X ખરીદો અને Y મેળવો ડિસ્કાઉન્ટ

X ખરીદો અને Y મેળવો પ્રમોશન, નવા ગ્રાહકોને તમારી પ્રોડક્ટ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાની અને વફાદાર ગ્રાહકને રિવાર્ડ આપવાની લોકપ્રિય રીત છે. તમે તમારા વેચાણ અને નફામાં વધારો કરવા તેમજ ધીમે વેચાતી ઇન્વેન્ટરી વેચવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. તમે જે ડિસ્કાઉન્ટ બનાવો છો તે તમારા Shopify ઍડમિનના ડિસ્કાઉન્ટ પેજ પર પ્રદર્શિત થાય છે.

ઉદાહરણ તરીકે, તમારું કોઈ એવું પ્રમોશન છે જે ગ્રાહકોને કોઈપણ ટી-શર્ટ ખરીદવા પર મફત હૅટ ઑફર કરે છે. X ખરીદો અને Y મેળવો પ્રમોશન સાથે, તમે ગ્રાહકોને આખા ઑર્ડર માટે એક મફત હૅટ ઑફર કરી શકો છો અથવા તમે તેમને તેમના ઑર્ડરમાં સામેલ પ્રત્યેક ટી-શર્ટ માટે એક મફત હૅટ ઑફર કરી શકો છો. તમે એવો ડિસ્કાઉન્ટ કોડ પણ બનાવી શકો છો કે જ્યારે ગ્રાહકના કાર્ટનું કુલ મૂલ્ય ચોક્કસ રકમ કરતાં વધારે હોય ત્યારે હૅટની કિંમત મફત સેટ થઈ જાય.

X ખરીદો અને Y મેળવો પ્રમોશન માટે તમે ડિસ્કાઉન્ટ કોડ અથવા સ્વચાલિત ડિસ્કાઉન્ટ બનાવી શકો છો. Shopify POSમાં ડિસ્કાઉન્ટ મેનેજમેન્ટ વિશે વધુ જાણો.

X ખરીદો અને Y મેળવો ડિસ્કાઉન્ટ માટેની વિચારણાઓ

  • પોતાના રિટેલ લોકેશન માટે POS Lite સબ્સ્ક્રિપ્શન પ્લાનનો ઉપયોગ કરતા સ્ટોર માટે, X ખરીદો અને Y મેળવો ડિસ્કાઉન્ટનો ઉપયોગ ફક્ત તમારા ઑનલાઇન સ્ટોરના ચેકઆઉટમાં જ થઈ શકે છે. આ ડિસ્કાઉન્ટ રિટેલ લોકેશન પર ચેકઆઉટ વખતે લાગુ કરી શકાતા નથી.
  • POS Pro સબ્સ્ક્રિપ્શન પ્લાન પરના કોઈપણ રિટેલ લોકેશન માટે, X ખરીદો અને Y મેળવો ડિસ્કાઉન્ટ તમારા ઑનલાઇન સ્ટોર અને POS ચેકઆઉટ બંનેમાં ઉપલબ્ધ છે.
  • ગ્રાહકોએ તેમના કાર્ટમાં તમામ આઇટમ જાતે જ ઉમેરવી પડશે. મફત અથવા ડિસ્કાઉન્ટવાળી “મેળવો” આઇટમ ક્યારેય કાર્ટમાં ઑટોમૅટિક રીતે ઉમેરાતી નથી.
  • ડિસ્કાઉન્ટ કોડ માટે, ગ્રાહકોએ તેમના કાર્ટમાં તમામ લાગુ પડતી પ્રોડક્ટ ઉમેરવાની રહેશે અને પછી ચેકઆઉટ વખતે ડિસ્કાઉન્ટ કોડ દાખલ કરવાનો રહેશે.
  • સ્વચાલિત ડિસ્કાઉન્ટ માટે, ગ્રાહકોએ તેમના કાર્ટમાં તમામ લાગુ પડતી પ્રોડક્ટ ઉમેરવાની રહેશે અને પછી ડિસ્કાઉન્ટ ઑટોમૅટિક રીતે લાગુ થઈ જશે.
  • Shopify ઍડમિનમાં બનાવેલ X ખરીદો અને Y મેળવો ડિસ્કાઉન્ટ ચેકઆઉટ પરના ખરીદી પછીના પેજ પર લાગુ થતા નથી.
  • ડિસ્કાઉન્ટ કયા સમયે શરૂ અને સમાપ્ત થાય છે તેનો આધાર તમે તમારા Shopify ઍડમિનમાં પસંદ કરેલા ટાઇમ ઝોન પર રહેલો છે. ઉદાહરણ તરીકે, જો તમારા સ્ટોરનો ટાઇમ ઝોન ઇસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઇમ (EST) હોય અને તમે શરૂઆતની તારીખ તરીકે 26 નવેમ્બર પસંદ કરો, તો તમારું ડિસ્કાઉન્ટ 26 નવેમ્બરે 12:00 વાગ્યે (EST) શરૂ થશે.

ખરીદીની લઘુત્તમ આવશ્યકતાઓને સમજવી

જ્યારે તમે X ખરીદો અને Y મેળવો ડિસ્કાઉન્ટ બનાવો ત્યારે તમે ખરીદીની લઘુત્તમ રકમ સેટ કરી શકો છો. ખરીદીની લઘુત્તમ રકમમાં ફક્ત પ્રોડક્ટની કિંમતોની જ ગણતરી થાય છે અને આ રકમમાં શિપિંગ ખર્ચ તથા કર ક્યારેય સામેલ હોતા નથી.

તમારા ડિસ્કાઉન્ટના નીચે જણાવેલા અન્ય પાસાઓ સાથે, X ખરીદો અને Y મેળવો ડિસ્કાઉન્ટના ગ્રાહક ખરીદે છે ભાગમાં સામેલ પ્રોડક્ટની જ ખરીદીની લઘુત્તમ રકમ માટે ગણતરી થાય છે:

  • જો ડિસ્કાઉન્ટ ચોક્કસ પ્રોડક્ટ અથવા કલેક્શન પર લાગુ થતું હોય, તો માત્ર તે જ પ્રોડક્ટની ખરીદીની લઘુત્તમ રકમ માટે ગણતરી થાય છે.
  • જો ડિસ્કાઉન્ટ માત્ર એક વખતની ખરીદી અથવા માત્ર સબ્સ્ક્રિપ્શન પર જ લાગુ થતું હોય, તો માત્ર તે જ પ્રકારની પ્રોડક્ટની ખરીદીની લઘુત્તમ રકમ માટે ગણતરી થાય છે.
  • અન્ય પરિસ્થિતિઓમાં, કાર્ટમાં રહેલી તમામ ગ્રાહક ખરીદે છે પ્રોડક્ટની ખરીદીની લઘુત્તમ રકમ માટે ગણતરી થાય છે.

અન્ય કોઈ ડિસ્કાઉન્ટ લાગુ થાય તે પહેલાં, ખરીદીની લઘુત્તમ રકમ માટે પ્રોડક્ટની તેમની સંપૂર્ણ કિંમતે ગણતરી કરવામાં આવે છે. જો કોઈ આઇટમ પર અન્ય કોઈ ડિસ્કાઉન્ટ પહેલેથી જ લાગુ કરવામાં આવ્યું હોય, તો તે આઇટમની ખરીદીની લઘુત્તમ રકમ માટે બિલકુલ ગણતરી કરવામાં આવતી નથી. આવું માત્ર એવા ડિસ્કાઉન્ટના કિસ્સામાં જ થાય છે જેને એકસાથે સંયોજિત કરી શકાય છે. એવું ડિસ્કાઉન્ટ જેને તમારા X ખરીદો અને Y મેળવો ડિસ્કાઉન્ટ સાથે સંયોજિત કરી શકાતું નથી, તે ક્યારેય એક જ સમયે લાગુ થતું નથી, તેથી તે ક્યારેય ખરીદીની લઘુત્તમ રકમમાં ફેરફાર કરતું નથી. ડિસ્કાઉન્ટને સંયોજિત કરવા વિશે વધુ જાણો.

જ્યારે ગ્રાહક દ્વારા ખરીદવામાં આવતા ગિફ્ટ કાર્ડ તમે ડિસ્કાઉન્ટ માટે પસંદ કરેલી પ્રોડક્ટ અથવા કલેક્શનમાં સામેલ હોય, ત્યારે તેની ગણતરી ગ્રાહક ખરીદે છે રકમમાં કરવામાં આવે છે. ચુકવણી તરીકે ઉપયોગમાં લેવાતા ગિફ્ટ કાર્ડ અને સ્ટોર ક્રેડિટથી રકમ પર અસર થતી નથી, કારણ કે ડિસ્કાઉન્ટની ગણતરી કર્યા પછી તે ઑર્ડરની કુલ રકમ પર લાગુ થાય છે.

X ખરીદો Y મેળવો ડિસ્કાઉન્ટ કોડ બનાવો

પ્રમોશન લાગુ કરવા માટે તમારા ગ્રાહકો ઑનલાઇન સ્ટોર ચેકઆઉટમાં X ખરીદો Y મેળવો ડિસ્કાઉન્ટ કોડનો ઉપયોગ કરી શકે છે.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, ડિસ્કાઉન્ટ પર જાઓ.

  2. ડિસ્કાઉન્ટ બનાવો પર ક્લિક કરો.

  3. ડિસ્કાઉન્ટનો પ્રકાર પસંદ કરો મેનૂમાં, X ખરીદો Y મેળવો પર ક્લિક કરો.

  4. પદ્ધતિ વિભાગમાં, ડિસ્કાઉન્ટ કોડ પસંદ કરો.

  5. ડિસ્કાઉન્ટ કોડ ફીલ્ડમાં, તમારા ડિસ્કાઉન્ટ કોડ માટે નામ દાખલ કરો, ઉદાહરણ તરીકે buyonegetonefree. રેન્ડમ ડિસ્કાઉન્ટ કોડ જનરેટ કરવા માટે, રેન્ડમ કોડ જનરેટ કરો પર ક્લિક કરો.

  6. વૈકલ્પિક: POS Pro સબ્સ્ક્રિપ્શન ધરાવતા તમારા રિટેલ લોકેશનમાં ડિસ્કાઉન્ટ ઑફર કરવા માટે, વેચાણ ચૅનલ વિભાગમાં, પૉઇન્ટ ઑફ સેલ પસંદ કરો.

  7. ગ્રાહક ખરીદે છે વિભાગમાં, નીચેના સેટિંગ્સ કન્ફિગર કરો:

    1. આઇટમનો ન્યૂનતમ જથ્થો અથવા ન્યૂનતમ ખરીદીની રકમ પસંદ કરો.
    2. ગ્રાહકે ખરીદવી જરૂરી હોય તેવી આઇટમની સંખ્યા સેટ કરો અથવા ડિસ્કાઉન્ટ માટે પાત્ર થવા માટે ગ્રાહકે ખર્ચવી જરૂરી હોય તેવી રકમ સેટ કરો.
    3. આમાંથી કોઈપણ આઇટમ વિભાગમાં, ચોક્કસ પ્રોડક્ટ અથવા ચોક્કસ કલેક્શન પસંદ કરો.
    4. પ્રમોશનમાં પ્રોડક્ટ અથવા કલેક્શન ઉમેરવા માટે શોધ ફીલ્ડનો ઉપયોગ કરો અથવા બ્રાઉઝ કરો પર ક્લિક કરો. જો તમે ડિસ્કાઉન્ટમાંથી કોઈ પ્રોડક્ટ અથવા કલેક્શન હટાવવા માગતા હો, તો X પર ક્લિક કરો.
  8. ગ્રાહક મેળવે છે વિભાગમાં, નીચેના સેટિંગ્સ કન્ફિગર કરો:

    1. ગ્રાહકને જેના પર ડિસ્કાઉન્ટ મળે છે તે આઇટમનો જથ્થો સેટ કરો.
    2. આમાંથી કોઈપણ આઇટમ વિભાગમાં, ચોક્કસ પ્રોડક્ટ અથવા ચોક્કસ કલેક્શન પસંદ કરો.
    3. ડિસ્કાઉન્ટ માટે પાત્ર હોય તેવી પ્રોડક્ટ અથવા કલેક્શન ઉમેરવા માટે શોધ ફીલ્ડનો ઉપયોગ કરો અથવા બ્રાઉઝ કરો પર ક્લિક કરો. જો તમે કોઈ પ્રોડક્ટ અથવા કલેક્શન હટાવવા માગતા હો, તો તેને સૂચિમાંથી ડિલીટ કરવા માટે X પર ક્લિક કરો.
    4. ડિસ્કાઉન્ટવાળા મૂલ્ય પર વિભાગમાં, ટકાવારી, દરેક પર રકમની છૂટ અથવા મફત પસંદ કરો.
    5. ઑર્ડર દીઠ ઉપયોગની મહત્તમ સંખ્યા સેટ કરવા માટે, ઑર્ડર દીઠ ઉપયોગની મહત્તમ સંખ્યા સેટ કરો ચેક કરો અને પછી દરેક ઑર્ડર પર આ પ્રમોશન લાગુ થઈ શકે તે માટેની મહત્તમ વખત દાખલ કરો.
  9. પાત્રતા વિભાગમાં, પસંદ કરો કે કયા ગ્રાહકો તમારા ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકે છે:

    • તમારું ડિસ્કાઉન્ટ તમામ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે, તમામ ગ્રાહકો પસંદ કરો.
    • તમારું ડિસ્કાઉન્ટ ચોક્કસ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે, ચોક્કસ ગ્રાહકો પસંદ કરો, તમે જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
    • તમારું ડિસ્કાઉન્ટ ચોક્કસ ગ્રાહક સેગમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવા માટે, ગ્રાહક સેગમેન્ટ પસંદ કરો, તમે જેને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તે ગ્રાહક સેગમેન્ટને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
    • માત્ર ચોક્કસ માર્કેટમાં ગ્રાહકોને તમારું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવવા માટે, માર્કેટ પસંદ કરો, તમે જે માર્કેટને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તેને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
  10. જો તમે ડિસ્કાઉન્ટના ઉપયોગને મર્યાદિત કરવા માગતા હો, તો મહત્તમ ડિસ્કાઉન્ટના ઉપયોગ વિભાગમાંના એક અથવા વધુ વિકલ્પો ચેક કરો:

    • આ ડિસ્કાઉન્ટનો કુલ કેટલી વખત ઉપયોગ કરી શકાય તેની મર્યાદા તમને તમારા સ્ટોર પર ડિસ્કાઉન્ટનો મહત્તમ કેટલી વખત ઉપયોગ કરી શકાય તે સેટ કરવા દે છે. ઉદાહરણ તરીકે, 200 ની મર્યાદા સેટ કરવાથી તમામ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ કોડનો 200 વખત ઉપયોગ કરવાની મંજૂરી મળે છે. જો તમે આ સેટિંગ પસંદ કરો છો, તો પણ દરેક ગ્રાહક એકથી વધુ વખત ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકશે.
    • ગ્રાહક દીઠ એક સુધી મર્યાદિત કરો તમને ગ્રાહકના ઇમેઇલ ઍડ્રેસ અથવા ફોન નંબરને ડિસ્કાઉન્ટ કોડના એક ઉપયોગ સુધી મર્યાદિત કરવા દે છે.
  11. ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટ કોડને અન્ય ડિસ્કાઉન્ટ કોડ સાથે જોડવા દેવા માટે, સંયોજનો વિભાગમાં, ડિસ્કાઉન્ટ કોડના એવા વર્ગોને ચેક કરો કે જેની સાથે સંયોજિત થવા માટે તમે આ ડિસ્કાઉન્ટને પાત્ર બનાવવા માગતા હો.

  12. સક્રિય તારીખો વિભાગમાં, નીચેના સેટિંગ્સ કન્ફિગર કરો:

    • ડિસ્કાઉન્ટ માટે પ્રારંભ તારીખ સેટ કરવા માટે કૅલેન્ડરનો ઉપયોગ કરો.
    • જો તમે ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ સેટ કરવા માગતા હો, તો સમાપ્તિ તારીખ સેટ કરો પર ક્લિક કરો અને ડિસ્કાઉન્ટ ક્યારે સમાપ્ત થશે તે પસંદ કરવા માટે કૅલેન્ડરનો ઉપયોગ કરો. જો તમે તમારા ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ પસંદ કરતા નથી, તો તે સમાપ્ત થતું નથી. જો તમે માગતા હો કે ડિસ્કાઉન્ટ માત્ર એક જ દિવસ માટે માન્ય રહે, તો પ્રારંભ તારીખ અને સમાપ્તિ તારીખ બંને માટે સમાન કૅલેન્ડર દિવસ પસંદ કરો.
  13. વૈકલ્પિક: તમારી ડિસ્કાઉન્ટની સૂચિને ફિલ્ટર કરવામાં મદદ કરવા માટે તમારા ડિસ્કાઉન્ટમાં ગ્રૂપિંગ ટૅગ ઉમેરો. ટૅગ વિભાગમાં, Plus circle ટૅગ ઉમેરો પર ક્લિક કરો અને પછી તમારા ડિસ્કાઉન્ટમાં ઉમેરવા માટે ટૅગ શોધો અથવા દાખલ કરો.

  14. ડિસ્કાઉન્ટ બનાવવા માટે સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપમાંથી, Menu આઇકન પર ટૅપ કરો.

  2. ડિસ્કાઉન્ટ પર ટૅપ કરો.

  3. Plus circle આઇકન પર ટૅપ કરો.

  4. ડિસ્કાઉન્ટનો પ્રકાર પસંદ કરો મેનૂમાંથી, X ખરીદો Y મેળવો પર ટૅપ કરો.

  5. પદ્ધતિ વિભાગમાં, ખાતરી કરો કે ડિસ્કાઉન્ટ કોડ પસંદ કરેલ છે. તે ડિફૉલ્ટ વિકલ્પ છે.

  6. ડિસ્કાઉન્ટ કોડ ફીલ્ડમાં, નવા ડિસ્કાઉન્ટ કોડ માટે નામ દાખલ કરો, ઉદાહરણ તરીકે buyonegetonefree. રેન્ડમ ડિસ્કાઉન્ટ કોડ જનરેટ કરવા માટે, Refresh આઇકન પર ટૅપ કરો.

  7. ગ્રાહક ખરીદે છે વિભાગમાં, નીચેના સેટિંગ્સ કન્ફિગર કરો:

    1. આઇટમનો ન્યૂનતમ જથ્થો અથવા ન્યૂનતમ ખરીદીની રકમ પર ટૅપ કરો.
    2. ગ્રાહકે ખરીદવી જરૂરી હોય તેવી આઇટમની સંખ્યા સેટ કરો અથવા ડિસ્કાઉન્ટ માટે પાત્ર થવા માટે ગ્રાહકે ખર્ચવી જરૂરી હોય તેવી રકમ સેટ કરો.
    3. આમાંથી કોઈપણ આઇટમ વિભાગમાં, પસંદ કરો કે તમે પાત્ર આઇટમ તરીકે પ્રોડક્ટ અથવા કલેક્શનને સામેલ કરવા માગો છો કે કેમ.
    4. ખરીદીનો પ્રકાર પસંદ કરો. જો તમારા સ્ટોર પર સબ્સ્ક્રિપ્શન સક્રિય હોય, તો તમે પ્રોડક્ટને એક વખતની ખરીદી, સબ્સ્ક્રિપ્શન અથવા બંને તરીકે સેટ કરી શકો છો.
    5. Plus circle ઉમેરો પર ટૅપ કરો અને પછી પ્રમોશનમાં ઉમેરવા માટે પ્રોડક્ટ અથવા કલેક્શન પસંદ કરો. જો તમે કોઈ પ્રોડક્ટ અથવા કલેક્શન હટાવવા માગતા હો, તો તેને સૂચિમાંથી ડિલીટ કરવા માટે નાપસંદ કરો.
  8. ગ્રાહક મેળવે છે વિભાગમાં, નીચેના સેટિંગ્સ કન્ફિગર કરો:

    1. ડિસ્કાઉન્ટ મેળવવા માટે ગ્રાહકે તેમના કાર્ટમાં ઉમેરવી જરૂરી હોય તેવી આઇટમનો જથ્થો સેટ કરો.
    2. આમાંથી કોઈપણ આઇટમ વિભાગમાં, પસંદ કરો કે તમે ડિસ્કાઉન્ટવાળી આઇટમ તરીકે પ્રોડક્ટ કે કલેક્શનને શામેલ કરવા માગો છો.
    3. Plus circle ઍડ કરો પર ટૅપ કરો અને ડિસ્કાઉન્ટ મેળવવા માટે ગ્રાહકે તેમના કાર્ટમાં જે પ્રોડક્ટ અથવા કલેક્શન ઉમેરવાં આવશ્યક છે તેને પસંદ કરો. જો તમે કોઈ પ્રોડક્ટ કે કલેક્શન હટાવવા માગતા હો, તો તેને સૂચિમાંથી ડિલીટ કરવા માટે નાપસંદ કરો.
    4. ડિસ્કાઉન્ટવાળા મૂલ્ય પર વિભાગમાં, ગ્રાહકો નિર્ધારિત સંખ્યામાં આઇટમ ખરીદે ત્યારે તેઓ જે ડિસ્કાઉન્ટવાળું મૂલ્ય પ્રાપ્ત કરે તે પસંદ કરો. જો તમે ટકાવારી ડિસ્કાઉન્ટ ઑફર કરવા માગતા હો, તો ટકાવારી પર ટૅપ કરો. જો તમે દરેક આઇટમ પર રકમની છૂટ ઑફર કરવા માગતા હો, તો દરેક પરની છૂટની રકમ પર ટૅપ કરો. જો તમે આઇટમ મફતમાં ઑફર કરવા માગતા હો, તો મફત પર ટૅપ કરો.
    5. જો તમે ટકાવારી ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યાં હો, તો મૂલ્ય દાખલ કરો.
    6. ડિસ્કાઉન્ટનો ઉપયોગ ડિફૉલ્ટ રૂપે અમર્યાદિત હોય છે. ઉપયોગ પર મર્યાદા ઉમેરવા માટે, ઑર્ડર દીઠ ઉપયોગ પર ટૅપ કરો અને ઑર્ડર દીઠ મહત્તમ ઉપયોગની સંખ્યા સેટ કરોને ચેક કરો. પછી માત્રા હેઠળ એક સંખ્યા ઉમેરો.
  9. પાત્રતા વિભાગમાં, પસંદ કરો કે કયા ગ્રાહકો તમારા ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકે છે:

    • તમારું ડિસ્કાઉન્ટ તમામ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે, તમામ ગ્રાહકો પસંદ કરો.
    • તમારું ડિસ્કાઉન્ટ ચોક્કસ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે, ચોક્કસ ગ્રાહકો પસંદ કરો, તમે જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
    • તમારું ડિસ્કાઉન્ટ ચોક્કસ ગ્રાહક સેગમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવા માટે, ગ્રાહક સેગમેન્ટ પસંદ કરો, તમે જેને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તે ગ્રાહક સેગમેન્ટને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
    • માત્ર ચોક્કસ માર્કેટમાં ગ્રાહકોને તમારું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવવા માટે, માર્કેટ પસંદ કરો, તમે જે માર્કેટને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તેને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
  10. મહત્તમ ડિસ્કાઉન્ટ ઉપયોગ વિભાગમાં, ડિસ્કાઉન્ટના ઉપયોગની મહત્તમ મર્યાદા સેટ કરવા માટે નીચે આપેલા વિકલ્પોમાંથી એક અથવા વધુ વિકલ્પ પર ટૅપ કરો અને તેમને ચેક કરો:

    • આ ડિસ્કાઉન્ટનો કુલ કેટલી વાર ઉપયોગ કરી શકાય તેની મર્યાદા તમને ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકાય તે કુલ સંખ્યા સેટ કરવા દે છે. ઉદાહરણ તરીકે, 200ની મર્યાદા સેટ કરવાથી તમારા ગ્રાહક આધારમાં ડિસ્કાઉન્ટ કોડનો 200 વખત ઉપયોગ કરવાની મંજૂરી મળે છે. જો તમે આ સેટિંગ પસંદ કરો, તો ગ્રાહકો ડિસ્કાઉન્ટનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકે છે.
    • ગ્રાહક દીઠ એક સુધી મર્યાદિત કરો ગ્રાહક દીઠ એક ઉપયોગ સુધી ડિસ્કાઉન્ટને મર્યાદિત કરવા માટે ગ્રાહકના ઇમેઇલ ઍડ્રેસ અથવા ફોન નંબરને ટ્રૅક કરે છે. આ ફક્ત નિશ્ચિત મૂલ્યના ડિસ્કાઉન્ટ પર લાગુ થાય છે.
  11. ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટ કોડને અન્ય ડિસ્કાઉન્ટ કોડ સાથે જોડવા દેવા માટે, સંયોજનો વિભાગમાં, ડિસ્કાઉન્ટ કોડના એવા વર્ગોને ચેક કરો કે જેની સાથે સંયોજિત થવા માટે તમે આ ડિસ્કાઉન્ટને પાત્ર બનાવવા માગતા હો.

  12. ડિસ્કાઉન્ટ માટે પ્રારંભ તારીખ સેટ કરવા સક્રિય તારીખો પર ટૅપ કરો. જો તમે ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ સેટ કરવા માગતા હો, તો સમાપ્તિ તારીખ સેટ કરો પર ટૅપ કરો અને ડિસ્કાઉન્ટ ક્યારે સમાપ્ત થશે તે પસંદ કરવા માટે સમાપ્તિ તારીખના કૅલેન્ડરનો ઉપયોગ કરો. જો તમે તમારા ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ પસંદ કરતા નથી, તો તેની સમાપ્તિ થતી નથી. જો તમે ઇચ્છતા હો કે ડિસ્કાઉન્ટ માત્ર એક જ દિવસ માટે માન્ય રહે, તો પ્રારંભ તારીખ અને સમાપ્તિ તારીખ બંને માટે સમાન કૅલેન્ડર દિવસ પસંદ કરો.

  13. વૈકલ્પિક: POS Pro સબ્સ્ક્રિપ્શન સાથે તમારા રિટેલ લોકેશન પર ડિસ્કાઉન્ટ ઑફર કરવા માટે, વેચાણ ચૅનલ ઍક્સેસ વિભાગમાં, પૉઇન્ટ ઑફ સેલ પસંદ કરો.

  14. વૈકલ્પિક: તમને તમારી ડિસ્કાઉન્ટની સૂચિને ફિલ્ટર કરવામાં સહાય કરવા માટે તમારા ડિસ્કાઉન્ટમાં ગ્રૂપિંગ ટૅગ ઉમેરો. ટૅગ વિભાગમાં, Plus circle ટૅગ ઍડ કરો પર ટૅપ કરો અને પછી તમારા ડિસ્કાઉન્ટમાં ઉમેરવા માટે કોઈ ટૅગ શોધો અથવા દાખલ કરો.

  15. સાચવો અથવા ✓ પર ટૅપ કરો.

એક સ્વચાલિત Buy X get Y ડિસ્કાઉન્ટ બનાવો

Buy X get Y ડિસ્કાઉન્ટની બે વિવિધતાઓ છે. એકમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે ગ્રાહકે નિર્દિષ્ટ માત્રામાં પ્રોડક્ટ ખરીદવી આવશ્યક છે અને બીજામાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે તેમણે નિર્દિષ્ટ રકમ ખર્ચવી આવશ્યક છે.

ડિસ્કાઉન્ટ મફત પ્રોડક્ટ, કિંમત પર ટકાવારીની છૂટ અથવા કિંમત પર રકમની છૂટ હોઈ શકે છે. જો તમે મફત પ્રોડક્ટ ઑફર કરી રહ્યાં હો, તો તે મહત્વપૂર્ણ છે કે તમારી પાસે પર્યાપ્ત ઇન્વેન્ટરી હોય. જો મફત પ્રોડક્ટની ઇન્વેન્ટરી ઘટીને શૂન્ય થઈ જાય, તો પ્રોડક્ટ વેચાઈ ગઈ હોવાનું ડિસ્પ્લે થાય છે અને ગ્રાહકો ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકતા નથી. જો તમે રકમની છૂટ ઑફર કરી રહ્યાં હો, તો દરેક આઇટમ પરથી રકમ ઘટાડવામાં આવશે.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, ડિસ્કાઉન્ટ પર જાઓ.

  2. ડિસ્કાઉન્ટ પેજ પરથી, ડિસ્કાઉન્ટ બનાવો પર ક્લિક કરો.

  3. ડિસ્કાઉન્ટનો પ્રકાર પસંદ કરો મેનૂ પરથી, Buy X get Y પર ક્લિક કરો.

  4. પદ્ધતિ હેઠળ, સ્વચાલિત ડિસ્કાઉન્ટ પસંદ કરો.

  5. શીર્ષક વિભાગમાં, સ્વચાલિત ડિસ્કાઉન્ટ માટે કોઈ નામ દાખલ કરો (ઉદાહરણ તરીકે, buyonegetonefree).

  6. વૈકલ્પિક: POS Pro સબ્સ્ક્રિપ્શન સાથે તમારા રિટેલ લોકેશન પર ડિસ્કાઉન્ટ ઑફર કરવા માટે, POS Pro લોકેશન પર લાગુ કરો પસંદ કરો.

  7. ગ્રાહક ખરીદે છે વિભાગમાં, નીચેના સેટિંગ્સ કન્ફિગર કરો:

    • આઇટમની ન્યૂનતમ માત્રા અથવા ન્યૂનતમ ખરીદીની રકમ પસંદ કરો.
    • ગ્રાહકે ખરીદવી જરૂરી હોય તેવી આઇટમની સંખ્યા સેટ કરો અથવા ડિસ્કાઉન્ટ માટે પાત્ર થવા માટે ગ્રાહકે ખર્ચવી જરૂરી હોય તેવી રકમ સેટ કરો.
    • આમાંથી કોઈપણ આઇટમ વિભાગમાં, પસંદ કરો કે તમે પાત્ર આઇટમ તરીકે પ્રોડક્ટ અથવા કલેક્શનને સામેલ કરવા માગો છો કે કેમ.
    • પ્રમોશનમાં પ્રોડક્ટ અથવા કલેક્શન ઉમેરવા માટે સર્ચ ફીલ્ડ અથવા બ્રાઉઝ કરો બટનનો ઉપયોગ કરો. જો તમે ડિસ્કાઉન્ટમાંથી કોઈ પ્રોડક્ટ કે કલેક્શન હટાવવા માગતા હો, તો તેને સૂચિમાંથી ડિલીટ કરવા માટે X પર ક્લિક કરો.
  8. ગ્રાહક મેળવે છે વિભાગમાં, નીચેના સેટિંગ્સ કન્ફિગર કરો:

    • ડિસ્કાઉન્ટ મેળવવા માટે ગ્રાહકે તેમના કાર્ટમાં જે આઇટમ ઉમેરવી આવશ્યક છે તેની માત્રા સેટ કરો.
    • આમાંથી કોઈપણ આઇટમ વિભાગમાં, પસંદ કરો કે તમે ડિસ્કાઉન્ટવાળી આઇટમ તરીકે પ્રોડક્ટ કે કલેક્શનને શામેલ કરવા માગો છો. જો પ્રોડક્ટ અથવા કલેક્શન ગ્રાહક ખરીદે છે વિભાગમાં સેટ કરેલા પ્રોડક્ટ અથવા કલેક્શન સમાન હોય, તો ગ્રાહક જે ઓછી કિંમતની આઇટમ પસંદ કરે છે તે આઇટમ તેને ડિસ્કાઉન્ટ પર મળે છે.
    • પ્રોડક્ટ અથવા કલેક્શન ઉમેરવા માટે સર્ચ ફીલ્ડ અથવા બ્રાઉઝ કરો બટનનો ઉપયોગ કરો. જો તમે કોઈ પ્રોડક્ટ કે કલેક્શન હટાવવા માગતા હો, તો તેને સૂચિમાંથી ડિલીટ કરવા માટે X પર ક્લિક કરો.
    • ડિસ્કાઉન્ટવાળા મૂલ્ય પર વિભાગમાં, ગ્રાહકો નિર્ધારિત સંખ્યામાં આઇટમ ખરીદે ત્યારે તેઓ જે ડિસ્કાઉન્ટવાળું મૂલ્ય પ્રાપ્ત કરે તે પસંદ કરો. જો તમે ટકાવારી ડિસ્કાઉન્ટ ઑફર કરવા માગતા હો, તો ટકાવારી પસંદ કરો અને દર દાખલ કરો. જો તમે દરેક આઇટમ પર રકમની છૂટ ઑફર કરવા માગતા હો, તો દરેક પરની છૂટની રકમ પસંદ કરો. જો તમે આઇટમ મફતમાં ઑફર કરવા માગતા હો, તો મફત પસંદ કરો.
    • વૈકલ્પિક: ઑર્ડર દીઠ મહત્તમ ઉપયોગની સંખ્યા સેટ કરો ચેક કરો અને પછી કોઈ ઑર્ડર પર આ પ્રમોશન કેટલી મહત્તમ વાર લાગુ કરી શકાય છે તેની સંખ્યા દાખલ કરો.
  9. પાત્રતા વિભાગમાં, પસંદ કરો કે કયા ગ્રાહકો તમારા ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકે છે:

    • તમારું ડિસ્કાઉન્ટ તમામ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે, તમામ ગ્રાહકો પસંદ કરો.
    • તમારું ડિસ્કાઉન્ટ ચોક્કસ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે, ચોક્કસ ગ્રાહકો પસંદ કરો, તમે જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
    • તમારું ડિસ્કાઉન્ટ ચોક્કસ ગ્રાહક સેગમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવા માટે, ગ્રાહક સેગમેન્ટ પસંદ કરો, તમે જેને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તે ગ્રાહક સેગમેન્ટને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
    • માત્ર ચોક્કસ માર્કેટમાં ગ્રાહકોને તમારું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવવા માટે, માર્કેટ પસંદ કરો, તમે જે માર્કેટને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તેને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
  10. ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટ કોડને અન્ય ડિસ્કાઉન્ટ કોડ સાથે જોડવા દેવા માટે, સંયોજનો વિભાગમાં, ડિસ્કાઉન્ટ કોડના એવા વર્ગોને ચેક કરો કે જેની સાથે સંયોજિત થવા માટે તમે આ ડિસ્કાઉન્ટને પાત્ર બનાવવા માગતા હો.

  11. સક્રિય તારીખો વિભાગમાં, નીચેના સેટિંગ્સ કન્ફિગર કરો:

    • ડિસ્કાઉન્ટ માટે પ્રારંભ તારીખ સેટ કરવા માટે કૅલેન્ડરનો ઉપયોગ કરો.
    • જો તમે ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ સેટ કરવા માગતા હો, તો સમાપ્તિ તારીખ સેટ કરો પર ક્લિક કરો અને ડિસ્કાઉન્ટ ક્યારે સમાપ્ત થશે તે પસંદ કરવા માટે કૅલેન્ડરનો ઉપયોગ કરો. જો તમે તમારા ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ પસંદ કરતા નથી, તો તેની કોઈ સમાપ્તિ રહેશે નહીં. જો તમે ઇચ્છતા હો કે ડિસ્કાઉન્ટ માત્ર એક જ દિવસ માટે માન્ય રહે, તો પ્રારંભ તારીખ અને સમાપ્તિ તારીખ બંને માટે સમાન કૅલેન્ડર દિવસ પસંદ કરો.
  12. વૈકલ્પિક: તમારી ડિસ્કાઉન્ટની સૂચિને ફિલ્ટર કરવામાં મદદ કરવા માટે તમારા ડિસ્કાઉન્ટમાં ગ્રૂપિંગ ટૅગ ઉમેરો. ટૅગ વિભાગમાં, Plus circle ટૅગ ઉમેરો પર ક્લિક કરો અને પછી તમારા ડિસ્કાઉન્ટમાં ઉમેરવા માટે ટૅગ શોધો અથવા દાખલ કરો.

  13. સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપમાંથી, Menu આઇકન પર ટૅપ કરો.

  2. ડિસ્કાઉન્ટ પર ટૅપ કરો.

  3. ડિસ્કાઉન્ટ પેજ પરથી, + બટન પર ટૅપ કરો.

  4. ડિસ્કાઉન્ટનો પ્રકાર પસંદ કરો મેનૂમાંથી, X ખરીદો Y મેળવો પર ટૅપ કરો.

  5. પદ્ધતિ પર ટૅપ કરો અને સ્વચાલિત પસંદ કરો.

  6. શીર્ષક વિભાગમાં, સ્વચાલિત ડિસ્કાઉન્ટ માટે કોઈ નામ દાખલ કરો (ઉદાહરણ તરીકે, buyonegetonefree).

  7. ગ્રાહક ખરીદે છે વિભાગમાં, નીચેના સેટિંગ્સ કન્ફિગર કરો:

    • આઇટમનો ન્યૂનતમ જથ્થો અથવા ન્યૂનતમ ખરીદીની રકમ પર ટૅપ કરો.
    • ગ્રાહકે ખરીદવી જરૂરી હોય તેવી આઇટમની સંખ્યા સેટ કરો અથવા ડિસ્કાઉન્ટ માટે પાત્ર થવા માટે ગ્રાહકે ખર્ચવી જરૂરી હોય તેવી રકમ સેટ કરો.
    • આમાંથી કોઈપણ આઇટમ વિભાગમાં, પસંદ કરો કે તમે પાત્ર આઇટમ તરીકે પ્રોડક્ટ અથવા કલેક્શનને સામેલ કરવા માગો છો કે કેમ.
    • ઍડ કરો પર ટૅપ કરો અને ડિસ્કાઉન્ટમાં ઉમેરવા માટે પ્રોડક્ટ અથવા કલેક્શન પસંદ કરો. જો તમે કોઈ પ્રોડક્ટ કે કલેક્શન હટાવવા માગતા હો, તો તેને સૂચિમાંથી ડિલીટ કરવા માટે નાપસંદ કરો.
    • થઈ ગયું પર ટૅપ કરો.
  8. ગ્રાહક મેળવે છે વિભાગમાં, નીચેના સેટિંગ્સ કન્ફિગર કરો:

    • ડિસ્કાઉન્ટ મેળવવા માટે ગ્રાહકે તેમના કાર્ટમાં ઉમેરવી જરૂરી હોય તેવી આઇટમનો જથ્થો સેટ કરો.
    • આમાંથી કોઈપણ આઇટમ વિભાગમાં, પસંદ કરો કે તમે ડિસ્કાઉન્ટવાળી આઇટમ તરીકે પ્રોડક્ટ કે કલેક્શનને શામેલ કરવા માગો છો.
    • ઍડ કરો પર ટૅપ કરો અને ડિસ્કાઉન્ટ મેળવવા માટે ગ્રાહકે તેમના કાર્ટમાં જે પ્રોડક્ટ અથવા કલેક્શન ઉમેરવાં આવશ્યક છે તેને પસંદ કરો. જો તમે કોઈ પ્રોડક્ટ કે કલેક્શન હટાવવા માગતા હો, તો તેને સૂચિમાંથી ડિલીટ કરવા માટે નાપસંદ કરો.
    • ડિસ્કાઉન્ટવાળા મૂલ્ય પર વિભાગમાં, જો તમે ટકાવારી ડિસ્કાઉન્ટ ઑફર કરવા માગતા હો, તો ટકાવારી પર ટૅપ કરો, જો તમે દરેક આઇટમ પર રકમની છૂટ ઑફર કરવા માગતા હો, તો દરેક પરની છૂટની રકમ પર ટૅપ કરો અથવા જો તમે આઇટમ મફતમાં ઑફર કરવા માગતા હો, તો મફત પર ટૅપ કરો.
    • જો તમે ટકાવારી ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યાં હો, તો મૂલ્ય દાખલ કરો.
    • પાછા જાઓ પર ટૅપ કરો.
  9. પાત્રતા વિભાગમાં, પસંદ કરો કે કયા ગ્રાહકો તમારા ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકે છે:

    • તમારું ડિસ્કાઉન્ટ તમામ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે, તમામ ગ્રાહકો પસંદ કરો.
    • તમારું ડિસ્કાઉન્ટ ચોક્કસ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે, ચોક્કસ ગ્રાહકો પસંદ કરો, તમે જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
    • તમારું ડિસ્કાઉન્ટ ચોક્કસ ગ્રાહક સેગમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવા માટે, ગ્રાહક સેગમેન્ટ પસંદ કરો, તમે જેને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તે ગ્રાહક સેગમેન્ટને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
    • માત્ર ચોક્કસ માર્કેટમાં ગ્રાહકોને તમારું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવવા માટે, માર્કેટ પસંદ કરો, તમે જે માર્કેટને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગતા હો તેને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
  10. વૈકલ્પિક: ઑર્ડર દીઠ ઉપયોગ પર ટૅપ કરો અને પછી કોઈ ઑર્ડર પર આ પ્રમોશન કેટલી મહત્તમ વાર લાગુ કરી શકાય છે તેની સંખ્યા દાખલ કરો.

  11. ગ્રાહકો આ ડિસ્કાઉન્ટ કોડને અન્ય ડિસ્કાઉન્ટ કોડ સાથે કમ્બાઇન કરી શકે તે માટે, આની સાથે કમ્બાઇન થાય છે પર ટૅપ કરો અને પછી તમે આ ડિસ્કાઉન્ટને જે ડિસ્કાઉન્ટ કોડના વર્ગો સાથે કમ્બાઇન કરવા માટે યોગ્ય બનાવવા માગતા હો તેને ચેક કરો.

  12. ડિસ્કાઉન્ટ માટે પ્રારંભ તારીખ સેટ કરવા માટે સક્રિય તારીખો પર ટૅપ કરો. જો તમે ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ સેટ કરવા માંગતા હોવ, તો સમાપ્તિ તારીખ સેટ કરો પર ટૅપ કરો અને ડિસ્કાઉન્ટ ક્યારે સમાપ્ત થશે તે પસંદ કરવા માટે સમાપ્તિ તારીખના કૅલેન્ડરનો ઉપયોગ કરો. જો તમે તમારા ડિસ્કાઉન્ટ માટે કોઈ સમાપ્તિ તારીખ પસંદ કરતા નથી, તો તેની કોઈ સમાપ્તિ રહેશે નહીં. જો તમે ડિસ્કાઉન્ટ માત્ર એક જ દિવસ માટે માન્ય રહે તેવું ઇચ્છતા હો, તો પ્રારંભ તારીખ અને સમાપ્તિ તારીખ બંને માટે એક જ કૅલેન્ડર દિવસ પસંદ કરો.

  13. વૈકલ્પિક: તમને તમારી ડિસ્કાઉન્ટની સૂચિને ફિલ્ટર કરવામાં સહાય કરવા માટે તમારા ડિસ્કાઉન્ટમાં ગ્રૂપિંગ ટૅગ ઉમેરો. ટૅગ વિભાગમાં, Plus circle ટૅગ ઍડ કરો પર ટૅપ કરો અને પછી તમારા ડિસ્કાઉન્ટમાં ઉમેરવા માટે કોઈ ટૅગ શોધો અથવા દાખલ કરો.

  14. સાચવો અથવા ✓ પર ટૅપ કરો.