, તમે જનરેટ કરેલા સૂચનો વિશે Shopifyને પ્રતિસાદ આપી શકો છો. તમારો પ્રતિસાદ Shopify Magic દ્વારા જનરેટ કરાયેલ સૂચનોની ગુણવત્તા બહેતર બનાવવામાં મદદ કરે છે.

પગલાં:

  1. જ્યારે તમે ઑટોમૅટિક ટેક્સ્ટ જનરેટ કરી રહ્યા હો, ત્યારે સૂચવેલી સામગ્રી પર હોવર કરો અને પછી નીચેનામાંથી કોઈપણ એક કરો:
    • હકારાત્મક પ્રતિસાદ આપવા માટે, Thumbs up બટન પર ક્લિક કરો.
    • નકારાત્મક પ્રતિસાદ આપવા માટે, Thumbs down બટન પર ક્લિક કરો.
  2. પૂર્વવ્યાખ્યાયિત પ્રતિસાદ પ્રકારોમાંથી પસંદ કરો અને પછી તમે ઉમેરવા માગતા હો તેવી કોઈપણ વધારાની વિગતો પ્રદાન કરો.
  3. મોકલો પર ક્લિક કરો.

Sidekick

Sidekick એ AI-સંચાલિત કૉમર્સ આસિસ્ટન્ટ છે જે Shopifyની બધી સુવિધાઓને જાણવા માટે પ્રશિક્ષિત છે અને વિવિધ કાર્યો માટે અત્યંત વ્યક્તિગત તેમજ સંબંધિત સપોર્ટ જનરેટ કરવા માટે સંદર્ભ, ડેટા અને જ્ઞાનનો તુરંત ઍક્સેસ મેળવી શકે છે. Sidekickની મદદથી તમે રોજિંદી ભાષાનો ઉપયોગ કરીને સર્જનાત્મક પ્રક્રિયા શરૂ કરી શકો છો, સમય માગી લેતા કાર્યોનો ઉકેલ લાવી શકો છો અને તમારા વ્યવસાયના નિર્ણયો લેવામાં મદદ મેળવી શકો છો.

Sidekick વિશે વધુ જાણો.

મીડિયા જનરેશન

Shopify Magicને Shopify ઍડમિનના મીડિયા એડિટર સાથે સંકલિત કરવામાં આવ્યું છે, જેથી તમે વધારાના સૉફ્ટવેર અથવા ડિઝાઇન કુશળતાની જરૂર વિના વ્યાવસાયિક ઇમેજ ઍડજસ્ટમેન્ટ અથવા ઍસેટ બનાવવામાં મદદ માટે AIનો લાભ લઈ શકો.

Shopify Magic વડે, તમે પ્રોડક્ટ ઇમેજમાંથી બૅકગ્રાઉન્ડ કાઢી શકો છો, નવો લોગો જનરેટ કરી શકો છો અથવા આગામી સેલ માટે નવા હીરો બેનર સાથે તમારા ઑનલાઇન સ્ટોરને બહેતર બનાવી શકો છો. મીડિયા જનરેશન ઍડમિનમાં Sidekick, ફાઇલ એડિટર અને ફાઇલ પીકરમાં ઉપલબ્ધ છે.

Shopify Magic મીડિયા જનરેશન વિશે વધુ જાણો.

થીમ જનરેશન

Shopify Magic તમારા Shopify ઍડમિનમાં થીમ પેજ સાથે સંકલિત થાય છે, જેથી કરીને તમે તમારા વ્યવસાય માટે મફત વ્યક્તિગત કરેલી થીમ જનરેટ કરવા માટે AIનો લાભ લઈ શકો.

Shopify Magic થીમ જનરેશન વિશે વધુ જાણો

થીમ બ્લૉક જનરેશન

Shopify Magic થીમ એડિટર સાથે સંકલિત છે, જેથી તમે કોડિંગના જ્ઞાન વિના કસ્ટમ થીમ બ્લૉક માટે કોડ જનરેટ કરવા AIનો લાભ લઈ શકો. તમે તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ નવા બ્લૉક બનાવી શકો છો અને તમારા ઑનલાઇન સ્ટોર માટેનું વિઝન પ્રાપ્ત કરી શકો છો. ટેક્સ્ટ પ્રૉમ્પ્ટનો ઉપયોગ કરીને તમે કલ્પના કરેલ બ્લૉકનું વર્ણન કરો અને Shopify Magic તમારા થીમ સેક્શનમાં ઉમેરવા માટે જરૂરી Liquid કોડ જનરેટ કરે છે.

Shopify Magic થીમ બ્લૉક જનરેશન વિશે વધુ જાણો.

ઍપ રિવ્યૂ સારાંશ

અન્ય વેપારીઓના ઍપ રિવ્યૂ તમારા વ્યવસાય માટે કઈ ઍપ યોગ્ય છે તેનું મૂલ્યાંકન કરવામાં તમને મદદ કરે છે. ઍપ રિવ્યૂ સારાંશ Shopify Magic દ્વારા સંચાલિત છે, અને તે તમને વધુ ઝડપથી ઍપ પસંદ કરવામાં સહાય માટે Shopify App Storeમાં પસંદગીની ઍપ માટે ઉપલબ્ધ છે.

ગ્રાહક દીઠ ખર્ચાયેલી રકમ માટેના પ્રોજેક્શન

કોહોર્ટ લેવલ પર ગ્રાહક દીઠ ખર્ચાયેલી સંભવિત ભાવિ રકમ વિશેની આગાહીઓ બતાવવા માટે તમે તમારા ગ્રાહક કોહોર્ટ વિશ્લેષણ રિપોર્ટમાં પ્રોજેક્શન બતાવો ટૉગલને સક્રિય કરી શકો છો.

આ પ્રોજેક્શન તમારા સ્ટોરના અગાઉના 24 મહિનાના ડેટા પર આધારિત છે, અને ભવિષ્યની સેલની રકમની બાંયધરી આપતા નથી. આ ડેટા અન્ય કોઈ સ્ટોરની માહિતી અથવા તમારા ઉદ્યોગની સરેરાશ પર આધારિત નથી અને તમારો ડેટા અન્ય કોઈ સ્ટોર સાથે શેર કરવામાં આવતો નથી.

ગ્રાહક સેગમેન્ટ

જ્યારે તમે ગ્રાહક સેગમેન્ટ બનાવો છો, ત્યારે Shopify Magic તમારા રિવ્યૂ માટે આપમેળે સરળ ભાષામાં તમારા ગ્રાહક સેગમેન્ટનું વર્ણન જનરેટ કરે છે.

Shopify Magic સાથે ડેટા હેન્ડલિંગ અને ગોપનીયતા

Shopify Magicના AI મૉડલ, Shopifyના માલિકીના ડેટા અને વિશ્વના અગ્રણી લાર્જ લેંગ્વેજ મૉડલ (LLMs)ના સંયોજન પર બનેલા છે. અમારી જાતને કોઈ એકલ મૉડલ અથવા પ્રદાતા સુધી મર્યાદિત ન રાખીને, અમે સૌથી અસરકારક ઉકેલો ઉભરી આવે તેમ તેને અનુકૂળ થવા અને અપનાવવાની લવચીકતા જાળવીએ છીએ.

Shopify અન્ય વેપારીઓ માટે Shopify Magicને સંચાલિત કરવા માટે કોઈપણ વેપારીના સ્ટોર-લેવલ ડેટાનો ઉપયોગ કરતું નથી. કેટલાક કિસ્સાઓમાં, વેપારીને શ્રેષ્ઠ પરિણામો પ્રદાન કરવા માટે Shopify Magic વેપારીના પોતાના સ્ટોર-લેવલ ડેટાનો ઉપયોગ કરે છે; જોકે, તે કિસ્સાઓમાં, તે ડેટા અન્ય વેપારીઓ સાથે શેર કરવામાં આવતો નથી.

Shopify Magic એ Shopifyના મજબૂત સુરક્ષા આર્કિટેક્ચર અને વિશ્વભરની લાખો કંપનીઓ દ્વારા વિશ્વાસપાત્ર ગોપનીયતા નીતિ પર બનેલ છે.

ગોપનીયતા વિશે વધુ જાણો.

આ વિભાગમાં