ડિસ્કાઉન્ટ કોડ

ડિસ્કાઉન્ટ કોડ એ ડિસ્કાઉન્ટ પદ્ધતિનો સૌથી સામાન્ય પ્રકાર છે. ગ્રાહકો ડિસ્કાઉન્ટ મેળવવા માટે ચેકઆઉટ વખતે ચોક્કસ કોડ દાખલ કરે છે. ઇમેઇલ ઝુંબેશ અથવા ભાગીદારી જેવી ચોક્કસ માર્કેટિંગ વ્યૂહરચનાઓ માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. ડિસ્કાઉન્ટ કોડથી સહભાગિતા, વિશેષતાની ભાવના અને તાકીદની ભાવના વધી શકે છે, પરંતુ ભૂલી ગયેલા ડિસ્કાઉન્ટ કોડને કારણે લોકો કાર્ટ પડતું મૂકી શકે છે.

જ્યારે તમે નવો ડિસ્કાઉન્ટ કોડ બનાવો છો, ત્યારે તે તમારા Shopify ઍડમિનના ડિસ્કાઉન્ટ વિભાગમાં પ્રદર્શિત થાય છે. આ ડિસ્કાઉન્ટ કોડનું વિતરણ કરવા માટે, તમે તમારા ગ્રાહકોને ઇમેઇલ દ્વારા કોડ મોકલી શકો છો અથવા તેને તમારા ઑનલાઇન સ્ટોર પર પ્રદર્શિત કરી શકો છો. ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારા ગ્રાહકોએ ચેકઆઉટ દરમિયાન કોડ દાખલ કરવો જરૂરી છે.

જ્યારે તમે ડિસ્કાઉન્ટ કોડ બનાવો છો, ત્યારે તમે નીચેની વિગતો કન્ફિગર કરી શકો છો:

  • તારીખો કે જેના માટે કોડ માન્ય છે
  • કોડનો કેટલી વાર ઉપયોગ થઈ શકે તેની સંખ્યા
  • કોડનો ઉપયોગ થઈ શકે તે પહેલાંની ન્યૂનતમ ઑર્ડરની રકમ
  • ડિસ્કાઉન્ટ કઈ પ્રોડક્ટ, કલેક્શન અથવા વેરિઅન્ટ પર લાગુ થઈ શકે છે તે
  • શું ડિસ્કાઉન્ટ અન્ય ડિસ્કાઉન્ટ ક્લાસ સાથે સંયોજિત થાય છે કે કેમ

જો તમે Shopify POS નો ઉપયોગ કરતા હોવ તો તમારા ગ્રાહકો તમારા ઑનલાઇન સ્ટોરમાં અને રૂબરૂમાં ડિસ્કાઉન્ટ કોડ રિડીમ કરી શકે છે.

તમારા ડિસ્કાઉન્ટ કોડ સેટ થઈ જાય, તે પછી તમે તમારા ડિસ્કાઉન્ટ કોડનો કેટલી વાર ઉપયોગ થઈ રહ્યો છે તે જાણવા માટે ડિસ્કાઉન્ટ મુજબ વેચાણ રિપોર્ટનો ઉપયોગ કરી શકો છો.

ડિસ્કાઉન્ટ કોડ બનાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

તમે ડિસ્કાઉન્ટ કોડ બનાવો તે પહેલાં, નીચેની ધ્યાનમાં રાખવા જેવી બાબતોની સમીક્ષા કરો:

  • ડિસ્કાઉન્ટ કોડ 100 જેટલા ચોક્કસ ગ્રાહકો, પ્રોડક્ટ અને વેરિઅન્ટ પર લાગુ થઈ શકે છે. જો તમે આ મર્યાદા વટાવો છો, તો પછી એક ભૂલનો મેસેજ પ્રદર્શિત થાય છે: આ ડિસ્કાઉન્ટ કોડમાં 1 ભૂલ છે: આઇટમના અધિકારો મહત્તમ સંખ્યા કરતાં વધી ગયા છે.
  • દરેક સ્ટોર માટે 2,00,00,000 યુનિક ડિસ્કાઉન્ટ કોડની કુલ મર્યાદા છે. તમારો સ્ટોર આ મર્યાદાએ પહોંચ્યા પછી, નવા ડિસ્કાઉન્ટ કોડ બનાવવા માટે તમે ડિસ્કાઉન્ટ કોડ ડિલીટ કરી શકો છો. થર્ડ-પાર્ટી ઍપ અને કસ્ટમ સૉલ્યુશન આ મર્યાદાને બાયપાસ કરી શકતા નથી કે તેમાં વધારો કરી શકતા નથી.
  • તમારા સ્ટોરના ચેકઆઉટ URLમાં ડિસ્કાઉન્ટ કોડના નામ યોગ્ય રીતે ઉમેરવામાં આવ્યા છે તેની ખાતરી કરવા માટે, ડિસ્કાઉન્ટ કોડના નામમાં વિશેષ અક્ષરોનો ઉપયોગ કરવાનું ટાળો.
  • જો તમે શરૂઆત અને સમાપ્તિના સમય સાથે કોઈ ડિસ્કાઉન્ટ બનાવો છો, તો તે સમય તમે તમારા Shopify ઍડમિનમાં પસંદ કરેલા ટાઇમ ઝોન પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, જો તમારા સ્ટોરનો ટાઇમ ઝોન ઇસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઇમ (EST) હોય અને તમે શરૂઆતની તારીખ તરીકે 26 નવેમ્બર પસંદ કરો, તો તમારું ડિસ્કાઉન્ટ 26 નવેમ્બરે 12:00 વાગ્યે (EST) શરૂ થાય છે.
  • ગ્રાહક દીઠ મહત્તમ એકના વપરાશવાળું ડિસ્કાઉન્ટ ફક્ત તે ચોક્કસ ડિસ્કાઉન્ટ પર જ લાગુ પડે છે. જો તમે તે ડિસ્કાઉન્ટ ડિલીટ કરો છો અને પછી સમાન મહત્તમ વપરાશ પ્રતિબંધ સાથે ડુપ્લિકેટ ઉમેરો છો, તો અગાઉના ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી ચૂકેલા ગ્રાહકો પણ આ નવા ડિસ્કાઉન્ટનો ઉપયોગ એકવાર કરી શકે છે.
  • જો કોઈ ગ્રાહક ચેકઆઉટ વખતે ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરે છે, તો તે તેમની ખરીદી પછીની ઑફર પર લાગુ થશે નહીં.
  • ડિસ્કાઉન્ટ કોડ ચેકઆઉટ પરના ખરીદી પછીના પેજ પર લાગુ કરી શકાતા નથી.