તમારાં Shopify Balance કાર્ડ મેનેજ કરવાં
તમે તમારા બિઝનેસના ખર્ચને મેનેજ કરવા માટેના ટૂલ તરીકે Shopify Balance કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા Shopify ઍડમિનના Balance વિભાગમાંથી તમારા Shopify Balance કાર્ડની વિગતો જોઈ અને મેનેજ કરી શકો છો.
આ પેજ પર
તમે રાખી શકો તે વર્ચ્યુઅલ અને ભૌતિક Shopify Balance કાર્ડની સંખ્યા
તમે તમારું Shopify Balance એકાઉન્ટ સેટ કરો ત્યારપછી, તમારું વર્ચ્યુઅલ કાર્ડ ઑટોમૅટિક રીતે સક્રિય થઈ જાય છે. તમારા મુખ્ય Shopify Balance એકાઉન્ટ માટે એક વર્ચ્યુઅલ કાર્ડ અને એક ભૌતિક કાર્ડની મર્યાદા છે. જો તમે Shopify Balance માટે એકાધિક એકાઉન્ટ કન્ફિગર કર્યાં હોય, તો તમે તમારાં અતિરિક્ત Shopify Balance એકાઉન્ટ સાથે લિંક કરેલાં વર્ચ્યુઅલ કાર્ડ બનાવી શકશો, જેમાં દરેક અતિરિક્ત એકાઉન્ટ દીઠ એક વર્ચ્યુઅલ કાર્ડની મર્યાદા હોય છે. તમે કદાચ તમારા Shopify સ્ટોર સાથે સંકળાયેલાં કોઈપણ સ્ટાફ એકાઉન્ટ માટે ગૌણ કાર્ડધારકો સેટ કરવા માટે પણ સક્ષમ હોઈ શકો છો.
Shopify Balance કાર્ડની ફી
Shopify તમારા Shopify Balance કાર્ડનો ઉપયોગ કરવા માટે કોઈ ફી લેતું નથી. જોકે, ઑટોમેટેડ ટેલર મશીન (ATM) પ્રદાતાની ફી લાગુ થઈ શકે છે. તમે તમારી સેવાની શરતોમાં ફી વિશે વધુ માહિતી મેળવી શકો છો.
કાર્ડની માહિતી જુઓ
તમે તમારી વર્ચ્યુઅલ અથવા ભૌતિક કાર્ડની માહિતી, જેમ કે કાર્ડ નંબર અથવા કાર્ડધારકની વિગતો જોઈ શકો છો.
સુરક્ષાનાં કારણોસર, તમારી કાર્ડની માહિતી જોતી વખતે તમને તમારા એકાઉન્ટને પ્રમાણિત કરવા માટેનો પ્રૉમ્પ્ટ મળી શકે છે.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ફાઇનાન્સ પર જાઓ.
મારાં કાર્ડ વિભાગમાં, તમે જે કાર્ડની માહિતી જોવા માગતા હો તેને પસંદ કરો.
તમારો કાર્ડ નંબર, સમાપ્તિ તારીખ અને CVV નંબર જોવા માટે નંબરો બતાવો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
ફાઇનાન્સ પર ટૅપ કરો.
મારાં કાર્ડ વિભાગમાં, તમે જે Shopify Balance કાર્ડ જોવા માગતા હો તેના પર ટૅપ કરો.
તમારો કાર્ડ નંબર, સમાપ્તિ તારીખ અને CVV નંબર જોવા માટે નંબરો બતાવો પર ટૅપ કરો.
નવાં કાર્ડ બનાવો
તમે કોઈપણ સમયે રાખી શકો તેવા કાર્ડની મહત્તમ સંખ્યા સુધીનાં ભૌતિક અને વર્ચ્યુઅલ કાર્ડ બનાવી શકો છો. તમે કાર્ડ બનાવી શકો છો અને તમારા અલગ-અલગ પ્રકારના ખર્ચ મેનેજ કરવા માટે તેમને તમારા મુખ્ય Shopify Balance એકાઉન્ટ અથવા કોઈ વધારાના Shopify Balance એકાઉન્ટ સાથે લિંક કરી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ફાઇનાન્સ પર જાઓ.
જેના માટે તમે નવું કાર્ડ બનાવવા માગતા હો તે Shopify Balance એકાઉન્ટ પસંદ કરો.
મારાં કાર્ડ વિભાગમાં, નવું કાર્ડ બનાવવા માટે
પર ક્લિક કરો.
કાર્ડધારક ફીલ્ડમાં, કાર્ડધારકનું નામ દાખલ કરો અથવા ડ્રોપડાઉન મેનૂમાંથી કાર્ડધારકને પસંદ કરો.
લિંક કરેલું એકાઉન્ટ ફીલ્ડમાં, લિંક કરેલું એકાઉન્ટ પસંદ કરો.
તમારા કાર્ડના પ્રકાર તરીકે વર્ચ્યુઅલ અથવા ભૌતિક પસંદ કરો.
કાર્ડ બનાવો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
ફાઇનાન્સ પર ટૅપ કરો અને પછી તમારું નવું કાર્ડ સેટઅપ કરો:
- જો તમારી પાસે માત્ર એક જ Shopify Balance એકાઉન્ટ હોય, તો મારાં કાર્ડ વિભાગમાં,
આઇકન પર ટૅપ કરો.
- જો તમારી પાસે એક કરતા વધુ Shopify Balance એકાઉન્ટ હોય, તો એકાઉન્ટ વિભાગમાં, જેના માટે તમે કાર્ડ બનાવવા માગતા હો તે એકાઉન્ટ પર ટૅપ કરો અને પછી મારાં કાર્ડ વિભાગમાં,
આઇકન પર ટૅપ કરો.
- જો તમારી પાસે માત્ર એક જ Shopify Balance એકાઉન્ટ હોય, તો મારાં કાર્ડ વિભાગમાં,
કાર્ડધારક ફીલ્ડમાં, કાર્ડધારકનું નામ દાખલ કરો અથવા ડ્રોપડાઉન મેનૂમાંથી કાર્ડધારકને પસંદ કરો.
લિંક કરેલું એકાઉન્ટ ફીલ્ડમાં, લિંક કરેલું એકાઉન્ટ પસંદ કરો.
તમારા કાર્ડના પ્રકાર તરીકે વર્ચ્યુઅલ અથવા ભૌતિક પસંદ કરો.
કાર્ડ બનાવો પર ટૅપ કરો.
તમારા Shopify Balance કાર્ડને Apple Pay અથવા Google Pay સાથે લિંક કરો
તમે ઑનલાઇન અને રૂબરૂ ચુકવણી માટે કાર્ડનો ઉપયોગ કરવા તમારા વર્ચ્યુઅલ અથવા ભૌતિક Shopify Balance કાર્ડને તમારા Google Pay અથવા Apple Pay વૉલેટ સાથે લિંક કરી શકો છો. તમે તમારા Shopify Balance કાર્ડને અલગ-અલગ ઘણી રીતે તમારા ડિજિટલ વૉલેટ સાથે લિંક કરી શકો છો.
Shopify ઍપનો ઉપયોગ કરીને તમારા Shopify Balance કાર્ડને Apple Pay અથવા Google Pay વૉલેટ સાથે લિંક કરો
તમે તમારા વર્ચ્યુઅલ અથવા ભૌતિક Shopify Balance કાર્ડને સીધા Shopify ઍપમાંથી Google Pay અથવા Apple Pay સાથે લિંક કરી શકો છો. તમારા Shopify Balance કાર્ડને ડિજિટલ વૉલેટ સાથે લિંક કર્યા પછી, તમે તરત જ તેનો ઉપયોગ રૂબરૂ અને ઑનલાઇન ચુકવણી કરવા માટે કરી શકો છો.
iPhone
પગલાં:
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
ફાઇનાન્સ પર ટૅપ કરો.
મારાં કાર્ડ વિભાગમાં, તમે જે Shopify Balance કાર્ડને તમારા Apple Wallet સાથે લિંક કરવા માગતા હો તેને પસંદ કરો.
Apple Walletમાં ઉમેરો પર ટૅપ કરો.
Apple Payમાં કાર્ડ ઉમેરો પેજ પર, તમે જેમાં તમારું કાર્ડ ઉમેરવા માગતા હો તે Apple ઉપકરણ પસંદ કરો.
કાર્ડ ઉમેરો પેજ પર, તમારા Shopify Balance કાર્ડને તમારા Apple Pay વૉલેટમાં ઉમેરવા માટે આગળ પર ટૅપ કરો.
Android
પગલાં:
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
ફાઇનાન્સ પર ટૅપ કરો.
મારાં કાર્ડ વિભાગમાં, તમે જે Shopify Balance કાર્ડને તમારા Google Pay વૉલેટ સાથે લિંક કરવા માગતા હો તેને પસંદ કરો.
Google Walletમાં ઉમેરો પર ટૅપ કરો.
પેમેન્ટ કાર્ડ ઉમેરો સ્ક્રીન પર, વૉલેટમાં ઉમેરો પર ટૅપ કરો.
કાર્ડ ઉમેરો સ્ક્રીન પર, તમારા Shopify Balance કાર્ડને તમારા Google Pay વૉલેટમાં ઉમેરવા માટે ચાલુ રાખો પર ટૅપ કરો.
Shopify Balance ઍપનો ઉપયોગ કરીને તમારા Shopify Balance કાર્ડને તમારા Apple Pay અથવા Google Pay વૉલેટ સાથે લિંક કરો
Shopify Balance ઍપથી, તમે તમારા વર્ચ્યુઅલ અથવા ભૌતિક Shopify Balance કાર્ડને તમારા મોબાઇલ વૉલેટ સાથે લિંક કરી શકો છો જેથી તમે ઑનલાઇન અને રૂબરૂ ચુકવણી કરી શકો.
iPhone
પગલાં:
- Shopify Balance ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
- તમે તમારા મોબાઇલ વૉલેટમાં જે કાર્ડ ઉમેરવા માગતા હો તેના પર ટૅપ કરો.
- Apple Walletમાં ઉમેરો પર ટૅપ કરો.
- તમારી કાર્ડધારક વિશેની વિગતો કન્ફર્મ કરો અને પછી ચાલુ રાખો પર ટૅપ કરો.
- નિયમો અને શરતો રિવ્યૂ કરો અને પછી સંમત થાઓ પર ટૅપ કરો.
- વૈકલ્પિક: Apple Walletમાં આ કાર્ડને તમારા ડિફૉલ્ટ કાર્ડ તરીકે સેટ કરવા માટે, હમણાં ઉમેરો પર ટૅપ કરો.
Android
પગલાં:
- Shopify Balance ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
- તમે તમારા મોબાઇલ વૉલેટમાં જે કાર્ડ ઉમેરવા માગતા હો તેના પર ટૅપ કરો.
- Google Payમાં ઉમેરો પર ટૅપ કરો.
- તમારી કાર્ડધારક વિશેની વિગતો કન્ફર્મ કરો અને પછી ચાલુ રાખો પર ટૅપ કરો.
- નિયમો અને શરતો રિવ્યૂ કરો અને પછી સંમત થાઓ પર ટૅપ કરો.
તમારા Shopify Balance કાર્ડને તમારા મોબાઇલ વૉલેટ સાથે લિંક કર્યા પછી, તમે ઇન-સ્ટોર અને ઑનલાઇન ખરીદી કરવા માટે તમારા Shopify Balance કાર્ડનો તાત્કાલિક ઉપયોગ કરી શકો છો.
તમારા Shopify Balance કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને તમારા Shopify Balance કાર્ડને તમારા Apple Pay અથવા Google Pay વૉલેટ સાથે લિંક કરો
તમે તમારા Shopify Balance કાર્ડ નંબરનો ઉપયોગ કરીને તમારા વર્ચ્યુઅલ અથવા ભૌતિક Shopify Balance કાર્ડને Apple Pay અથવા Google Payમાં ઉમેરી શકો છો.
તમારા પસંદ કરેલા વૉલેટ સાથે તમારા Shopify Balance કાર્ડને લિંક કરવા વિશેની વધુ માહિતી માટે, Apple Pay and Wallet અથવા Google Pay and Walletનો સંદર્ભ લો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ફાઇનાન્સ પર જાઓ.
તમારું મુખ્ય Shopify Balance એકાઉન્ટ પસંદ કરો.
તમે જે કાર્ડ લિંક કરવા માગતા હો તેના પર ક્લિક કરો.
નંબરો બતાવો પર ક્લિક કરો.
તમારી કાર્ડધારકની વિગતો અપડેટ કરો
તમે તમારા Shopify Balance એકાઉન્ટમાં તમારું બિલિંગ સરનામું અને ફોન નંબર સહિત, તમારા Shopify Balance કાર્ડધારકની વિગતો અપડેટ કરી શકો છો.
જો તમારી પાસે ભૌતિક કાર્ડ અને વર્ચ્યુઅલ કાર્ડ બંને હોય, તો તમે કરેલા કોઈપણ ફેરફારો બંને કાર્ડ પર લાગુ થશે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ફાઇનાન્સ પર જાઓ.
મારાં કાર્ડ વિભાગમાં, તમે જેની વિગતો બદલવા માગતા હો તે કાર્ડધારક સાથે સંકળાયેલું કોઈપણ કાર્ડ પસંદ કરો.
પર ક્લિક કરો અને પછી કાર્ડધારકની વિગતો પર ક્લિક કરો.
તમારું બિલિંગ સરનામું અથવા મોબાઇલ ફોન નંબર બદલવા માટે
પર ક્લિક કરો.