ગ્રાહકોને મેનેજ કરવા વિશે
જ્યારે ગ્રાહક નીચેની કોઈપણ રીતે તમારા વ્યવસાય સાથે ઇન્ટરૅક્ટ કરે છે, ત્યારે તમારા Shopify ઍડમિનમાં ગ્રાહક પ્રોફાઇલ બનાવવામાં આવે છે:
- તમારા મેઇલિંગ લિસ્ટ અથવા ગ્રાહક એકાઉન્ટ માટે સાઇન અપ કરવાથી
- ઑર્ડર આપવાથી
- ઑર્ડર શરૂ કરવાથી, પરંતુ તેમનું ચેકઆઉટ અધવચ્ચે છોડી દેવાથી
વૈકલ્પિક રીતે, તમે તમારા સ્ટોરમાં મેન્યુઅલી ગ્રાહકને ઉમેરી શકો છો.
તમે તમારા Shopify ઍડમિનમાંથી વ્યક્તિગત ગ્રાહકોને ઇમેઇલ મેસેજ મોકલી શકો છો અથવા ગ્રાહક સેગમેન્ટ નો ઉપયોગ કરીને ગ્રાહકોના ગ્રુપને ડિસ્કાઉન્ટ અને ઇમેઇલ મેસેજ મોકલી શકો છો.
આ પેજ પર
- ગ્રાહક પ્રોફાઇલ ઉમેરો
- ગ્રાહકને ઇમેઇલ મેસેજ મોકલો
- મોકલેલા ઇમેઇલની સમીક્ષા કરો
- ગ્રાહક પ્રોફાઇલમાં ફેરફાર કરો
- ગ્રાહકના સબ્સ્ક્રિપ્શન ચુકવણીની માહિતીમાં ફેરફાર કરો
- ગ્રાહક પ્રોફાઇલમાં એકસાથે ફેરફાર કરો
- ગ્રાહક પ્રોફાઇલ મર્જ કરવી
- ગ્રાહકના વ્યક્તિગત ડેટાને ભૂંસી નાખો
- ગ્રાહક પ્રોફાઇલ ડિલીટ કરવી
- US મિલિટરી શિપિંગ સરનામાં માટેની આવશ્યકતાઓ
ગ્રાહક પ્રોફાઇલ ઉમેરો
તમે તમારા Shopify ઍડમિનમાંથી ગ્રાહક પ્રોફાઇલ ઉમેરી શકો છો. પ્રત્યેક પ્રોફાઇલમાં માત્ર એક જ ઇમેઇલ ઍડ્રેસ હોઈ શકે છે, પરંતુ તમે ગ્રાહક પ્રોફાઇલમાં ફેરફાર કરીને તેને કોઈપણ સમયે બદલી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
ગ્રાહક ઉમેરો પર ક્લિક કરો.
ગ્રાહકની માહિતી દાખલ કરો.
વૈકલ્પિક: જો ગ્રાહકે માર્કેટિંગ ઇમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમતિ આપી હોય અને તમે ઇમેઇલ ઍડ્રેસ દાખલ કર્યું હોય, તો ગ્રાહક ઓવરવ્યૂ વિભાગમાં, ગ્રાહકે માર્કેટિંગ ઇમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમતિ આપી પસંદ કરો.
ટૅક્સ સેટિંગ્સ વિભાગમાં, કર એકત્રિત કરવો કે નહીં તે પસંદ કરો:
- ગ્રાહકનો VAT નંબર ઉમેરવા માટે, VAT નંબર ફીલ્ડમાં નંબર દાખલ કરો. નંબર ઑટોમૅટિક રીતે માન્ય કરવામાં આવે છે.
- કર એકત્રિત કરવા માટે, કર એકત્રિત કરો પસંદ કરો.
- કર એકત્રિત ન કરવા માટે, કર એકત્રિત કરશો નહીં પસંદ કરો.
- લાગુ પડતી મુક્તિઓ સિવાય કર એકત્રિત કરવા માટે, મુક્તિઓ લાગુ પડે તે સિવાય કર એકત્રિત કરો પસંદ કરો અને પછી મુક્તિઓ પસંદ કરો ડ્રોપ-ડાઉન મેનૂમાંથી કર મુક્તિઓ પસંદ કરો.
સાચવો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
આઇકન પર ટૅપ કરો.
ગ્રાહકો પર ટૅપ કરો.
+ બટન પર ટૅપ કરો.
ગ્રાહકની માહિતી દાખલ કરો.
જો તમે ગ્રાહક પાસેથી વેચાણ કર વસૂલતા હો, તો કર એકત્રિત કરે છે સક્રિય કરો.
સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
વૈકલ્પિક: જો ગ્રાહકે માર્કેટિંગ ઇમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમતિ આપી હોય અને તમે ઇમેઇલ ઍડ્રેસ દાખલ કર્યું હોય, તો નીચે મુજબ કરો:
- ઇમેઇલ માર્કેટિંગ વિભાગમાં, સ્ટેટસમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
- ગ્રાહકે ઇમેઇલ માર્કેટિંગ પ્રાપ્ત કરવા સંમતિ આપી પર ટૅપ કરો.
- સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
જો ગ્રાહક કૅનેડામાં સ્થિત હોય અને વેચાણ કરમાંથી મુક્ત હોય, તો પેન્સિલ આઇકન પર ટૅપ કરો અને નીચે મુજબ કરો:
- કર મુક્તિઓ વિભાગમાં, મેનેજ કરો પર ટૅપ કરો.
- આ ગ્રાહકને લાગુ પડતી બધી કર મુક્તિઓ પર ટૅપ કરો.
- સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
ગ્રાહકને ઇમેઇલ મેસેજ મોકલો
તમે તમારા Shopify ઍડમિન અથવા Shopify ઍપમાંથી સીધા ગ્રાહકને ઇમેઇલ મેસેજ મોકલી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
ગ્રાહકના નામ પર ક્લિક કરો.
ગ્રાહક ઓવરવ્યૂ વિભાગમાં, ગ્રાહકના ઇમેઇલ ઍડ્રેસ પર ક્લિક કરો.
ઇમેઇલ માટે સબ્જેક્ટ લાઇનમાં ફેરફાર કરો અથવા તેને ડિફૉલ્ટ તરીકે રહેવા દો.
shop.nameકોડ ઑટોમૅટિક રીતે ઇમેઇલ મેસેજની સબ્જેક્ટ લાઇનમાં તમારા સ્ટોરનું નામ દાખલ કરે છે.કસ્ટમ મેસેજ ફીલ્ડમાં, તમારો મેસેજ દાખલ કરો.
તમારા રેકોર્ડ માટે મેસેજની કૉપિ મેળવવા માટે, આને bcc મોકલો માં, યોગ્ય ઇમેઇલ ઍડ્રેસ માટે ચેકબૉક્સ પસંદ કરો.
જ્યારે તમે પૂર્ણ કરી લો, ત્યારે ઇમેઇલની સમીક્ષા કરો પર ક્લિક કરો.
નોટિફિકેશન મોકલો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
આઇકન પર ટૅપ કરો.
ગ્રાહકો પર ટૅપ કરો.
ગ્રાહકના નામ પર ટૅપ કરો.
ગ્રાહકની ઝાંખી વિભાગમાં, ઇમેઇલ પર ટૅપ કરો.
તમારા રેકોર્ડ માટે મેસેજની કૉપિ મેળવવા માટે, Cc ફીલ્ડમાં, તમારું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.
ઇમેઇલની સબ્જેક્ટ લાઇન અને બૉડીમાં ફેરફાર કરો.
ઇમેઇલ મેસેજની સમીક્ષા કરો અને પછી તેને મોકલો.
મોકલેલા ઇમેઇલની સમીક્ષા કરો
ગ્રાહકને ઇમેઇલ મોકલ્યા પછી, ગ્રાહકની ટાઇમલાઇનમાં નોટિફિકેશન પ્રદર્શિત થાય છે. જો ઇમેઇલ સફળતાપૂર્વક મોકલવામાં ન આવ્યો હોય, તો નોટિફિકેશનની બાજુમાં ચેતવણી આઇકન (ⓘ) પ્રદર્શિત થાય છે.
તમે મોકલેલા ઇમેઇલની સમીક્ષા કરી શકો છો અને ગ્રાહકને અથવા તમારી જાતને ઇમેઇલની કૉપિ ફરીથી મોકલી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
ગ્રાહકના નામ પર ક્લિક કરો.
ટાઇમલાઇન વિભાગમાં, ઇમેઇલ મોકલવામાં આવ્યો છે તે નોટિફિકેશન શોધો.
ઇમેઇલ જુઓ પર ક્લિક કરો.
વૈકલ્પિક: ઇમેઇલ ફરીથી મોકલવા માટે, નીચેનામાંથી કોઈ એક કરો:
- ગ્રાહકને ઇમેઇલ મોકલવા માટે, ગ્રાહક પસંદ કરો અને પછી ફરીથી મોકલો પર ક્લિક કરો.
- તમારી જાતને ઇમેઇલ મોકલવા માટે, તમારી જાતને પસંદ કરો અને પછી ફરીથી મોકલો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
આઇકન પર ટૅપ કરો.
ગ્રાહકો પર ટૅપ કરો.
ગ્રાહક પર ટૅપ કરો.
ટાઇમલાઇન વિભાગમાં, ઇમેઇલ મોકલવામાં આવ્યો છે તે નોટિફિકેશન શોધો.
વૈકલ્પિક: ઇમેઇલ ફરીથી મોકલવા માટે, નીચેનામાંથી કોઈ એક કરો:
- ગ્રાહકને ઇમેઇલ મોકલવા માટે, Customer પસંદ કરો અને પછી Resend પર ટૅપ કરો.
- તમારી જાતને ઇમેઇલ મોકલવા માટે, Yourself પસંદ કરો અને પછી Resend પર ટૅપ કરો.
ગ્રાહક પ્રોફાઇલ એડિટ કરો
જો Shopifyમાં ગ્રાહકની પ્રોફાઇલ પહેલેથી જ અસ્તિત્વમાં હોય, તો તમે ગ્રાહકો પેજ પરથી પ્રોફાઇલ એડિટ કરી શકો છો.
તમે ગ્રાહક પ્રોફાઇલને અપડેટ કરો તે પહેલાં, ચકાસો કે સ્ટાફનો કોઈ બીજો સભ્ય હાલમાં એ જ પ્રોફાઇલમાં કોઈ ફેરફાર કરી રહ્યો નથી ને, જેથી તમારા ફેરફારોમાં વિરોધાભાસ ન થાય.
ગ્રાહક વિશેની ખાસ માહિતીનો ટ્રૅક રાખવા માટે તમે ગ્રાહક પ્રોફાઇલમાં નોંધ ઉમેરી શકો છો. ફક્ત તમારા સ્ટોરના સ્ટાફ સભ્યો જ આ નોંધ ઍક્સેસ કરી શકે છે. આ નોંધો ગ્રાહકોને દેખાતી નથી.
ટૅગનો ઉપયોગ કરવાથી તમારી ગ્રાહક પ્રોફાઇલ સૂચિને વ્યવસ્થિત કરવામાં મદદ મળી શકે છે. વર્ણનાત્મક શબ્દોનો ઉપયોગ કરીને ગ્રાહકોને લેબલ કરવા માટે અથવા તેમને કેટેગરીમાં સૉર્ટ કરવા માટે તમે ટૅગનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે મહત્ત્વપૂર્ણ ગ્રાહકો હોય, તો તમે એ ગ્રાહકોને VIP તરીકે ટૅગ કરી શકો છો. ગ્રાહક સેગમેન્ટ બનાવવા માટે પણ ટૅગનો ઉપયોગ કરી શકાય છે. ટૅગમાં કેસ-સેન્સિટિવિટી લાગુ પડતી નથી.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
ગ્રાહકના નામ પર ક્લિક કરો.
ગ્રાહકની પ્રોફાઇલમાં નોંધ ઉમેરવા માટે, ગ્રાહકની નોંધ ફિલ્ડમાં, ગ્રાહક વિશેની યોગ્ય માહિતી દાખલ કરો, અને પછી સેવ કરો પર ક્લિક કરો.
ગ્રાહકનું ઓવરવ્યૂ વિભાગમાં, મેનેજ કરો > સંપર્ક માહિતી એડિટ કરો પર ક્લિક કરો અને પછી નીચે આપેલી માહિતીમાં યોગ્ય ફેરફારો કરો:
- પ્રથમ નામ
- છેલ્લું નામ
- ભાષા
- ઇમેઇલ ઍડ્રેસ
- ફોન નંબર
સરનામું એડિટ કરવા માટે, ગ્રાહકનું ઓવરવ્યૂ વિભાગમાં, મેનેજ કરો > સરનામાં મેનેજ કરો પર ક્લિક કરો અને નીચેનામાંથી કોઈ એક કરો:
- વર્તમાન સરનામું એડિટ કરવા માટે, યોગ્ય સરનામાંની બાજુમાં આપેલા એડિટ કરો પર ક્લિક કરો.
- કયું સરનામું ડિફૉલ્ટ સરનામું છે તે બદલવા માટે, યોગ્ય સરનામાંની બાજુમાં આપેલા ડિફૉલ્ટ તરીકે સેટ કરો પર ક્લિક કરો.
- પ્રોફાઇલમાં નવું સરનામું ઉમેરવા માટે, નવું સરનામું ઉમેરો પર ક્લિક કરો.
તમારા ગ્રાહકના ટૅક્સ સેટિંગ્સ એડિટ કરવા માટે, નીચેના પગલાં અનુસરો:
- ગ્રાહક વિભાગમાં,
પર ક્લિક કરો અને પછી ટૅક્સ સેટિંગ્સ મેનેજ કરો પર ક્લિક કરો.
- આ ટૅક્સ સેટિંગ ડ્રોપ-ડાઉન મેનૂમાં, કર એકત્રિત કરવો કે કેમ તે પસંદ કરો:
- ગ્રાહકનો VAT નંબર ઉમેરવા માટે, VAT નંબર ફીલ્ડમાં નંબર દાખલ કરો. નંબર ઑટોમૅટિક રીતે માન્ય કરવામાં આવે છે.
- કર એકત્રિત કરવા માટે, કર એકત્રિત કરો પસંદ કરો.
- કર એકત્રિત ન કરવા માટે, કર એકત્રિત કરશો નહીં પસંદ કરો.
- લાગુ પડતી મુક્તિઓ સિવાય કર એકત્રિત કરવા માટે, મુક્તિઓ લાગુ પડે તે સિવાય કર એકત્રિત કરો પસંદ કરો અને પછી મુક્તિઓ પસંદ કરો ડ્રોપ-ડાઉન મેનૂમાંથી કર મુક્તિઓ પસંદ કરો.
- સાચવો પર ક્લિક કરો.
- ગ્રાહક વિભાગમાં,
ગ્રાહક ઇમેઇલ, SMS અથવા WhatsApp માર્કેટિંગ મેળવે છે કે નહીં તે બદલવા માટે, ગ્રાહકની ઝાંખી વિભાગમાં, મેનેજ કરો > માર્કેટિંગ સેટિંગ્સમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
ગ્રાહક પ્રોફાઇલમાં ટૅગ લાગુ કરવા માટે, ટૅગ વિભાગમાં, નીચેનામાંથી કોઈ એક કરો:
- ટૅગ ઉમેરવા માટે, ફિલ્ડ પર ક્લિક કરો અને પછી ટૅગ પસંદ કરો.
- ટૅગ કાઢી નાખવા માટે, ટૅગની બાજુમાં આપેલા X પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
આઇકન પર ટૅપ કરો.
ગ્રાહકો પર ટૅપ કરો.
ગ્રાહકના નામ પર ટૅપ કરો.
ગ્રાહક પ્રોફાઇલમાં નોંધ ઉમેરવા માટે, નોંધ વિભાગમાં, એડિટ કરો ફિલ્ડ પર ટૅપ કરો, ગ્રાહક વિશેની યોગ્ય માહિતી દાખલ કરો અને પછી સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
ગ્રાહક વિશેની માહિતી બદલવા માટે, સંપર્ક માહિતી વિભાગમાં,
અથવા
પર ટૅપ કરો અને પછી નીચેની કોઈપણ ક્રિયા કરો:
- સરનામું એડિટ કરવા માટે, સરનામાં એડિટ કરો પર ટૅપ કરો અને પછી જે સરનામું તમે એડિટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો. પ્રથમ નામ, છેલ્લું નામ અથવા ફોન નંબર બદલો અને પછી સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
- પ્રોફાઇલમાં નવું સરનામું ઉમેરવા માટે, સરનામાં એડિટ કરો પર ટૅપ કરો અને પછી + પર ટૅપ કરો. નવું સરનામું ઉમેરો અને પછી સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
- સંપર્ક માહિતી એડિટ કરવા માટે, સંપર્ક માહિતી એડિટ કરો પર ટૅપ કરો. પ્રથમ નામ, છેલ્લું નામ, ઇમેઇલ ઍડ્રેસ અથવા ફોન નંબર બદલો અને પછી સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
કર સંગ્રહને એડિટ કરવા માટે, કર મુક્તિઓ પર ટૅપ કરો અને પછી જે માર્કેટ તમે એડિટ કરવા માંગો છો તેની બાજુમાં એડિટ કરો પર ટૅપ કરો. તમને જોઈતી કોઈપણ મુક્તિઓ પસંદ કરવા માટે ટૅપ કરો અને પછી સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
ગ્રાહક ઇમેઇલ, SMS અથવા WhatsApp માર્કેટિંગ મેળવે છે કે કેમ તે બદલવા માટે, માર્કેટિંગ સબ્સ્ક્રિપ્શન્સ પર ટૅપ કરો અને પછી તમે ગ્રાહકને લાગુ કરવા માંગતા હો તે માર્કેટિંગ વિકલ્પોને ચાલુ કરવા માટે ટૅપ કરો. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
ગ્રાહક પ્રોફાઇલ પરના ટૅગમાં ફેરફાર કરવા માટે, ટૅગ પર ટૅપ કરો, શોધ ફીલ્ડ પર ટૅપ કરો અને પછી નીચેની કોઈપણ ક્રિયા કરો:
- નવા ટૅગનું નામ દાખલ કરો અને પછી
<tag name>ઉમેરો પર ટૅપ કરો. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો. - ટૅગ શોધો અથવા ચેકબૉક્સનો ઉપયોગ કરીને ટૅગ પસંદ કરો. સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
- નવા ટૅગનું નામ દાખલ કરો અને પછી
ગ્રાહકની સબ્સ્ક્રિપ્શન ચુકવણીની માહિતી એડિટ કરો
જો તમે સબ્સ્ક્રિપ્શન પ્રોડક્ટ વેચો છો અને નિષ્ફળ ચુકવણીના કારણે ગ્રાહકે તેમની ચુકવણીની માહિતી અપડેટ કરવી જરૂરી છે, તો તમે તમારા Shopify ઍડમિનમાં ગ્રાહકની પ્રોફાઇલ અપડેટ કરી શકો છો.
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
તમે જે ગ્રાહક માટે ચુકવણીની માહિતી જોવા માંગો છો તે ગ્રાહક પર ક્લિક કરો.
ચુકવણી પદ્ધતિઓ વિભાગમાં, પેન્સિલ આઇકન પર ક્લિક કરો.
વૈકલ્પિક: જો તમે ઇચ્છતા હો કે તમારા ગ્રાહક જાતે જ તેમની ચુકવણીની માહિતી અપડેટ કરે, તો નીચે મુજબ કરો:
- સંબંધિત સેવ કરેલા કાર્ડ માટે,
> કાર્ડ અપડેટ કરવા માટે લિંક મોકલો પર ક્લિક કરો.
- સંવાદમાં, વિગતો ચકાસો અને પછી ઇમેઇલ મોકલો પર ક્લિક કરો.
- સંબંધિત સેવ કરેલા કાર્ડ માટે,
વૈકલ્પિક: જો તમે તમારા ગ્રાહકની ચુકવણી પદ્ધતિ મેન્યુઅલી અપડેટ કરવા માંગતા હો, તો નીચે મુજબ કરો:
- સંબંધિત સેવ કરેલા કાર્ડ માટે,
> કાર્ડ બદલો પર ક્લિક કરો.
- સંવાદમાં, સંબંધિત વિગતો પૂર્ણ કરો અને પછી કન્ફર્મ કરો પર ક્લિક કરો.
- સંબંધિત સેવ કરેલા કાર્ડ માટે,
સબ્સ્ક્રિપ્શન વિશે વધુ જાણો.
બલ્કમાં ગ્રાહક પ્રોફાઇલ એડિટ કરો
તમારા Shopify ઍડમિનમાંથી, તમે એક જ સમયે બહુવિધ ગ્રાહક પ્રોફાઇલ માટે નીચેની માહિતીને એડિટ કરવા માટે બલ્ક એડિટિંગનો ઉપયોગ કરી શકો છો:
- પ્રથમ નામ
- છેલ્લું નામ
- ટૅગ
- ઇમેઇલ માર્કેટિંગ સ્વીકારે છે
- SMS માર્કેટિંગ સ્વીકારે છે
- WhatsApp માર્કેટિંગ સ્વીકારે છે
- તમારા સ્ટોર પરના કોઈ પણ મેટાફીલ્ડ્સ મૂલ્યો
ગ્રાહક પ્રોફાઇલ પરના અન્ય ફીલ્ડ્સમાં ફેરફાર કરવા માટે, જેમ કે સરનામાની લાઇન, ફોન નંબર અથવા કરમુક્તિનું સ્ટેટસ, તમારે ગ્રાહક પ્રોફાઇલમાં વ્યક્તિગત રીતે ફેરફાર કરવાની અથવા CSV ફાઇલનો ઉપયોગ કરવાની જરૂર છે.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
નીચેનામાંથી કોઈપણ કરીને તમે જે ગ્રાહક પ્રોફાઇલમાં ફેરફાર કરવા માગતા હો તેને પસંદ કરો:
- બહુવિધ ગ્રાહક પ્રોફાઇલમાં ફેરફાર કરવા માટે, તમે ફેરફાર કરવા માગતા હો તેવી પ્રત્યેક ગ્રાહક પ્રોફાઇલ પસંદ કરો.
- સેગમેન્ટ અથવા શોધના આધારે પેજ પર સૂચિબદ્ધ થયેલી બધી ગ્રાહક પ્રોફાઇલમાં ફેરફાર કરવા માટે, ગ્રાહકનું નામ ચેકબૉક્સ પસંદ કરો. દરેક પેજ પર વધુમાં વધુ 50 ગ્રાહકો સૂચિબદ્ધ થાય છે.
- તમારા સ્ટોરની બધી ગ્રાહક પ્રોફાઇલમાં ફેરફાર કરવા માટે, ખાતરી કરો કે બધા ગ્રાહકો સેગમેન્ટ પસંદ થયેલું છે. ગ્રાહકનું નામ ચેકબૉક્સ પસંદ કરો અને પછી તમારા સ્ટોરના તમામ 50+ ગ્રાહકો પસંદ કરો પર ક્લિક કરો.
- કોઈ સેગમેન્ટ, ક્વેરી અથવા શોધમાંની બધી ગ્રાહક પ્રોફાઇલમાં ફેરફાર કરવા માટે, ગ્રાહકનું નામ ચેકબૉક્સ પસંદ કરો અને પછી આ સેગમેન્ટમાંના બધા 50+ ગ્રાહકો પસંદ કરો પર ક્લિક કરો.
પસંદ કરેલી ગ્રાહક પ્રોફાઇલમાં ટૅગ ઉમેરવા અથવા તેમાંથી ટૅગ હટાવવા માટે, નીચે જણાવેલા પગલાં ભરો:
- ગ્રાહકોમાં ફેરફાર કરો બટનની બાજુમાં આવેલા
આઇકન પર ક્લિક કરો.
- ટૅગ ઉમેરો અથવા ટૅગ હટાવો પર ક્લિક કરો.
- ટૅગ ઉમેરો અથવા હટાવો.
- સાચવો પર ક્લિક કરો.
- ગ્રાહકોમાં ફેરફાર કરો બટનની બાજુમાં આવેલા
ટૅગ સહિત એક જ સમયે અનેક માહિતીમાં ફેરફાર કરવા માટે, ગ્રાહકોમાં ફેરફાર કરો પર ક્લિક કરો અને પછી નીચે જણાવેલા પગલાં ભરો:
- કૉલમ પર ક્લિક કરો અને પછી તમે જેમાં ફેરફાર કરવા માગતા હો, તે દરેક ફીલ્ડ પસંદ કરો.
- યોગ્ય ફેરફારો કરો.
- સાચવો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
આઇકન પર ટૅપ કરો.
ગ્રાહકો પર ટૅપ કરો.
અથવા
> ગ્રાહકો પસંદ કરો પર ટૅપ કરો.
તમે ફેરફાર કરવા માગતા હો તે ગ્રાહકો પસંદ કરો,
અથવા
પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈપણ પગલાં પૂર્ણ કરો:
- ટૅગ ઉમેરો પર ટૅપ કરો, ટૅગ ઉમેરો અને પછી સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
- ટૅગ હટાવો પર ટૅપ કરો, ટૅગ હટાવો અને પછી સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
ગ્રાહક પ્રોફાઇલ મર્જ કરવી
તમારી પાસે એક જ ગ્રાહકની બે અથવા વધુ ગ્રાહક પ્રોફાઇલ હોઈ શકે છે. આવા કિસ્સામાં, તમે બે પ્રોફાઇલને એકસાથે મર્જ કરીને, તેમને એક પ્રોફાઇલમાં જોડી શકો છો. મર્જ કરવાનું પૂર્ણ કરો તે પહેલાં, તમારી પાસે મર્જ કરેલી પ્રોફાઇલમાં કઈ માહિતી હશે, તેનો રિવ્યૂ કરવાની અને તેને પસંદ કરવાની તક હોય છે.
મર્જ કર્યા પછી જે પ્રોફાઇલ બાકી રહે છે તે મર્જ કરેલી પ્રોફાઇલ પર રાખવામાં આવેલી સંપર્ક માહિતી પર આધારિત હોય છે. જો માત્ર એક જ પ્રોફાઇલમાં ઇમેઇલ ઍડ્રેસ હોય, તો તે પ્રોફાઇલ રહે છે. જો બંને પ્રોફાઇલમાં ઇમેઇલ ઍડ્રેસ હોય, તો મર્જ કરેલી પ્રોફાઇલ પર રાખવામાં આવેલા ઇમેઇલ ઍડ્રેસ સાથે સંકળાયેલી પ્રોફાઇલ રહે છે. જો કોઈ પણ પ્રોફાઇલમાં ઇમેઇલ ઍડ્રેસ ન હોય, તો તમે જેમની સાથે મર્જ કરવા હોય, તે ગ્રાહક શોધો હેઠળ પસંદ કરો છો, તે પ્રોફાઇલ રહે છે.
ઉદાહરણ તરીકે, તમારા સ્ટોરમાં કોઈ ગ્રાહકની 2 પ્રોફાઇલ છે, એક customer-old@example.com ઇમેઇલ ઍડ્રેસ સાથે અને બીજી customer-new@example.com સાથે. તમે customer-old@example.com માટે પ્રોફાઇલ ખોલો છો, ગ્રાહકને મર્જ કરો પર ક્લિક કરો અને પછી જેમની સાથે મર્જ કરવા હોય, તે ગ્રાહક શોધો હેઠળ customer-new@example.com પસંદ કરો છો. મર્જ કન્ફર્મ કરો તે પહેલાં, મર્જ કરેલા ગ્રાહક વિભાગનો રિવ્યૂ કરો અને પસંદ કરો કે કઈ સંપર્ક વિગતો રાખવી છે. જો મર્જ કરેલી પ્રોફાઇલ customer-new@example.com રાખે છે, તો customer-new@example.com સાથે સંકળાયેલી પ્રોફાઇલ રહે છે.
નીચેની માહિતી એક પ્રોફાઇલમાં મર્જ કરવામાં આવે છે:
- ઑર્ડર્સ
- ડ્રાફ્ટ ઑર્ડર
- સરનામાં
- ઇમેઇલ ઍડ્રેસ
- ફોન નંબર
- નામ
- નોંધ
- ટૅગ
- ટૅક્સ સેટિંગ્સ
- ટાઇમલાઇન ઇવેન્ટ્સ
- ક્રેડિટ કાર્ડ
- ગ્રાહક એકાઉન્ટ
- ગિફ્ટ કાર્ડ
- ડિસ્કાઉન્ટ
જો બંને પ્રોફાઇલની કોઈ પણ માહિતી એકબીજાથી અલગ પડતી હોય, તો તમે મર્જ કરવાની પ્રક્રિયા રદ કરી શકો છો અને મર્જ કરવાનું ચાલુ રાખો તે પહેલાં ગ્રાહક પ્રોફાઇલ પેજ પરના દરેક રેકોર્ડની માહિતીને ઍડજસ્ટ કરી શકો છો.
ગ્રાહક પ્રોફાઇલ મર્જ કરવાની મર્યાદાઓ
તમે ગ્રાહક પ્રોફાઇલ મર્જ કરો તે પહેલાં, ધ્યાનમાં રાખવા જેવી નીચેની બાબતોનો રિવ્યૂ કરો:
- પ્રોફાઇલ મર્જ કર્યા પછી, તમે પ્રક્રિયાને રિવર્સ કરી શકતા નથી.
- જો પ્રોફાઇલમાં નોંધનો સમાવેશ થતો હોય, તો સંયુક્ત નોંધ સ્પેસ સહિત 5,000 અક્ષરોની બરાબર કે તેનાથી ઓછી હોવી જોઈએ.
- જો પ્રોફાઇલમાં ટૅગનો સમાવેશ થતો હોય, તો સંયુક્ત ટૅગ 250 ટૅગ કે તેથી ઓછી સંખ્યામાં હોવા જોઈએ.
- જો ગ્રાહકે એક પ્રોફાઇલમાં ઇમેઇલ અને SMS ટેક્સ્ટ માર્કેટિંગને સબ્સ્ક્રાઇબ કરેલું હોય, પરંતુ બીજી પ્રોફાઇલમાં ન કરેલું હોય, તો મર્જ કરેલી પ્રોફાઇલમાં સબ્સ્ક્રિપ્શન ચાલુ રહે છે.
- જ્યારે તમે ગ્રાહકની પ્રોફાઇલ મર્જ કરો છો, ત્યારે ગ્રાહકને નોટિફિકેશન મળતું નથી.
- નીચેના કિસ્સાઓમાં પ્રોફાઇલ મર્જ કરી શકાતી નથી:
- ગ્રાહકની બંનેમાંથી કોઈ પણ એક પ્રોફાઇલમાં સબ્સ્ક્રિપ્શન કરાર હોય, અથવા ક્યારેય પણ હતો.
- ગ્રાહકની બંનેમાંથી કોઈ પણ એક પ્રોફાઇલ, કંપની સાથે સક્રિય રીતે લિંક થયેલો B2B ગ્રાહક હોય અથવા હજુ પણ પાછલા B2B ઑર્ડર્સ સાથે લિંક થયેલી હોય.
- ગ્રાહકની બંનેમાંથી કોઈ પણ એક પ્રોફાઇલમાં વૉલ્ટ કરેલું ક્રેડિટ કાર્ડ છે.
- ગ્રાહકની બંનેમાંથી કોઈ પણ એક પ્રોફાઇલમાં સ્ટોર ક્રેડિટ એકાઉન્ટ છે.
- ગ્રાહકની બંનેમાંથી કોઈ પણ એક પ્રોફાઇલમાં મલ્ટિપાસ લૉગિન છે.
- ગ્રાહકની બંનેમાંથી કોઈ પણ એક પ્રોફાઇલ ડિલીટ કરવામાં આવી છે.
- ગ્રાહકની બંનેમાંથી કોઈ પણ એક પ્રોફાઇલ રિડેક્ટ કરવામાં આવી છે અથવા ડેટા રિડેક્શનની વિનંતી પ્રગતિમાં છે.
- ગ્રાહક પ્રોફાઇલ મર્જ કરવાનું પ્રગતિમાં છે.
- ગ્રાહકના ડેટાની વિનંતી પ્રગતિમાં છે.
ગ્રાહક પ્રોફાઇલ મર્જ કરો
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
ગ્રાહકની સૂચિમાંથી, ગ્રાહક પ્રોફાઇલ પર ક્લિક કરો.
વધુ ક્રિયાઓ > ગ્રાહક મર્જ કરો પર ક્લિક કરો.
સાથે મર્જ કરવા માટે ગ્રાહક શોધો વિભાગમાં, અન્ય ગ્રાહક પ્રોફાઇલ શોધવા માટે નીચેનીમાંથી કોઈ પણ માહિતી દાખલ કરો:
- પ્રથમ નામ
- છેલ્લું નામ
- ઇમેઇલ ઍડ્રેસ
- ફોન નંબર
- ક્રેડિટ કાર્ડનો નંબર
યોગ્ય ગ્રાહક પ્રોફાઇલ પસંદ કરો.
મર્જ કરેલા ગ્રાહક વિભાગમાં, કઈ માહિતીને મર્જ કરવામાં આવી છે અને કઈ માહિતીને કાઢી નાખવામાં આવી છે તેની સમીક્ષા કરો.
વૈકલ્પિક: મર્જ કરતાં પહેલાં પસંદ કરેલી ગ્રાહકની માહિતીમાં ફેરફાર કરવા માટે, વેબ પર સંપર્ક માહિતી બદલો અથવા મોબાઇલ પર ફેરફાર કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: મર્જ કરવાની વિગતો જુઓ પર ક્લિક કરો, મર્જ કરવાની વિગતોની સમીક્ષા કરો અને પછી બંધ કરો પર ક્લિક કરો.
મર્જ કરો પર ક્લિક કરો અને પછી કન્ફર્મ કરો પર ક્લિક કરો.
ગ્રાહકની સૂચિમાંથી મર્જ કરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
તમે જેમને મર્જ કરવા માગતા હો તે બે ગ્રાહકોને પસંદ કરો. જો ઇન્ડેક્સમાં ડુપ્લિકેટ પ્રોફાઇલ્સમાંથી માત્ર એક જ પ્રદર્શિત થતી હોય, તો તમે આગલા પગલામાં બીજી પ્રોફાઇલ શોધી શકો છો.
ગ્રાહકોમાં ફેરફાર કરો બટનની બાજુમાં આપેલા
પર ક્લિક કરો.
ગ્રાહકો મર્જ કરો પસંદ કરો.
- જો સૂચિમાં બે ગ્રાહકો પસંદ કરવામાં આવ્યા હોય, તો પગલાં 7 પર આગળ વધો.
જો સૂચિમાંથી માત્ર એક ગ્રાહકને પસંદ કરવામાં આવ્યો હોય, તો સાથે મર્જ કરવા માટે ગ્રાહક શોધો હેઠળ ગ્રાહકને શોધો. શોધવા માટે નીચેનીમાંથી કોઈ પણ માહિતીનો ઉપયોગ કરો:
- પ્રથમ નામ
- છેલ્લું નામ
- ઇમેઇલ ઍડ્રેસ
- ફોન નંબર
- ક્રેડિટ કાર્ડનો નંબર
ડુપ્લિકેટ ગ્રાહક પ્રોફાઇલ પસંદ કરો.
મર્જ કરેલા ગ્રાહક વિભાગમાં, કઈ માહિતીને મર્જ કરવામાં આવી છે અને કઈ માહિતીને કાઢી નાખવામાં આવી છે તેની સમીક્ષા કરો.
વૈકલ્પિક: મર્જ કરતાં પહેલાં પસંદ કરેલી ગ્રાહકની માહિતીમાં ફેરફાર કરવા માટે, વેબ પર સંપર્ક માહિતી બદલો અથવા મોબાઇલ પર ફેરફાર કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: મર્જ કરવાની વિગતો જુઓ પર ક્લિક કરો, મર્જ કરવાની વિગતોની સમીક્ષા કરો અને પછી બંધ કરો પર ક્લિક કરો.
મર્જ કરો પર ક્લિક કરો અને પછી કન્ફર્મ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
આઇકન પર ટૅપ કરો.
ગ્રાહકો પર ટૅપ કરો.
અથવા
> ગ્રાહકો પસંદ કરો પર ટૅપ કરો.
તમે ફેરફાર કરવા માગતા હો તે ગ્રાહકો પસંદ કરો,
અથવા
> ઍન્ટ્રીઓ મર્જ કરો પર ટૅપ કરો.
મર્જ કરેલા ગ્રાહક વિભાગમાં, કઈ માહિતીને મર્જ કરવામાં આવી છે અને કઈ માહિતીને કાઢી નાખવામાં આવી છે તેની સમીક્ષા કરો.
વૈકલ્પિક: મર્જ કરતાં પહેલાં પસંદ કરેલી ગ્રાહકની માહિતીમાં ફેરફાર કરવા માટે ફેરફાર કરો પર ટૅપ કરો.
સાચવવા માટે સાચવો અથવા ✓ પર ટૅપ કરો અને પછી કન્ફર્મ કરવા માટે મર્જ કરો પર ટૅપ કરો.
2 કરતાં વધુ ગ્રાહકોને એકસાથે મર્જ કરવા માટે, પ્રત્યેક વધારાની પ્રોફાઇલ માટે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
કોઈ ગ્રાહકનો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખો
જો ગ્રાહક તમને તેમનો વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવાનું કહે છે, તો તમે ડેટા નાબૂદીની વિનંતી સબમિટ કરી શકો છો. ગ્રાહકની વ્યક્તિગત વિગતો જેવી કે તેમનું નામ, ઇમેઇલ, ફોન અને ઍડ્રેસ Shopify ના રેકોર્ડમાંથી હટાવવામાં આવે છે, અને તમે ઇન્સ્ટૉલ કરેલી કોઈપણ ઍપ અને સેલ્સ ચેનલને પણ આ જ વિનંતી મોકલવામાં આવે છે. વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવો એ ગ્રાહક પ્રોફાઇલ ડિલીટ કરવા કરતાં અલગ છે. જ્યારે તમે વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવાની વિનંતી કરો છો, ત્યારે Shopify ગ્રાહકનું નામ અને ઍડ્રેસ જેવી માહિતી રિડેક્ટ કરે છે, પરંતુ પ્રોફાઇલ અને ઑર્ડરનો ઇતિહાસ તમારા Shopify ઍડમિનમાં રહે છે. વિગતવાર પગલાંઓ માટે, ગ્રાહક ડેટા વિનંતીઓ પ્રોસેસ કરવી નો સંદર્ભ લો.
ગ્રાહક પ્રોફાઇલ્સ ડિલીટ કરવી
તમે વ્યક્તિગત ગ્રાહક પ્રોફાઇલ્સ ડિલીટ કરી શકો છો. વૈકલ્પિક રીતે, તમે બલ્કમાં એકથી વધુ ગ્રાહક પ્રોફાઇલ્સ પણ ડિલીટ કરી શકો છો.
જ્યારે કોઈ ગ્રાહક પ્રોફાઇલ ડિલીટ કરવામાં આવે છે, ત્યારે ગ્રાહકનો વ્યક્તિગત ડેટા, જેમ કે તેમનું નામ અને સરનામું, પણ Shopifyના રેકોર્ડ્સમાંથી રિડેક્ટ કરવામાં આવે છે.
ગ્રાહક પ્રોફાઇલ્સ ડિલીટ કરવા સંબંધિત મર્યાદાઓ
નીચેના કિસ્સાઓમાં ગ્રાહક પ્રોફાઇલ્સ ડિલીટ કરી શકાતી નથી:
- GDPR નાબૂદીની વિનંતીને કારણે ગ્રાહકનું પેન્ડિંગ રિડેક્શન છે.
- ગ્રાહક એક શેડ્યૂલ કરેલા ગિફ્ટ કાર્ડનો પ્રાપ્તકર્તા છે જે હજુ સુધી ડિલિવર કરવામાં આવ્યું નથી.
- ગ્રાહકે અગાઉ ક્યારેય સબ્સ્ક્રિપ્શન લીધું હોય.
- ગ્રાહક એક અથવા વધુ ઑર્ડર સાથે સંકળાયેલ છે.
વ્યક્તિગત ગ્રાહક પ્રોફાઇલ્સ ડિલીટ કરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
તમે જે ગ્રાહકની પ્રોફાઇલ ડિલીટ કરવા માગતા હો, તેના નામ પર ક્લિક કરો.
વધુ ક્રિયાઓ > ગ્રાહક ડિલીટ કરો પર ક્લિક કરો.
તમે ગ્રાહક પ્રોફાઇલને ડિલીટ કરવા માગો છો તે કન્ફર્મ કરવા માટે ગ્રાહક ડિલીટ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
આઇકન પર ટૅપ કરો.
ગ્રાહકો પર ટૅપ કરો.
અથવા
> ગ્રાહકો પસંદ કરો પર ટૅપ કરો અને પછી તમે જે ગ્રાહક પ્રોફાઇલ ડિલીટ કરવા માગતા હો તેને પસંદ કરવા માટે ચેકબૉક્સ પર ટૅપ કરો.
ડિલીટ કરો પર ટૅપ કરો.
તમે ગ્રાહક પ્રોફાઇલને ડિલીટ કરવા માગો છો તે કન્ફર્મ કરવા માટે ડિલીટ કરો પર ટૅપ કરો.
બલ્કમાં ગ્રાહક પ્રોફાઇલ્સ ડિલીટ કરો
જો તમે બલ્કમાં એકથી વધુ ગ્રાહક પ્રોફાઇલ્સને ડિલીટ કરવાનો પ્રયાસ કરો છો, તો માત્ર ડિલીટ થઈ શકે તેવી પ્રોફાઇલ્સ જ ડિલીટ થશે. જે ગ્રાહક પ્રોફાઇલ્સ ડિલીટ કરી શકાતી નથી તે તમારી ગ્રાહક સૂચિમાં જ રહેશે.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ગ્રાહકો પર જાઓ.
તમે જેમને ડિલીટ કરવા માગતા હો તે દરેક ગ્રાહક પ્રોફાઇલ પસંદ કરો.
બલ્કમાં ફેરફાર કરો બટનની બાજુમાં આપેલા
આઇકન પર ક્લિક કરો અને પછી ગ્રાહકો ડિલીટ કરો પર ક્લિક કરો.
તમે પસંદ કરેલી ગ્રાહક પ્રોફાઇલ્સ ડિલીટ કરવા માગો છો તે કન્ફર્મ કરવા માટે ડિલીટ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપ માંથી,
આઇકન પર ટૅપ કરો.
ગ્રાહકો પર ટૅપ કરો.
> ગ્રાહકો પસંદ કરો પર ટૅપ કરો અને પછી તમે જે ગ્રાહક પ્રોફાઇલ ડિલીટ કરવા માગતા હો તેને પસંદ કરવા માટે ચેકબૉક્સ પર ટૅપ કરો.
ડિલીટ કરો પર ટૅપ કરો.
તમે ગ્રાહક પ્રોફાઇલને ડિલીટ કરવા માગો છો તે કન્ફર્મ કરવા માટે ડિલીટ કરો પર ટૅપ કરો.
US મિલિટરીનાં શિપિંગ સરનામાં માટેની આવશ્યકતાઓ
USમાં મિલિટરીનાં મેઇલિંગ સરનામાંનું એક યુનિક ફોર્મેટ છે જેને ચોક્કસ રીતે દાખલ કરવું આવશ્યક છે. જો સરનામું ખોટી રીતે દાખલ કરવામાં આવે, તો ઑર્ડર કદાચ ઇચ્છિત પ્રાપ્તકર્તા સુધી ન પણ પહોંચે. US મિલિટરીનાં ત્રણ અલગ-અલગ પ્રકારનાં સરનામાં હોય છે:
- Army/Air Post Office (APO)
- Fleet Post Office (FPO)
- Diplomatic Post Office (DPO)
જો તમને US મિલિટરીના શિપિંગ સરનામાવાળો કોઈ ઑર્ડર મળે છે, તો તમે ઑર્ડર શિપ કરો તે પહેલાં ખાતરી કરો કે સરનામું યોગ્ય રીતે દાખલ કરવામાં આવ્યું છે. જો ગ્રાહક દ્વારા શિપિંગ સરનામું યોગ્ય રીતે દાખલ કરવામાં ન આવ્યું હોય, તો નીચે આપેલા માર્ગદર્શિકાના નિયમોનો ઉપયોગ કરીને ગ્રાહકના સરનામામાં ફેરફાર કરો:
- પ્રાપ્તકર્તાનું નામ નામ બૉક્સમાં દાખલ કરવું આવશ્યક છે, પરંતુ તેમના રેન્કની માહિતી વૈકલ્પિક છે.
- APO સરનામાં માટે, PSC અને બૉક્સ (BOX) બંનેના નંબર સરનામું ફીલ્ડમાં હોવા જરૂરી છે.
- FPO અને DPO સરનામાં માટે, યુનિટ (UNIT) અને બૉક્સ (BOX) બંનેના નંબર સરનામું ફીલ્ડમાં હોવા જરૂરી છે.
- શહેર ફીલ્ડમાં માત્ર APO, FPO અથવા DPO જ સામેલ હોવું જોઈએ. કોઈ શહેરનું નામ દાખલ કરશો નહીં.
- દેશ/પ્રદેશ ફીલ્ડમાં United States પસંદ કરેલું હોવું જોઈએ.
- State ફીલ્ડમાં Armed Forces Americas, Armed Forces Europe અથવા Armed Forces Pacific પસંદ કરવું ફરજિયાત છે. આ સ્થાનો તમારા ગ્રાહક દ્વારા સંક્ષિપ્ત સ્વરૂપમાં AA (Armed Forces America), AE (Armed Forces Europe) અથવા AP (Armed Forces Pacific) તરીકે દાખલ કરવામાં આવ્યા હોઈ શકે છે.
જો તમને સરનામાની અમુક માહિતી વિશે ખાતરી ન હોય, તો વધુ સ્પષ્ટતા માટે ઑર્ડર આપનાર ગ્રાહકનો સંપર્ક કરો.