Alibaba Cloud ડોમેનને Shopify સાથે કનેક્ટ કરવું

જો તમે Alibaba Cloud પરથી ડોમેન ખરીદ્યું હોય અને હોસ્ટિંગને Shopify પર ખસેડ્યા વિના તેનો Shopify સ્ટોર પર ઉપયોગ કરવા માંગતા હો, તો આ માર્ગદર્શિકા તમને તમારા Alibaba Cloud ડોમેનને Shopify સાથે મેન્યુઅલી કનેક્ટ કરવામાં મદદ કરશે.

પગલું 1: તમારા Alibaba Cloud એકાઉન્ટમાં લૉગ ઇન કરો

  1. નવી બ્રાઉઝર ટૅબ ખોલો અને તમારા Alibaba Cloud એકાઉન્ટમાં લૉગ ઇન કરો.
  2. Console (કન્સોલ) પર ક્લિક કરો.
  3. આના પર ક્લિક કરો: Domain names (ડોમેન નામો).
    Alibaba Cloud માં Domain name વિકલ્પનો સ્ક્રીનશૉટ
  4. આના પર ક્લિક કરો: Manage (સંચાલન કરો) જે ડોમેનને તમે Shopify સાથે કનેક્ટ કરવા માંગો છો તેના માટે.
    Alibaba Cloudમાં મેનેજ કરો વિકલ્પનો સ્ક્રીનશૉટ

પગલું 2: A રેકોર્ડ અપડેટ કરો

માત્ર રૂટ ડોમેન (ઉદાહરણ તરીકે, shopify.com) કનેક્ટ કરતી વખતે જ A રેકોર્ડ જરૂરી છે. જો તમે સબડોમેન (ઉદાહરણ તરીકે, shop.shopify.com) કનેક્ટ કરી રહ્યાં હોવ, તો તમારે માત્ર CNAME રેકોર્ડ કન્ફિગર કરવાની જરૂર છે.

  1. આના પર ક્લિક કરો: ડોમેન નામ રિઝોલ્યુશન.
    ડોમેન નામ રિઝોલ્યુશન વિકલ્પનો સ્ક્રીનશૉટ
  2. આના પર ક્લિક કરો: DNS રેકોર્ડ ઍડ કરો.
    DNS રેકોર્ડ ઍડ કરો બટનનો સ્ક્રીનશૉટ
  3. રેકોર્ડના પ્રકાર માટે, A પસંદ કરો.
  4. હોસ્ટનામમાં, @ દાખલ કરો.
  5. DNS વિનંતીના સ્રોતમાં, ડિફૉલ્ટ પસંદ કરો.
  6. રેકોર્ડ મૂલ્યમાં, 23.227.38.65 દાખલ કરો.
  7. TTL સમયગાળામાં, 10 (Recommended) પસંદ કરો.
  8. આના પર ક્લિક કરો: ઓકે.
    A રેકોર્ડ ફીલ્ડ્સનો સ્ક્રીનશૉટ

પગલું 3: CNAME રેકોર્ડ અપડેટ કરો

  1. DNS રેકોર્ડ ઍડ કરો પર ક્લિક કરો.
  2. રેકોર્ડના પ્રકાર માટે, CNAME પસંદ કરો.
  3. હોસ્ટનામ ફીલ્ડમાં, www ટાઇપ કરો.
  4. DNS વિનંતીના સ્રોતમાં, ડિફૉલ્ટ પસંદ કરો.
  5. રેકોર્ડ મૂલ્યમાં, shops.myshopify.com દાખલ કરો.
  6. TTL સમયગાળામાં, 10 (Recommended) પસંદ કરો.
  7. આના પર ક્લિક કરો: ઓકે.
    CNAME રેકોર્ડ ફીલ્ડ્સનો સ્ક્રીનશૉટ

પગલું 4: તમારા ડોમેનને Shopify સાથે કનેક્ટ કરો

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ડોમેન પર જાઓ.

  2. હાલનું કનેક્ટ કરો પર ક્લિક કરો.

  3. ડોમેન નામ દાખલ કરો અને પછી આગળ પર ક્લિક કરો.

પગલું 5: તમારા Shopify ડોમેન માટે વધારાની ચકાસણી

વધારાની સુરક્ષા માટે ડોમેનની વધારાની ચકાસણી જરૂરી હોઈ શકે છે. આ ચકાસણી માટે ડોમેન પર TXT રેકોર્ડ બનાવવો જરૂરી છે.

પગલાં:

  1. Alibaba Cloud પર પાછા જાઓ અને તમે Shopify સાથે જે ડોમેન કનેક્ટ કરવા માંગો છો તે શોધો.
  2. મેનેજ કરો > ડોમેન નામ રિઝોલ્યુશન > DNS રેકોર્ડ ઍડ કરો પર ક્લિક કરો.
  3. રેકોર્ડના પ્રકાર માટે, TXT પસંદ કરો.
  4. હોસ્ટનામ ફીલ્ડમાં, shopify_verification દાખલ કરો.
  5. DNS વિનંતીના સ્રોતમાં, ડિફૉલ્ટ પસંદ કરો.
  6. નવા ટૅબમાં, તમારા Shopify ઍડમિન પર જાઓ, સેટિંગ > ડોમેન પર ક્લિક કરો અને પછી તમે જે ડોમેનની ચકાસણી કરી રહ્યાં છો તેના પર ક્લિક કરો.
  7. અપડેટ કરવાનું મૂલ્ય કૉલમમાં TXT રેકોર્ડના મૂલ્ય પર પોઇન્ટર રાખો અને પછી કૉપિ કરવાના આઇકન પર ક્લિક કરો.
  8. Alibaba Cloud ટૅબ પર પાછા જાઓ અને પછી Shopify પરથી કૉપિ કરેલું મૂલ્ય Record Value (રેકોર્ડનું મૂલ્ય)માં પેસ્ટ કરો.
  9. TTL સમયગાળામાં, 10 (Recommended) પસંદ કરો.
  10. આના પર ક્લિક કરો: ઓકે.
    TXT રેકોર્ડ ફીલ્ડ્સનો સ્ક્રીનશૉટ
  11. તમારા Shopify ઍડમિન ટૅબ પર પાછા જાઓ અને પછી મેં DNS રેકોર્ડ અપડેટ કર્યા છે પર ક્લિક કરો.