Shopify પર હેમ્પના વેચાણ માટેના ચુકવણી વિકલ્પો
Shopify Payments હેમ્પ, કેનાબીડિઓલ (CBD) અને ટેટ્રાહાઇડ્રોકેનાબીનોલ (THC) પ્રોડક્ટ્સના વેચાણને સપોર્ટ કરતું નથી. તમારા Shopify સ્ટોર મારફત હેમ્પ અથવા હેમ્પ આધારિત પ્રોડક્ટ્સના વેચાણની પ્રક્રિયા કરવા માટે, તમે થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાઓનો ઉપયોગ કરી શકો છો જે Shopify સાથે સુસંગત હોય અને આ પ્રોડક્ટ્સના વેચાણને સપોર્ટ કરતા હોય.
આ પેજ પર
હેમ્પના ટ્રાન્ઝેક્શન
તેમની સેવાઓ દ્વારા હેમ્પ વેચવા માટે અરજી કરતા સ્ટોર્સ માટે થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાઓ પાસે એક સંપૂર્ણ તપાસ પ્રક્રિયા હોય છે. દરેક ચુકવણી પ્રદાતા, હેમ્પ પ્રોડક્ટ્સનું વેચાણ કરતા સ્ટોર્સ માટેની ચુકવણી અને દરોને મંજૂર કરતી વખતે વિવિધ પરિબળો જેમ કે પ્રોડક્ટનો પ્રકાર, વ્યવસાયની રચનાની તારીખ, ટ્રાન્ઝેક્શનનો ઇતિહાસ, કદ (વૉલ્યુમ) અને પ્રોડક્ટ મિશ્રણને ધ્યાનમાં લઈ શકે છે. મંજૂરીના નિર્ણયો દરેક થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાના પોતાના વિવેકબુદ્ધિ પર નિર્ભર છે અને Shopify તમારા સ્ટોરની મંજૂરીની ખાતરી આપી શકતું નથી.
Shopify Payments અને થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાઓ
વર્તમાનમાં, Shopify Payments હેમ્પ અને હેમ્પ આધારિત CBD અને THC પ્રોડક્ટ્સના વેચાણને સપોર્ટ કરતું નથી. જોકે, Shopify એ એકીકૃત થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાઓ સાથે ભાગીદારી કરી છે જે આ પ્રોડક્ટ્સના વેચાણને સપોર્ટ કરે છે. તમે કોઈપણ એકીકૃત થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાનો ઉપયોગ કરી શકો છો જે Shopify સાથે સુસંગત હોય અને હેમ્પ પ્રોડક્ટ્સના વેચાણને સપોર્ટ કરે. થર્ડ-પાર્ટી પ્રદાતાઓના ઉદાહરણો કે જેનો ઉપયોગ કરવા માટે તમે અરજી કરી શકો છો, તે છે DigiPay અને Bankful.
થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાઓ તેઓ જે પ્રોડક્ટ્સને સપોર્ટ કરે છે તેના અંગેની પોતાની પૉલિસીઓ ધરાવે છે. કોઈ ચોક્કસ ચુકવણી પ્રદાતા હેમ્પ પ્રોડક્ટ્સના વેચાણને સપોર્ટ કરે છે કે કેમ તેની તેમની સાથે ખાતરી કરવાની તમારી જવાબદારી છે, કારણ કે Shopify સાથે ભાગીદારી ધરાવતા બધા જ થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાઓ હેમ્પના વેચાણ સાથે સુસંગત નથી હોતા. Shopify સાથે એકીકૃત ઉપલબ્ધ ચુકવણી પ્રદાતાઓ પર વધુ માહિતી માટે, દેશ અથવા પ્રદેશ મુજબ ચુકવણીની માહિતીનો સંદર્ભ લો.
હાલના Shopify Paymentsના વપરાશકર્તાઓ
જો તમે પહેલાથી જ Shopify Payments નો ઉપયોગ કરો છો અને તમે તમારા સ્ટોરમાં હેમ્પ પ્રોડક્ટ્સ ઉમેરવા માંગો છો, તો નીચેના વિકલ્પોને ધ્યાનમાં લો:
- થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાનો ઉપયોગ કરવા માટે તમારા સ્ટોરના ચુકવણી સેટિંગ્સ બદલો.
- થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતાનો ઉપયોગ કરીને માત્ર હેમ્પ પ્રોડક્ટ્સ વેચવા માટે એક બીજો સ્ટોર ખોલો.
Shopify Paymentsમાંથી હટાવ્યા પછી Shopifyનો ઉપયોગ કરવો
જો હેમ્પ પ્રોડક્ટ્સના વેચાણને કારણે તમારા સ્ટોરમાંથી Shopify Paymentsને હટાવવામાં આવ્યું હતું, તો તમે વૈકલ્પિક થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતા મારફત ચુકવણીઓ પર પ્રક્રિયા કરતી વખતે તમારા સ્ટોરને હોસ્ટ કરવા માટે હજી પણ Shopifyનો ઉપયોગ કરી શકશો. જોકે, Shopify પર હેમ્પ પ્રોડક્ટ્સ વેચતી વખતે તમારે તમારા વ્યવસાયને લાગુ પડતા કાયદા અને નિયમનોનું પાલન કરવું આવશ્યક છે. જો તમે Shopify Payments પર જ રહેવાનું પસંદ કરતા હો, તો તમે તમારા હાલના સ્ટોરમાંથી હેમ્પ પ્રોડક્ટ્સને હટાવી શકો છો.
અન્ય પ્રોડક્ટ્સની સાથે જ એક જ સ્ટોરમાં હેમ્પ પ્રોડક્ટ્સનું વેચાણ કરવું
જો તમે પસંદ કરેલ ચુકવણી પ્રદાતા હેમ્પ પ્રોડક્ટ્સના વેચાણની મંજૂરી આપે છે, તો પછી તમે એક જ સ્ટોરમાં અન્ય પ્રોડક્ટ્સ સાથે હેમ્પ પ્રોડક્ટ્સ વેચી શકો છો.