ડિસ્કાઉન્ટની પદ્ધતિઓ

આકર્ષક પ્રમોશન બનાવવા માટે તમે ડિસ્કાઉન્ટ કોડ અને સ્વચાલિત ડિસ્કાઉન્ટ બંનેનો ઉપયોગ કરી શકો છો. ડિસ્કાઉન્ટ કોડ અને સ્વચાલિત ડિસ્કાઉન્ટના ફાયદા અને જોખમો સમજવાથી તમને તમારા વ્યવસાયિક લક્ષ્ય માટે ડિસ્કાઉન્ટની યોગ્ય પદ્ધતિ પસંદ કરવામાં મદદ મળી શકે છે.

સ્વચાલિત ડિસ્કાઉન્ટ એવા ડિસ્કાઉન્ટ છે, જ્યારે યોગ્યતાની શરતો પૂરી થાય છે ત્યારે તે કાર્ટમાં અને ચેકઆઉટ વખતે ઑટોમૅટિક રીતે લાગુ થાય છે. તેનો સામાન્ય રીતે સમગ્ર સાઇટ પર સેલ, ચોક્કસ કલેક્શન માટેના પ્રમોશન અથવા જથ્થાબંધ ખરીદી માટે ઉપયોગ થાય છે. સ્વચાલિત ડિસ્કાઉન્ટ તમારા ચેકઆઉટને સરળ બનાવવામાં તેમજ ઊંચા કન્વર્ઝન રેટ અને ઑર્ડર મૂલ્યને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે, પરંતુ ગ્રાહકોને કદાચ ખબર ન હોય કે તેમને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને તેમને કદાચ વધુ પડતું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

ડિસ્કાઉન્ટ પદ્ધતિનો સૌથી સામાન્ય પ્રકાર ડિસ્કાઉન્ટ કોડ છે. ડિસ્કાઉન્ટ મેળવવા માટે ગ્રાહકો ચેકઆઉટ વખતે ચોક્કસ કોડ દાખલ કરે છે. તેનો સામાન્ય રીતે ચોક્કસ માર્કેટિંગ વ્યૂહરચનાઓ માટે ઉપયોગ થાય છે, જેમ કે ઇમેઇલ ઝુંબેશ અથવા ભાગીદારી. ડિસ્કાઉન્ટ કોડ વધેલા એન્ગેજમેન્ટ, વિશેષ હોવાની ભાવના અને તાકીદની ભાવના તરફ દોરી શકે છે, પરંતુ ભૂલાઈ ગયેલા ડિસ્કાઉન્ટ કોડને લીધે કાર્ટ છોડી દેવાનું પ્રમાણ વધી શકે છે.

આ બે પદ્ધતિઓ તમને વિવિધ રીતે ડિસ્કાઉન્ટ આપવા દે છે:

  • જો તમે તમારા હાલના ગ્રાહકોના કોઈ ચોક્કસ સમૂહને ઇમેઇલ ઝુંબેશ મોકલવા માંગતા હોવ, તો તમે તેમાં એક ડિસ્કાઉન્ટ કોડ સામેલ કરી શકો છો, જેને તેઓ ચેકઆઉટ વખતે દાખલ કરી શકે.
  • જો તમે કોઈ ચોક્કસ રજા દરમિયાન દરેક ઑર્ડર પર મફત શિપિંગ માટે પ્રમોશન ચલાવવા માંગતા હોવ, તો ડિસ્કાઉન્ટનો એક સીમલેસ અનુભવ બનાવવા માટે તમે બધા ગ્રાહકો માટે સ્વચાલિત ડિસ્કાઉન્ટ ઉમેરી શકો છો.

ડિસ્કાઉન્ટની પદ્ધતિઓ તમામ ડિસ્કાઉન્ટના પ્રકારો પર લાગુ થાય છે. ડિસ્કાઉન્ટના પ્રકારો વિશે વધુ જાણો.

આ વિભાગમાં