સેલર હેલ્થને સમજવું

તમે Shopify સાથે તમારા સ્ટોરનું સ્ટેટસ અને તમારા ધ્યાનની જરૂર હોય તેવી કોઈપણ ક્રિયાઓનો રિવ્યૂ કરવા માટે સેલર હેલ્થનો ઉપયોગ કરી શકો છો. સેલર હેલ્થમાં, તમારો સ્ટોર સારી સ્થિતિમાં છે કે નહીં, વણઉકેલાયેલી સમસ્યાને કારણે શેના પર અસર થઈ શકે છે અને જરૂરી ક્રિયા ક્યાં પૂર્ણ કરવી, તેનો તમે રિવ્યૂ કરી શકો છો. સેલર હેલ્થ તમારા Shopify ઍડમિનમાં સેટિંગ > સામાન્ય પરથી ઉપલબ્ધ છે.

સેલર હેલ્થ સ્ટેટસ

તમારું સેલર હેલ્થ સ્ટેટસ એ વાતનો સારાંશ આપે છે કે શું તમારા સ્ટોરમાં એવી ક્રિયાઓ છે કે જેના પર તમારે ધ્યાન આપવાની જરૂર છે. જો તમારા સ્ટોરમાં એકથી વધુ ક્રિયાઓ હોય, તો તમારું સેલર હેલ્થ સ્ટેટસ સૌથી અર્જન્ટ ક્રિયા પર આધારિત હોય છે. જ્યારે નવી માહિતીની જરૂર હોય, જ્યારે અંતિમ મુદત પસાર થઈ જાય અથવા જ્યારે કોઈ સમસ્યા ઉકેલાઈ જાય ત્યારે સ્ટેટસ બદલાઈ શકે છે.

નીચેના સેલર હેલ્થ સ્ટેટસનો રિવ્યૂ કરો:

  • સેલર હેલ્થ સ્થાપિત કરી રહ્યા છીએ: તમારા સ્ટોરનું મૂલ્યાંકન હજુ પણ થઈ રહ્યું છે અથવા તમારે સેટઅપ કાર્યો પૂર્ણ કરવાના બાકી છે, જેમ કે વ્યવસાયની વિગતો વેરિફાઇ કરવી અથવા તમારો પહેલો ઑર્ડર પરિપૂર્ણ કરવો.
  • સારું સેલર હેલ્થ: તમારા સ્ટોરને સારી સ્થિતિમાં રાખવા માટે હાલમાં કોઈ ક્રિયાની જરૂર નથી.
  • જોખમમાં સેલર હેલ્થ: જો ઉકેલવામાં ન આવે, તો વણઉકેલાયેલી સમસ્યા તમારા સ્ટોરને અસર કરી શકે છે અથવા સબમિટ કરેલી ક્રિયા કદાચ હજી પણ રિવ્યૂ હેઠળ હોઈ શકે છે.
  • ગંભીર સેલર હેલ્થ: અંતિમ મુદત પસાર થઈ ગઈ છે અથવા પહેલેથી જ પરિણામ લાગુ કરવામાં આવ્યું છે. શેના પર અસર થઈ છે અને તમારે આગળ શું કરવાની જરૂર છે તે સમજવા માટે સેલર હેલ્થમાં ક્રિયાનો રિવ્યૂ કરો.

સેલર હેલ્થમાં ક્રિયાઓ

સેલર હેલ્થ ક્રિયાઓ એ સમજાવે છે કે ક્યાં તમારા ધ્યાનની જરૂર છે અને તેને ક્યાં ઉકેલવી. પ્રત્યેક ક્રિયા માટે ઉપલબ્ધ વિગતો સમસ્યાના પ્રકાર પર આધાર રાખે છે.

ક્રિયામાં નીચેની માહિતી શામેલ હોઈ શકે છે:

  • તમારા વ્યવસાયના કયા ભાગને અસર થઈ છે, જેમ કે પેઆઉટ, પ્રોડક્ટ કે તમારો સ્ટોરફ્રન્ટ.
  • જો અંતિમ મુદત લાગુ પડતી હોય, તો ક્રિયા માટેની નિયત તારીખ.
  • જો ક્રિયા પૂર્ણ કરવામાં ન આવે તો આવનાર પરિણામ.
  • તમારા Shopify ઍડમિનમાંના તે પેજની લિંક જ્યાં તમે ક્રિયા પૂર્ણ કરી શકો છો.

કેટલીક ક્રિયાઓ તમને વ્યાપારી એન્ટિટીની માહિતી અપડેટ કરવા, ડૉક્યુમેન્ટેશન પ્રદાન કરવા, Shopify Payments એકાઉન્ટ હોલ્ડ ઉકેલવા અથવા નીતિ સંબંધિત ચિંતાનો પ્રતિસાદ આપવા માટે કહી શકે છે. સેલર હેલ્થમાં એવી ક્રિયાઓ પણ શામેલ હોઈ શકે છે જે તમારા સ્ટોરને વધારાની ચેનલ પર વેચવા માટે ક્વૉલિફાય કરવામાં મદદ કરે છે, જેમ કે વ્યવસાયની વિગતો વેરિફાઇ કરવી અથવા તમારો પહેલો ઑર્ડર પરિપૂર્ણ કરવો. જો કોઈ ક્રિયા Shopify Payments વેરિફિકેશનથી સંબંધિત હોય, તો ખાતરી કરો કે તમારી માહિતી અને ડૉક્યૂમેન્ટ Shopify Payments માટેની માહિતીની આવશ્યકતાઓ સાથે મેળ ખાય છે.

સેલર હેલ્થ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સેલર હેલ્થનો ઉપયોગ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી નીચેની બાબતોનો રિવ્યૂ કરો:

  • સેલર હેલ્થમાં વિભિન્ન Shopify પ્રોડક્ટ અને નીતિ સિસ્ટમની ક્રિયાઓ શામેલ હોઈ શકે છે. એવી કોઈપણ વિનંતીઓ માટે Shopify તરફથી મળતા ઇમેઇલ, ઍડમિન નોટિફિકેશન અને બૅનરનો રિવ્યૂ કરવાનું ચાલુ રાખો કે જે સેલર હેલ્થમાં લિસ્ટેડ નથી.
  • જો તમારો સ્ટોર એકથી વધુ એન્ટિટીમાંથી વેચાણ કરે છે, તો સેલર હેલ્થ માત્ર તમારી પ્રાથમિક એન્ટિટી અને તેના Shopify Payments એકાઉન્ટ માટે જ સ્ટેટસ અને ક્રિયાઓ દર્શાવે છે. સેલર હેલ્થ તમારી ગૌણ એન્ટિટીના Shopify Payments એકાઉન્ટ માટે ક્રિયાઓ પ્રદર્શિત કરતું નથી કે તમારું સ્ટેટસ અપડેટ કરતું નથી. તમે હજી પણ તમારા તમામ Shopify Payments એકાઉન્ટ માટેની આવશ્યક ક્રિયાઓ વિશે નોટિફિકેશન અને ઇમેઇલ મેળવો છો, અને સાથે જ તેમને ક્યાં પૂર્ણ કરી શકાય છે તેની લિંક પણ પ્રાપ્ત કરો છો.
  • સેલર હેલ્થનું ઍક્સેસ તમારા સ્ટોરની પરવાનગીઓ પર આધાર રાખે છે. Shopify Payments વિગતો અથવા વેરિફિકેશન કાર્યો જેવી કેટલીક લિંક કરેલી ક્રિયાઓ પૂર્ણ કરવા માટે કદાચ સ્ટોર માલિક અથવા અન્ય યોગ્ય વપરાશકર્તાની જરૂર પડી શકે છે.
  • નિયત તારીખો અને પરિણામો ક્રિયા પર આધારિત હોય છે. કેટલીક સમસ્યાઓ પેઆઉટ, પ્રોડક્ટની વિઝિબિલિટી, સ્ટોરફ્રન્ટ ઍક્સેસ અથવા વિશિષ્ટ Shopify સુવિધાઓના ઍક્સેસને અસર કરી શકે છે.
  • ક્રિયા પૂર્ણ કરવાથી હંમેશા સમસ્યા તરત ઉકેલાઈ જતી નથી. તમારું સેલર હેલ્થ સ્ટેટસ બદલાય તે પહેલાં કેટલાક સબમિશન માટે રિવ્યૂની જરૂર પડે છે.
  • સેલર હેલ્થ એ Shopify ની સેવાની શરતો, Shopify ની સ્વીકાર્ય ઉપયોગ નીતિ અથવા તમારા વ્યવસાયને લાગુ પડતી અન્ય નીતિઓનું સ્થાન લેતું નથી.

તમારું સેલર હેલ્થ સ્ટેટસ જુઓ

તમે તમારા Shopify ઍડમિનમાં સામાન્ય પેજ પરથી તમારા સેલર હેલ્થ સ્ટેટસ અને ક્રિયાઓનો રિવ્યૂ કરી શકો છો. તમારું સ્ટેટસ તમારા સ્ટોરના નામની બાજુમાં પ્રદર્શિત થાય છે અને જે ક્રિયાઓ પર તમારે ધ્યાન આપવાની જરૂર છે તે સેલર હેલ્થ કાર્ડમાં પ્રદર્શિત થાય છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > સામાન્ય પર જાઓ.

  2. તમારા સેલર હેલ્થ સ્ટેટસનો રિવ્યૂ કરો.

  3. સેલર હેલ્થ કાર્ડમાં, તમારા ધ્યાનની જરૂર હોય તેવી કોઈપણ ક્રિયાઓનો રિવ્યૂ કરો.

  4. તમે જ્યાં ક્રિયા ઉકેલી શકો છો તે પેજ અથવા ફ્લો ખોલવા માટે ક્રિયા પર ક્લિક કરો.

સેલર હેલ્થમાં ક્રિયાઓ ઉકેલો

જ્યાં તમે જરૂરી કાર્ય પૂર્ણ કરી શકો છો તે પેજ અથવા ફ્લો પર જવા માટે સેલર હેલ્થ કાર્ડમાંની ક્રિયાઓનો ઉપયોગ કરો. કેટલીક ક્રિયાઓ સીધી જ ખુલે છે અને ગ્રૂપ કરેલી ક્રિયાઓ કદાચ વધુ ચોક્કસ ક્રિયાઓ દર્શાવવા માટે વિસ્તૃત થઈ શકે છે. કેટલીક સેટઅપ ચેકલિસ્ટ ક્રિયાઓ ચેકમાર્ક અને ક્રોસ આઉટ કરેલા ટેક્સ્ટ સાથે પૂર્ણ થયેલ તરીકે માર્ક કરવામાં આવે છે. અન્ય ક્રિયાઓ કદાચ પૂર્ણ થયા પછી સેલર હેલ્થ કાર્ડમાંથી દૂર કરવામાં આવી શકે છે અથવા જ્યાં સુધી તમારું સબમિશન રિવ્યૂ હેઠળ હોય ત્યાં સુધી પ્રદર્શિત થઈ શકે છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > સામાન્ય પર જાઓ.

  2. સેલર હેલ્થ કાર્ડમાં, તમે જે ક્રિયા ઉકેલવા માગતા હો તેના પર ક્લિક કરો.

  3. જો ક્રિયા વધુ ક્રિયાઓ દર્શાવવા માટે વિસ્તૃત થાય, તો તમે જે ચોક્કસ ક્રિયાને ઉકેલવા માગતા હો તેના પર ક્લિક કરો.

  4. વ્યવસાયની વિગતો અપડેટ કરવી, ડૉક્યુમેન્ટ અપલોડ કરવા, કોઈ જરૂરી કાર્ય પરિપૂર્ણ કરવું અથવા રિવ્યૂ માટે માહિતી સબમિટ કરવા જેવા જરૂરી કાર્ય પૂર્ણ કરો.

  5. ક્રિયા હજી પ્રદર્શિત થઈ રહી છે કે રિવ્યૂ હેઠળ છે તેની ખાતરી કરવા માટે સેલર હેલ્થ પર પાછા ફરો.

ક્રિયા પૂર્ણ કર્યા પછી સેલર હેલ્થમાં અપડેટ

તમે ક્રિયા પૂર્ણ કરો ત્યારપછી, તમારું સેલર હેલ્થ સ્ટેટસ તરત બદલાઈ ન પણ શકે. સ્ટેટસ સારું સેલર હેલ્થ માં બદલાય તે પહેલાં અથવા સેલર હેલ્થમાંથી ક્રિયા દૂર થાય તે પહેલાં, કેટલાક અપડેટ માટે રિવ્યૂ અથવા સિસ્ટમ પુનર્મૂલ્યાંકનની જરૂર પડે છે.

જો તમારી ક્રિયા રિવ્યૂ હેઠળ હોય, તો અપડેટ માટે સેલર હેલ્થ ચેક કરો અને Shopify તરફથી આવતા મેસેજ માટે સ્ટોર માલિકના ઇમેઇલ ઍડ્રેસ પર નજર રાખવાનું ચાલુ રાખો. જો તમને કોઈ ક્રિયા સમજાતી ન હોય અથવા સેલર હેલ્થ સાથે લિંક કરેલા પેજને ઍક્સેસ કરી શકતા ન હો, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.