મેટાફીલ્ડ્સ ડિલીટ કરવા

જો તમે હવે તમારા સ્ટોરના કોઈ ભાગ માટે મેટાફીલ્ડ રાખવા માગતા ન હો, તો તમે મેટાફીલ્ડ વ્યાખ્યા ડિલીટ કરી શકો છો. જ્યારે તમે કોઈ મેટાફીલ્ડ વ્યાખ્યા ડિલીટ કરો છો, ત્યારે તમે નીચેના વિકલ્પોમાંથી પસંદગી કરી શકો છો:

  • માત્ર મેટાફીલ્ડ વ્યાખ્યા ડિલીટ કરો.
  • મેટાફીલ્ડ વ્યાખ્યા અને તેની સાથે સંકળાયેલાં તમામ મેટાફીલ્ડ મૂલ્યો બંને ડિલીટ કરો.

જો તમે મેટાફીલ્ડ સાથે સંકળાયેલાં મૂલ્યો સાચવવા માગતા હો, તો માત્ર મેટાફીલ્ડ વ્યાખ્યા ડિલીટ કરો. તમે વ્યાખ્યા ડિલીટ કરી લો તે પછી, સમાન નેમસ્પેસ અને કી ધરાવતી નવી કસ્ટમ મેટાફીલ્ડ વ્યાખ્યામાં તેમને માઇગ્રેટ કરીને તમે મૂલ્યોને ઍક્સેસ કરી શકો છો.

મેટાફીલ્ડ્સ ડિલીટ કરવા માટેની વિચારણાઓ

મેટાફીલ્ડ્સ ડિલીટ કરતાં પહેલાં નીચેની બાબતો ધ્યાનમાં લો:

  • તમે મેટાફીલ્ડ ડિલીટ કરો તે પહેલાં, ખાતરી કરો કે તે તમારી લાઇવ થીમમાં કોઈ બ્લૉક કે વિભાગ સાથે કનેક્ટ થયેલું નથી. તમારી થીમ સાથે જોડાયેલા મેટાફીલ્ડ્સ ડિલીટ કરવાથી તમારા ઑનલાઇન સ્ટોરની મુલાકાત લેતા ગ્રાહકો માટે ડિસ્પ્લેની ખામીઓ સર્જાઈ શકે છે. તે મેટાફીલ્ડ સાથે સંકળાયેલાં થીમ ટેમ્પ્લેટમાં અન્ય કોઈ ફેરફારો કરી શકો તે પહેલાં તમારે આ ભૂલોને ઉકેલવાની જરૂર છે.
  • તમે તમારા વેરિઅન્ટ વિકલ્પો સાથે જોડાયેલા કૅટેગરી મેટાફીલ્ડને ડિલીટ કરી શકતા નથી. તમે કૅટેગરી મેટાફીલ્ડ વ્યાખ્યા ડિલીટ કરી શકો તે પહેલાં તમારે નીચે મુજબ પૂર્ણ કરવાની જરૂર છે:
  • તમે સર્ચ અને ડિસ્કવરી મેટાફીલ્ડ્સ ડિલીટ કરી શકતા નથી. આ મેટાફીલ્ડ્સનો ઉપયોગ તમારા સ્ટોરમાં પ્રોડક્ટની ડિસ્કવરેબિલિટી બહેતર બનાવવા માટે થાય છે.

મેટાફીલ્ડ વ્યાખ્યા ડિલીટ કરો

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > મેટાફીલ્ડ્સ અને મેટાઑબ્જેક્ટ્સ પર જાઓ.

  2. તમારા સ્ટોરનો એવો ભાગ પસંદ કરો જેમાં તમે ડિલીટ કરવા માગતા હો તે મેટાફીલ્ડ વ્યાખ્યા શામેલ હોય.

  3. તમે જે મેટાફીલ્ડ વ્યાખ્યાને ડિલીટ કરવા માગતા હો તેના પર ક્લિક કરો.

  4. ડિલીટ કરો પર ક્લિક કરો અને પછી નીચેના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો:

    • તમારા સ્ટોરના ભાગો પર સંકળાયેલાં મૂલ્યો જાળવી રાખવા માટે, ફક્ત ફીલ્ડ ડિલીટ કરો પર ક્લિક કરો.
    • મેટાફીલ્ડ અને તેની સાથે સંકળાયેલાં તમામ મૂલ્યો સંપૂર્ણપણે ડિલીટ કરવા માટે, ફીલ્ડ અને તેનાં સાચવેલાં મૂલ્યો ડિલીટ કરો પર ક્લિક કરો.