ગ્રાહક સુરક્ષાના કાયદાઓ
જ્યારે તમે Shopify દ્વારા પ્રોડક્ટ વેચો છો, ત્યારે તમારે ગ્રાહક સુરક્ષાના એવા કાયદાઓ અને વિનિયમોનું પાલન કરવાની જરૂર છે જે તમારા વ્યવસાયને લાગુ પડે છે. આ કાયદાઓ સામાન્ય રીતે તમે જાહેરાત કેવી રીતે કરી શકો, ગ્રાહકો ખામીયુક્ત પ્રોડક્ટને કેવી રીતે રિટર્ન કરી શકે તથા પ્રોડક્ટની સુરક્ષા અને રિકૉલના ધોરણો જેવી બાબતોને આવરી લે છે.
તમે તમારી પ્રોડક્ટનું આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ કરીને તમારા વ્યવસાયને વિકસાવી શકો છો અને નવા ગ્રાહકો સુધી પહોંચી શકો છો. જ્યારે તમે વૈશ્વિક સ્તરે વેચાણ કરો છો, ત્યારે તમારે તમારા સ્ટોરના સ્થાનના કાયદાઓ અને તમે જ્યાં શિપિંગ કરો છો તે સ્થળોના કાયદાઓ, એમ બન્નેનું પાલન કરવાની જરૂર છે. તમારા વ્યવસાયને લાગુ પડી શકે તેવા ગ્રાહક સુરક્ષાના કેટલાક કાયદાઓ વિશે જાણવા માટે આ પેજ પરની માહિતીનો ઉપયોગ કરો.
તમને કયા કાયદા લાગુ પડે છે તે તમારો સ્ટોર જે પ્રદેશમાં સ્થિત છે તેના પર અને તમે જે પ્રદેશોમાં વેચાણ કરો છો તેના પર આધાર રાખે છે.
તમારા Shopify સ્ટોરના અવિરત ઉપયોગની ખાતરી કરવા માટે, ખાતરી કરો કે તમે વ્યવસાય કરતા હોવ તેવા કોઈપણ અધિકારક્ષેત્રમાં તમે ગ્રાહક સુરક્ષાના કાયદાઓનું પાલન કરી રહ્યા છો.
આ પેજ પર
સંપર્ક માહિતી
Shopifyની સેવાની શરતો હેઠળ, તમારે તમારા ઑનલાઇન સ્ટોર પર વર્તમાન અને સચોટ સંપર્ક માહિતી પ્રદાન કરવી આવશ્યક છે. આ માહિતીમાં શામેલ હોવું આવશ્યક છે:
- તમારા વ્યવસાયનું નામ
- એક ઇમેઇલ ઍડ્રેસ અને ફોન નંબર જેનો ઉપયોગ ગ્રાહકો કોઈપણ પ્રશ્નો, ફરિયાદો અથવા દાવાઓ સાથે તમારો સંપર્ક કરવા માટે કરી શકે છે
- તમારા વ્યવસાયનું ભૌતિક સરનામું
તમારી સંપર્ક માહિતી સાર્વજનિક રૂપે દેખાતી હોવી જોઈએ અને ઍક્સેસ કરવામાં સરળ હોવી જોઈએ.
તમે તમારા ઑનલાઇન સ્ટોરમાં સ્ટોરની નીતિઓ ઉમેરી શકો છો અથવા તમે અમારો સંપર્ક કરો પેજ ઉમેરી શકો છો.
તમે તમારી વેબસાઇટ માટે નીચેની નીતિઓ સરળતાથી બનાવવા માટે આ નિઃશુલ્ક, Shopify નીતિ જનરેટર ટૂલ્સ અને સંસાધનોનો ઉપયોગ કરી શકો છો:
યુરોપિયન આર્થિક ક્ષેત્રની સંપર્ક માહિતી સંબંધિત આવશ્યકતાઓ
જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં સ્થિત વેપારી હો અથવા ત્યાં શિપિંગ કરતા હો, અથવા જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્રના ગ્રાહકોને લક્ષ્ય બનાવતા વેપારી હો, તો તમારે તમારા ઑનલાઇન સ્ટોર પર તમારો કંપની નંબર અને મૂલ્યવર્ધિત કર (VAT) નંબર શામેલ કરવો આવશ્યક છે.
યુરોપિયન આર્થિક ક્ષેત્રમાંથી અથવા તેમાં પ્રોડક્ટના વેચાણ સંબંધિત નીચેના કાયદાઓની સમીક્ષા કરો:
રિફંડ નીતિ
Shopifyની સેવાની શરતો હેઠળ, તમારે તમારા ઑનલાઇન સ્ટોર પર તમારી રિફંડ નીતિ વિશે વર્તમાન, સચોટ, સાર્વજનિક અને સરળતાથી ઍક્સેસ કરી શકાય તેવી માહિતી પ્રદાન કરવી આવશ્યક છે.
તમારી રિફંડ નીતિમાં નીચેની માહિતી શામેલ હોવી જોઈએ:
- પ્રોડક્ટ જેટલા સમયમાં રિટર્ન કરવાની હોય તે સમય.
- રિટર્ન જ્યાં મોકલવાની જરૂર છે તે સરનામું.
- પ્રોડક્ટ રિટર્ન કરવાનો ખર્ચ અને રિટર્ન માટે કોણ ચુકવણી કરશે.
- રિફંડ મેળવવાનો સમય ગ્રાહક તમારા સ્થાનની સાપેક્ષમાં ક્યાં રહે છે, તેના પર કેવી રીતે આધારિત હોઈ શકે છે તે વિશેની માહિતી.
- જો ગ્રાહકને સમયસર રિફંડ ન મળે, તો તમારો સંપર્ક કરવા માટે તેઓ જેનો ઉપયોગ કરી શકે તેવી સંપર્ક માહિતી.
તમારા ઑનલાઇન સ્ટોરમાં રિફંડ, ગોપનીયતા, સેવાની શરતો, શિપિંગ અથવા કાનૂની સ્ટોર નીતિ જેવી સ્ટોર નીતિઓ ઉમેરવા વિશે વધુ જાણો.
યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં રિફંડ નીતિની આવશ્યકતાઓ
જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં સ્થિત વેપારી હો, અથવા જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્રના ગ્રાહકોને લક્ષ્ય બનાવતા વેપારી હો, તો તમારી રિફંડ નીતિ દ્વારા યુરોપિયન આર્થિક ક્ષેત્રના ગ્રાહકોને તેમના મૂળભૂત અધિકારો વિશેની માહિતી પ્રદાન કરવી આવશ્યક છે, જેમાં ઑર્ડર પાછો ખેંચવાનો અધિકાર અને માલસામાનની અનુરૂપતા શામેલ છે.
યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં ગ્રાહકોને પ્રોડક્ટ વેચવા સંબંધિત નીચેના કાયદાઓની સમીક્ષા કરો:
ઑર્ડર ફુલફિલમેન્ટ અને ડિલિવરી
Shopifyની સેવાની શરતો હેઠળ, તમારે તમારા સ્ટોરમાં સાર્વજનિક સંપર્ક માહિતી, રિફંડ નીતિ અને ઑર્ડર ફુલફિલમેન્ટની ટાઇમલાઇન ઉમેરવી આવશ્યક છે. તમારા ગ્રાહક ખરીદી પૂર્ણ કરે તે પહેલાં, તેમને સ્પષ્ટ હોવું જોઈએ કે તેમનો ઑર્ડર આવવામાં કેટલો સમય લાગશે.
તમારે તમારા ગ્રાહકોને નીચેની માહિતી જણાવવી જોઈએ:
- જો ગ્રાહકના ઑર્ડરમાં કોઈ ફેરફાર હોય અથવા વિલંબ થાય.
- જો તમે તેમને કોઈ અલગ દેશમાંથી શિપિંગ કરી રહ્યા હોવ, જેના કારણે આયાત શુલ્ક અથવા કસ્ટમ્સ ચાર્જ લાદવામાં આવી શકે.
જો તમે ઑર્ડર પૂર્ણ કરવા માટે ડ્રૉપશિપિંગ અથવા અન્ય કોઈ તૃતીય-પક્ષ સેવાનો ઉપયોગ કરો છો, તો તમારે તમારા ગ્રાહકોને જણાવવું જોઈએ કે પ્રોડક્ટ્સ કોઈ તૃતીય-પક્ષ દ્વારા અલગ સ્થાનથી શિપ કરવામાં આવે છે.
યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં ઑર્ડર ફુલફિલમેન્ટ અને ડિલિવરીની આવશ્યકતાઓ
યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં ઑર્ડર ફુલફિલમેન્ટ, શિપિંગની માહિતી અને આયાત અથવા કસ્ટમ્સ ચાર્જના ખુલાસા સંબંધિત કાયદાઓ છે, જેમાં નીચેના ઉદાહરણો શામેલ છે:
પ્રોડક્ટ પ્રદર્શન, માર્કેટિંગ અને કિંમત નિર્ધારણના દાવા
Shopifyની સેવાની શરતો માટે જરૂરી છે કે તમે તમારા સ્ટોર પર જે પ્રોડક્ટ્સ અને સેવાઓ વેચો છો તેના વિશે તમે કરેલા દાવાઓ સાચા હોવા જોઈએ. કેટલાક અધિકારક્ષેત્રોમાં, કાયદો તમે તમારી પ્રોડક્ટ્સ વિશે કરેલા માર્કેટિંગ અથવા પ્રદર્શનના દાવાઓ સંબંધિત વધુ કડક આવશ્યકતાઓ લાદી શકે છે.
પ્રોડક્ટની લોકપ્રિયતા અને ઉપલબ્ધતા વિશેના દાવાઓ સ્પષ્ટ અને સચોટ હોવા જોઈએ. સંભવિત છેતરામણા અથવા ગેરમાર્ગે દોરનારા માર્કેટિંગમાં નીચેના ઉદાહરણો શામેલ છે:
- મર્યાદિત સ્ટૉકની સૂચનાઓ, જેમ કે ખરેખર વધુ આઇટમ ઉપલબ્ધ હોય ત્યારે પણ "ફક્ત [x] આઇટમ બાકી છે"
- કાઉન્ટડાઉન ટાઇમર, જેમ કે તે દાવો સાચો ન હોય ત્યારે પણ “ફક્ત [x] કલાક બાકી છે”
- કેટલા લોકોએ કોઈ ચોક્કસ પ્રોડક્ટ ખરીદી તે વિશેના દાવા, જેમ કે તે દાવો સાચો ન હોય ત્યારે પણ “[x] લોકોએ આજે આ પ્રોડક્ટ ખરીદી છે”
યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં પ્રોડક્ટ પ્રદર્શન, માર્કેટિંગ અને કિંમત નિર્ધારણના દાવા વિશેની આવશ્યકતાઓ
જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં સ્થિત વેપારી હો, અથવા જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્રના ગ્રાહકોને લક્ષ્ય બનાવતા વેપારી હો, તો નીચેના નિયમોને ધ્યાનમાં લો:
- પ્રોડક્ટ પ્રદર્શન, માર્કેટિંગ અને કિંમત નિર્ધારણના દાવાઓમાં, તમારા ઑનલાઇન સ્ટોર દ્વારા વેચાતી પ્રોડક્ટ્સ માટે દર્શાવેલી અંતિમ કિંમતોમાં તમારે VAT અને આયાત ડ્યૂટીનો સમાવેશ કરવો આવશ્યક છે.
- જો તમે ડિસ્કાઉન્ટ અથવા કિંમતમાં ઘટાડાની ઑફર કરી રહ્યાં છો, તો તમારે પ્રોડક્ટની અગાઉની કિંમત સ્પષ્ટપણે દર્શાવવી આવશ્યક છે. યુરોપિયન કાયદો ગેરમાર્ગે દોરનારા અથવા આક્રમક માર્કેટિંગના દાવાઓને પણ પ્રતિબંધિત કરે છે. યુરોપિયન પ્રાઇસિંગ ઇન્ડિકેશન ડિરેક્ટિવ વિશે વધુ જાણો.
યુરોપિયન આર્થિક ક્ષેત્રમાં ગ્રાહકોને પ્રોડક્ટ વેચવા સંબંધિત નીચેના કાયદાઓની સમીક્ષા કરો:
પ્રોડક્ટ રિકૉલ
ઘણા દેશોમાં રિકૉલ કરેલી પ્રોડક્ટ્સ વિશે નિયમો છે. પ્રોડક્ટ્સ સામાન્ય રીતે ત્યારે રિકૉલ કરવામાં આવે છે જ્યારે તેનાથી ગ્રાહકના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જોખમ ઊભું થવાની સંભાવના હોય. તમે વ્યવસાય કરતા હો તેવા કોઈપણ અધિકારક્ષેત્રમાં રિકૉલ વિશેની કાનૂની આવશ્યકતાઓનું પાલન કરવા માટે તમે જવાબદાર છો. તમારા સ્ટોરના સ્થાન અને તમારા ગ્રાહકોના સ્થાનના આધારે, તેનો અર્થ એ હોઈ શકે છે કે તમારે નીચેની ક્રિયાઓ કરવાની જરૂર છે:
- જો તમે વેચતા હો કે ભૂતકાળમાં વેચી હોય તેવી કોઈ પ્રોડક્ટ રિકૉલ કરવામાં આવે છે, તો તમારે તમારા ઑનલાઇન સ્ટોરમાંથી રિકૉલ કરવામાં આવેલી પ્રોડક્ટ્સ તાત્કાલિક હટાવી દેવી આવશ્યક છે.
- જો કાયદા દ્વારા જરૂરી હોય, તો તમારે તે કાયદાઓ અનુસાર રિકૉલ કરવામાં આવેલી પ્રોડક્ટ ખરીદનારા ગ્રાહકોને સૂચિત કરવાની જરૂર છે.
તમે પ્રોડક્ટ રિકૉલ વિશે ઑનલાઇન ચોક્કસ માહિતી મેળવી શકો છો, જેમ કે નીચેની સરકારી વેબસાઇટ્સ:
ગ્રાહક સુરક્ષાના સંસાધનો
તમે અધિકારક્ષેત્રની ગ્રાહક જાગૃતિની માર્ગદર્શિકાઓ વિશે ચોક્કસ માહિતી ઑનલાઇન મેળવી શકો છો, જેમાં નીચેના ઉદાહરણો શામેલ છે:
જ્યારે યુરોપિયન આર્થિક ક્ષેત્ર (EEA) નો કાયદો લાગુ થાય છે
જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્ર (EEA) ની બહાર સ્થિત હો, પરંતુ તમે EEA માં ગ્રાહકોને લક્ષ્ય બનાવો છો, તો આ કાયદાઓ તમને લાગુ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે EEA દેશના સ્થાનિક મીડિયાનો ઉપયોગ કરીને જાહેરાત કરો છો, અંગ્રેજી સિવાયની સ્થાનિક EEA ભાષાનો ઉપયોગ કરો છો, અથવા જો તમે EEA આધારિત ડોમેન નામ સાથે વેબસાઇટ બનાવો છો, તો આ કાયદાઓ તમને લાગુ થઈ શકે છે.