ડિસ્કાઉન્ટ કોડ FAQ
ડિસ્કાઉન્ટ કોડ વિશેના સામાન્ય પ્રશ્નોના જવાબો શોધો.
આ પેજ પર
- શું હું ઉત્પાદન પૃષ્ઠો પર ડિસ્કાઉન્ટ કોડ અને રકમો પ્રદર્શિત કરી શકું છું?
- શું હું ડિસ્કાઉન્ટ સેટિંગ્સમાં ફેરફાર કરી શકું છું?
- શું ગ્રાહકો એક જ ઑર્ડર પર બહુવિધ ડિસ્કાઉન્ટ કોડનો ઉપયોગ કરી શકે છે?
- શું હું ડિસ્કાઉન્ટ કોડનો વપરાશ મર્યાદિત કરી શકું છું?
- જ્યારે ગ્રાહકે ઑર્ડર પૂર્ણ કર્યો ન હોય ત્યારે શા માટે ડિસ્કાઉન્ટ કોડ પહેલેથી જ વપરાયેલા તરીકે ચિહ્નિત થયેલ છે?
- ડિસ્કાઉન્ટ કોડ માટે સમાપ્તિ તારીખો કેવી રીતે કામ કરે છે?
- શા માટે રોલઆઉટને કારણે મારું ડિસ્કાઉન્ટ સક્રિય કે નિષ્ક્રિય છે?
- સક્રિય તારીખો સાથે ડિસ્કાઉન્ટ રોલઆઉટ કેવી રીતે કામ કરે છે?
- ચેકઆઉટ દરમિયાન મારા ગ્રાહકો ડિસ્કાઉન્ટ કોડ એન્ટ્રી ફીલ્ડ શા માટે જોઈ શકતા નથી?
- શું હું ગ્રાહકોના પસંદગીના ગ્રુપને ડિસ્કાઉન્ટ કોડ મોકલી શકું છું?
- શું હું પ્રોડક્ટ કલેક્શન પર ડિસ્કાઉન્ટ લાગુ કરી શકું છું?
- શું હું કલેક્શનમાં શામેલ વ્યક્તિગત પ્રોડક્ટ વેરિઅન્ટ પર ડિસ્કાઉન્ટ આપી શકું છું?
- પ્રોડક્ટ-વિશિષ્ટ ડિસ્કાઉન્ટ કોડ ચેકઆઉટ કાર્ટ પર કેટલી વાર લાગુ થાય છે?
- શું હું કોઈ ચોક્કસ પ્રોડક્ટ વેરિઅન્ટ પર ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરી શકું છું?
- શું હું ગિફ્ટ કાર્ડની ખરીદી પર ડિસ્કાઉન્ટ લાગુ કરી શકું છું?
- શું હું એકસાથે બહુવિધ ડિસ્કાઉન્ટ નિષ્ક્રિય કરી શકું છું?
- સૌથી વધુ કયા ડિસ્કાઉન્ટ કોડનો ઉપયોગ થાય છે તે હું કેવી રીતે જાણી શકું?
- જો ગ્રાહક અમાન્ય ડિસ્કાઉન્ટ કોડ અથવા સંયોજન દાખલ કરે તો શું થશે?
- સેલ્સ ચેનલો પર ડિસ્કાઉન્ટ કેવી રીતે કામ કરે છે?
- શું ચેકઆઉટ વખતે ખરીદી પછીના પેજ પર ડિસ્કાઉન્ટ લાગુ થશે?
- શું હું ગ્રાહકના ચેકઆઉટમાંથી ડિસ્કાઉન્ટ કોડનો અસ્વીકાર કરી શકું છું?
શું હું ઉત્પાદન પૃષ્ઠો પર ડિસ્કાઉન્ટ કોડ અને રકમો પ્રદર્શિત કરી શકું છું?
ડિસ્કાઉન્ટ એ કિંમતમાં ઘટાડો છે જે ગ્રાહકના કાર્ટમાં અને ચેકઆઉટ પર આપમેળે અથવા જ્યારે ગ્રાહક ડિસ્કાઉન્ટ કોડ દાખલ કરે ત્યારે લાગુ કરવામાં આવે છે. ડિસ્કાઉન્ટ એ સરખામણી કિંમતો સાથેના સેલ કિંમત નિર્ધારણથી અલગ છે.
ઉત્પાદન પૃષ્ઠો અને કલેક્શન પેજ પર ક્રોસ-આઉટ (સ્ટ્રાઇકથ્રુ) કિંમતો સાથે ડિસ્કાઉન્ટની બચત પ્રદર્શિત કરવા માટે, તમારે થર્ડ-પાર્ટી ડિસ્કાઉન્ટ ઍપનો ઉપયોગ કરવાની જરૂર છે, અથવા તમારા માટે કસ્ટમ ઉકેલ બનાવવા માટે કોઈ Shopify પાર્ટનરને કામે રાખવાની જરૂર છે.
શું હું ડિસ્કાઉન્ટ સેટિંગ્સમાં ફેરફાર કરી શકું છું?
તમે તમારા ડિસ્કાઉન્ટ સેટિંગ્સમાં ફેરફાર કરી શકો છો સિવાય કે ડિસ્કાઉન્ટના પ્રકારના સેટિંગમાં, જે ડિસ્કાઉન્ટ બનાવવામાં આવ્યા પછી એડિટ કરી શકાતું નથી.
શું ગ્રાહકો એક જ ઑર્ડર પર બહુવિધ ડિસ્કાઉન્ટ કોડનો ઉપયોગ કરી શકે છે?
જ્યારે તેમનું કાર્ટ તમે સેટ કરેલી શરતોને પૂર્ણ કરે, ત્યારે તમારા ગ્રાહકો એક કરતાં વધુ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે તે માટે તમે સંયોજિત કરી શકાય તેવા ડિસ્કાઉન્ટ સેટ કરી શકો છો. ડિસ્કાઉન્ટને સંયોજિત કરવા વિશે વધુ જાણો.
શું હું ડિસ્કાઉન્ટ કોડનો વપરાશ મર્યાદિત કરી શકું છું?
હા, તમે ડિસ્કાઉન્ટ બનાવો પેજ પરના મહત્તમ ડિસ્કાઉન્ટ ઉપયોગો વિભાગમાં ડિસ્કાઉન્ટ કોડનો વપરાશ મર્યાદિત કરી શકો છો. તમે નીચેના વિકલ્પોમાંથી કોઈપણ સંયોજન પસંદ કરી શકો છો:
- ડિસ્કાઉન્ટનો કુલ કેટલી વાર ઉપયોગ કરી શકાય તેની મર્યાદા સેટ કરો
- ગ્રાહક દીઠ એક જ ઉપયોગ સુધી મર્યાદિત કરો
જ્યારે ગ્રાહકે ઑર્ડર પૂર્ણ કર્યો ન હોય ત્યારે શા માટે ડિસ્કાઉન્ટ કોડ પહેલેથી જ વપરાયેલા તરીકે ચિહ્નિત થયેલ છે?
જ્યારે ગ્રાહક ડિસ્કાઉન્ટ કોડનો ફરીથી ઉપયોગ કરી શકતા નથી, ત્યારે ચેકઆઉટ પર નીચેનો મેસેજ પ્રદર્શિત થાય છે: The _DISCOUNT_CODE_ discount code has already been used. જો તે ગ્રાહક માટે કોઈ મેળ ખાતો ઑર્ડર અસ્તિત્વમાં ન હોય, તો કોઈ અપૂર્ણ ચેકઆઉટે હજુ પણ કોડને રોકી રાખ્યો છે.
જ્યારે ગ્રાહક તેમનો ઑર્ડર સબમિટ કરે છે, ત્યારે જ્યાં સુધી ચુકવણી પૂર્ણ ન થાય અથવા નિષ્ફળ ન જાય ત્યાં સુધી ડિસ્કાઉન્ટ કોડને તેની વપરાશ મર્યાદા સામે રોકી રાખવામાં આવે છે. નકારવામાં આવેલી ચુકવણી આ રોકને મુક્ત કરે છે, અને ગ્રાહક ફરીથી કોડનો ઉપયોગ કરી શકે છે. આ રોક માત્ર ત્યારે જ રહે છે જ્યારે ચેકઆઉટ ક્યારેય પૂર્ણ ન થાય, જે ત્યારે થઈ શકે છે જ્યારે કોઈ ચુકવણી પ્રદાતા નિષ્ફળ ચુકવણીની યોગ્ય રીતે જાણ કરતા નથી. જો આવું વારંવાર થતું હોય, તો ચુકવણી પ્રદાતા અથવા ઍપ ડેવલપરનો સંપર્ક કરો, કારણ કે ખામી તેમના એકીકરણમાં છે. ઍપ માટે સપોર્ટ કેવી રીતે મેળવવો તે જાણો.
ગ્રાહક માટે આ ઉકેલવા માટે, નીચેના વિકલ્પોની સમીક્ષા કરો:
- હાલના ઑર્ડર માટે તપાસો: ઑર્ડર્સ પર જાઓ અને ગ્રાહકે પહેલેથી જ કોડનો ઉપયોગ કર્યો છે કે કેમ તે કન્ફર્મ કરવા માટે તેમને શોધો. કોડને નિષ્ક્રિય અને ફરીથી સક્રિય કરવાથી, અથવા તેનું નામ બદલવાથી તેનો વપરાશ ઇતિહાસ રીસેટ થતો નથી.
- રિપ્લેસમેન્ટ કોડ ઇશ્યૂ કરો: સમાન શરતો સાથે નવો ડિસ્કાઉન્ટ કોડ બનાવો અને તેને અસરગ્રસ્ત ગ્રાહકને મોકલો. નવા કોડનો પોતાનો વપરાશ ઇતિહાસ હોય છે.
ડિસ્કાઉન્ટ કોડ માટે સમાપ્તિ તારીખો કેવી રીતે કામ કરે છે?
જો તમે ડિસ્કાઉન્ટ માટે સમાપ્તિ તારીખ સેટ કરો છો, તો ઍડમિનમાં પ્રદર્શિત સમય ઝોનના આધારે, તમે સેટ કરેલી અંતિમ તારીખ પર અંતિમ સમયે ડિસ્કાઉન્ટ સમાપ્ત થાય છે.
શા માટે રોલઆઉટને કારણે મારું ડિસ્કાઉન્ટ સક્રિય કે નિષ્ક્રિય છે?
રોલઆઉટ એવા ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ સક્રિય અથવા નિષ્ક્રિય કરી શકે છે જેઓ રોલઆઉટમાં છે. ગ્રાહક માટે ડિસ્કાઉન્ટ ત્યારે સક્રિય થાય છે જ્યારે ડિસ્કાઉન્ટની પોતાની સક્રિય તારીખો લાગુ થાય, અથવા જ્યારે ડિસ્કાઉન્ટને સક્રિય કરતું સક્રિય રોલઆઉટ તે ગ્રાહક પર લાગુ થાય. જો સક્રિય રોલઆઉટ ગ્રાહક માટે ડિસ્કાઉન્ટને નિષ્ક્રિય કરે છે, તો ડિસ્કાઉન્ટની પોતાની સક્રિય તારીખો લાગુ થતી હોય ત્યારે પણ ડિસ્કાઉન્ટ તે ગ્રાહક માટે સક્રિય રહેતું નથી. ડિસ્કાઉન્ટનું વિગતો દર્શાવતું પેજ રોલઆઉટ અને ડિસ્કાઉન્ટની અસરકારક સ્થિતિ પ્રદર્શિત કરે છે. રોલઆઉટમાં ડિસ્કાઉન્ટ વિશે વધુ જાણો.
સક્રિય તારીખો સાથે ડિસ્કાઉન્ટ રોલઆઉટ કેવી રીતે કામ કરે છે?
રોલઆઉટનો ભાગ હોય તેવું ડિસ્કાઉન્ટ તેની પોતાની સક્રિય તારીખો જાળવી રાખે છે, અને તે તારીખો રોલઆઉટથી સ્વતંત્ર રીતે લાગુ થવાનું ચાલુ રાખે છે. જો રોલઆઉટ કાયમી ધોરણે લાગુ કરવામાં આવે છે, તો રોલઆઉટ જે ડિસ્કાઉન્ટને સક્રિય કરે છે તે તેની અંતિમ તારીખ ગુમાવે છે, અને જ્યાં સુધી તે તારીખ ભવિષ્યમાં ન હોય ત્યાં સુધી તેની પ્રારંભ તારીખ જાળવી રાખે છે. ભવિષ્યની પ્રારંભ તારીખ ધરાવતું ડિસ્કાઉન્ટ ત્યારે શરૂ થાય છે જ્યારે તમે રોલઆઉટ લાગુ કરો છો. રોલઆઉટ જે ડિસ્કાઉન્ટને નિષ્ક્રિય કરે છે તેની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય છે.
ચેકઆઉટ દરમિયાન મારા ગ્રાહકો ડિસ્કાઉન્ટ કોડ એન્ટ્રી ફીલ્ડ શા માટે જોઈ શકતા નથી?
ચેકઆઉટ દરમિયાન ગ્રાહકોને ડિસ્કાઉન્ટ કોડ એન્ટ્રી ફીલ્ડ દેખાશે કે નહીં તેને અસર કરતા ઘણા પરિબળો છે:
- તમારા ગ્રાહકો માટે તમારી પાસે ઓછામાં ઓછો 1 સક્રિય ડિસ્કાઉન્ટ કોડ ઉપલબ્ધ હોવો જોઈએ.
- જો ચેકઆઉટ કોઈ ડ્રાફ્ટ ઑર્ડર ઇન્વૉઇસ અથવા લિંક પરથી આવ્યું હોય, તો ગ્રાહકો માટે જાતે ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરવાનો વિકલ્પ ડિફૉલ્ટ રૂપે ઉપલબ્ધ નથી. ડ્રાફ્ટ ઑર્ડર્સ પર ડિસ્કાઉન્ટ આપવા વિશે વધુ જાણો.
- જો ગ્રાહક ચેકઆઉટ દરમિયાન Shop Pay નો ઉપયોગ કરી રહ્યા હોય, તો ડિસ્કાઉન્ટ કોડ એન્ટ્રી ફીલ્ડ પ્રદર્શિત થાય તે પહેલાં તેઓએ તેમના Shop Pay એકાઉન્ટમાં લૉગ ઇન કરવું આવશ્યક છે.
- જો તમે તમારા સ્ટોરમાં એવી કોઈ થર્ડ-પાર્ટી ઍપ ઇન્સ્ટોલ કરી હોય જે પ્રોડક્ટના કિંમત નિર્ધારણને અસર કરે અથવા ચેકઆઉટના વર્તનમાં ફેરફાર કરે, તો ઍપ કેવી રીતે કામ કરે છે તેના આધારે, ઍપ કદાચ ડિસ્કાઉન્ટ કોડ ફીલ્ડ ન દેખાવાનું કારણ બની શકે છે.
શું હું ગ્રાહકોના પસંદગીના ગ્રુપને ડિસ્કાઉન્ટ કોડ મોકલી શકું છું?
સમાન લાક્ષણિકતાઓ ધરાવતા ગ્રાહકોના ગ્રુપને ડિસ્કાઉન્ટ કોડ મોકલવા માટે, તમારે પહેલાં ગ્રાહક સેગમેન્ટ બનાવવું પડશે. પછી તમે પસંદગીના ગ્રાહકોના ગ્રુપને ડિસ્કાઉન્ટ કોડ મોકલવા માટે ગ્રાહક સેગમેન્ટનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે તમારા ઇમેઇલ માર્કેટિંગ પર સબ્સ્ક્રાઇબ કરેલા ગ્રાહકોનું સેગમેન્ટ બનાવી શકો છો અને પછી તે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ કોડ મોકલવા માટે ઇમેઇલ ઝુંબેશ બનાવી શકો છો.
શું હું પ્રોડક્ટ કલેક્શન પર ડિસ્કાઉન્ટ લાગુ કરી શકું?
તમે કલેક્શન પર બે રીતે ડિસ્કાઉન્ટ લાગુ કરી શકો છો: કાર્ટમાં યોગ્ય આઇટમ માટે પ્રતિ ઑર્ડર એકવાર લાગુ પડતી નિશ્ચિત નાણાકીય રકમ તરીકે, અથવા સમગ્ર કલેક્શન પર લાગુ થતા ટકાવારી ડિસ્કાઉન્ટ તરીકે. ડિસ્કાઉન્ટ ઉમેરો પેજ પરના આને લાગુ પડે છે વિભાગમાં તમને જોઈતી પદ્ધતિ પસંદ કરો.
શું હું કલેક્શનમાં શામેલ વ્યક્તિગત પ્રોડક્ટ વેરિઅન્ટ પર ડિસ્કાઉન્ટ આપી શકું?
હા, વ્યક્તિગત પ્રોડક્ટ વેરિઅન્ટ એવા કલેક્શનમાં ઉમેરી શકાય છે કે જેના પર તમે ડિસ્કાઉન્ટ લાગુ કરવા માગતા હો.
પ્રોડક્ટ-વિશિષ્ટ ડિસ્કાઉન્ટ કોડ ચેકઆઉટ કાર્ટમાં કેટલી વાર લાગુ પડે છે?
જ્યારે કોઈ ગ્રાહક ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરે છે, ત્યારે પ્રોડક્ટ-વિશિષ્ટ ડિસ્કાઉન્ટ કોડ પ્રોડક્ટની તમામ સંખ્યા પર લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક સમાન પ્રોડક્ટના 10 નંગ ઉમેરે છે, તો પ્રોડક્ટ-વિશિષ્ટ કોડ 10 આઇટમ પર ડિસ્કાઉન્ટ આપે છે. તમે ડિસ્કાઉન્ટ સેટિંગ્સમાં ડિસ્કાઉન્ટ માત્ર પ્રતિ ઑર્ડર એકવાર લાગુ કરવાનું પણ પસંદ કરી શકો છો.
શું હું કોઈ ચોક્કસ પ્રોડક્ટ વેરિઅન્ટ પર ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરી શકું?
તમે પ્રોડક્ટના ચોક્કસ વેરિઅન્ટ પર ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરી શકો છો. આ કોડ કાર્ટમાં ડિસ્કાઉન્ટેડ વેરિઅન્ટની તમામ સંખ્યા પર લાગુ થશે.
શું હું ગિફ્ટ કાર્ડની ખરીદી પર ડિસ્કાઉન્ટ લાગુ કરી શકું?
તેનો આધાર પરિસ્થિતિ પર રહેલો છે. મોટાભાગનાં ડિસ્કાઉન્ટ ગિફ્ટ કાર્ડ પર લાગુ કરી શકાતાં નથી. તેનો એકમાત્ર અપવાદ પ્રોડક્ટ-વિશિષ્ટ ડિસ્કાઉન્ટ છે, જેમાં પ્રોડક્ટ કોઈ ગિફ્ટ કાર્ડ હોય છે. ગિફ્ટ કાર્ડ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ ઉમેરવાની રીત વિશે જાણો.
શું હું એકસાથે ઘણાં ડિસ્કાઉન્ટ નિષ્ક્રિય કરી શકું?
તમે એકસાથે ઘણા ડિસ્કાઉન્ટ કોડ નિષ્ક્રિય કરવા માટે બલ્ક ઍક્શન કરી શકો છો.
કયા ડિસ્કાઉન્ટ કોડનો સૌથી વધુ ઉપયોગ થાય છે તે હું કેવી રીતે જાણી શકું?
તમારા ડિસ્કાઉન્ટ કોડનો કેટલી વાર ઉપયોગ થાય છે, તે જાણવા માટે તમે ડિસ્કાઉન્ટ પ્રમાણે થતા વેચાણના રિપોર્ટનો ઉપયોગ કરી શકો છો. રિપોર્ટ વિશેની વિગતો માટે, ડિસ્કાઉન્ટ પ્રમાણે થતા વેચાણનો સંદર્ભ લો.
જો ગ્રાહક અમાન્ય ડિસ્કાઉન્ટ કોડ અથવા સંયોજન દાખલ કરે, તો શું થાય?
જો કોઈ ગ્રાહક ચેકઆઉટ દરમિયાન એવો ડિસ્કાઉન્ટ કોડ દાખલ કરે કે જે અસ્તિત્વમાં ન હોય અથવા હાલમાં સક્રિય ન હોય, તો નીચેનો મેસેજ દેખાય છે: માન્ય ડિસ્કાઉન્ટ કોડ દાખલ કરો.
જો કોઈ ગ્રાહક ચેકઆઉટ દરમિયાન એવો ડિસ્કાઉન્ટ કોડ દાખલ કરે કે જે અસ્તિત્વમાં તો છે, પરંતુ તેમના કાર્ટમાં રહેલી પ્રોડક્ટ પર લાગુ પડતો નથી, તો નીચેની ભૂલ દેખાય છે: તમારા કાર્ટમાંની આઇટમ માટે _DISCOUNT_CODE_ ડિસ્કાઉન્ટ કોડ માન્ય નથી.
જો કોઈ ગ્રાહક ચેકઆઉટ દરમિયાન એક કરતાં વધુ એવા ડિસ્કાઉન્ટ કોડ દાખલ કરે કે જે અસ્તિત્વમાં તો છે, પણ તેમને એકસાથે જોડી શકાતા નથી, તો નીચેનો મેસેજ દેખાય છે: અમુક ડિસ્કાઉન્ટ કોડનો એકસાથે ઉપયોગ કરી શકાયો નથી. અમે શ્રેષ્ઠ સંયોજન લાગુ કર્યું છે.
સેલ્સ ચેનલ પર ડિસ્કાઉન્ટ કઈ રીતે કામ કરે છે?
તમે બનાવેલા ડિસ્કાઉન્ટનો ઉપયોગ ગ્રાહકો તમારી સેલ્સ ચેનલની સાથે સાથે તમારા ઑનલાઇન સ્ટોર પર પણ કરી શકે છે અને ગ્રાહકોને ડિસ્કાઉન્ટ રિડીમ કરતા રોકવાની તમારી ક્ષમતા નીચેના સંજોગો પૂરતી મર્યાદિત છે:
- ગ્રાહકો તમે તમારા સ્ટોર માટે સેટ કરેલી બધી સેલ્સ ચેનલ પર ડિસ્કાઉન્ટ કોડ રિડીમ કરી શકે છે. તમે ગ્રાહકોને કોઈ ચોક્કસ સેલ્સ ચેનલ પર ડિસ્કાઉન્ટ કોડ રિડીમ કરતા રોકી શકતા નથી.
- સ્વચાલિત ડિસ્કાઉન્ટ તમારા સ્ટોર માટે સેટ કરેલી બધી સેલ્સ ચેનલ પર લાગુ થાય છે. ખાસ કરીને પૉઇન્ટ ઑફ સેલ (POS) માટે, તમે સ્વચાલિત ડિસ્કાઉન્ટ માત્ર POS Pro સ્થાન માટે જ સક્રિય કરી શકો છો. જ્યારે ડિસ્કાઉન્ટની યોગ્યતા બધા ગ્રાહકો પર સેટ કરેલી હોય અને તમે POS Pro સ્થાન પર લાગુ કરો પસંદ કરો, અથવા જ્યારે ડિસ્કાઉન્ટની યોગ્યતા માર્કેટ પર સેટ કરેલી હોય અને તમે માન્ય રિટેલ માર્કેટ અસાઇન કરો, ત્યારે સ્વચાલિત ડિસ્કાઉન્ટ સક્રિય થાય છે.
તમે સોશિયલ મીડિયા પોસ્ટ, જાહેરાતો, POS ટાઇલ અને અન્ય ચેનલ-વિશિષ્ટ પ્રમોશનલ સામગ્રીમાં તમારા ડિસ્કાઉન્ટ દર્શાવવા માટે સેલ્સ ચેનલને સક્રિય કરી શકો છો. સેલ્સ ચેનલ પર ડિસ્કાઉન્ટ વિશે વધુ જાણો.
શું ડિસ્કાઉન્ટ ચેકઆઉટ વખતે ખરીદી પછીના પેજ પર લાગુ થશે?
Shopify ઍડમિનમાં બનાવેલા ડિસ્કાઉન્ટ ચેકઆઉટ વખતે ખરીદી પછીના પેજ સાથે સુસંગત નથી. જો તમે ઇન્સ્ટૉલ કરેલી ઍપ ખરીદી પછીની ઑફર પર કસ્ટમ ડિસ્કાઉન્ટને સપોર્ટ કરતી હોય, તો કસ્ટમાઇઝેશન સેટ કરવા માટે તેમની સૂચનાઓ અનુસરો.
શું હું ગ્રાહકના ચેકઆઉટમાંથી કોઈ ડિસ્કાઉન્ટ કોડનો અસ્વીકાર કરી શકું?
જો ગ્રાહક ચેકઆઉટ વખતે કોઈ ચોક્કસ ડિસ્કાઉન્ટ કોડ દાખલ કરે છે અને તમારે ગ્રાહકના ઑર્ડરની વિશિષ્ટતાઓના આધારે તે ડિસ્કાઉન્ટ કોડનો અસ્વીકાર કરવાની જરૂર હોય, તો તમે ડિસ્કાઉન્ટ કોડને હટાવવા અને ગ્રાહકને કસ્ટમ મેસેજ બતાવવા માટે કોઈ થર્ડ-પાર્ટી ઍપ અથવા કસ્ટમ ઍપનો ઉપયોગ કરી શકો છો. કસ્ટમ મેસેજિંગ સાથે ડિસ્કાઉન્ટ કોડનો અસ્વીકાર કરવા માટે ડિસ્કાઉન્ટ ફંક્શન કેવી રીતે બનાવવું તે વિશે જાણો.