આલ્કોહોલ પ્રોડક્ટ

જ્યારે તમે Shopify દ્વારા આલ્કોહોલનું વેચાણ કરો છો, ત્યારે તમારે તમારા વ્યવસાયને લાગુ થતા કાયદાઓ અને નિયમોનું પાલન કરવાની જરૂર હોય છે. કયા કાયદાઓ અને નિયમો લાગુ પડે છે તે પ્રદેશ પર આધારિત છે જ્યાં તમારો સ્ટોર આવેલો છે અને તે પ્રદેશ જ્યાં તમે વેચાણ કરો છો. તમારા વ્યવસાયને લાગુ થઈ શકે તેવા આલ્કોહોલ-સંબંધિત કાયદાઓ અને નિયમો વિશે જાણવા માટે આ પેજ પરની માહિતીનો ઉપયોગ કરો.

યુનાઇટેડ સ્ટેટ્સ (US) માં આલ્કોહૉલ વેચવા માટેના કાયદા અને નિયમો

જો તમારો વ્યવસાય યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલો હોય અથવા તમે યુનાઇટેડ સ્ટેટ્સના ગ્રાહકોને આલ્કોહૉલ પ્રોડક્ટ વેચતા હોવ, તો તમારી આલ્કોહૉલ પ્રોડક્ટની જાહેરાત કરવામાં આવતી હોય કે વેચાણ કરવામાં આવતું હોય તેવા કોઈપણ અધિકારક્ષેત્રમાં તમારે તમામ ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં, આલ્કોહૉલને રાજ્ય સ્તરે સખત રીતે નિયંત્રિત કરવામાં આવે છે અને દરેક રાજ્ય પ્રમાણે નિયમો અલગ-અલગ હોય છે. જો તમે આલ્કોહૉલ પ્રોડક્ટ વેચતા હોવ કે શિપ કરતા હોવ, તો તમારે તમારા ગ્રાહકોના અને જ્યાં તમે વ્યવસાય કરો છો તેવા રાજ્યોના કાયદાઓની સમીક્ષા કરવી જોઈએ. આલ્કોહૉલ વેચવા માટેની આ સામાન્ય જરૂરિયાતો પર વિચાર કરો:

  • તમારી પ્રોડક્ટનું ઉત્પાદન કરવા, માર્કેટિંગ કરવા, વેચવા અને ડિલિવર કરવા માટે વ્યક્તિગત રીતે તમામ જરૂરી લાઇસન્સ મેળવો અને જાળવો.
  • રેકોર્ડ રાખવાની જરૂરિયાતો સહિત, લાગુ પડતી તમામ લાઇસન્સ જરૂરિયાતોનું સંપૂર્ણપણે પાલન કરો.
  • ઉંમર ચકાસવાની અસરકારક પદ્ધતિઓ રાખો જેથી 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો આલ્કોહૉલ પ્રોડક્ટ ખરીદી કે પ્રાપ્ત કરી શકે નહીં.
  • તમારા વ્યવસાયના અધિકારક્ષેત્ર અને તમારા ગ્રાહકોના અધિકારક્ષેત્રના લાગુ પડતા કાયદાઓના સંપૂર્ણ પાલન સાથે આલ્કોહૉલ પ્રોડક્ટ શિપ કરો અને ડિલિવર કરો. જો તમે અલગ રાજ્યમાં શિપ કરો છો, તો તમારે તે રાજ્યના કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે.

ખાસ કરીને કેલિફોર્નિયામાં દારૂના વેચાણ માટે, તમે Prop 65 દારૂની ચેતવણીનું પ્રોડક્ટ ડિસ્ક્લોઝર પ્રદર્શિત કરી શકો છો.

યુનાઇટેડ સ્ટેટ્સમાં આલ્કોહૉલ વેચવા વિશે સંસાધનો

તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં આલ્કોહૉલ પ્રોડક્ટ વેચવા વિશે ઑનલાઇન ચોક્કસ માહિતી મેળવી શકો છો, જેમાં નીચેના સંસાધનો સામેલ છે:

કૅનેડામાં આલ્કોહૉલ વેચવા માટેના કાયદા અને નિયમો

જો તમારો વ્યવસાય કૅનેડામાં આવેલો હોય અથવા તમે કૅનેડાના ગ્રાહકોને આલ્કોહૉલ પ્રોડક્ટ વેચતા હોવ, તો તમારી આલ્કોહૉલ પ્રોડક્ટની જાહેરાત કરવામાં આવતી હોય, વેચાણ કરવામાં આવતું હોય કે ડિલિવર કરવામાં આવતી હોય તેવા કોઈપણ અધિકારક્ષેત્રમાં તમારે લાગુ પડતા તમામ ફેડરલ અને પ્રાંતીય કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે. કેટલાક પ્રાંતોમાં લેબલિંગ સંબંધિત ચોક્કસ જરૂરિયાતો પણ હોઈ શકે છે જેનું તે પ્રાંતમાં તમારી આલ્કોહૉલ પ્રોડક્ટ વેચવા માટે તમારે પાલન કરવાની જરૂર હોય છે.

જો તમે કૅનેડામાં આલ્કોહૉલ પ્રોડક્ટ વેચો છો, તો તમારે નીચેના સંસાધનોની સમીક્ષા કરવી જોઈએ:

ફેડરલ સ્તરે, તમારે પૅકેજિંગ અને લેબલિંગની જરૂરિયાતોનું પાલન કરવું આવશ્યક છે. આ જરૂરિયાતોમાં ચોક્કસ પ્રકારના દારૂ તરીકે લેબલ કરવાની પ્રોડક્ટ માટેનાં સંરચનાત્મક ધોરણો અને ભૂગોળ સંબંધિત IP સુરક્ષા સામેલ છે. ઉદાહરણ તરીકે, "Champagne" નો ઉપયોગ માત્ર ફ્રાન્સના શૅમ્પેન પ્રદેશમાંથી આવતા સ્પાર્કલિંગ વાઇન માટે થાય છે.

દરેક પ્રાંતીય અધિકારક્ષેત્રમાં આલ્કોહૉલ માટે અલગ અલગ જરૂરિયાતો હોય છે, જેમાં સામાન્ય રીતે ટાંકવામાં આવતી નીચેની જરૂરિયાતો સામેલ છે, પરંતુ આટલા સુધી જ સીમિત નથી:

  • દારૂ પીવા માટેની કાનૂની ઉંમરની જરૂરિયાતો
  • આલ્કોહૉલ વિતરણના અધિકાર માટે લાઇસન્સિંગની જરૂરિયાતો
  • દારૂના પ્રચાર અને માર્કેટિંગ માટેની નીતિઓ
  • નોંધણી અને માર્કેટિંગની નીતિઓ

જો તમે કૅનેડામાં આલ્કોહૉલ પ્રોડક્ટ વેચો અથવા શિપ કરો છો, તો સામાન્ય રીતે ટાંકવામાં આવતી નીચેની જરૂરિયાતો પર વિચાર કરો:

  • આલ્બર્ટા, મેનિટોબા અને ક્વિબેકમાં, દારૂ પીવા માટેની કાનૂની ઉંમર 18 વર્ષ છે.
  • બ્રિટિશ કોલંબિયા, ન્યુ બ્રુન્સવિક, ન્યૂફાઉન્ડલૅન્ડ ઍન્ડ લેબ્રાડોર, નોર્થવેસ્ટ ટેરિટરીઝ, નોવા સ્કોશિયા, નુનાવુત, ઑન્ટેરિયો, પ્રિન્સ ઍડવર્ડ આઇલૅન્ડ, સાસ્કાચેવન અને યુકોનમાં, દારૂ પીવા માટેની કાનૂની ઉંમર 19 વર્ષ છે.
  • આલ્કોહૉલ પ્રોડક્ટ પર ઉત્પાદન કે આયાત સમયે ઍક્સાઇઝ ડ્યૂટી લાદવામાં આવે છે, જે ઉત્પાદક અથવા આયાતકાર દ્વારા ચૂકવવાપાત્ર હોય છે.

કૅનેડામાં આલ્કોહૉલ વેચવા વિશે સંસાધનો

તમે કૅનેડામાં આલ્કોહૉલ પ્રોડક્ટ વેચવા વિશે ઑનલાઇન વધારાની ચોક્કસ માહિતી મેળવી શકો છો, જેમાં નીચેના સંસાધનો સામેલ છે:

યુરોપિયન યુનિયન (EU) માં આલ્કોહૉલ વેચવા માટેના કાયદા અને નિયમો

જો તમારો વ્યવસાય યુરોપિયન યુનિયનમાં આવેલો હોય અથવા તમે યુરોપિયન યુનિયનના ગ્રાહકોને આલ્કોહૉલ પ્રોડક્ટ વેચતા હોવ, તો તમારી આલ્કોહૉલ પ્રોડક્ટની જાહેરાત કરવામાં આવતી હોય કે વેચાણ કરવામાં આવતું હોય તેવા કોઈપણ અધિકારક્ષેત્રમાં તમારે લાગુ પડતા તમામ કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે. તમે યુરોપિયન યુનિયનમાં આલ્કોહૉલ પ્રોડક્ટ વેચો તે પહેલાં, તમારે નીચેના કાયદા અને નિયમોની સમીક્ષા કરવી જોઈએ:

દરેક EU અધિકારક્ષેત્રમાં આલ્કોહૉલ માટે અલગ અલગ જરૂરિયાતો હોય છે, જેમાં વેપારીઓ માટે સામાન્ય રીતે ટાંકવામાં આવતી નીચેની જરૂરિયાતો સામેલ છે, પરંતુ આટલા સુધી જ સીમિત નથી:

  • ખાતરી કરો કે તમારી પ્રોડક્ટના લેબલમાં તમામ જરૂરી ઘોષણાઓ સામેલ છે, જેમ કે ઘટકોની સૂચિ અને પોષણ સંબંધિત ઘોષણા.
  • આલ્કોહૉલ અને આલ્કોહોલિક બેવરેજ પર લાદવામાં આવેલી સંબંધિત તમામ ઍક્સાઇઝ ડ્યૂટીનું પાલન કરો.
  • ઉંમર ચકાસવાની અસરકારક પદ્ધતિઓનો ઉપયોગ કરો જેથી સંબંધિત અધિકારક્ષેત્રમાં કાનૂની ઉંમરથી ઓછી ઉંમરના લોકો આલ્કોહૉલ પ્રોડક્ટ ખરીદી કે પ્રાપ્ત કરી શકે નહીં.
  • ખાતરી કરો કે તમે કેવી રીતે તમારી આલ્કોહૉલ પ્રોડક્ટની જાહેરાત કરો છો, માર્કેટિંગ કરો છો અને વેચો છો તે તમારા અધિકારક્ષેત્ર અને તમારા ગ્રાહકોના અધિકારક્ષેત્રની લાગુ પડતી તમામ કાનૂની જરૂરિયાતોનું પાલન કરે છે.

યુરોપિયન યુનિયનમાં આલ્કોહૉલ વેચવા વિશે સંસાધનો

તમે યુરોપિયન યુનિયનમાં આલ્કોહૉલ પ્રોડક્ટ વેચવા વિશે ઑનલાઇન ચોક્કસ માહિતી મેળવી શકો છો, જેમાં નીચેના સંસાધનો સામેલ છે:

યુનાઇટેડ કિંગડમ (UK) માં આલ્કોહૉલ વેચવા માટેના કાયદા અને નિયમો

જો તમારો વ્યવસાય યુનાઇટેડ કિંગડમમાં સ્થિત હોય, અથવા જો તમે યુનાઇટેડ કિંગડમમાં ગ્રાહકોને આલ્કોહોલ પ્રોડક્ટ વેચતા હોવ, તો તમારી આલ્કોહોલ પ્રોડક્ટની જ્યાં જાહેરાત કરવામાં આવતી હોય અથવા વેચવામાં આવતી હોય તેવા કોઈ પણ અધિકારક્ષેત્રમાં તમારે લાગુ પડતા તમામ સંઘીય, કાઉન્ટી અને સ્થાનિક કાયદાઓનું પાલન કરવું જરૂરી છે.

ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં ઑનલાઇન અને ઇન-સ્ટોર, એમ બન્ને રીતે આલ્કોહોલ વેચતા કે સપ્લાય કરતા વ્યવસાયો, સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે, તમારે લાઇસન્સિંગ ઍક્ટ 2003 દ્વારા નિર્ધારિત નિયમો અને વિનિયમોનું પાલન કરવાની જરૂર છે.

જો તમે યુનાઇટેડ કિંગડમમાં આલ્કોહોલ પ્રોડક્ટ વેચતા હોવ, વિતરિત કરતા હોવ અથવા શિપ કરતા હોવ, તો સામાન્ય રીતે ટાંકવામાં આવતી આ આવશ્યકતાઓનો વિચાર કરો:

  • આલ્કોહોલ વેચવા માટે જરૂરી એવા તમામ આવશ્યક લાઇસન્સ મેળવો અને જાળવી રાખો.
  • લાગુ પડતી તમામ લાઇસન્સ-સંબંધિત આવશ્યકતાઓનું સંપૂર્ણપણે પાલન કરો.
  • વયની ચકાસણી કરવાની અસરકારક પ્રથાઓનો ઉપયોગ કરો જેથી 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો આલ્કોહોલ પ્રોડક્ટની ખરીદી ન કરી શકે કે તેને મેળવી ન શકે. તમારા વ્યવસાયમાં વ્યક્તિની ઉંમર સાબિત કરવામાં સહાય માટે તમે PAS 1296: 2018 દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરી શકો છો.
  • તમારા વ્યવસાયના અધિકારક્ષેત્ર અને તમારા ગ્રાહકોના અધિકારક્ષેત્રના લાગુ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીને આલ્કોહોલ પ્રોડક્ટને શિપ અને ડિલિવર કરો.
  • ખાતરી કરો કે આયાત કરવામાં આવતા કોઈપણ આલ્કોહોલમાં જો જરૂરી હોય, તો ડ્યુટી સ્ટૅમ્પ શામેલ છે.

યુનાઇટેડ કિંગડમમાં આલ્કોહોલ વેચવા વિશેના સંસાધનો

તમે નીચે આપેલા સંસાધનો સહિત યુનાઇટેડ કિંગડમમાં આલ્કોહોલ પ્રોડક્ટ વેચવા વિશે ઑનલાઇન વધારાની માહિતી મેળવી શકો છો:

ઑસ્ટ્રેલિયામાં આલ્કોહોલ વેચવા માટેના કાયદાઓ અને વિનિયમો

જો તમારો વ્યવસાય ઑસ્ટ્રેલિયામાં સ્થિત હોય, અથવા જો તમે ઑસ્ટ્રેલિયામાં ગ્રાહકોને આલ્કોહોલ પ્રોડક્ટ વેચતા હોવ, તો તમારી આલ્કોહોલ પ્રોડક્ટની જ્યાં જાહેરાત કરવામાં આવતી હોય અથવા વેચવામાં આવતી હોય તેવા કોઈ પણ અધિકારક્ષેત્રમાં તમારે લાગુ પડતા તમામ રાજ્ય કે પ્રદેશના કાયદાઓનું પાલન કરવું જરૂરી છે.

તમારે આલ્કોહોલ પ્રોડક્ટની જાહેરાત માટે ઍડ સ્ટાન્ડર્ડની માર્ગદર્શિકા, અને ABAC રિસ્પોન્સિબલ આલ્કોહોલ માર્કેટિંગ કોડની સમીક્ષા કરવી જોઈએ.

ઑસ્ટ્રેલિયામાં દરેક રાજ્ય અથવા પ્રદેશમાં આલ્કોહોલ માટે અલગ-અલગ આવશ્યકતાઓ છે. સામાન્ય રીતે ટાંકવામાં આવતી નીચેની આવશ્યકતાઓનો વિચાર કરો:

  • વયની ચકાસણી કરવાની અસરકારક પ્રથાઓ ધરાવો જેથી 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો આલ્કોહોલ પ્રોડક્ટની ખરીદી ન કરી શકે કે તેને મેળવી ન શકે.
  • પૅકેજિંગ અને લેબલિંગની આવશ્યકતાઓનું પાલન કરો.
  • તમારા વ્યવસાયના અધિકારક્ષેત્ર અને તમારા ગ્રાહકોના અધિકારક્ષેત્રના લાગુ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીને આલ્કોહોલ પ્રોડક્ટને શિપ અને ડિલિવર કરો.
  • ખાતરી કરો કે તમે તમારી આલ્કોહોલ પ્રોડક્ટની જાહેરાત કરો છો, તેનું માર્કેટિંગ કરો છો અને વેચો છો, તે તમારા અધિકારક્ષેત્ર અને તમારા ગ્રાહકોના અધિકારક્ષેત્રની તમામ કાનૂની આવશ્યકતાઓનું પાલન કરે છે.

ઑસ્ટ્રેલિયામાં આલ્કોહોલના કાયદાઓ વિશે વધુ જાણો.

ન્યૂ ઝીલૅન્ડમાં આલ્કોહોલ વેચવા માટેના કાયદાઓ અને વિનિયમો

જો તમારો વ્યવસાય ન્યૂ ઝીલૅન્ડમાં સ્થિત હોય, અથવા જો તમે ન્યૂ ઝીલૅન્ડમાં ગ્રાહકોને આલ્કોહોલ પ્રોડક્ટ વેચતા હોવ, તો તમારી આલ્કોહોલ પ્રોડક્ટની જ્યાં જાહેરાત કરવામાં આવતી હોય અથવા વેચવામાં આવતી હોય તેવા કોઈ પણ અધિકારક્ષેત્રમાં તમારે લાગુ પડતા તમામ સંઘીય અને સ્થાનિક કાયદાઓનું પાલન કરવું જરૂરી છે.

જો તમે ન્યૂ ઝીલૅન્ડમાં આલ્કોહોલ પ્રોડક્ટ વેચતા હોવ, તો તમારે અન્ય લાગુ કાયદાઓની સાથે સેલ ઍન્ડ સપ્લાય ઑફ આલ્કોહોલ ઍક્ટ, 2012ની સમીક્ષા કરવી જોઈએ.

જો તમે ન્યૂ ઝીલૅન્ડમાં આલ્કોહોલ પ્રોડક્ટ વેચતા હોવ, વિતરિત કરતા હોવ અથવા શિપ કરતા હોવ, તો સામાન્ય રીતે ટાંકવામાં આવતી આ આવશ્યકતાઓનો વિચાર કરો:

  • વયની ચકાસણી કરવાની અસરકારક પ્રથાઓ ધરાવો જેથી 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો આલ્કોહોલ પ્રોડક્ટની ખરીદી ન કરી શકે કે તેને મેળવી ન શકે.
  • ખાતરી કરો કે તમારા પ્રમોશન અને માર્કેટિંગ સામગ્રીઓ, આલ્કોહોલના અતિશય સેવન અને સગીર વયના લોકો દ્વારા આલ્કોહોલના સેવનને આપવામાં આવતા પ્રોત્સાહનને મર્યાદિત કરે છે.
  • તમારા વ્યવસાયના અધિકારક્ષેત્ર અને તમારા ગ્રાહકોના અધિકારક્ષેત્રના લાગુ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીને આલ્કોહોલ પ્રોડક્ટને શિપ અને ડિલિવર કરો.

ન્યૂ ઝીલૅન્ડમાં આલ્કોહોલ વેચવા વિશેના સંસાધનો

તમે નીચે આપેલા સંસાધનો સહિત ન્યૂ ઝીલૅન્ડમાં આલ્કોહોલ પ્રોડક્ટ વેચવા વિશે ઑનલાઇન ચોક્કસ માહિતી મેળવી શકો છો: