તમારા Shopify ઍડમિનમાં B2B વર્કફ્લો સ્વચાલિત કરવા
તમે અને તમારી ટીમ દ્વારા ટાસ્ક પર વિતાવવામાં આવતો સમય ઘટાડવા માટે, તમે Shopify Flowનો ઉપયોગ કરીને મૅન્યુઅલ ટાસ્કને સ્વચાલિત કરી શકો છો.
Shopify Flow વડે તમે નીચે મુજબ કરી શકો છો:
- તમારા સ્ટોરમાં સામાન્ય ઑટોમેશનનો ઝડપથી અમલ કરવા માટે પૂર્વ-નિર્મિત ટેમ્પ્લેટનો ઉપયોગ કરી શકો છો.
- તમારી પોતાની બિઝનેસ પ્રક્રિયાઓને સપોર્ટ કરવા માટે તમારો પોતાનો કસ્ટમ વર્કફ્લો બનાવી શકો છો.
Shopify Flowનો ઉપયોગ કરવા માટે, તમારે મફત Shopify Flow ઍપ ઇન્સ્ટૉલ કરવી આવશ્યક છે. ઍપ ઇન્સ્ટૉલ કર્યા પછી, તમે તમારા Shopify ઍડમિનમાંથી ઍપને ઍક્સેસ કરી શકો છો.
આ પેજ પર
Shopify Flow માટે B2B ટેમ્પ્લેટ
Shopify Flow શરૂ કરવામાં વર્કફ્લો ટેમ્પ્લેટ તમારી મદદ કરી શકે છે. પૂર્વ-નિર્મિત વર્કફ્લો ટેમ્પ્લેટ ઇન્સ્ટૉલ કર્યા પછી, તમે તેમને કસ્ટમાઇઝ કરી શકો છો.
| ટેમ્પ્લેટ | વર્ણન |
|---|---|
| સૂચના મેળવો અને કંપનીના એકાઉન્ટની વિનંતીઓ દ્વારા બનાવવામાં આવેલી કંપનીઓને સેટઅપ કરો | જો તમે કંપનીના એકાઉન્ટની વિનંતીનું ફોર્મ સેટઅપ કર્યું હોય, તો જ્યારે પણ કોઈ નવો B2B ગ્રાહક ફોર્મ સબમિટ કરે ત્યારે તમે ઑટોમૅટિક રીતે તમારી ટીમના એક અથવા વધુ સભ્યોને ઇમેઇલ મોકલી શકો છો. |
| B2B ઑર્ડર્સને ટૅગ કરો | તમે કોઈ કંપની અથવા કંપનીના સ્થાન વતી આપેલા તમામ ઑર્ડર્સને તમારી પસંદગીના ટૅગ્સ સાથે ઑટોમૅટિક રીતે ટૅગ કરી શકો છો. |
| જ્યારે B2B ઑર્ડર આપવામાં આવે ત્યારે આંતરિક ઇમેઇલ મોકલો | જ્યારે પણ B2B ઑર્ડર આપવામાં આવે ત્યારે તમે તમારી ટીમના એક અથવા વધુ સભ્યોને ઑટોમૅટિક રીતે સૂચિત કરી શકો છો. વેચાણ સ્ટાફને તેમને સોંપેલ ચોક્કસ કંપનીના સ્થાનો માટેના ઑર્ડર્સ વિશે સૂચિત કરવા માટે, તમારે તમારા વેચાણ સ્ટાફના દરેક સભ્ય માટે તેમને સોંપેલા કંપનીના સ્થાનો સાથે એક અનોખો ફ્લો બનાવવો પડશે. |
| બહુવિધ ઇમેઇલ ઍડ્રેસ પર B2B ઑર્ડરનું ઇન્વૉઇસ મોકલો | તમે બહુવિધ ઇમેઇલ ઍડ્રેસ પર ઑર્ડરના ઇન્વૉઇસ ઑટોમૅટિક રીતે મોકલી શકો છો. જ્યારે ગ્રાહકો ચેકઆઉટ પર ઑર્ડર આપે છે, ત્યારે ડિફૉલ્ટ રૂપે ઇન્વૉઇસ માત્ર ખરીદનારના ઇમેઇલ પર જાય છે. આ ટેમ્પ્લેટ તમને વધુ ઇમેઇલ ઍડ્રેસ પર ઇન્વૉઇસ મોકલવા દે છે. |
| મંજૂર ગ્રાહકને B2B ઍક્સેસ ઇમેઇલ મોકલો | જેવો સંપર્કને પરવાનગીનું સ્તર સોંપવામાં આવે કે તરત જ ગ્રાહકોને લૉગિન કરવા અને ઑર્ડર આપવાનું શરૂ કરવા માટે આમંત્રિત કરવા તમે ઑટોમૅટિક રીતે B2B ઍક્સેસ ઇમેઇલ મોકલી શકો છો. |
| કંપનીના એકાઉન્ટની વિનંતીઓ દ્વારા બનાવવામાં આવેલ કંપનીઓ માટે ઑર્ડર કરવાની મંજૂરી આપો | જો તમે કંપની એકાઉન્ટ માટે વિનંતી ફોર્મ સેટ કર્યું છે, તો તમામ નવા ગ્રાહકો જેવું ફોર્મ સબમિટ કરે કે તરત જ તમે તેમને લૉગિન કરવા અને ઑર્ડર આપવાનું શરૂ કરવા માટે ઑટોમૅટિક રીતે મંજૂર કરી શકો છો. |
| જો 3 દિવસ પછી D2C ગ્રાહકને કંપનીમાં ઉમેરવામાં ન આવે, તો તેને હટાવો | તમે 3 દિવસ પછી કંપની અથવા કંપનીના સ્થાનમાં ઉમેરવામાં ન આવ્યા હોય તેવા ગ્રાહકોને ઑટોમૅટિક રીતે ડિલીટ કરી શકો છો. આ ટેમ્પ્લેટનો ઉપયોગ માત્ર ડેડિકેટેડ સ્ટોરમાં જ કરો. |