મેટાઑબ્જેક્ટ્સને કનેક્ટ કરવા અને ડિસ્પ્લે કરવા

તમે તમારી થીમમાં મેટાઑબ્જેક્ટ્સની સામગ્રી નીચે જણાવેલ કોઈપણ રીતે ડિસ્પ્લે કરવા માટે થીમ એડિટરનો ઉપયોગ કરી શકો છો:

  • મેટાઑબ્જેક્ટ્સને બ્લોક્સ સાથે કનેક્ટ કરો
  • મેટાઑબ્જેક્ટ ફીલ્ડ્સને ડાયનેમિક સોર્સને સપોર્ટ કરતાં બ્લોક સેટિંગ્સ અને થીમ સેટિંગ્સ સાથે કનેક્ટ કરો
  • મેટાઑબ્જેક્ટ્સ ઉમેરવા માટે તમારા થીમ કોડમાં ફેરફાર કરો

પગલાં-દર-પગલાં સૂચનાઓ માટે, Product highlight મેટાઑબ્જેક્ટ વ્યાખ્યા બનાવવાની રીત વિશે જાણો.

મેટાઑબ્જેક્ટ્સને કનેક્ટ કરવા અને ડિસ્પ્લે કરવા માટે સુસંગતતા અંગેની વિચારણાઓ

તમારા ઑનલાઇન સ્ટોર પર મેટાઑબ્જેક્ટ્સને કનેક્ટ કરવા અને ડિસ્પ્લે કરવા માટે નીચેની વિચારણાઓની સમીક્ષા કરો:

  • થીમ એડિટરમાં મેટાઑબ્જેક્ટને બ્લોક કે સેટિંગ સાથે કનેક્ટ કરવા માટે, મેટાઑબ્જેક્ટના મેટાફીલ્ડના પ્રકારો બ્લોકમાં રહેલી સામગ્રીના પ્રકાર સાથે મેળ ખાતા હોવા જોઈએ. તમે તમારા થીમ સેટિંગ્સમાં સંબંધિત ક્ષેત્ર સાથે કોઈપણ સુસંગત પ્રકારોને કનેક્ટ કરી શકો છો.
  • મેટાઑબ્જેક્ટને કનેક્ટ કરવા માટે, મેટાઑબ્જેક્ટમાં સંબંધિત મેટાફીલ્ડ પ્રકારનો સમાવેશ થયેલ હોવો જોઈએ, જેમ કે કૉલમ બ્લોકના મથાળા અથવા કૅપ્શન બ્લોક સેટિંગ્સ સાથે કનેક્ટ કરવા માટે 'સિંગલ લાઇન ટેક્સ્ટ' મેટાફીલ્ડ.
  • તમારે ખાતરી કરવાની જરૂર છે કે મેટાઑબ્જેક્ટને તમારા ઑનલાઇન સ્ટોર પર ડિસ્પ્લે કરવા માટે તેની પાસે સ્ટોરફ્રન્ટ્સ ઍક્સેસ છે. કસ્ટમ ડેટા માટેના વિકલ્પો વિશે વધુ જાણો.
  • જો મેટાઑબ્જેક્ટ ફીલ્ડ એક સૂચિ હોય, તો થીમ એડિટર ઑટોમૅટિક રીતે સૂચિમાં રહેલી દરેક એન્ટ્રીને બ્લોક સેટિંગમાં ઉમેરી દેશે.

મેટાઑબ્જેક્ટ્સ અને મેટાઑબ્જેક્ટ સંદર્ભોને બ્લોક્સ સાથે કનેક્ટ કરો

તમે તમે બનાવેલ મેટાઑબ્જેક્ટ, અથવા તે સંબંધિત ટેમ્પ્લેટ માટે મેટાઑબ્જેક્ટ સંદર્ભ ધરાવતું મેટાફીલ્ડ, જેમ કે પ્રોડક્ટના કૅટેગરી મેટાફીલ્ડ્સને પ્રોડક્ટ ટેમ્પ્લેટ સાથે કનેક્ટ કરવાને, મેટાઑબ્જેક્ટ કનેક્શનને સપોર્ટ કરતા કોઈપણ બ્લોક્સ સાથે સીધા કનેક્ટ કરી શકો છો. મેટાઑબ્જેક્ટને બ્લોક સાથે કનેક્ટ કરવાથી બ્લોકના સેટિંગ્સ સાથે સુસંગત ફીલ્ડ્સ ઑટોમૅટિક રીતે મૅપ થઈ જાય છે.

તમે માત્ર મેટાઑબ્જેક્ટ્સ અથવા મેટાઑબ્જેક્ટ સંદર્ભોને બ્લોક સાથે કનેક્ટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે પુસ્તકો વેચો છો અને તમારી પ્રોડક્ટ્સમાં નીચેના પ્રોડક્ટ મેટાફીલ્ડ્સ ઉમેર્યા છે:

  • 'સિંગલ લાઇન ટેક્સ્ટ' મેટાફીલ્ડ પ્રકારનો ઉપયોગ કરીને શિપિંગ પરિમાણો
  • 'ઇન્ટિજર' મેટાફીલ્ડ પ્રકારનો ઉપયોગ કરીને પેજની સંખ્યા
  • કૅટેગરી મેટાફીલ્ડનો ઉપયોગ કરીને બુક કવરનો પ્રકાર
  • મેટાઑબ્જેક્ટ સંદર્ભ પ્રકારનો ઉપયોગ કરીને લેખક.

થીમ એડિટરમાં તમારા પ્રોડક્ટ ટેમ્પ્લેટ પર, તમે બુક કવરનો પ્રકાર અથવા લેખક પ્રોડક્ટ મેટાફીલ્ડ્સને કનેક્ટ કરી શકો છો, પરંતુ શિપિંગ પરિમાણો અથવા પેજની સંખ્યા મેટાફીલ્ડ્સને કનેક્ટ કરી શકતા નથી.

તમે માત્ર તમારા ઍડમિનના એવા વિસ્તારોમાંથી મેટાફીલ્ડ્સને કનેક્ટ કરી શકો છો જ્યાં તમારી થીમમાં મેચ થતા ટેમ્પ્લેટ્સ માટે મેટાઑબ્જેક્ટ સંદર્ભ પ્રકારો હોય. ઉદાહરણ તરીકે, જો તમે તમારા હોમ પેજને કસ્ટમાઇઝ કરી રહ્યાં હો, તો તમે તમારા Shopify ઍડમિનના કન્ટેન્ટ > મેટાઑબ્જેક્ટ્સ વિભાગમાંથી કોઈપણ કસ્ટમ મેટાઑબ્જેક્ટ્સને કનેક્ટ કરી શકો છો, પરંતુ તમે તમારા પ્રોડક્ટ મેટાફીલ્ડ્સમાંથી મેટાઑબ્જેક્ટ સંદર્ભો ધરાવતા કોઈપણ મેટાફીલ્ડ્સ કનેક્ટ કરી શકતા નથી.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.

  2. તમે જે થીમમાં ફેરફાર કરવા માગતા હો તેની બાજુમાં થીમમાં ફેરફાર કરો પર ક્લિક કરો.

  3. વૈકલ્પિક: જો તમે હોમ પેજ સિવાય અન્ય કોઈ ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કરવા માગતા હો, તો મેનૂ બારમાં રહેલા ટેમ્પ્લેટ મેનૂમાંથી તમે જે ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કરવા માગતા હો તેને પસંદ કરો.

  4. તમે જેની સાથે મેટાઑબ્જેક્ટ અથવા મેટાઑબ્જેક્ટ સંદર્ભ કનેક્ટ કરવા માગતા હો તે બ્લોક પર ક્લિક કરો.

  5. બ્લોકની બાજુમાં ડાયનેમિક સોર્સ કનેક્ટ કરો બટન પર ક્લિક કરો.

  6. જો ઉપલબ્ધ હોય તો, નીચેના કોઈપણ સોર્સમાંથી મેટાઑબ્જેક્ટ અથવા મેટાઑબ્જેક્ટ સંદર્ભ પસંદ કરો:

  • આ ટેમ્પ્લેટમાંથી વિભાગમાં, ટેમ્પ્લેટ > પ્રોડક્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ સુસંગત મેટાઑબ્જેક્ટ સંદર્ભ પ્રકાર પસંદ કરો, જેમ કે કૅટેગરી મેટાફીલ્ડ.
  • તમારા સ્ટોરમાંથી વિભાગમાં, મેટાઑબ્જેક્ટ્સ, માર્કેટ અથવા બ્રાંડ પર ક્લિક કરો અને ત્યારબાદ સુસંગત મેટાઑબ્જેક્ટ અથવા મેટાઑબ્જેક્ટ સંદર્ભ પસંદ કરો.
  1. સાચવો પર ક્લિક કરો.

મેટાઑબ્જેક્ટ ફીલ્ડ્સને ડાયનેમિક સોર્સને સપોર્ટ કરતાં સેટિંગ્સ સાથે કનેક્ટ કરો

તમે સુસંગત બ્લોક સેટિંગ અથવા થીમ સેટિંગ સાથે મેટાઑબ્જેક્ટ્સ ફીલ્ડને સીધું કનેક્ટ કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.

  2. તમે જે થીમમાં ફેરફાર કરવા માગતા હો તેની બાજુમાં થીમમાં ફેરફાર કરો પર ક્લિક કરો.

  3. વૈકલ્પિક: જો તમે હોમ પેજ સિવાય અન્ય કોઈ ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કરવા માગતા હો, તો મેનૂ બારમાં રહેલા ટેમ્પ્લેટ મેનૂમાંથી તમે જે ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કરવા માગતા હો તેને પસંદ કરો.

  4. વૈકલ્પિક: જો તમે ડાયનેમિક સોર્સને થીમ સેટિંગ સાથે કનેક્ટ કરવા માગતા હો, તો સેટિંગ્સ બટન પર ક્લિક કરો.

  5. તમે જેની સાથે મેટાઑબ્જેક્ટ અથવા મેટાઑબ્જેક્ટ સંદર્ભ કનેક્ટ કરવા માગતા હો તે સેટિંગ પર ક્લિક કરો.

  6. સેટિંગની બાજુમાં ડાયનેમિક સોર્સ કનેક્ટ કરો બટન પર ક્લિક કરો.

  7. જો ઉપલબ્ધ હોય તો, નીચેના કોઈપણ સોર્સમાંથી મેટાઑબ્જેક્ટ અથવા મેટાઑબ્જેક્ટ સંદર્ભ પસંદ કરો:

  • આ ટેમ્પ્લેટમાંથી વિભાગમાં, ટેમ્પ્લેટ > પ્રોડક્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ સુસંગત મેટાઑબ્જેક્ટ સંદર્ભ પ્રકાર પસંદ કરો, જેમ કે કૅટેગરી મેટાફીલ્ડ.
  • તમારા સ્ટોરમાંથી વિભાગમાં, મેટાઑબ્જેક્ટ્સ, માર્કેટ અથવા બ્રાંડ પર ક્લિક કરો અને ત્યારબાદ સુસંગત મેટાઑબ્જેક્ટ અથવા મેટાઑબ્જેક્ટ સંદર્ભ પસંદ કરો.
  1. તમે જે મેટાઑબ્જેક્ટ્સ ફીલ્ડ કનેક્ટ કરવા માગતા હો તેને પસંદ કરો.
  2. સાચવો પર ક્લિક કરો.

મેટાઑબ્જેક્ટ્સ ઉમેરવા માટે તમારા થીમ કોડમાં ફેરફાર કરવા

Shopify ની ટેમ્પ્લેટિંગ ભાષા Liquid નો ઉપયોગ કરીને તમે તમારા ઑનલાઇન સ્ટોર પર ગમે ત્યાં તમારી મેટાઑબ્જેક્ટ એન્ટ્રીઓનો ઉપયોગ કરી શકો છો. તમે મેટાઑબ્જેક્ટ એન્ટ્રીઓને પેજ, બ્લોગ, હોમપેજ અને કલેક્શન ટેમ્પ્લેટ્સ સાથે કનેક્ટ કરી શકો છો.

આ એન્ટ્રીઓને મેટાફીલ્ડ્સ મારફતે સંદર્ભિત કરી શકાય છે અથવા સીધી ઍક્સેસ કરી શકાય છે અને મેટાઑબ્જેક્ટ અથવા મેટાઑબ્જેક્ટ સૂચિ સેટિંગ મારફતે અમલમાં મૂકી શકાય છે.

જો તમે તમારા ઑનલાઇન સ્ટોર પર મેટાઑબ્જેક્ટ પ્રદર્શિત કરવા માટે તમારો થીમ કોડ એડિટ કરવા માગતા હો, તો તમે તમારા થીમ ટેમ્પ્લેટમાં મેટાફીલ્ડ્સનો સંદર્ભ આપવા માટે Liquid નો ઉપયોગ કરી શકો છો.

Shopify પાર્ટનરને કામે રાખવા અને ડેવલપર માટે કસ્ટમ ડેટાનો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.