ગ્રાહક એકાઉન્ટ સાથે તમારું પોતાનું આઇડેન્ટિટી પ્રોવાઇડર કનેક્ટ કરવા માટેની આવશ્યકતાઓ

તમે ગ્રાહક એકાઉન્ટ સાથે તમારા પોતાના આઇડેન્ટિટી પ્રોવાઇડરને કનેક્ટ કરો તે પહેલાં, દસ્તાવેજ રિવ્યૂ કરીને અથવા સપોર્ટ માટે તમારા આઇડેન્ટિટી પ્રોવાઇડરનો સંપર્ક કરીને ખાતરી કરો કે તમારું પ્રોવાઇડર તમામ ટેક્નિકલ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.

આઇડેન્ટિટી પ્રોવાઇડર્સ માટેની આવશ્યકતાઓ

તમારા Shopify સ્ટોર સાથે ઇન્ટિગ્રેટ કરવા માટે, આઇડેન્ટિટી પ્રોવાઇડરે નીચેની આવશ્યકતાઓ પૂર્ણ કરવી આવશ્યક છે:

  • આઇડેન્ટિટી પ્રોવાઇડર OAuth 2.0 ઑથોરાઇઝેશન કોડ ફ્લો સપોર્ટ કરે છે. ઇમ્પ્લિસિટ અને હાઇબ્રિડ ફ્લો સપોર્ટેડ નથી. client_secret_basic ડિફૉલ્ટ ટોકન એન્ડપૉઇન્ટ પ્રમાણીકરણ પદ્ધતિ છે.
  • આઇડેન્ટિટી પ્રોવાઇડર સાર્વજનિક ક્લાયંટ માટે Proof Key for Code Exchange (PKCE) સપોર્ટ કરે છે.
  • આઇડેન્ટિટી પ્રોવાઇડર પ્રમાણીકરણ માટે OpenID Connect (OIDC) સ્ટાન્ડર્ડ અનુપાલિત છે.
  • આઇડેન્ટિટી પ્રોવાઇડર લૉગઆઉટ માટે OpenID Connect RP-Initiated Logout 1.0 સપોર્ટ કરે છે. Back-Channel અને Front-Channel લૉગઆઉટ સપોર્ટેડ નથી.
  • આઇડેન્ટિટી પ્રોવાઇડર વપરાશકર્તાઓ માટે વિશિષ્ટ ઓળખકર્તા તરીકે ઇમેઇલ સપોર્ટ કરે છે અને ઇમેઇલ વેરિફિકેશન એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાનો એક ભાગ છે.

એન્ડપૉઇન્ટની આવશ્યકતાઓ

તમે જે આઇડેન્ટિટી પ્રોવાઇડરને કનેક્ટ કરો છો તે ચોક્કસ એન્ડપૉઇન્ટ સપોર્ટ કરતું હોવું જોઈએ. આવશ્યક એન્ડપૉઇન્ટ, તેમની વિશિષ્ટતાઓ અને ઉદાહરણો વિશે વધુ જાણવા માટે નીચેનું ટેબલ રિવ્યૂ કરો.

આવશ્યક આઇડેન્ટિટી પ્રોવાઇડર એન્ડપૉઇન્ટ
આવશ્યક એન્ડપૉઇન્ટઉદાહરણ તરીકે ડોમેન અને પાથવિશિષ્ટતાઓ
ઑથોરાઇઝેશનhttps://auth.provider.com/authorizeRFC 6749 Section 4.1
ટોકનhttps://auth.provider.com/tokenRFC 6749 Section 4.1.3 અને RFC 6749 Section 6
JWKShttps://auth.provider.com/.well-known/jwks.jsonRFC 7517 Section 5
ડિસ્કવરીhttps://auth.provider.com/.well-known/openid-configurationOpenID Discovery 1.0

એન્ડપૉઇન્ટ રિસપોન્સના સમયની આવશ્યકતાઓ

Shopify તરફથી તમારા આઇડેન્ટિટી પ્રોવાઇડરના ટોકન, ડિસ્કવરી અને વપરાશકર્તાની માહિતીના એન્ડપૉઇન્ટ માટેની વિનંતીઓએ 1 સેકન્ડની અંદર રિસ્પોન્સ આપવો આવશ્યક છે. જો કોઈ એન્ડપૉઇન્ટ રિસ્પોન્સ આપવામાં 1 સેકન્ડ કરતાં વધુ સમય લે, તો વિનંતી ટાઇમ આઉટ થઈ જશે અને લૉગિનનો ફ્લો નિષ્ફળ જશે. ટાઇમઆઉટ ટાળવા માટે, ખાતરી કરો કે તમારું આઇડેન્ટિટી પ્રોવાઇડર ઓછી લેટન્સીવાળા પર્યાવરણ અને પર્યાપ્ત ક્ષમતા સાથે હોસ્ટ કરેલું છે.

મોબાઇલ માટેની આવશ્યકતાઓ

જો તમારા સ્ટોરમાં કોઈ મોબાઇલ ઍપ હોય, તો આઇડેન્ટિટી પ્રોવાઇડરના ઑથોરાઇઝેશન એન્ડપૉઇન્ટ નીચેના પરિમાણોને સપોર્ટ કરતા હોવા આવશ્યક છે:

  • code_challenge: ટોકનની વિનંતી કરતું ક્લાયંટ અને વિનંતી શરૂ કરનારું ક્લાયંટ એક જ છે, તે વેરિફાઇ કરે છે.
  • code_challenge_method: આ એન્ડપૉઇન્ટ S256 પર સેટ કરેલ હોવું આવશ્યક છે.

ID ટોકનની આવશ્યકતાઓ

વપરાશકર્તા સફળતાપૂર્વક લૉગ ઇન કરે, ત્યાર બાદ તમારા આઇડેન્ટિટી પ્રોવાઇડર દ્વારા ઇશ્યૂ કરાયેલ ID ટોકન, પ્રમાણીકરણનો પુરાવો છે. ID ટોકન માટે નીચેનો દાવો અને સહીકર્તાની આવશ્યકતાઓ રિવ્યૂ કરો.

આવશ્યક દાવાઓ

દાવા એ નિવેદનો છે, જે તમારું આઇડેન્ટિટી પ્રોવાઇડર વપરાશકર્તા વિશે શેર કરે છે, જેનો ઉપયોગ પ્રમાણીકરણ માટે થાય છે. ગ્રાહક એકાઉન્ટને તમારા પોતાના આઇડેન્ટિટી પ્રોવાઇડર સાથે કનેક્ટ કરતી વખતે, ID ટોકન સેટઅપમાં નીચેના દાવાઓ આવશ્યક છે:

  • sub: તમારા આઇડેન્ટિટી પ્રોવાઇડરની અંદર વપરાશકર્તા માટે વિશિષ્ટ ઓળખકર્તા.
  • nonce: રિપ્લે અટૅક રોકવા માટે ID ટોકનમાં શામેલ એક વિશિષ્ટ સ્ટ્રિંગ.
  • email: ગ્રાહક એકાઉન્ટ પૂરા પાડવા માટે ઉપયોગમાં લેવાતું વપરાશકર્તાનું વિશિષ્ટ ઇમેઇલ ઍડ્રેસ. Entra ID અને Azure AD ઇન્ટિગ્રેશન માટે emailને બદલે upn દાવાનો ઉપયોગ કરવામાં આવે છે અને તે ઑર્ડર અને ગ્રાહક સંબંધિત સંચાર પ્રાપ્ત કરી શકે તેવા માન્ય ઇમેઇલ ઍડ્રેસ તરફ નિર્દેશ કરતું હોવું આવશ્યક છે.
  • email_verified: બુલિયન, જે દર્શાવે છે કે આઇડેન્ટિટી પ્રોવાઇડર દ્વારા ઇમેઇલને વેરિફાઇ કરવામાં આવ્યો છે કે નહીં. email_verifiedનું મૂલ્ય true હોવું આવશ્યક છે.
  • iss: તમારા આઇડેન્ટિટી પ્રોવાઇડર માટે જારીકર્તા ઓળખકર્તા.
  • aud: ઑડિયન્સ, જેના માટે ID ટોકન નિર્ધારિત કરેલ છે, જેને તમારા ક્લાયંટ ID તરીકે પણ ઓળખવામાં આવે છે.

ટોકન સિગ્નેચરની આવશ્યકતાઓ

સાઇન-ઇન પ્રક્રિયા દરમિયાન તમારા આઇડેન્ટિટી પ્રોવાઇડરને વપરાશકર્તાની ઓળખ ચકાસવામાં હસ્તાક્ષરકર્તાની આવશ્યકતાઓ મદદ કરે છે. તમારા આઇડેન્ટિટી પ્રોવાઇડરે નીચેના સમર્થિત ઍલ્ગોરિધમમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને ID ટોકન પર સહી કરવી આવશ્યક છે:

  • RSA: RS256, RS384, RS512
  • Elliptic Curve: ES256, ES384, ES512, ES256K
  • RSA-PSS: PS256, PS384, PS512
  • EdDSA: ED25519, EdDSA

HS256 (શેર કરેલ સિક્રેટવાળા HMAC) વડે સહી કરેલા ટોકન સમર્થિત નથી.

સત્ર અને ટોકનની આવશ્યકતાઓ

Shopify 90 દિવસ સુધી ગ્રાહક સત્રો જાળવવા માટે રિફ્રેશ ટોકનનો ઉપયોગ કરે છે. રિફ્રેશ ટોકન વિના, જ્યારે તમારા આઇડેન્ટિટી પ્રોવાઇડરનું ઍક્સેસ ટોકન સમાપ્ત થશે ત્યારે સત્રો સમાપ્ત થશે, જે સામાન્ય રીતે 1 કલાકનું હોય છે.

લાંબા સમય સુધી ચાલતા ગ્રાહક સત્રોને સમર્થન આપવા માટે, તમારા આઇડેન્ટિટી પ્રોવાઇડરે નીચેની આવશ્યકતાઓ પૂર્ણ કરવી આવશ્યક છે:

  • આઇડેન્ટિટી પ્રોવાઇડર RFC 6749 વિભાગ 1.5 માં વ્યાખ્યાયિત કર્યા મુજબ રિફ્રેશ ટોકન જારી કરવાને સમર્થન આપતું હોવું જોઈએ.
  • આઇડેન્ટિટી પ્રોવાઇડરને ટોકન પ્રતિસાદમાં રિફ્રેશ ટોકન પરત કરવા માટે કન્ફિગર કરેલ હોવું આવશ્યક છે.

વધારાના સંસાધનો

OpenID Connect (OIDC) સુસંગત આઇડેન્ટિટી પ્રોવાઇડર્સ અને આવશ્યકતાઓ વિશે વધુ જાણવા માટે, નીચેના તૃતીય-પક્ષ સંસાધનોની સમીક્ષા કરો: