તમારા સોશિયલ સાઇન-ઇન વિકલ્પોનું સંચાલન કરવું

તમે તમારા Shopify ઍડમિનમાં ગ્રાહક એકાઉન્ટ સેટિંગ્સમાંથી ગ્રાહક એકાઉન્ટ સાથે કનેક્ટ કરેલી સોશિયલ સાઇન-ઇન પદ્ધતિઓનું સંચાલન કરી શકો છો.

તમારા સોશિયલ સાઇન-ઇન વિકલ્પોનું સંચાલન કરવું

તમે કનેક્ટ કરેલી સોશિયલ સાઇન-ઇન પદ્ધતિમાં ફેરફાર કરી શકો છો, તેને બંધ કરી શકો છો અથવા હટાવી શકો છો.

તમે સોશિયલ સાઇન-ઇન પદ્ધતિ બંધ કરો અથવા હટાવો તે પછી, વિક્ષેપ ટાળવા માટે ગ્રાહકો લૉગ ઇન જ રહે છે. સોશિયલ સાઇન-ઇન સત્રો સામાન્ય રીતે અથવા ગ્રાહકો સાઇન આઉટ થાય ત્યારે સમાપ્ત થાય છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > ગ્રાહક એકાઉન્ટ પર જાઓ.

  2. પ્રમાણીકરણ વિભાગમાં, મેનેજ કરો પર ક્લિક કરો.

  3. તમે જે સાઇન-ઇન પદ્ધતિમાં ફેરફાર કરવા માગો છો તેની બાજુમાં રહેલા … મેનૂ પર ક્લિક કરો.

  4. નીચેનામાંથી કોઈ એક કરો:

    • સાઇન-ઇન વિકલ્પમાં ફેરફાર કરવા માટે, મેનેજ કરો પર ક્લિક કરો અને પછી તમે જે ઓળખપત્રોમાં ફેરફાર કરવા માગો છો તેને અપડેટ કરો.
    • સાઇન-ઇન વિકલ્પને હટાવ્યા વિના તેને બંધ કરવા માટે, બંધ કરો પર ક્લિક કરો.
    • સાઇન-ઇન વિકલ્પને હટાવવા માટે, હટાવો પર ક્લિક કરો અને પછી ડાયલોગમાં હટાવો પર ક્લિક કરો.

તમારા ગ્રાહક એકાઉન્ટનું ડોમેન બદલતી વખતે તમારા સોશિયલ સાઇન-ઇનને અપડેટ કરવા

જો તમે તમારા ગ્રાહક એકાઉન્ટના ડોમેનને અલગ URL પર બદલવાનું આયોજન કરો છો, તો તમારે Shopify માં ફેરફાર કરતા પહેલાં તમારા સોશિયલ સાઇન-ઇન સેટિંગ્સ અપડેટ કરવાની જરૂર પડશે. આ સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો કોઈપણ વિક્ષેપ વિના સાઇન ઇન કરવાનું ચાલુ રાખી શકે.

જ્યારે તમે Shopify માં તમારા ગ્રાહક એકાઉન્ટના URL ને લેગસી ફોર્મેટ જેમ કે shopify.com/1234567890/account થી નવા સબડોમેન ફોર્મેટ account.your-store.com પર અપડેટ કરો છો, અથવા હાલના સબડોમેનથી કોઈ અલગ સબડોમેન પર અપડેટ કરો છો, જેમ કે account.your-store.com ને customers.your-store.com પર અપડેટ કરો ત્યારે આ પગલાં જરૂરી છે.

તમે તમારા વર્તમાન ડોમેનની સાથે તમારા સોશિયલ પ્રદાતાના સેટિંગ્સમાં નવું ડોમેન ઉમેરશો. તમે Shopify માં ગ્રાહક એકાઉન્ટનું ડોમેન બદલો અને ગ્રાહક એકાઉન્ટની સાઇન-ઇન અને સાઇન-આઉટ પ્રક્રિયા કામ કરી રહી છે તેની ખાતરી કરી લો, તે પછી તમે જૂની ડોમેન એન્ટ્રી હટાવી શકો છો. તમે સક્રિય કરેલ દરેક સોશિયલ સાઇન-ઇન વિકલ્પ માટે તમારે આ પગલાંઓનું પુનરાવર્તન કરવાની જરૂર છે.

પગલાં:

Google માં નવું ગ્રાહક એકાઉન્ટ સબડોમેન ઉમેરો
  1. Google ક્લાઉડ કન્સોલ પર જાઓ અને APIs & સેવાઓ > ઓળખપત્રો ખોલો.
  2. તમે Shopify માટે બનાવેલ OAuth 2.0 ક્લાયંટ પસંદ કરો.
  3. અધિકૃત JavaScript મૂળમાં, એક નવી એન્ટ્રી ઉમેરો. ઉદાહરણ તરીકે: https://account.your-store.com
  4. અધિકૃત રીડાયરેક્ટ URIsમાં, એક નવી એન્ટ્રી ઉમેરો. ઉદાહરણ તરીકે: https://account.your-store.com/authentication/social/google/callback
  5. Deauthorize કૉલબૅક URLમાં, એક નવી એન્ટ્રી ઉમેરો. ઉદાહરણ તરીકે: https://account.your-store.com/authentication/social/google/revoke
  6. તમારા ફેરફારો સાચવો. હમણાં માટે જૂના અને નવા બંને URL ને રાખો.
  7. તમારા Shopify ઍડમિન પર પાછા ફરો અને Shopify માં તમારા એકાઉન્ટના ડોમેનને નવા કસ્ટમ સબડોમેન URL માં બદલવા માટેનાં પગલાં અનુસરો.
  8. બધું યોગ્ય રીતે કામ કરે છે તેની ખાતરી કરવા માટે તમારા સ્ટોરફ્રન્ટ પર દરેક સોશિયલ વિકલ્પ સાથે સાઇન-ઇન અને સાઇન-આઉટ બંનેનું પરીક્ષણ કરો.
  9. વૈકલ્પિક: સાઇન-ઇન પ્રક્રિયા યોગ્ય રીતે કામ કરી રહી છે તેની પુષ્ટિ થઈ જાય, તે પછી તમે Google પર પાછા ફરી શકો છો અને જૂની ડોમેન એન્ટ્રીઓ હટાવી શકો છો.
Facebook માં નવું ગ્રાહક એકાઉન્ટ સબડોમેન ઉમેરો
  1. Meta for Developers પર જાઓ અને તમારી ઍપ ખોલો.
  2. Facebook લૉગિન > સેટિંગ્સ પર નેવિગેટ કરો.
  3. માન્ય OAuth રીડાયરેક્ટ URIsમાં, એક નવી એન્ટ્રી ઉમેરો. ઉદાહરણ તરીકે: https://account.your-store.com/authentication/social/facebook/callback
  4. Deauthorize Callback URLમાં, એક નવી એન્ટ્રી ઉમેરો. ઉદાહરણ તરીકે: https://account.your-store.com/authentication/social/facebook/revoke
  5. સેટિંગ્સ > મૂળભૂત પર નેવિગેટ કરો.
  6. ઍપ ડોમેનમાં, એક નવી એન્ટ્રી ઉમેરો. ઉદાહરણ તરીકે: account.your-store.com
  7. તમારા ફેરફારો સાચવો. હમણાં માટે જૂના અને નવા બંને URL ને રાખો.
  8. તમારા Shopify ઍડમિન પર પાછા ફરો અને Shopify માં તમારા એકાઉન્ટના ડોમેનને નવા કસ્ટમ સબડોમેન URL માં બદલવા માટેનાં પગલાં અનુસરો.
  9. બધું યોગ્ય રીતે કામ કરે છે તેની ખાતરી કરવા માટે તમારા સ્ટોરફ્રન્ટ પર દરેક સોશિયલ વિકલ્પ સાથે સાઇન-ઇન અને સાઇન-આઉટ બંનેનું પરીક્ષણ કરો.
  10. વૈકલ્પિક: સાઇન-ઇન પ્રક્રિયા યોગ્ય રીતે કામ કરી રહી છે તેની પુષ્ટિ થઈ જાય, તે પછી તમે Facebook પર પાછા ફરી શકો છો અને જૂની ડોમેન એન્ટ્રીઓ હટાવી શકો છો.

Shop વડે સાઇન ઇન કરવાનું સંચાલન કરવું

જો તમે Shop Pay સક્રિય કરેલ હોય, તો તમારા ગ્રાહકો તેમના Shop ઓળખપત્રો અને સેવ કરેલી પાસકી વડે સાઇન ઇન કરી શકે છે. Shop Pay નો ઉપયોગ કરીને તમારા સ્ટોર પર ચેકઆઉટ કર્યા પછી ગ્રાહકો આપમેળે Shop વડે સાઇન ઇન પણ થઈ જાય છે.

ગ્રાહક એકાઉન્ટ માટે Shop વડે સાઇન ઇન કરો આપમેળે સક્રિય થાય છે, અને જો તમે Shop Pay નિષ્ક્રિય કરો તો જ તેને તમારા સ્ટોરમાંથી હટાવી શકાય છે.

તમારા સ્ટોરમાં Shop વડે સાઇન ઇન કરો બટન કેવી રીતે ઉમેરવું તે વિશે જાણો.