યુનાઇટેડ સ્ટેટ્સમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોખમી માલસામાનનું શિપિંગ
જ્યારે તમે જોખમી માલસામાન શિપ કરો છો, જેને જોખમી સામગ્રીઓ અથવા હેઝમેટ પણ કહેવાય છે, ત્યારે તમારે એવા કાયદાઓ અને નિયમોનું પાલન કરવાની જરૂર હોય છે જે તમારા વ્યવસાયને લાગુ પડી શકે છે. આ કાયદાઓ અને નિયમો તમે કયા પ્રદેશમાં તમારા માલસામાનનું પરિવહન કરો છો તેના પર આધારિત છે.
જ્યાં તમારી પ્રોડક્ટનું પરિવહન થાય છે તેવા કોઈ પણ અધિકારક્ષેત્રમાં તમારે તમામ આંતરરાષ્ટ્રીય, ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે. તમારે તમારા વ્યવસાયને લાગુ પડતા કાયદાઓ અને નિયમોથી પરિચિત હોવું જોઈએ.
આ પેજ પર
પ્રોડક્ટની યોગ્યતા
ઘરગથ્થુ ઉપયોગની કેટલીક પ્રોડક્ટને શિપ કરવામાં આવે ત્યારે તેને જોખમી સામગ્રી તરીકે વર્ગીકૃત કરવામાં આવી શકે છે, જેમાં નીચેના ઉદાહરણોનો સમાવેશ થાય છે:
- જ્વલનશીલ પ્રવાહી, જેમ કે નેઇલ પૉલિશ, પેઇન્ટ થિનર અને આલ્કોહોલ આધારિત હૅન્ડ સેનિટાઇઝર
- ઍરોસોલ્સ, જેમ કે સ્પ્રે પેઇન્ટ, હેર સ્પ્રે અને જંતુનાશક દવાઓ
- બૅટરીઓ
- વિસ્ફોટકો, જેમ કે ફટાકડા અથવા દારૂગોળો
- કમ્પ્રેસ્ડ ગૅસ, જેમ કે પહેલેથી ભરેલી પ્રોપેન ટૅન્ક, બ્યુટેન કૅનિસ્ટર અને ઑક્સિજન સિલિન્ડર
યુનાઇટેડ સ્ટેટ્સમાં, જોખમી સામગ્રીના નિયમો પાસે જોખમી સામગ્રીઓને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અને તેને કેવી રીતે સંભાળવી, તૈયાર કરવી, પૅકેજ કરવી અને શિપ કરવી જોઈએ તે વિશે માહિતી છે.
જો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે જોખમી સામગ્રી શિપ કરી રહ્યાં છો, તો વધુ માહિતી માટે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશન (ICAO) ની હવાઈ માર્ગે જોખમી માલસામાનના સુરક્ષિત પરિવહન માટેની ટેક્નિકલ સૂચનાઓ નો રિવ્યૂ કરો.
Shopify સેવાઓનો ઉપયોગ કરીને મર્યાદિત અથવા પ્રતિબંધિત વસ્તુઓનું શિપિંગ કરવું
તમે DHL મારફતે શિપિંગ કરવા અથવા Shopify Fulfillment Network (SFN) ઍપનો ઉપયોગ કરીને પ્રોડક્ટના શિપિંગ વિશે ચોક્કસ માહિતી મેળવી શકો છો, જેમ કે નીચેના સંસાધનો:
યુનાઇટેડ સ્ટેટ્સમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોખમી માલસામાનનું શિપિંગ
જોખમી માલસામાન એટલે એવો કોઈ પણ પદાર્થ કે સામગ્રી કે જ્યારે તેનું પરિવહન કરવામાં આવે છે, ત્યારે તે આરોગ્ય, સલામતી અને મિલકત માટે ગેરવાજબી જોખમ ઊભું કરી શકે છે.
જોખમી માલસામાનમાં નીચેના ઉદાહરણો શામેલ છે:
- ઘરની પાછળના ભાગમાં ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ જેમ કે ગૅસોલિન સંચાલિત લૉનમોવર અથવા જંતુ નિયંત્રણની પ્રોડક્ટ.
- બાથરૂમમાં ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ જેમ કે પરફ્યુમ, નેઇલ પૉલિશ, ડીઓડરન્ટ સ્પ્રે અથવા માઉથવૉશ.
- ગૅરેજની પ્રોડક્ટ જેમ કે ટાયર ક્લિનર, બ્યુટેન કૅનિસ્ટર અથવા સ્પ્રે પેઇન્ટ.
- રસોડાની પ્રોડક્ટ જેમ કે ઓવન ક્લિનર, કુકિંગ સ્પ્રે, વેનીલા અર્ક અથવા ડ્રાય આઇસ.
- ઑફિસની પ્રોડક્ટ જેમ કે લિથિયમ બૅટરીવાળા લૅપટૉપ, પ્રિન્ટર કાર્ટ્રિજ અને ટોનર અથવા ચાર્જર.
જો આ પ્રોડક્ટને યોગ્ય રીતે વર્ગીકૃત કર્યા વિના, નિશાન લગાવ્યા વિના, લેબલ કર્યા વિના, દસ્તાવેજ કર્યા વિના, પૅકેજ કર્યા વિના અને સંભાળ્યા વિના પરિવહન કરવામાં આવે, તો તે પરિવહન દરમિયાન જોખમી બની શકે છે. કંપન, સ્થિર વિદ્યુત, તાપમાન અથવા દબાણની ભિન્નતાને કારણે જોખમી માલસામાન લીક થઈ શકે છે, ઝેરી ધુમાડો ઉત્પન્ન કરી શકે છે, આગ લાગી શકે છે અથવા વિસ્ફોટ થઈ શકે છે.
જો તમારી પ્રોડક્ટને જોખમી માલસામાન તરીકે ઓળખવામાં આવી હોય, તો તમારે જોખમી માલસામાનના પૅકેજિંગ અથવા પરિવહનમાં સામેલ તમારા કર્મચારીઓને તાલીમ આપવાની જરૂર પડી શકે છે.
તમે નીચેના ઉદાહરણો સહિત ઑનલાઇન ચોક્કસ તાલીમની માહિતી શોધી શકો છો:
યુનાઇટેડ સ્ટેટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શિપ કરવા માટે જોખમી સામાન તૈયાર કરવો
- તમે જે પ્રોડક્ટને શિપ કરવા માગો છો તેનાથી સંબંધિત પરિવહનનાં જોખમો વિશેની માહિતી માટે ટ્રાન્સપોર્ટેશન ઇન્ફર્મેશન (Transportation Information) વિભાગ ચેક કરવા તમારા ઉત્પાદક પાસેથી સેફ્ટી ડેટા શીટ (Safety Data Sheet - SDS) મેળવી શકો છો.
- તમે જે પ્રોડક્ટને શિપ કરવા માગો છો તેને રોડ, હવાઈ, રેલ અથવા સમુદ્ર માર્ગે પરિવહન માટે પ્રતિબંધિત કરવામાં આવી છે કે નહીં તેની માહિતી ચેક કરવા માટે તમે SDS નો ઉપયોગ કરી શકો છો.
જ્યારે તમે પ્રોડક્ટનું પૅકેજ કરો, ત્યારે નીચેની બાબતો ધ્યાનમાં લો:
- ઉત્પાદક દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી કોઈપણ પૅકેજિંગ સૂચનાઓનું પાલન કરો.
- તમે જે જોખમી સામગ્રીનું શિપિંગ કરી રહ્યાં છો તેના પ્રકાર, વર્ગ અને જથ્થાના આધારે યોગ્ય પૅકેજિંગ પસંદ કરો.
- ઉત્પાદકની બંધ કરવાની સૂચનાઓનું પાલન કરીને ખાતરી કરો કે તમે પૅકેજને યોગ્ય રીતે બંધ કરો છો.
- સંભવિત જોખમોને ઓળખવા માટે પૅકેજ પર સાચાં માર્કિંગ અને લેબલ્સ શામેલ કરો.
- શિપિંગ પેપર્સ પૂર્ણ કરો જેથી કૅરિઅર જાણે કે તમે શું શિપિંગ કરી રહ્યાં છો.
સંસાધનો
યુનાઇટેડ સ્ટેટ્સ માટે, તમે ઑનલાઇન હઝાર્ડસ મટિરિયલ્સ રેગ્યુલેશન્સ (Hazardous Materials Regulations) દ્વારા જરૂરી માર્કિંગ અને લેબલ્સ વિશેની ચોક્કસ માહિતી મેળવી શકો છો, જેમાં નીચેના સંસાધનો શામેલ છે:
તમે ઑનલાઇન જોખમી સામાન વિશેની માહિતી શોધી શકો છો, જેમાં નીચેના સંસાધનો શામેલ છે:
- ICAO નો જોખમી સામાન
- ધ ફેડરલ એવિએશન ઍડમિનિસ્ટ્રેશનનું (FAA) શિપર્સ અને સ્ટાર્ટઅપ્સ માટે SafeCargo
- યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સપોર્ટેશનનું Check the Box
તમે નીચે આપેલા સંસાધનો સહિત કોઈ ચોક્કસ કૅરિઅર સાથે જોખમી સામાન શિપિંગ કરવા વિશે પણ માહિતી શોધી શકો છો: