માર્કેટ્સ થકી B2B માં આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ
આ માર્ગદર્શિકા એવા સ્ટોર માટે છે જે માર્કેટ્સ નો ઉપયોગ કરે છે. જો તમે માર્કેટ્સનો ઉપયોગ કરતા ન હો, તો તેના બદલે B2B માં આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ નો સંદર્ભ લો.
Shopify નું માર્કેટ્સ ફીચર તમને તમારા વૈશ્વિક B2B વેચાણને મેનેજ અને વિસ્તૃત કરવામાં મદદ કરે છે. તમે આ કાર્યક્ષમતા થકી નીચેની બાબતો કરી શકો છો:
- નવા માર્કેટમાં વિસ્તરણ કરો.
- વિવિધ B2B માર્કેટ માટે ભાષા, ચલણ અને ડોમેનને કન્ફિગર કરીને ગ્રાહકોના અનુભવને કસ્ટમાઇઝ કરો.
- શિપિંગ અને ડિલિવરી દર સેટ કરો અને માર્કેટની આવશ્યકતાઓના આધારે શિપિંગ વિકલ્પોને તૈયાર કરો.
આ પેજ પર
માર્કેટ્સ સાથેના ઑર્ડર અને ડ્રાફ્ટ ઑર્ડર પર સ્થાનિક ચલણ
આંતરરાષ્ટ્રીય વેચાણ માટે માર્કેટ્સનો ઉપયોગ કરતી વખતે, સ્થાનિક ચલણ અને કિંમત નિર્ધારણ ગ્રાહકના ઑર્ડર સાથે સંકળાયેલા માર્કેટ દ્વારા નક્કી કરવામાં આવે છે.
ઑર્ડર સાથે સંકળાયેલ માર્કેટ તેમજ કર અને ડ્યૂટી ગ્રાહકના શિપિંગ સરનામાં દ્વારા નક્કી કરવામાં આવે છે. ઑર્ડરમાં ગ્રાહકને ઉમેરવાથી કિંમત અપડેટ થાય છે અને તમારા ગ્રાહકના માર્કેટનું ચલણ દેખાય છે.
ડ્રાફ્ટ ઑર્ડરમાં જ્યારે સ્ટોર ચલણ સિવાય અન્ય સ્થાનિક ચલણ દર્શાવવામાં આવે છે, ત્યારે તમે ડ્રાફ્ટ ઑર્ડર બનાવો તે સમયે વિદેશી હૂંડિયામણ દરની ગણતરી કરવામાં આવે છે. આ દર નિશ્ચિત હોય છે અને હૂંડિયામણ દર બદલાય કે નહિ, છતાં તેનો ઇન્વૉઇસ પર ઉપયોગ થાય છે. જો કે, જો તમે ઑર્ડરને ડ્રાફ્ટ તરીકે સાચવો અને પછીથી તેમાં ફેરફાર કરો, તો આખા ઑર્ડરની કિંમત ફેરફાર કરતી વખતના વર્તમાન વિદેશી હૂંડિયામણ દર મુજબ અપડેટ થાય છે.
જો તમે ડ્રાફ્ટ ઑર્ડર માટે અલગ કિંમત નિર્ધારણ અને ચલણનો ઉપયોગ કરવા માગતા હો, તો કિંમત નિર્ધારણ બદલો અને ઑર્ડર પર કિંમત બદલવાને લીધે થતી નીચેની અસરોનું નિરીક્ષણ કરો:
- સ્થાનના આધારે આઇટમની કિંમતોમાં કરનો સમાવેશ થઈ શકે છે અથવા તેને બાકાત રાખી શકાય છે. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સ માર્કેટના ઑર્ડરની કિંમતોમાં કરને બાકાત રાખવામાં આવે છે, પરંતુ જર્મની માર્કેટના ઑર્ડરની કિંમતોમાં કરનો સમાવેશ થાય છે.
- માર્કેટ મુજબ કર દર બદલાતા રહે છે. ચેકઆઉટ વખતે, જો ગ્રાહક શિપિંગ સરનામું માર્કેટની બહારના કોઈ સરનામા પર બદલે છે, તો ગ્રાહકના શિપિંગ સરનામાં માટે સાચો કર દર વસૂલવામાં આવે છે. તેના સમાવિષ્ટ કે બાકાત કરના સેટિંગ સાથે ઑર્ડરના માર્કેટમાં કોઈ ફેરફાર થતો નથી.
- જો તમે માર્કેટ માટે વિદેશી હૂંડિયામણ દર નિર્ધારિત કરવા માટે કોઈ તૃતીય-પક્ષ સેવાનો ઉપયોગ કરતા હો, તો ઑર્ડર પરની કિંમત સેવાના હૂંડિયામણ દર મુજબ નિર્ધારિત કરવામાં આવે છે. જો કે, Shopify Payments દ્વારા તમારા પેઆઉટની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દર Shopify માં પસંદ કરેલ માર્કેટના આધારે નક્કી થાય છે. આથી, ઑર્ડર પર ચાર્જ કરેલી રકમ તમને ચુકવણીમાં મળતી રકમ કરતાં અલગ હોઈ શકે છે. વધુ માહિતી માટે, ચલણ રૂપાંતર અને હૂંડિયામણ દર નો સંદર્ભ લો.
- ઉત્પાદક દ્વારા સૂચવેલ છૂટક કિંમત (MSRP): જો તમે ગ્રાહકના માર્કેટમાં MSRP પર પ્રોડક્ટ વેચવા માટે બંધાયેલા હો, તો માર્કેટ બદલવાથી અને માર્કેટની અન્ય કિંમતનો ઉપયોગ કરવાથી તમે કરારનો ભંગ કરી રહ્યા છો તેમ બની શકે છે.
માર્કેટ્સ સાથેના ડ્રાફ્ટ ઑર્ડર માટે ચલણ બદલવું
ડિફૉલ્ટ રૂપે, માર્કેટ વિભાગમાં ગ્રાહકને ઉમેરવામાં આવે તે પહેલાં તમારું બૅકઅપ પ્રદેશ માર્કેટ દર્શાવવામાં આવે છે. સરનામા સાથે ગ્રાહકને ઉમેર્યા પછી, સંકળાયેલ માર્કેટ અને ચલણ દર્શાવવામાં આવે છે.
શિપિંગ સરનામું ઉમેર્યા પછી, સરનામાં સાથે મેળ ખાતા સંકળાયેલ માર્કેટ્સ અને માર્કેટનું ચલણ દેખાય છે. તમે ડ્રાફ્ટ ઑર્ડર પર લાગુ કરવા માટે કોઈ અલગ ચલણ પસંદ કરી શકો છો. કિંમતમાં ફેરફાર કરતાં પહેલાં, કિંમત નિર્ધારણ બદલવાની અસર નું નિરીક્ષણ કરવાનું સુનિશ્ચિત કરો.
તમે ઑર્ડરમાં નીચે મુજબનો કોઈ એક ફેરફાર ન કરો, ત્યાં સુધી ઑર્ડરની કિંમત સંકળાયેલ માર્કેટના ચલણમાં દેખાય છે:
- જો તમે કસ્ટમ લાઇન આઇટમ કે ઑર્ડર ડિસ્કાઉન્ટ ઉમેરો છો, તો ડિસ્કાઉન્ટનું મૂલ્ય સ્ટોર ચલણમાં દેખાય છે.
- જો તમે કસ્ટમ શિપિંગ કિંમત ઉમેરો છો, તો કિંમત સ્ટોર ચલણમાં દેખાય છે.
- જો તમે કસ્ટમ આઇટમ ઉમેરો છો, તો કિંમત સ્ટોર ચલણમાં દેખાય છે.
આમાંનો કોઈ એક ફેરફાર કર્યા પછી, ઑર્ડર પરની કિંમત ગ્રાહકના માર્કેટના ચલણમાં દેખાય છે.
માર્કેટ્સ વડે બહુવિધ ચલણમાં વેચાણ કરવું
તમે માર્કેટ્સમાં સ્થાનિક ચલણનો ઉપયોગ કરીને તમારા ગ્રાહકોને તેમના સ્થાનિક ચલણમાં પ્રોડક્ટ વેચી શકો છો. ડિફૉલ્ટ રૂપે, માર્કેટનું ચલણ તમે તમારા માર્કેટ માટે પસંદ કરેલ પ્રદેશના ચલણ પર સેટ કરવામાં આવે છે. તમે માર્કેટ પર કયું ચલણ લાગુ કરવા માગો છો તે પણ પસંદ કરી શકો છો અને તમારા ઑનલાઇન સ્ટોર, કાર્ટ, ચેકઆઉટ તેમજ ડ્રાફ્ટ ઑર્ડરની કિંમતો શિપિંગ સરનામાંના આધારે તમારા ગ્રાહક માટે કન્ફિગર કરવામાં આવેલ ચલણમાં દેખાશે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે નૉર્થ અમેરિકા B2B માર્કેટ છે જેનું ચલણ USD પર સેટ છે, તો કૅનેડામાંના કોઈ ગ્રાહકને ઑનલાઇન સ્ટોરમાં USD માં કિંમત દેખાશે. જો તમે સ્થાનિક ચલણ દર્શાવવા માટે સેટિંગ બદલશો, તો એ જ ગ્રાહકને ઑનલાઇન સ્ટોરમાં CAD માં કિંમત દેખાશે.
માર્કેટ બનાવતી કે કસ્ટમાઇઝ કરતી વખતે, તમે ઑટોમૅટિક ચલણ રૂપાંતર પસંદ કરી શકો છો અથવા દર મૅન્યુઅલી સેટ કરી શકો છો અને ચલણ રૂપાંતરમાં રાઉન્ડિંગ લાગુ કરવું કે નહિ તે નક્કી કરી શકો છો. માર્કેટ માટે ચલણ સેટ કરવા વિશે વધુ જાણો.