તમારા B2B વ્યવસાય માટે શિપિંગ પદ્ધતિઓ સેટઅપ કરવી

તમારા B2B ગ્રાહકોને વિવિધ શિપિંગ અને ડિલિવરી પદ્ધતિઓની જરૂર પડી શકે છે, કારણ કે B2B ઑર્ડર મોટાભાગે વધુ મોટા હોય છે અને તેમને શિપ કરવા વધુ ખર્ચાળ હોય છે. આ લેખ Shopify B2B માં શિપિંગ અને ડિલિવરીના વિવિધ વિકલ્પો તથા તેમને તમારા સ્ટોરમાં કેવી રીતે સેટઅપ કરવા તે વિશે જણાવે છે.

B2B શિપિંગ પદ્ધતિઓ સેટઅપ કરવા માટેની બાબતો

તમે તમારા B2B વ્યવસાય માટે કોઈપણ શિપિંગ પદ્ધતિ સેટઅપ કરો તે પહેલાં, નીચેની બાબતોની સમીક્ષા કરો:

B2B ઑર્ડર મેનેજમેન્ટ અને ફુલફિલમેન્ટ

તમે તમારા ઑનલાઇન સ્ટોરમાંથી B2B ઑર્ડર પર પ્રક્રિયા કરવાનું શરૂ કરી શકો તે પહેલાં, તમારે ઑર્ડર ફુલફિલમેન્ટ અને શિપિંગ સેટિંગ્સ સેટઅપ કરવાની જરૂર છે:

B2B માં સ્થાનિક ડિલિવરી

B2B ગ્રાહકો ચેકઆઉટ વખતે ડિલિવરી પદ્ધતિ તરીકે સ્થાનિક ડિલિવરી પસંદ કરી શકતા નથી. જોકે, જો તમે તમારા સ્ટોરમાં સ્થાનિક ડિલિવરી સેટઅપ કરી હોય, તો તમે તમારા Shopify ઍડમિનમાં બનાવો છો તે ડ્રાફ્ટ ઑર્ડર માટે સ્થાનિક ડિલિવરી પસંદ કરી શકો છો.

તમે B2B ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા માગતા હોવ તે સ્થાનિક ડિલિવરી વિકલ્પોને રજૂ કરવા માટે શિપિંગ પ્રોફાઇલ પણ બનાવી શકો છો. તમે તેમને બનાવો તે પછી, આ ડિલિવરી વિકલ્પોને માત્ર B2B ગ્રાહકો માટે જ ઉપલબ્ધ કરાવવા માટે, તમે તેમની ઉપલબ્ધતાને કસ્ટમાઇઝ કરી શકો છો.

B2B માં સ્ટોરમાંથી પિકઅપ

તમે ચેકઆઉટ વખતે ડિલિવરી પદ્ધતિ તરીકે તમારા B2B ગ્રાહકોને સ્ટોરમાંથી પિકઅપ ની સુવિધા ઑફર કરી શકો છો. તમે તમારા Shopify ઍડમિનમાં જે ડ્રાફ્ટ ઑર્ડર બનાવો છો તેના માટે સ્ટોરમાંથી પિકઅપ પણ પસંદ કરી શકો છો.

જો તમે બ્લેન્ડેડ સ્ટોર ચલાવતા હોવ અને તમારા સ્ટોરમાં સ્ટોરમાંથી પિકઅપ સુવિધાને સક્રિય કરો છો, તો B2B અને D2C એમ બંને ગ્રાહકો ચેકઆઉટ વખતે ડિલિવરી પદ્ધતિ તરીકે સ્ટોરમાંથી પિકઅપ પસંદ કરી શકે છે. જો તમે માત્ર અમુક ચોક્કસ પ્રકારના ગ્રાહકોને જ સ્ટોરમાંથી પિકઅપ સુવિધા ઑફર કરવા માગતા હોવ, તો તમે અમુક પ્રકારના ગ્રાહકો માટે ચેકઆઉટ વખતે વ્યક્તિગત રીતે સ્ટોરમાંથી પિકઅપ વિકલ્પો છુપાવવા માટે Checkout Blocks ઍપનો ઉપયોગ કરી શકો છો.

પિકઅપ વિકલ્પોને માત્ર B2B ગ્રાહકો માટે જ ઉપલબ્ધ કરાવવા માટે, તમે શિપિંગ પ્રોફાઇલ નો ઉપયોગ કરી શકતા નથી. તમે તમારા દરેક સ્થાન માટે સ્ટોરમાંથી પિકઅપ ચાલુ કરો છો અને ત્યારબાદ ચેકઆઉટ વખતે તે પિકઅપ વિકલ્પો તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ થાય છે.

શિપિંગ પદ્ધતિઓ કસ્ટમાઇઝ કરવી

તમે વિશિષ્ટ ગ્રાહકો અથવા ગ્રાહકોના ગ્રુપને શિપિંગના વિવિધ વિકલ્પો દર્શાવી શકો છો. આ કરવા માટે, પહેલા તમારી શિપિંગ પદ્ધતિઓ સેટ કરો, પછી આ ત્રણમાંથી કોઈ એક રીતે તેમની ઉપલબ્ધતા કસ્ટમાઇઝ કરો: