કૉપિરાઇટ ઉલ્લંઘનની જાણ કરવી અથવા કૉપિરાઇટ નોટિસનો પ્રતિસાદ આપવો

આ પેજ પર, તમે Shopify ની કૉપિરાઇટ નીતિ વિશેની માહિતી, કૉપિરાઇટ ઉલ્લંઘનની જાણ કેવી રીતે કરવી અને કૉપિરાઇટ નોટિસનો પ્રતિસાદ કેવી રીતે આપવો તે શોધી શકો છો.

Shopify ડિજિટલ મિલેનિયમ કૉપિરાઇટ ઍક્ટ (DMCA) નું અનુપાલન કરે છે અને દાવા કરેલા કૉપિરાઇટ ઉલ્લંઘન માટે કાયદાની નોટિસ અને કાઉન્ટર નોટિસની પ્રક્રિયા સહિત, DMCA પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને કૉપિરાઇટ ઉલ્લંઘનના દાવાઓનો પ્રતિસાદ આપે છે:

  • જો Shopify ને એવું લાગે કે તેને સ્ટોર પરની સામગ્રી વિશે કથિત કૉપિરાઇટ ઉલ્લંઘનની સંપૂર્ણ અને માન્ય નોટિસ મળી છે, તો તે સામાન્ય રીતે રિપોર્ટ કરેલી સામગ્રીને તેના પ્લેટફોર્મ પરથી દૂર કરશે અને પ્રભાવિત વેપારીને તેમના Shopify ઍડમિન દ્વારા જાણ કરશે.
  • Shopify વેપારીને કાઉન્ટર નોટિસ મોકલવાની તક આપશે જેમાં એ સમજાવાયેલું હોય કે તેઓને શા માટે એવું લાગે છે કે સામગ્રી ભૂલથી દૂર કરવામાં આવી હતી. જો કાઉન્ટર નોટિસ માન્ય હોય, તો સામાન્ય રીતે વેપારીને 10 થી 14 કામકાજના દિવસોમાં સામગ્રીને ફરીથી પોસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે.
  • કેટલાક કિસ્સાઓમાં, Shopify રિપોર્ટ કરેલી સામગ્રીને દૂર કરવાનો ઇનકાર કરી શકે છે અથવા, જો તે દૂર કરવામાં આવી હોય, તો વેપારીને તરત જ સામગ્રીને ફરીથી પોસ્ટ કરવાની મંજૂરી આપી શકે છે.
  • Shopify પાસે યોગ્ય સંજોગોમાં વારંવાર ઉલ્લંઘન કરવા બદલ સ્ટોર્સને સમાપ્ત કરવાની નીતિ છે, જેમ કે જ્યાં તેને કથિત ઉલ્લંઘનની અનેક નોટિસ મળી હોય જેનો સ્ટોર દ્વારા સામનો કરવામાં ન આવ્યો હોય. જ્યારે વારંવારના ઉલ્લંઘન માટે કોઈ સ્ટોરને સમાપ્ત કરવામાં આવે છે, ત્યારે સમાન વારંવાર ઉલ્લંઘન કરનારની માલિકી ધરાવતી અથવા તેના દ્વારા સંચાલિત બધી દુકાનો પણ સમાપ્તિને પાત્ર બને છે.
  • Shopify ઇરાદાપૂર્વક અથવા ગંભીર ઉલ્લંઘનના એક પણ કિસ્સા માટે સ્ટોર્સને નિષ્ક્રિય કરવાનો વિવેકાધિકાર જાળવી રાખે છે.
  • દાવા કરેલ ઉલ્લંઘનની અથવા કાઉન્ટર નોટિસની ખોટી અથવા ખરાબ ઉદ્દેશ્યથી રજૂઆત કાયદા દ્વારા સજાપાત્ર છે. Shopify સહિત આવી નોટિસથી નુકસાન પામેલા લોકો, નુકસાની અને વકીલોની ફી માટે દાવો કરી શકે છે.

કથિત કૉપિરાઇટ ઉલ્લંઘનની નોટિસ સબમિટ કરવા માટે Shopify નું ઑનલાઇન ફોર્મ એ સૌથી કાર્યક્ષમ રીત છે. Shopify પગલાં લઈ શકે તે માટે બધી નોટિસમાં નીચેની માહિતી શામેલ હોવી આવશ્યક છે:

  • તમારું કાનૂની નામ અને સંપર્ક માહિતી.
  • જેનું ઉલ્લંઘન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હોય તેવા મૂળ કૉપિરાઇટ કરેલા કાર્યની સીધી લિંક્સ. જો તમારી પાસે સીધી લિંક ન હોય, તો તમે તમારા કાર્યનું વર્ણન પ્રદાન કરી શકો છો.
  • Shopify પરની એવી વિશિષ્ટ સામગ્રીની સીધી લિંક્સ કે જેના વિશે તમે માનતા હોવ કે તે તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરે છે. સામગ્રી ધરાવતા દરેક વ્યક્તિગત પેજની સૂચિ આવશ્યક છે. સામાન્ય દુકાનની લિંક સ્વીકારવામાં આવશે નહીં.
  • તમે તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરતી હોવાનું માનતા હોવ તેવી સામગ્રી અને તે લિંકમાં ક્યાં દેખાય છે તેનું વર્ણન, જેમ કે કઈ છબીઓ, વિડિઓઝ, gif અને ટેક્સ્ટ.
  • પુષ્ટિ કે:
    • તમે સાચા વિશ્વાસથી માનો છો કે જે રીતે ફરિયાદ કરવામાં આવી છે તે રીતે સામગ્રીનો ઉપયોગ કરવા માટે કૉપિરાઇટના માલિક, તેના એજન્ટ અથવા કાયદા દ્વારા અધિકૃત કરવામાં આવ્યો નથી.
    • નોટિસમાં આપેલી તમામ માહિતી સચોટ છે.
  • એક નિવેદન, ખોટી સાક્ષી માટેની દંડની શરત હેઠળ, કે તમે કૉપિરાઇટના માલિક છો અથવા માલિક વતી કાર્ય કરવા માટે અધિકૃત છો.
  • તમારી ભૌતિક અથવા ઇલેક્ટ્રોનિક સહી.

જો તમે ઑનલાઇન ફોર્મનો ઉપયોગ કરી શકતા નથી, તો તમે Shopify ના નિયુક્ત એજન્ટને જરૂરી માહિતી સાથે નોટિસ મોકલી શકો છો:

Shopify Trust & Safety
Shopify Inc.
151 O'Connor Street
Ground floor
Ottawa, Ontario
K2P 2L8
Canada
ઇમેઇલ: legal@shopify.com

મને મારા સ્ટોરફ્રન્ટ પરની સામગ્રી માટે કૉપિરાઇટ નોટિસ મળી છે. હવે શું?

જો Shopify ને તમારા સ્ટોર પરની સામગ્રીના સંબંધમાં કથિત કૉપિરાઇટ ઉલ્લંઘનની સંપૂર્ણ અને માન્ય નોટિસ હોવાનું વ્યાજબી રીતે લાગે, તો તમને તમારા Shopify ઍડમિનમાં એક નોટિફિકેશન મળશે જે તમને રિપોર્ટ કરવામાં આવેલી ચોક્કસ સામગ્રી અને તેને ક્યારે હટાવવામાં આવશે તેની જાણ કરશે. ત્યારપછી તમારી પાસે બે વિકલ્પો છે:

  • જો તમે નોટિસનો રિવ્યૂ કરો છો અને સંમત થાઓ છો કે તમારી પાસે સામગ્રીનો ઉપયોગ કરવાનો અધિકાર નથી, તો આગળ કોઈ કાર્યવાહી જરૂરી નથી. Shopify સામગ્રીને હટાવી દેશે અને જ્યાં સુધી તમને કૉપિરાઇટ ધારક પાસેથી મંજૂરી ન મળે ત્યાં સુધી તે ઑફલાઇન રહેશે.
  • જો તમે નોટિસનો રિવ્યૂ કરો છો અને માનો છો કે કોઈ ભૂલ અથવા ખોટી ઓળખના પરિણામે સામગ્રી હટાવવામાં આવી હતી, તો તમે DMCA કાઉન્ટર નોટિસ ફાઇલ કરી શકો છો.

હું DMCA કાઉન્ટર નોટિસ કેવી રીતે ફાઇલ કરું?

તમે તમારા Shopify ઍડમિનમાંના ફૉર્મ દ્વારા અમને કાઉન્ટર નોટિસ મોકલી શકો છો. તમારી કાઉન્ટર નોટિસ ધ્યાનમાં લેવા માટે તેમાં નીચેની તમામ માહિતી હોવી આવશ્યક છે:

  • કાઉન્ટર નોટિસ સબમિટ કરનાર વ્યક્તિનું કાનૂની નામ અને પૂરતી સંપર્ક માહિતી.
  • હટાવવામાં આવેલી સામગ્રીની ઓળખ અને તેને હટાવવામાં આવી તે પહેલાં સામગ્રીનું મૂળ સ્થાન.
  • એક નિવેદન કે તમે તમારા સરનામાવાળા ન્યાયિક જિલ્લા માટેની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના અધિકારક્ષેત્ર માટે સંમતિ આપો છો અથવા, જો તમારું સરનામું યુનાઇટેડ સ્ટેટ્સની બહાર સ્થિત હોય, તો તમે ડિસ્ટ્રિક્ટ ઑફ ડેલવેર માટેની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના અધિકારક્ષેત્ર માટે સંમતિ આપો છો.
  • એક નિવેદન કે તમે કૉપિરાઇટ નોટિસ સબમિટ કરનાર પક્ષકાર અથવા તેના એજન્ટ તરફથી કાનૂની પ્રક્રિયાની બજવણી સ્વીકારશો.
  • ખોટી જુબાની આપવાના દંડની શરત હેઠળનું એક નિવેદન કે તમે શુદ્ધબુદ્ધિથી માનો છો કે કોઈ ભૂલ અથવા ખોટી ઓળખના પરિણામે સામગ્રી હટાવવામાં આવી હતી.
  • તમારી ભૌતિક અથવા ઇલેક્ટ્રોનિક સહી.

જો તમે ઑનલાઇન ફૉર્મનો ઉપયોગ કરી શકતા ન હો, તો તમે જરૂરી માહિતી સાથેની કાઉન્ટર નોટિસ આ સરનામે Shopify ના નિયુક્ત એજન્ટને મોકલી શકો છો:

Shopify Trust & Safety
Shopify Inc.
151 O'Connor Street
Ground floor
Ottawa, Ontario
K2P 2L8
Canada
ઇમેઇલ: legal@shopify.com

હું DMCA કાઉન્ટર નોટિસ ફાઇલ કરું તે પછી શું થાય છે?

જ્યારે તમે માન્ય કાઉન્ટર નોટિસ સબમિટ કરો છો, ત્યારે અમે તમારા Shopify એકાઉન્ટ રેકોર્ડમાંથી ફરિયાદ હટાવી દઈશું અને કૉપિરાઇટ નોટિસ સબમિટ કરનાર પક્ષકારને તમારી કાઉન્ટર નોટિસની કૉપિ મોકલીશું. જો તેઓ તમારી સામે કાનૂની પગલાં લે છે અને અમને 10-14 કામકાજના દિવસોમાં તે પગલાંની નોટિસ મોકલે છે, તો સામગ્રી બંધ રહી શકે છે. જો અમને તે સમયગાળામાં કાનૂની પગલાંની નોટિસ નહીં મળે, તો અમે તમને જાણ કરીશું અને વિવાદિત સામગ્રી ફરીથી પોસ્ટ કરવામાં આવી શકે છે.