Shopifyમાં ડોમેન ઉમેરવું
ડોમેન ઉમેરવાથી તમારી બ્રાંડ સ્થાપિત કરવામાં અને તમારા ઑનલાઇન સ્ટોરમાં વિશ્વાસ વધારવામાં મદદ મળે છે. ડિફૉલ્ટ રૂપે, જ્યારે તમે Shopify માટે સાઇન અપ કર્યું ત્યારે તમારા ઑનલાઇન સ્ટોરને એક myshopify.com URL આપવામાં આવ્યું હતું. જો ગ્રાહકો તમારો ઑનલાઇન સ્ટોર બ્રાઉઝ કરે ત્યારે તેમને પ્રદર્શિત થતું વેબ ઍડ્રેસ તમે બદલવા માગતા હો, તો તમારે એક કસ્ટમ ડોમેન ઉમેરવાની જરૂર છે, જેમ કે www.example.com. તમે નીચેની રીતોમાં Shopifyમાં ડોમેન ઉમેરી શકો છો:
- Shopify મારફતે ડોમેન ખરીદો - જો તમે નવું ડોમેન ખરીદવા માગતા હો, તો સેટઅપની પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમે Shopify મારફતે ડોમેન ખરીદી શકો છો. જો આ ડોમેન તમે Shopifyમાં ઉમેર્યું હોય તેવું પહેલું ડોમેન છે, તો ગ્રાહકોને પ્રદર્શિત થનાર વેબ ઍડ્રેસ બનવા માટે તે ઑટોમૅટિક રીતે કન્ફિગર થાય છે. જો તમે તમારા સ્ટોર સાથે પહેલેથી જ ડોમેનનો ઉપયોગ કરતા હો, તો નવું ડોમેન ઑટોમૅટિક રીતે તમારા પ્રાથમિક ડોમેન પર રીડાયરેક્ટ થાય છે. તમે તમારા Shopify ઍડમિનમાંથી તમારા તમામ ડોમેન સેટિંગ્સને મેનેજ કરો છો. ડોમેન સેટિંગ્સ મેનેજ કરવા વિશે વધુ જાણો.
- તમારા ડોમેનને Shopify સાથે કનેક્ટ કરો - જો તમારી પાસે પહેલેથી જ કોઈ થર્ડ-પાર્ટી પ્રદાતાનું ડોમેન હોય, તો તમે તમારા ડોમેનને તમારા ઑનલાઇન સ્ટોર સાથે કનેક્ટ કરી શકો છો. તમે તમારા ડોમેન સેટિંગ્સ મેનેજ કરવા, તમારા ડોમેન માટે ચુકવણી કરવા અને તેને રિન્યૂ કરવા માટે હજી પણ થર્ડ-પાર્ટી ડોમેન પ્રદાતાનો ઉપયોગ કરો છો.
- તમારા ડોમેનને Shopifyમાં ટ્રાન્સફર કરો - જો તમારી પાસે પહેલેથી જ કોઈ થર્ડ-પાર્ટી પ્રદાતાનું ડોમેન હોય, અને તમે તમારા Shopify ઍડમિનમાંથી તમારા બધા ડોમેન સેટિંગ્સ મેનેજ કરવા માગતા હો, તો તમે તમારા ડોમેનનું મેનેજમેન્ટ Shopifyમાં ટ્રાન્સફર કરી શકો છો. તમે તમારું ડોમેન Shopifyમાં ટ્રાન્સફર કરી લો તે પછી, તમારે એ થર્ડ-પાર્ટી ડોમેન સેવાનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી જ્યાંથી તમે મૂળ રૂપે તમારું ડોમેન ખરીદ્યું હતું.
સબડોમેન એ તમારા રૂટ ડોમેનનો સબસેટ છે જેને તમે તમારા ડોમેનના પ્રિફિક્સ તરીકે ઉમેરો છો, જેમ કે www. તમે નીચેની રીતોમાં પણ Shopifyમાં સબડોમેન ઉમેરી શકો છો:
- જો તમે Shopify મારફતે ડોમેન ખરીદો છો અથવા તમારા ડોમેનને Shopifyમાં ટ્રાન્સફર કરો છો, તો તમે તમારા Shopify ઍડમિનમાંથી સબડોમેન્સ ઉમેરી શકો છો.
- જો તમારી પાસે કોઈ થર્ડ-પાર્ટી પ્રદાતાનું ડોમેન છે, તો તમે તમારા થર્ડ-પાર્ટી પ્રદાતા એકાઉન્ટમાં સબડોમેન્સ બનાવી શકો છો અને પછી તેમને Shopify સાથે કનેક્ટ કરી શકો છો.
તમારા .myshopify.com URL ઉપરાંત, તમે તમારા Shopify સ્ટોરમાં 20 જેટલા ડોમેન્સ અથવા સબડોમેન્સ ઉમેરી શકો છો. જો તમારો સ્ટોર Shopify Plus પ્લાન પર હોય, તો તમે 1,000 જેટલા ડોમેન્સ અથવા સબડોમેન્સ ઉમેરી શકો છો. જ્યારે તમે કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને Shopifyમાં ડોમેન ઉમેરો છો, ત્યારે એક નવું TLS સર્ટિફિકેટ ઑટોમૅટિક રીતે મફતમાં બનાવવામાં આવે છે. તમારા Shopify સ્ટોર સાથે સુરક્ષિત કનેક્શન્સ સક્ષમ કરવા વિશે વધુ જાણો.