મફત શિપિંગ ડિસ્કાઉન્ટ
જો તમે મફત શિપિંગ ઑફર કરવા માંગતા હોવ, તો તમે મફત શિપિંગ ડિસ્કાઉન્ટ કોડ બનાવી શકો છો અથવા સ્વચાલિત મફત શિપિંગ ડિસ્કાઉન્ટ સેટ કરી શકો છો જે શરતો પૂર્ણ થાય ત્યારે લાગુ પડે. તમે બનાવો છો તે ડિસ્કાઉન્ટ તમારા Shopify ઍડમિનના ડિસ્કાઉન્ટ પેજ પર પ્રદર્શિત થાય છે.
આ પેજ પર
ન્યૂનતમ ખરીદીની આવશ્યકતાઓને સમજવી
જ્યારે તમે મફત શિપિંગ ડિસ્કાઉન્ટ બનાવો ત્યારે તમે ન્યૂનતમ ખરીદીની રકમ સેટ કરી શકો છો. ન્યૂનતમ ખરીદીની રકમમાં માત્ર પ્રોડક્ટની કિંમતો ગણવામાં આવે છે અને કર જેવા અન્ય ખર્ચનો રકમમાં ક્યારેય સમાવેશ થતો નથી. ગ્રાહક ખરીદે તેવા કોઈપણ ગિફ્ટ કાર્ડ સહિત, ગ્રાહકના કાર્ટમાં રહેલી તમામ પ્રોડક્ટ મફત શિપિંગ ડિસ્કાઉન્ટ માટે ન્યૂનતમ ખરીદીની રકમ માટે ગણવામાં આવે છે.
ન્યૂનતમ ખરીદીની રકમ માટે પ્રોડક્ટની ગણતરી તેમની ડિસ્કાઉન્ટેડ કિંમતે કરવામાં આવે છે. જો કોઈ અન્ય ડિસ્કાઉન્ટના લીધે અગાઉથી જ પ્રોડક્ટની કિંમત ઘટી ગઈ હોય, તો તે ઓછી કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે. આ માત્ર એવા ડિસ્કાઉન્ટ સાથે થાય છે જેને જોડી શકાય છે. તમારા મફત શિપિંગ ડિસ્કાઉન્ટ સાથે ન જોડી શકાતું ડિસ્કાઉન્ટ ક્યારેય એક જ સમયે લાગુ થતું નથી, તેથી તે ન્યૂનતમ ખરીદીની રકમને ક્યારેય બદલતું નથી. ડિસ્કાઉન્ટના સંયોજન વિશે વધુ જાણો.
ચુકવણી તરીકે ઉપયોગમાં લેવાતા ગિફ્ટ કાર્ડ અને સ્ટોર ક્રેડિટ ન્યૂનતમ ખરીદીની રકમને અસર કરતા નથી, કારણ કે ડિસ્કાઉન્ટની ગણતરી કરવામાં આવ્યા પછી તે ઑર્ડરની કુલ રકમ પર લાગુ થાય છે.
મફત શિપિંગ ડિસ્કાઉન્ટ કોડ બનાવો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ડિસ્કાઉન્ટ પર જાઓ.
ડિસ્કાઉન્ટ પેજ પરથી, ડિસ્કાઉન્ટ બનાવો પર ક્લિક કરો.
ડિસ્કાઉન્ટનો પ્રકાર પસંદ કરો મેનૂમાંથી, મફત શિપિંગ પર ક્લિક કરો.
પદ્ધતિ વિભાગમાં, ડિસ્કાઉન્ટ કોડ પસંદ કરો.
ડિસ્કાઉન્ટ કોડ વિભાગમાં, નવા ડિસ્કાઉન્ટ કોડ માટે નામ દાખલ કરો. કોઈ રેન્ડમ ડિસ્કાઉન્ટ કોડ જનરેટ કરવા માટે, કોડ જનરેટ કરો પર ક્લિક કરો.
દેશો વિભાગમાં, બધા દેશો પસંદ કરેલ રહેવા દો અથવા એવા દેશો પસંદ કરો કે જેના પર તમે ડિસ્કાઉન્ટ લાગુ કરવા માગો છો.
- જો તમે કોઈ ચોક્કસ રકમથી વધુના શિપિંગ દર માટે મફત શિપિંગ બાકાત રાખવા માગતા હો, તો ચોક્કસ રકમથી વધુના શિપિંગ દરને બાકાત રાખો પર ચેક કરો અને ફીલ્ડમાં રકમ દાખલ કરો. આ ડિસ્કાઉન્ટ માત્ર શિપિંગ દર પર જ લાગુ થાય છે, અને ઑર્ડરની રકમ સાથે સંબંધિત નથી.
વૈકલ્પિક: જો તમે તમારા સ્ટોર પર સબ્સ્ક્રિપ્શન સેટ અપ કરેલ હોય, તો ખરીદીનો પ્રકાર હેઠળ તમે પસંદ કરી શકો છો કે ડિસ્કાઉન્ટ એક વખતની ખરીદી, સબ્સ્ક્રિપ્શન અથવા બંને પર લાગુ થાય છે કે કેમ.
વૈકલ્પિક: જો તમે ડિસ્કાઉન્ટ મર્યાદિત કરવા માગતા હો, તો ચોક્કસ રકમથી વધુના શિપિંગ દરને બાકાત રાખો પર ચેક કરો અને મૂલ્ય દાખલ કરો.
વૈકલ્પિક: ન્યૂનતમ જરૂરિયાતો વિભાગમાં, ન્યૂનતમ ખરીદીની રકમ અથવા આઇટમની ન્યૂનતમ સંખ્યા પસંદ કરો અને પછી ડિસ્કાઉન્ટ કોડ લાગુ થાય તે પહેલાં ઉમેરવા માટે જરૂરી ડૉલર મૂલ્ય અથવા આઇટમની સંખ્યા દાખલ કરો.
યોગ્યતા વિભાગમાં, કયા ગ્રાહકો તમારા ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકે તે પસંદ કરો:
- તમારા ડિસ્કાઉન્ટને બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા માટે, બધા ગ્રાહકો પસંદ કરો.
- તમારા ડિસ્કાઉન્ટને ચોક્કસ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા માટે, ચોક્કસ ગ્રાહકો પસંદ કરો, તમે જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
- તમારા ડિસ્કાઉન્ટને ચોક્કસ ગ્રાહક સેગમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવા માટે, ગ્રાહક સેગમેન્ટ પસંદ કરો, તમે જે ગ્રાહક સેગમેન્ટને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
- માત્ર ચોક્કસ માર્કેટમાં રહેલા ગ્રાહકો માટે તમારા ડિસ્કાઉન્ટને ઉપલબ્ધ કરાવવા માટે, માર્કેટ પસંદ કરો, તમે જે માર્કેટમાં ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
ડિસ્કાઉન્ટનો વપરાશ ડિફૉલ્ટ રૂપે અમર્યાદિત છે. જો તમે ડિસ્કાઉન્ટ વપરાશ મર્યાદિત કરવા માગતા હો, તો વપરાશ મર્યાદા વિભાગમાંના એક વિકલ્પ પર ચેક કરો:
- કુલ મળીને આ ડિસ્કાઉન્ટ કેટલી વાર ઉપયોગમાં લઈ શકાય તેની સંખ્યા મર્યાદિત કરો દ્વારા તમે ડિસ્કાઉન્ટ ઉપયોગમાં લઈ શકાતું હોય તેની કુલ સંખ્યા સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, 200 ની મર્યાદા સેટ કરવાથી ડિસ્કાઉન્ટ કોડ તમારા ગ્રાહક આધારમાં 200 વખત ઉપયોગમાં લઈ શકાશે. જો તમે આ સેટિંગ પસંદ કરો છો, તો ગ્રાહકો ડિસ્કાઉન્ટનો એક કરતાં વધુ વખત ઉપયોગ કરી શકે છે.
- ગ્રાહક દીઠ એક સુધી મર્યાદિત કરો ગ્રાહકના ઇમેઇલ ઍડ્રેસ અથવા ફોન નંબરને ટ્રૅક કરે છે જેથી ગ્રાહક દીઠ એક વપરાશ સુધી ડિસ્કાઉન્ટને મર્યાદિત કરી શકાય.
ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટ કોડને અન્ય ડિસ્કાઉન્ટ કોડ સાથે જોડવા દેવા માટે, સંયોજનો વિભાગમાં, ડિસ્કાઉન્ટ કોડના એવા વર્ગ પર ચેક કરો કે જેની સાથે આ ડિસ્કાઉન્ટને જોડવા માટે તમે યોગ્ય બનાવવા માગો છો.
ડિસ્કાઉન્ટ માટે પ્રારંભ તારીખ સેટ કરવા સક્રિય તારીખો વિભાગમાં કૅલેન્ડરનો ઉપયોગ કરો. જો તમે ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ સેટ કરવા માગતા હો, તો સમાપ્તિ તારીખ સેટ કરો પર ક્લિક કરો અને ડિસ્કાઉન્ટ ક્યારે સમાપ્ત થશે તે પસંદ કરવા માટે કૅલેન્ડરનો ઉપયોગ કરો. જો તમે તમારા ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ પસંદ કરતા નથી, તો તે સમાપ્ત થતું નથી. જો તમે ડિસ્કાઉન્ટ માત્ર એક જ દિવસ માટે માન્ય રાખવા માગતા હો, તો પ્રારંભ તારીખ અને સમાપ્તિ તારીખ બંને માટે સમાન કૅલેન્ડર દિવસ પસંદ કરો.
વૈકલ્પિક: તમારી ડિસ્કાઉન્ટ સૂચિને ફિલ્ટર કરવા માટે તમારી ડિસ્કાઉન્ટમાં ગ્રૂપિંગ ટૅગ ઉમેરો. ટૅગ વિભાગમાં,
ટૅગ ઉમેરો પર ક્લિક કરો અને પછી તમારા ડિસ્કાઉન્ટમાં ઉમેરવા માટે કોઈ ટૅગ શોધો અથવા દાખલ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
ડિસ્કાઉન્ટ પર ટૅપ કરો.
ડિસ્કાઉન્ટ પેજ પરથી + બટન પર ટૅપ કરો.
ડિસ્કાઉન્ટનો પ્રકાર પસંદ કરો મેનૂમાંથી, મફત શિપિંગ પર ટૅપ કરો.
પદ્ધતિ વિભાગમાં, ડિસ્કાઉન્ટ કોડ પસંદ થયેલ છે તેની ખાતરી કરો. તે ડિફૉલ્ટ વિકલ્પ છે.
કોડ વિભાગમાં, નવા ડિસ્કાઉન્ટ કોડ માટે નામ દાખલ કરો. કોઈ રેન્ડમ ડિસ્કાઉન્ટ કોડ જનરેટ કરવા માટે, કોડ જનરેટ કરો પર ટૅપ કરો.
વૈકલ્પિક: જો તમે તમારા સ્ટોર પર સબ્સ્ક્રિપ્શન સેટ અપ કરેલ હોય, તો ખરીદીનો પ્રકાર હેઠળ તમે પસંદ કરી શકો છો કે ડિસ્કાઉન્ટ એક વખતની ખરીદી, સબ્સ્ક્રિપ્શન અથવા બંને પર લાગુ થાય છે કે કેમ.
દેશો વિભાગમાં, જે દેશો અને પ્રદેશો પર આ ડિસ્કાઉન્ટ લાગુ થતું હોય તેમને પસંદ કરો:
- તમે વેચાણ કરતા હો તેવા બધા દેશો અને પ્રદેશો માટે ડિસ્કાઉન્ટ લાગુ કરવા, બધા દેશો પસંદ કરો.
- ડિસ્કાઉન્ટને માત્ર ચોક્કસ દેશો પૂરતું મર્યાદિત રાખવા માટે, પસંદ કરેલા દેશો >
દેશો ઉમેરો પર ટૅપ કરો, તમે જે દેશો અને પ્રદેશોમાં ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવવા માગતા હો તેને પસંદ કરો અને પછી સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
વૈકલ્પિક: જો તમે કોઈ ચોક્કસ રકમથી વધુના શિપિંગ દર માટે મફત શિપિંગ બાકાત રાખવા માગતા હો, તો શિપિંગ દર પર ટૅપ કરો અને આ સુવિધાને સક્રિય કરો. તમે મંજૂરી આપવા માગતા હો તે મહત્તમ શિપિંગ દરને રકમ ફીલ્ડમાં દાખલ કરો.
જો તમે ડિસ્કાઉન્ટ માટે ન્યૂનતમ જરૂરિયાત સેટ કરવા માગતા હો, તો ન્યૂનતમ ખરીદીની જરૂરિયાત પર ટૅપ કરો અને જરૂરિયાત પસંદ કરો:
- ન્યૂનતમ ખરીદીની રકમ વિકલ્પમાં ગ્રાહકોએ ડિસ્કાઉન્ટ માટે યોગ્ય થવા માટે ન્યૂનતમ રકમ ખર્ચવી જરૂરી છે. જો ડિસ્કાઉન્ટ કોઈ ચોક્કસ પ્રોડક્ટ અથવા કલેક્શન પર લાગુ થતું હોય, તો માત્ર આ આઇટમ ન્યૂનતમ ખરીદીની રકમમાં યોગદાન આપે છે.
- આઇટમની ન્યૂનતમ સંખ્યા વિકલ્પમાં ગ્રાહકોએ ડિસ્કાઉન્ટ માટે યોગ્ય થવા માટે પ્રોડક્ટની ન્યૂનતમ સંખ્યા ઑર્ડર કરવી જરૂરી છે. જો ડિસ્કાઉન્ટ કોઈ ચોક્કસ પ્રોડક્ટ અથવા કલેક્શન પર લાગુ થતું હોય, તો માત્ર આ આઇટમ ન્યૂનતમ સંખ્યાની રકમમાં યોગદાન આપે છે.
યોગ્યતા વિભાગમાં, કયા ગ્રાહકો તમારા ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકે તે પસંદ કરો:
- તમારા ડિસ્કાઉન્ટને બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા માટે, બધા ગ્રાહકો પસંદ કરો.
- તમારા ડિસ્કાઉન્ટને ચોક્કસ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા માટે, ચોક્કસ ગ્રાહકો પસંદ કરો, તમે જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
- તમારા ડિસ્કાઉન્ટને ચોક્કસ ગ્રાહક સેગમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવા માટે, ગ્રાહક સેગમેન્ટ પસંદ કરો, તમે જે ગ્રાહક સેગમેન્ટને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
- માત્ર ચોક્કસ માર્કેટમાં રહેલા ગ્રાહકો માટે તમારા ડિસ્કાઉન્ટને ઉપલબ્ધ કરાવવા માટે, માર્કેટ પસંદ કરો, તમે જે માર્કેટમાં ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
ડિસ્કાઉન્ટનો વપરાશ ડિફૉલ્ટ રૂપે અમર્યાદિત છે. જો તમે ડિસ્કાઉન્ટ વપરાશ મર્યાદિત કરવા માગતા હો, તો મહત્તમ ડિસ્કાઉન્ટ વપરાશ પર ટૅપ કરો અને તમે તમારા ડિસ્કાઉન્ટ પર લાગુ કરવા માગતા હો તે વપરાશ મર્યાદાના વિકલ્પોને સક્રિય કરો:
- કુલ મળીને આ ડિસ્કાઉન્ટ કેટલી વાર ઉપયોગમાં લઈ શકાય તેની સંખ્યા મર્યાદિત કરો દ્વારા તમે ડિસ્કાઉન્ટ ઉપયોગમાં લઈ શકાતું હોય તેની કુલ સંખ્યા સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, 200 ની મર્યાદા સેટ કરવાથી ડિસ્કાઉન્ટ કોડ તમારા ગ્રાહક આધારમાં 200 વખત ઉપયોગમાં લઈ શકાશે. જો તમે આ સેટિંગ પસંદ કરો છો, તો ગ્રાહકો ડિસ્કાઉન્ટનો એક કરતાં વધુ વખત ઉપયોગ કરી શકે છે.
- ગ્રાહક દીઠ એક સુધી મર્યાદિત કરો ગ્રાહકના ઇમેઇલ ઍડ્રેસ અથવા ફોન નંબરને ટ્રૅક કરે છે જેથી ગ્રાહક દીઠ એક વપરાશ સુધી ડિસ્કાઉન્ટને મર્યાદિત કરી શકાય.
ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટ કોડને અન્ય ડિસ્કાઉન્ટ કોડ સાથે જોડવા દેવા માટે, આની સાથે જોડાય છે પર ટૅપ કરો અને પછી ડિસ્કાઉન્ટ કોડના એવા વર્ગ પર ચેક કરો કે જેની સાથે આ ડિસ્કાઉન્ટને જોડવા માટે તમે યોગ્ય બનાવવા માગો છો.
ડિસ્કાઉન્ટ માટે પ્રારંભ તારીખ સેટ કરવા સક્રિય તારીખો પર ટૅપ કરો. જો તમે ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ સેટ કરવા માગતા હો, તો સમાપ્તિ તારીખ સેટ કરો પર ટૅપ કરો અને ડિસ્કાઉન્ટ ક્યારે સમાપ્ત થશે તે પસંદ કરવા માટે સમાપ્તિ તારીખના કૅલેન્ડરનો ઉપયોગ કરો. જો તમે તમારા ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ પસંદ કરતા નથી, તો તે સમાપ્ત થતું નથી. જો તમે ડિસ્કાઉન્ટ માત્ર એક જ દિવસ માટે માન્ય રાખવા માગતા હો, તો પ્રારંભ તારીખ અને સમાપ્તિ તારીખ બંને માટે સમાન કૅલેન્ડર દિવસ પસંદ કરો.
વૈકલ્પિક: તમારી ડિસ્કાઉન્ટ સૂચિને ફિલ્ટર કરવામાં સહાય માટે તમારા ડિસ્કાઉન્ટમાં ગ્રૂપિંગ ટૅગ ઉમેરો. ટૅગ વિભાગમાં,
ટૅગ ઉમેરો પર ટૅપ કરો અને પછી તમારા ડિસ્કાઉન્ટમાં ઉમેરવા માટે ટૅગ શોધો અથવા દાખલ કરો.
સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
મફત શિપિંગનું સ્વચાલિત ડિસ્કાઉન્ટ બનાવો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ડિસ્કાઉન્ટ પર જાઓ.
ડિસ્કાઉન્ટ પેજ પરથી, ડિસ્કાઉન્ટ બનાવો પર ક્લિક કરો.
ડિસ્કાઉન્ટનો પ્રકાર પસંદ કરો મેનૂમાંથી, મફત શિપિંગ પર ક્લિક કરો.
પદ્ધતિ વિભાગમાં, સ્વચાલિત ડિસ્કાઉન્ટ પસંદ કરો.
શીર્ષક ફીલ્ડમાં, એક નામ દાખલ કરો. આ શીર્ષક ગ્રાહકોને તેમના કાર્ટમાં અને ચેકઆઉટ વખતે પ્રદર્શિત થાય છે.
દેશો વિભાગમાં, તમામ દેશો પસંદ કરેલ રહેવા દો અથવા તમે જે દેશોમાં ડિસ્કાઉન્ટ લાગુ કરવા માગતા હો તેને પસંદ કરવા માટે પસંદ કરેલા દેશો પર ક્લિક કરો.
- જો તમે કોઈ ચોક્કસ રકમથી વધુના શિપિંગ દર માટે મફત શિપિંગ બાકાત રાખવા માગતા હો, તો ચોક્કસ રકમથી વધુના શિપિંગ દરને બાકાત રાખો પર ચેક કરો અને ફીલ્ડમાં રકમ દાખલ કરો. આ ડિસ્કાઉન્ટ માત્ર શિપિંગ દર પર જ લાગુ થાય છે, અને ઑર્ડરની રકમ સાથે સંબંધિત નથી.
યોગ્યતા વિભાગમાં, કયા ગ્રાહકો તમારા ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકે તે પસંદ કરો:
- તમારા ડિસ્કાઉન્ટને બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા માટે, બધા ગ્રાહકો પસંદ કરો.
- તમારા ડિસ્કાઉન્ટને ચોક્કસ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા માટે, ચોક્કસ ગ્રાહકો પસંદ કરો, તમે જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
- તમારા ડિસ્કાઉન્ટને ચોક્કસ ગ્રાહક સેગમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવા માટે, ગ્રાહક સેગમેન્ટ પસંદ કરો, તમે જે ગ્રાહક સેગમેન્ટને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
- માત્ર ચોક્કસ માર્કેટમાં રહેલા ગ્રાહકો માટે તમારા ડિસ્કાઉન્ટને ઉપલબ્ધ કરાવવા માટે, માર્કેટ પસંદ કરો, તમે જે માર્કેટમાં ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: ઉપલબ્ધતા વિભાગમાં, પૉઇન્ટ ઑફ સેલ પર પણ ઑફર કરો (માત્ર POS Pro સ્થાનો) પસંદ કરો.
ખરીદીની ન્યૂનતમ આવશ્યકતાઓ વિભાગમાં, ખરીદીની ન્યૂનતમ રકમ અથવા આઇટમની ન્યૂનતમ માત્રા દાખલ કરવા વચ્ચે પસંદગી કરો, આ બંને તમામ પ્રોડક્ટ પર લાગુ થાય છે.
વૈકલ્પિક: ગ્રાહકોને અન્ય ડિસ્કાઉન્ટ કોડ સાથે આ ડિસ્કાઉન્ટ કોડ સંયોજિત કરવા દેવા માટે, સંયોજનો વિભાગમાં, તમે આ ડિસ્કાઉન્ટને જેની સાથે સંયોજિત કરવા માટે યોગ્ય બનાવવા માગતા હોવ તે ડિસ્કાઉન્ટ કોડના વર્ગોને ચેક કરો.
ડિસ્કાઉન્ટ માટે પ્રારંભ તારીખ અને પ્રારંભ સમય સેટ કરવા સક્રિય તારીખો વિભાગમાં કૅલેન્ડરનો ઉપયોગ કરો:
- જો તમે ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ સેટ કરવા માગતા હો, તો સમાપ્તિ તારીખ સેટ કરો પર ક્લિક કરો અને ડિસ્કાઉન્ટ ક્યારે સમાપ્ત થશે તે પસંદ કરવા માટે કૅલેન્ડરનો ઉપયોગ કરો. જો તમે તમારા ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ પસંદ કરતા નથી, તો તેની સમયસીમા સમાપ્ત થતી નથી.
- જો તમે ડિસ્કાઉન્ટ માત્ર એક જ દિવસ માટે માન્ય રાખવા માગતા હો, તો પ્રારંભ તારીખ અને સમાપ્તિ તારીખ બંને માટે સમાન કૅલેન્ડર દિવસ પસંદ કરો.
સારાંશ વિભાગમાં નવા ડિસ્કાઉન્ટની વિગતોની સમીક્ષા કરો.
વૈકલ્પિક: તમારી ડિસ્કાઉન્ટ સૂચિને ફિલ્ટર કરવા માટે તમારી ડિસ્કાઉન્ટમાં ગ્રૂપિંગ ટૅગ ઉમેરો. ટૅગ વિભાગમાં,
ટૅગ ઉમેરો પર ક્લિક કરો અને પછી તમારા ડિસ્કાઉન્ટમાં ઉમેરવા માટે કોઈ ટૅગ શોધો અથવા દાખલ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
ડિસ્કાઉન્ટ પર ટૅપ કરો.
ડિસ્કાઉન્ટ પૃષ્ઠ પરથી
+બટન પર ટૅપ કરો.ડિસ્કાઉન્ટનો પ્રકાર પસંદ કરો મેનૂમાંથી, મફત શિપિંગ પર ટૅપ કરો.
પદ્ધતિ વિભાગમાં, સ્વચાલિત ડિસ્કાઉન્ટ પસંદ કરો.
શીર્ષક ટેક્સ્ટ ફીલ્ડમાં, એક નામ દાખલ કરો. આ શીર્ષક ગ્રાહકોને તેમના કાર્ટમાં અને ચેકઆઉટ વખતે પ્રદર્શિત થાય છે.
દેશો વિભાગમાં, તમામ દેશો પસંદ કરેલ રહેવા દો અથવા તમે જે દેશોમાં ડિસ્કાઉન્ટ લાગુ કરવા માગતા હો તેને પસંદ કરવા માટે પસંદ કરેલા દેશો પર ટૅપ કરો.
- જો તમે ચોક્કસ નાણાકીય મૂલ્ય કરતાં વધુના શિપિંગ દરો માટે મફત શિપિંગ બાકાત રાખવા માગતા હો, તો ચોક્કસ રકમથી વધુના શિપિંગ દરોને બાકાત રાખો ચેકબૉક્સ પર ટૅપ કરો અને ફીલ્ડમાં રકમ દાખલ કરો. આ ડિસ્કાઉન્ટ માત્ર શિપિંગ દરોને જ લાગુ પડે છે અને ઑર્ડરની રકમ સાથે સંબંધિત નથી.
વૈકલ્પિક: ઉપલબ્ધતા વિભાગમાં, પૉઇન્ટ ઑફ સેલ પર પણ ઑફર કરો (માત્ર POS Pro સ્થાનો) ચેકબૉક્સ પર ટૅપ કરો.
ખરીદીની ન્યૂનતમ આવશ્યકતાઓ વિભાગમાં, ખરીદીની ન્યૂનતમ રકમ અથવા આઇટમની ન્યૂનતમ માત્રા દાખલ કરવા વચ્ચે પસંદગી કરો, આ બંને તમામ પ્રોડક્ટ પર લાગુ થાય છે.
યોગ્યતા વિભાગમાં, કયા ગ્રાહકો તમારા ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકે તે પસંદ કરો:
- તમારા ડિસ્કાઉન્ટને બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા માટે, બધા ગ્રાહકો પસંદ કરો.
- તમારા ડિસ્કાઉન્ટને ચોક્કસ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા માટે, ચોક્કસ ગ્રાહકો પસંદ કરો, તમે જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
- તમારા ડિસ્કાઉન્ટને ચોક્કસ ગ્રાહક સેગમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવા માટે, ગ્રાહક સેગમેન્ટ પસંદ કરો, તમે જે ગ્રાહક સેગમેન્ટને ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
- માત્ર ચોક્કસ માર્કેટમાં રહેલા ગ્રાહકો માટે તમારા ડિસ્કાઉન્ટને ઉપલબ્ધ કરાવવા માટે, માર્કેટ પસંદ કરો, તમે જે માર્કેટમાં ડિસ્કાઉન્ટ અસાઇન કરવા માગો છો તેમને પસંદ કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: ગ્રાહકોને અન્ય ડિસ્કાઉન્ટ કોડ સાથે આ ડિસ્કાઉન્ટ કોડ સંયોજિત કરવા દેવા માટે, સંયોજનો વિભાગમાં, તમે આ ડિસ્કાઉન્ટને જેની સાથે સંયોજિત કરવા માટે યોગ્ય બનાવવા માગતા હોવ તે ડિસ્કાઉન્ટ કોડના વર્ગોને ચેક કરો.
ડિસ્કાઉન્ટ માટે પ્રારંભ તારીખ અને પ્રારંભ સમય સેટ કરવા સક્રિય તારીખો વિભાગમાં, કૅલેન્ડર પર ટૅપ કરો:
- જો તમે ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ સેટ કરવા માગતા હો, તો સમાપ્તિ તારીખ સેટ કરો ચેકબૉક્સ પર ટૅપ કરો અને ડિસ્કાઉન્ટ ક્યારે સમાપ્ત થશે તે પસંદ કરવા માટે કૅલેન્ડરનો ઉપયોગ કરો. જો તમે તમારા ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ પસંદ કરતા નથી, તો તેની સમયસીમા સમાપ્ત થતી નથી.