Checkout Blocks માં કસ્ટમ ડિસ્કાઉન્ટ
Checkout Blocks ડિફૉલ્ટ Shopify ડિસ્કાઉન્ટના પ્રકારોને વિસ્તૃત કરીને કસ્ટમ શિપિંગ અને ઑર્ડર માટેના ડિસ્કાઉન્ટ ઑફર કરે છે. Checkout Blocks પર કસ્ટમ ડિસ્કાઉન્ટ નીચેના Shopify ડિસ્કાઉન્ટ પ્રકારોને સપોર્ટ કરે છે:
- ડિસ્કાઉન્ટ કોડ, જે ગ્રાહક દ્વારા ચેકઆઉટ વખતે વિશિષ્ટ કોડ દાખલ કરવા પર અને જરૂરી નિયમ સેટ, ગ્રાહકની યોગ્યતા અને ઉપયોગની શરતો પૂરી થવા પર લાગુ કરવામાં આવે છે.
- સ્વચાલિત ડિસ્કાઉન્ટ, જ્યારે નિયમ સેટમાં ઉલ્લેખિત શરતો પૂરી થતી હોય, ત્યારે પસંદ કરેલા ડિલિવરી વિકલ્પો પર સ્વચાલિત રૂપે લાગુ કરવામાં આવે છે.
જો તમે Checkout Blocks ઍપને અનઇન્સ્ટૉલ કરો છો, તો Checkout Blocks ના તમામ કસ્ટમ ડિસ્કાઉન્ટ તમારા સ્ટોરમાંથી સ્વચાલિત રૂપે હટાવવામાં આવે છે.