સમર્થિત ન હોય તેવા દેશો અને પ્રદેશો

સ્થાનિક નિયમનકારી આવશ્યકતાઓ, વ્યવસાયિક ભાગીદારીઓ અને/અથવા અન્ય સંબંધિત પરિબળોને લીધે Shopify અમુક પ્રદેશોના વ્યવસાયને સમર્થન આપી શકતું નથી.

નીચેની સૂચિમાં એવા દેશો અને પ્રદેશો છે, જે Shopify દ્વારા સમર્થિત નથી:

  • ક્યુબા
  • ઈરાન
  • ઉત્તર કોરિયા
  • સિરિયા
  • યુક્રેનનો ક્રિમીઆ પ્રદેશ અને યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક

Shopify ના તમામ વપરાશકર્તાઓને નીચેના પ્રતિબંધો લાગુ પડે છે:

  • સમર્થિત ન હોય તેવા દેશો અને પ્રદેશોની વ્યક્તિઓ અને વ્યવસાયોને Shopify એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ છે.
  • સમર્થિત ન હોય તેવા દેશો અને પ્રદેશોમાં સ્ટોરફ્રન્ટ્સ અને એકાઉન્ટના ઍક્સેસ પર પ્રતિબંધ છે.
  • સમર્થિત ન હોય તેવા દેશો અને પ્રદેશોમાંથી આવતી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ છે.
  • સમર્થિત ન હોય તેવા દેશો અને પ્રદેશોમાં ઑર્ડર શિપિંગ પર પ્રતિબંધ છે.