કાર્ટ દીઠ આઇટમ માટે જથ્થાની મહત્તમ મર્યાદા સેટ કરો

જ્યારે ગ્રાહક તમારા સ્ટૉક કરતાં વધુ આઇટમ તેમના કાર્ટમાં ઉમેરવાનો પ્રયાસ કરે છે, ત્યારે કાર્ટ તમારી ઉપલબ્ધ ઇન્વેન્ટરી સાથે મેળ કરવા માટે આપમેળે જથ્થો ઘટાડી દે છે. તેનાથી ઓવરસેલિંગ અટકાવવામાં મદદ મળે છે, પરંતુ તે અજાણતાં તમારા ગ્રાહકો સમક્ષ તમારી પાસે કેટલો સ્ટૉક છે તે છતું કરી શકે છે.

તમારી ઇન્વેન્ટરીની માહિતી સુરક્ષિત રાખવા માટે, ગ્રાહક એક ઑર્ડરમાં પ્રત્યેક પ્રોડક્ટમાંથી કેટલી પ્રોડક્ટ તેમના કાર્ટમાં ઉમેરી શકે છે તેની તમે મર્યાદા સેટ કરી શકો છો.

મહત્તમ જથ્થો દરેક પ્રોડક્ટના વેરિઅન્ટ પર સ્વતંત્ર રીતે લાગુ થાય છે, સંપૂર્ણપણે પ્રોડક્ટ અથવા કાર્ટ પર નહીં. ઉદાહરણ તરીકે, જો તમે એક ટી-શર્ટ અનેક રંગો (લાલ, વાદળી અને લીલો) માં વેચો છો અને 30 ની મહત્તમ મર્યાદા સેટ કરો છો, તો ગ્રાહકો દરેક રંગના વેરિઅન્ટમાંથી 30 ટી-શર્ટ સુધીનો ઑર્ડર આપી શકે છે. આનો અર્થ એ છે કે તેઓ સંભવિતપણે એક ઑર્ડરમાં 30 લાલ, 30 વાદળી અને 30 લીલા ટી-શર્ટ ખરીદી શકે છે, કારણ કે દરેક રંગને અલગ ગણવામાં આવે છે.

તમારા સ્ટોર માટે ભલામણ કરેલ મર્યાદા કાર્ટમાં-ઉમેરવાની મર્યાદા સેટિંગમાં તમારા વેચાણના ઇતિહાસને આધારે સૂચવેલ મહત્તમ જથ્થાની મર્યાદા સાથે દેખાય છે:

  • 250 કરતા વધુ વેચાણ: જો તમે 250 કરતાં વધુ વેચાણ કર્યા હોય, તો તમારા સ્ટોર માટે ભલામણ કરેલ મર્યાદાની ગણતરી તમારા સ્ટોરના ઑર્ડરના ડેટાના આધારે કરવામાં આવે છે. સરેરાશ કરતા વધુ જથ્થાવાળા ઑર્ડરની ગણતરી કરવા માટે આ મર્યાદામાં સરપ્લસ (અધિક જથ્થો) નો સમાવેશ થાય છે.
  • 250 કરતા ઓછું વેચાણ: જો તમે 250 કરતા ઓછું વેચાણ કર્યું હોય, તો તમારા સ્ટોર માટે ડિફૉલ્ટ ભલામણ કરેલ મર્યાદા 50 પર સેટ કરવામાં આવે છે.

તમારા સ્ટોરમાં વધુ ડેટા ઉપલબ્ધ થતાં ભલામણ કરેલ મર્યાદા સમયાંતરે અપડેટ કરવામાં આવે છે.

તમે ભલામણ કરેલ રકમ કરતાં વધુ અથવા ઓછી મર્યાદા સેટ કરવાનું પસંદ કરી શકો છો. જોકે, ખૂબ ઓછી મર્યાદા સેટ કરવાથી તમારા વેચાણ પર નકારાત્મક અસર પડી શકે છે.

કાર્ટમાં-ઉમેરવાની મર્યાદાના અપવાદો

કાર્ટમાં-ઉમેરવાની મર્યાદા નીચેના દૃશ્યો સિવાય તમામ પ્રોડક્ટ, તમામ ગ્રાહકો અને તમામ કાર્ટ પર લાગુ પડે છે:

કાર્ટમાં-ઉમેરવાની મર્યાદા સેટ કરો

આઇટમ દીઠ મહત્તમ જથ્થાનું સેટિંગ ડિફૉલ્ટ રૂપે સક્રિય હોય છે. તમે મહત્તમ મર્યાદાને કોઈપણ સમયે નિષ્ક્રિય અથવા ફરી સક્રિય કરી શકો છો અને મહત્તમ મૂલ્યમાં ફેરફાર કરી શકો છો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ચેકઆઉટ પર જાઓ.

  2. ઉચ્ચ સ્તરની પસંદગીઓ વિભાગમાં, કાર્ટમાં-ઉમેરવાની મર્યાદા પર ક્લિક કરો.

  3. કાર્ટમાં-ઉમેરવાની મર્યાદા ડાયલૉગમાં, તમારી કાર્ટમાં-ઉમેરવાની મર્યાદાના સેટિંગ કન્ફિગર કરો:

    1. કાર્ટમાં ઉમેરી શકાય તેવી આઇટમ દીઠ મહત્તમ જથ્થો સેટ કરો વિકલ્પ સક્રિય કરો.
    2. મર્યાદા ફિલ્ડમાં, આઇટમ દીઠ મહત્તમ જથ્થો દાખલ કરો. તે પૂર્ણાંક સંખ્યા હોવી આવશ્યક છે. ભલામણ કરેલ મર્યાદા મર્યાદા ફિલ્ડની નીચે દેખાય છે.
    3. થઈ ગયું પર ક્લિક કરો.
  4. સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, Menu પર ટૅપ કરો અને પછી Settings સેટિંગ પર ટૅપ કરો.

  2. સ્ટોર સેટિંગ વિભાગમાં, ચેકઆઉટ પર ટૅપ કરો.

  3. ઉચ્ચ સ્તરની પસંદગીઓ વિભાગમાં, કાર્ટમાં-ઉમેરવાની મર્યાદા પર ટૅપ કરો.

  4. કાર્ટમાં-ઉમેરવાની મર્યાદા ડાયલૉગમાં, તમારી કાર્ટમાં-ઉમેરવાની મર્યાદાના સેટિંગ કન્ફિગર કરો:

    1. કાર્ટમાં ઉમેરી શકાય તેવી આઇટમ દીઠ મહત્તમ જથ્થો સેટ કરો વિકલ્પ સક્રિય કરો.
    2. મર્યાદા ફિલ્ડમાં, આઇટમ દીઠ મહત્તમ જથ્થો દાખલ કરો. તે પૂર્ણાંક સંખ્યા હોવી આવશ્યક છે. ભલામણ કરેલ મર્યાદા મર્યાદા ફિલ્ડની નીચે દેખાય છે.
    3. થઈ ગયું પર ટૅપ કરો.
  5. સાચવો અથવા ✓ પર ટૅપ કરો.