Shopifyમાં તમારા ડોમેન સેટિંગ્સનું સંચાલન કરવું

તમે Shopifyમાં ડોમેન ઉમેરો, તે પછી તમારા Shopify ઍડમિનમાંથી તમારા ઑનલાઇન સ્ટોર માટેના તમારા ડોમેન સેટિંગ્સને સંચાલિત કરી શકો છો. ગ્રાહકો જ્યારે તમારો ઑનલાઇન સ્ટોર બ્રાઉઝ કરે, ત્યારે તેમને કયું ડોમેન ડિસ્પ્લે થાય તે તમે પસંદ કરી શકો છો અને અન્ય કોઈ ડોમેનને આ ડોમેન પર રીડાયરેક્ટ કરી શકો છો.

જો તમારી પાસે Shopify-દ્વારા સંચાલિત ડોમેન હોય, તો તમે તમારા Shopify ઍડમિનમાંથી નીચેની બાબતો પણ કરી શકો છો:

  • તમારા ડોમેન માટે ઑટોમૅટિક રિન્યુઅલ કન્ફિગર કરવું
  • સબડોમેન ઉમેરવા
  • તમારા DNS સેટિંગ્સને એડિટ કરવા
  • તમારા DMARC સેટિંગ્સને એડિટ કરવા

તમે તમારા Shopify ઍડમિનમાં ડોમેન પેજ પર તમારા ઑનલાઇન સ્ટોર માટેના ડોમેન સેટિંગ્સ સંચાલિત કરી શકો છો.

તમે માર્કેટ પર જઈને તમારા આંતરરાષ્ટ્રીય ડોમેન સંચાલિત કરી શકો છો. આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સની સાથે ડોમેનનો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.

આ વિભાગમાં