B2B વેચાણ સ્ટાફ માટે ઑર્ડર્સ, ડેટા અને ઍડમિન ઍક્સેસ
જો તમે વેચાણ સ્ટાફને નોકરી પર રાખો છો, તો તમે સ્ટાફની પરવાનગીઓનો ઉપયોગ કરીને તેમને તમારા Shopify ઍડમિનનો મર્યાદિત ઍક્સેસ આપી શકો છો. આ તમારા વેચાણ સ્ટાફને ઑર્ડર આપવા અને તેમના અસાઇન કરેલા ગ્રાહકો માટે એકાઉન્ટની માહિતી જોવાની મંજૂરી આપે છે. તમારો વેચાણ સ્ટાફ એક જ જગ્યાએ અપ-ટૂ-ડેટ ઑર્ડર, ગ્રાહક, પ્રોડક્ટ, કિંમત નિર્ધારણ અને ઇન્વેન્ટરીના ડેટાને પણ ઍક્સેસ કરી શકે છે.
તમે તમારા વેચાણ સ્ટાફના વિવિધ સભ્યો માટે તેમની ભૂમિકા અને તેઓને જે માહિતી ઍક્સેસ કરવાની જરૂર છે તેના આધારે પરવાનગીઓને કસ્ટમાઇઝ કરી શકો છો.
આ પેજ પર
વેચાણ સ્ટાફ સેટ કરવું
સ્ટાફની પરવાનગીઓ કોઈપણ પ્રકારના વેચાણ સ્ટાફને સપોર્ટ કરે છે.
B2B વ્યવસાયો માટે વેચાણ સ્ટાફના બે સૌથી સામાન્ય પ્રકારો વેચાણ મેનેજર્સ અને વેચાણ પ્રતિનિધિઓ છે:
- વેચાણ મેનેજર્સ: એવો સ્ટાફ જે નિયંત્રિત કરે છે કે કયા વેચાણ પ્રતિનિધિઓ કંપનીના ચોક્કસ સ્થાનો સાથે કામ કરે છે. તેઓ સ્ટોર ઍડમિન પણ હોઈ શકે છે.
- વેચાણ પ્રતિનિધિઓ: એવો સ્ટાફ જે ફક્ત કંપનીના એવા સ્થાનો અને રેકોર્ડ્સને ઍક્સેસ કરી શકે છે, જે તેમને અસાઇન કરવામાં આવ્યા છે. તમે તેમને કંપનીઓ અને કંપનીના સ્થાનોમાં ફેરફાર કરવાની અથવા તેને બનાવવાની પરવાનગી પણ આપી શકો છો.
તમે કંપનીઓની પરવાનગીઓ સહિત, પરવાનગીઓના કોઈપણ સંયોજન સાથે વપરાશકર્તા ભૂમિકાઓ બનાવીને અને તેને અસાઇન કરીને તમારા વેચાણ સ્ટાફના દરેક સભ્યની પરવાનગીઓનું સ્તર નિયંત્રિત કરી શકો છો. તમે તમારા Shopify ઍડમિનમાં સેટિંગ > વપરાશકર્તાઓ > ભૂમિકાઓ પર જઈને આ પરવાનગીઓને મેનેજ કરી શકો છો. તમારા માટે ઉપલબ્ધ ભૂમિકાની કૅટેગરી તમારા પ્લાન અને બિઝનેસ સેટઅપ પર આધારિત છે. ભૂમિકાની કૅટેગરી વિશે વધુ જાણો.
નીચે આપેલી સૂચનાઓ વેચાણ મૅનેજર અને વેચાણ પ્રતિનિધિની ભૂમિકાઓ બનાવવા માટે છે. વેચાણ સ્ટાફને તમે શું કરવાની મંજૂરી આપવા માગો છો તેના આધારે તમે પરવાનગીઓ ઉમેરી અથવા હટાવી શકો છો. તમારી સંસ્થામાં વપરાશકર્તાઓને ઉમેરવાની સંપૂર્ણ પ્રક્રિયા માટે, વપરાશકર્તાઓને આમંત્રિત કરવા વિશેની માહિતીનો સંદર્ભ લો.
વેચાણ સ્ટાફ માટે બનાવવામાં આવેલી ભૂમિકાઓને તમે ગ્રાહકો, ઑર્ડર્સ અને ડ્રાફ્ટ ઑર્ડરની પરવાનગીઓ અસાઇન કરવા માગી શકો છો, જેથી તેઓ ઑર્ડર્સ જોઈ અને લઈ શકે, અને કંપની અથવા કંપનીના સ્થાન વતી ખરીદી કરતી વ્યક્તિઓ માટે માહિતીને મેનેજ કરી શકે.
તમે ઍનલિટિક્સ, માર્કેટિંગ અને હોમની પરવાનગીઓ અસાઇન કરવાનું ટાળવા માગી શકો છો, કારણ કે તે પેજમાં વેચાણ ડેટા હોય છે જે તેમને અસાઇન કરેલા કંપનીના સ્થાનો માટે ફિલ્ટર કરવામાં આવતો નથી, ભલે અસાઇન કરેલા કંપનીના સ્થાનો પર પરવાનગીઓ મર્યાદિત કરો સક્રિય હોય.
વેચાણ મેનેજરની પરવાનગીઓ સેટ કરો
વેચાણ મેનેજર્સ એવો સ્ટાફ છે જે મેનેજ કરે છે કે કયા વેચાણ સ્ટાફને કંપનીના સ્થાન પર અસાઇન કરવામાં આવે છે. કંપનીના સ્થાનમાં, વેચાણ મેનેજર્સ કંપનીના કોઈપણ સ્થાન માટે અસાઇન કરેલા સ્ટાફ વિભાગને જોઈ અને મેનેજ કરી શકે છે.
પગલાં:
- તમારી સંસ્થાના કોઈપણ સ્ટોરમાં લૉગ ઇન કરો.
- સેટિંગ > વપરાશકર્તાઓ > ભૂમિકાઓ પર જાઓ.
- ભૂમિકા ઉમેરો પર ક્લિક કરો.
- ભૂમિકા માટે નામ ઉમેરો.
- પરવાનગીઓ વિભાગમાં, સંસ્થાની ભૂમિકા અથવા સ્ટોરની ભૂમિકા પસંદ કરવા માટે ડ્રોપ-ડાઉન મેનૂનો ઉપયોગ કરો. સંસ્થાની ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ પાસે તમારી સંસ્થાના તમામ સ્ટોર્સમાં સમાન પરવાનગીઓ હોય છે. સ્ટોરની ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ પાસે તમે પસંદ કરેલા વિશિષ્ટ સ્ટોર્સમાં પરવાનગીઓ હોય છે.
- આ પરવાનગીઓ વિભાગમાં, કંપનીઓપર ક્લિક કરો અને પછી ભૂમિકાને ઓછામાં ઓછી નીચેની પરવાનગીઓ અસાઇન કરો:
- કંપનીઓ જુઓ.
- કંપનીના સ્થાનો પર સ્ટાફ અસાઇન કરો.
- વેચાણ મેનેજર્સને માત્ર તેમને અસાઇન કરવામાં આવેલા કંપનીના સ્થાનો પૂરતા મર્યાદિત કરવા માટે, અસાઇન કરેલા કંપનીના સ્થાનો પર પરવાનગીઓ મર્યાદિત કરો.
- વૈકલ્પિક: તમે ગ્રાહકો, ઑર્ડર્સ, ડ્રાફ્ટ ઑર્ડર અથવા અન્ય કોઈ સ્ટાફની પરવાનગી જેવી વધારાની પરવાનગીઓ પણ અસાઇન કરી શકો છો, જે તમે વેચાણ મેનેજરને આપવા માંગતા હોવ.
- સાચવો પર ક્લિક કરો.
વેચાણ પ્રતિનિધિની પરવાનગીઓ સેટ કરો
વેચાણ પ્રતિનિધિઓ સામાન્ય રીતે કંપનીઓ અને કંપનીના સ્થાનોના કોઈ ચોક્કસ સબસેટ માટે જવાબદાર હોય છે. તમે તમારા Shopify ઍડમિનમાં તેમના વ્યૂને મર્યાદિત કરી શકો છો, જેથી માત્ર તેમને અસાઇન કરેલા કંપનીના સ્થાનોને સંબંધિત માહિતી જ પ્રદર્શિત થાય.
પગલાં:
- તમારી સંસ્થાના કોઈપણ સ્ટોરમાં લૉગ ઇન કરો.
- સેટિંગ > વપરાશકર્તાઓ > ભૂમિકાઓ પર જાઓ.
- ભૂમિકા ઉમેરો પર ક્લિક કરો.
- ભૂમિકા માટે નામ ઉમેરો.
- પરવાનગીઓ વિભાગમાં, સંસ્થાની ભૂમિકા અથવા સ્ટોરની ભૂમિકા પસંદ કરવા માટે ડ્રોપ-ડાઉન મેનૂનો ઉપયોગ કરો. સંસ્થાની ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ પાસે તમારી સંસ્થાના તમામ સ્ટોર્સમાં સમાન પરવાનગીઓ હોય છે. સ્ટોરની ભૂમિકા ધરાવતા વપરાશકર્તાઓ પાસે તમે પસંદ કરેલા વિશિષ્ટ સ્ટોર્સમાં પરવાનગીઓ હોય છે.
- આ પરવાનગીઓ વિભાગમાં, કંપનીઓ અને પછી ભૂમિકાને ઓછામાં ઓછી નીચેની પરવાનગીઓ અસાઇન કરો:
- કંપનીઓ જુઓ.
- કંપનીના સ્થાનો પર સ્ટાફ અસાઇન કરો.
- વેચાણ પ્રતિનિધિને માત્ર તેમને અસાઇન કરવામાં આવેલા કંપનીના સ્થાનો પૂરતા મર્યાદિત કરવા માટે, અસાઇન કરેલા કંપનીના સ્થાનો પર પરવાનગીઓ મર્યાદિત કરો.
- વૈકલ્પિક: તમે ગ્રાહકો, ઑર્ડર્સ અને ડ્રાફ્ટ ઑર્ડર અથવા અન્ય કોઈ સ્ટાફની પરવાનગી જેવી વધારાની પરવાનગીઓ પણ અસાઇન કરી શકો છો, જે તમે વેચાણ પ્રતિનિધિઓને આપવા માંગતા હોવ.
- સાચવો પર ક્લિક કરો.
વપરાશકર્તાઓને સેલ્સ સ્ટાફની ભૂમિકામાં ઍડ કરો
સેલ્સ મેનેજર અને વેચાણ પ્રતિનિધિની ભૂમિકાઓ બનાવ્યા પછી, જે સ્ટાફને દરેક ભૂમિકાની જરૂર હોય તેને ઉમેરો. જ્યારે તમે વપરાશકર્તાને ઉમેરો છો, ત્યારે તમે ભૂમિકા સોંપો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાં, સેટિંગ > વપરાશકર્તાઓ પર ક્લિક કરો.
વપરાશકર્તાઓને ઉમેરો પર ક્લિક કરો અને પછી તમે જે વપરાશકર્તાઓને ઉમેરવા માંગતા હો તેમના ઇમેઇલ સરનામાં દાખલ કરો.
ભૂમિકાઓ અને ગ્રુપ્સ વિભાગમાં, સોંપો પર ક્લિક કરો અને પછી તમે બનાવેલ સેલ્સ મેનેજર અથવા વેચાણ પ્રતિનિધિની ભૂમિકા પર ક્લિક કરો.
વૈકલ્પિક: જો ભૂમિકા સ્ટોરની ભૂમિકા હોય, તો એવા ચોક્કસ સ્ટોર સોંપો જેના પર તમે ભૂમિકા અને તેની પરવાનગીઓ લાગુ કરવા માંગતા હોવ અને પછી થઈ ગયું પર ક્લિક કરો.
વૈકલ્પિક: વેચાણ પ્રતિનિધિની ભૂમિકા માટે, સ્ટોર વિભાગમાંના દરેક સ્ટોર માટે આ પગલાંઓનું પુનરાવર્તન કરો જેના માટે તમે સ્ટાફને વેચાણ પ્રતિનિધિની પરવાનગીઓ આપવા માંગતા હોવ.
કંપનીના સ્થાન પર વેચાણ સ્ટાફને અસાઇન કરો
વેચાણ મેનેજર્સ અથવા કંપનીના સ્થાનો પર સ્ટાફ અસાઇન કરો પરવાનગી ધરાવતો કોઈપણ સ્ટાફ સભ્ય કંપનીના સ્થાનો પર અન્ય સ્ટાફ સભ્યને અસાઇન કરી શકે છે.
જ્યારે તમે અસાઇન કરેલા કંપનીના સ્થાનો પર પરવાનગીઓ મર્યાદિત કરો પસંદ કરો છો અને કોઈ સ્ટાફને કંપનીના સ્થાન પર અસાઇન કરો છો, ત્યારે વેચાણ સ્ટાફ નીચેના પેજ પર માત્ર તેમને અસાઇન કરેલા કંપનીના સ્થાનો માટેની માહિતીને ઍક્સેસ કરી શકે છે:
- ગ્રાહકો
- ઑર્ડર્સ
- ડ્રાફ્ટ ઑર્ડર
- કંપનીઓ
તમારા Shopify ઍડમિનમાંના અન્ય તમામ પેજ કંપની અથવા કંપનીના સ્થાન દ્વારા માહિતીને મર્યાદિત કરશે નહીં. એ જ વેચાણ સ્ટાફને કંપનીના એકથી વધુ સ્થાનો પર અસાઇન કરી શકાય છે. તમે કંપનીના દરેક સ્થાન પર 10 જેટલા વેચાણ સ્ટાફને અસાઇન કરી શકો છો.
પગલાં:
- તમારી સંસ્થામાં લૉગ ઇન કરો અને યોગ્ય સ્ટોર પર નેવિગેટ કરો.
- તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો > કંપનીઓ પર જાઓ.
- તમે જે કંપનીને વેચાણ સ્ટાફ અસાઇન કરવા માંગતા હોવ, તેના પર ક્લિક કરો.
- સ્થાનો વિભાગમાં, કંપનીના જે સ્થાન પર તમે વેચાણ સ્ટાફને અસાઇન કરવા માંગતા હોવ, તેના પર ક્લિક કરો.
- અસાઇન કરેલો સ્ટાફ વિભાગમાં,
આઇકન પર ક્લિક કરો.
- કંપનીના સ્થાન પર તમે જે સ્ટાફને અસાઇન કરવા માંગતા હોવ, તેને પસંદ કરો. તમે એકથી વધુ સ્ટાફ પસંદ કરી શકો છો.
- સાચવો પર ક્લિક કરો.
કંપનીના તમામ સ્થાનો પર જથ્થાબંધ રીતે વેચાણ સ્ટાફ અસાઇન કરો
તમે કંપનીના સ્થાનો પર જથ્થાબંધ રીતે સ્ટાફ અસાઇન કરી શકો છો.
પગલાં:
- તમારી સંસ્થામાં લૉગ ઇન કરો અને યોગ્ય સ્ટોર પર નેવિગેટ કરો.
- તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો > કંપનીઓ પર જાઓ.
- તમે જે કંપનીને એક અથવા વધુ વેચાણ સ્ટાફ અસાઇન કરવા માંગતા હોવ, તેના પર ક્લિક કરો.
- અસાઇન કરેલા સ્ટાફમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
- તમે કંપનીના તમામ સ્થાનો પર જે સ્ટાફને અસાઇન કરવા માંગતા હોવ, તેને પસંદ કરો. તમે એકથી વધુ સ્ટાફ પસંદ કરી શકો છો.
- સાચવો પર ક્લિક કરો.
વેચાણ સ્ટાફ દ્વારા ઑર્ડર અને ડ્રાફ્ટ ઑર્ડર બનાવવો
તમે સ્ટાફની પરવાનગીઓ સેટ કરી લો તે પછી, તમારો વેચાણ સ્ટાફ લૉગ ઇન કરી શકે છે અને તમારા Shopify ઍડમિનને ઍક્સેસ કરી શકે છે. તેઓ ડ્રાફ્ટ ઑર્ડરનો ઉપયોગ કરીને Shopifyમાં ફોન, ઇમેઇલ અને રૂબરૂના ઑર્ડર્સ કૅપ્ચર કરી શકે છે.
તમારા Shopify ઍડમિનમાં ડ્રાફ્ટ ઑર્ડર બનાવતી વખતે તમારો વેચાણ સ્ટાફ તમારી પ્રોડક્ટ, કિંમત નિર્ધારણ, ગ્રાહક અને ઇન્વેન્ટરીના તમામ ડેટાનો ઍક્સેસ ધરાવે છે. તમે ઑર્ડર્સને લાગુ પડતા કોઈ બિઝનેસ નિયમો સેટ કર્યા છે કે કેમ, તે પણ તેઓ જોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે ચોક્કસ ગ્રાહકો માટે ઉપલબ્ધ શિપિંગના વિકલ્પોને કસ્ટમાઇઝ કરવા માટે કોઈ ઍપનો ઉપયોગ કરો છો, તો ડ્રાફ્ટ ઑર્ડર માટે પણ આ કસ્ટમાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યારે ઑર્ડર પૂર્ણ થઈ જાય અને ગ્રાહકને મોકલવા માટે તૈયાર હોય, ત્યારે ગ્રાહકને ઇન્વૉઇસ વિશે જાણ કરવા માટે તમારો વેચાણ સ્ટાફ ઇન્વૉઇસ મોકલો પર ક્લિક કરી શકે છે અને તમારા ગ્રાહકને તેમનો ઑર્ડર રિવ્યૂ કરીને ચેકઆઉટ વખતે પ્લેસ કરવા દઈ શકે છે.
B2B ઑર્ડર્સ કૅપ્ચર કરવા માટે ડ્રાફ્ટ ઑર્ડરના ઉપયોગ વિશે વધુ જાણો.