Shopify Bill Pay નું મુશ્કેલીનિવારણ
Shopify Bill Pay વડે તમારા નાણાંનું સંચાલન કરવું સરળ હોવું જોઈએ, પરંતુ ક્યારેક તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ પેજમાં, તમે Shopify Bill Pay સાથે સામનો કરી શકો તેવી સામાન્ય સમસ્યાઓની રૂપરેખા અને તેમને ઉકેલવામાં મદદ કરવા માટેના ઉકેલો આપવામાં આવ્યા છે.
આ પેજ પર
બેંક એકાઉન્ટ ચકાસણીની સમસ્યાઓ
જો તમને તમારું બેંક એકાઉન્ટ ચકાસવામાં કોઈ મુશ્કેલી આવી રહી હોય, તો તમારી ચકાસણી પદ્ધતિના આધારે ઉકેલો રિવ્યૂ કરો. સેટઅપની વિગતવાર સૂચનાઓ માટે, તમારું બેંક એકાઉન્ટ કેવી રીતે ઉમેરવું અને ચકાસવું તે જાણો.
Plaid ચકાસણીની નિષ્ફળતાઓનું મુશ્કેલીનિવારણ કરો
જો તમને Plaid દ્વારા તમારા બેંક એકાઉન્ટને ચકાસવામાં મુશ્કેલીઓ આવતી હોય, તો નીચેનાં પગલાં અજમાવી જુઓ:
- તમે બેંક લૉગિનના સાચા ઓળખપત્રોનો ઉપયોગ કરી રહ્યાં છો, તેની પુષ્ટિ કરો.
- તપાસો કે તમારી બેંકને વન-ટાઇમ કોડ જેવી વધારાની સુરક્ષા ચકાસણીની જરૂર છે કે નહીં.
- અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો અથવા તમારું બ્રાઉઝર કૅશ સાફ કરવાનો પ્રયાસ કરો.
- જો સમસ્યા ચાલુ રહે, તો વિકલ્પ તરીકે માઇક્રો-ડિપોઝિટ ચકાસણી પદ્ધતિ પર સ્વિચ કરો.
માઇક્રો-ડિપોઝિટ મળી નથી તેની સમસ્યાઓનું નિવારણ કરો
જો તમને 2-3 કામકાજના દિવસો પછી તમારી માઇક્રો-ડિપોઝિટ મળી નથી, તો નીચેના પગલાં અજમાવો:
- પ્રત્યેક $1 USD કરતાં ઓછી "Melio" તરીકે લેબલ કરેલી ડિપોઝિટ માટે તમારી બેંકનો ટ્રાન્ઝેક્શન ઇતિહાસ તપાસો.
- ચકાસો કે તમે રાઉટિંગ નંબર અને એકાઉન્ટ નંબર સહિત તમારા બેંક એકાઉન્ટની વિગતો યોગ્ય રીતે દાખલ કરી છે.
- કન્ફર્મ કરો કે તમે સ્થાનિક યુનાઇટેડ સ્ટેટ્સના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો. વાયર રાઉટિંગ નંબરો સમર્થિત નથી.
- જો તમને હજી પણ ડિપોઝિટ શોધી શકાતી નથી, તો Shopify Bill Payમાંથી બેંક એકાઉન્ટ ડિલીટ કરો અને નવી માઇક્રો-ડિપોઝિટને ટ્રિગર કરવા માટે તેને ફરીથી ઉમેરો.
માઇક્રો-ડિપોઝિટ એન્ટ્રીની સમસ્યાઓનું નિવારણ કરો
જો તમને ચકાસણી પૂર્ણ કરવા માટે માઇક્રો-ડિપોઝિટની રકમો દાખલ કરવામાં સમસ્યા આવી રહી છે, તો નીચેના પગલાં અજમાવો:
- ખાનગી અથવા છુપી (ઇન્કોગ્નિટો) બ્રાઉઝર વિંડો ખોલો અને તમારા Shopify ઍડમિનમાં સાઇન ઇન કરો.
- ફાઇનાન્સ > Bill Pay પર નેવિગેટ કરો અને રકમો ફરીથી દાખલ કરવાનો પ્રયાસ કરો.
- ખાતરી કરો કે તમે પ્રત્યેક ડિપોઝિટનો માત્ર સેન્ટનો ભાગ દાખલ કરી રહ્યાં છો (ઉદાહરણ તરીકે, જો ડિપોઝિટ $0.32 USD હતી, તો "32" દાખલ કરો).
- જો તમે હજી પણ રકમો દાખલ કરી શકતા નથી, તો વધુ સહાય માટે Shopify સપોર્ટનો સંપર્ક કરો.
માઇક્રો-ડિપોઝિટ ચકાસણીની નિષ્ફળતાઓનું નિવારણ કરો
જો માઇક્રો-ડિપોઝિટ ચકાસણી પદ્ધતિ બહુવિધ પ્રયાસો પછી નિષ્ફળ જાય છે, તો તમારે એક અલગ બેંક એકાઉન્ટ કનેક્ટ કરવાની જરૂર છે. ખાતરી કરો કે નવું બેંક એકાઉન્ટ એક બિઝનેસ એકાઉન્ટ છે જે ACH ટ્રાન્સફર સ્વીકારી શકે છે. બેંક એકાઉન્ટ ઉમેરવા અને ચકાસવા વિશે જાણો.
ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની સમસ્યાઓ
જો તમને ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ઉમેરવામાં કે તેનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી રહી છે, તો નીચેના ઉકેલોની સમીક્ષા કરો. કાર્ડની વિગતવાર આવશ્યકતાઓ અને સેટઅપના પગલાં માટે, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ઉમેરવા વિશે જાણો.
ઉમેરતી વખતે કાર્ડ રિજેક્ટ થયું હોવાની સમસ્યાનું નિવારણ કરો
Shopify Bill Pay માત્ર એવા બિઝનેસ કાર્ડ સ્વીકારે છે જે ચોક્કસ આવશ્યકતાઓને પૂર્ણ કરતા હોય:
- કાર્ડ કમર્શિયલ, બિઝનેસ અથવા કૉર્પોરેટ કાર્ડ હોવું આવશ્યક છે. વ્યક્તિગત કાર્ડ સ્વીકારવામાં આવતા નથી.
- કાર્ડ યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇશ્યૂ કરવામાં આવ્યું હોવું જોઈએ.
- માત્ર Mastercard, Visa, American Express, Diners Club અને Discover કાર્ડ સ્વીકારવામાં આવે છે.
- પ્રીપેડ કાર્ડ સ્વીકારવામાં આવતા નથી.
- બિલિંગ સરનામાનો ZIP કોડ હાઇફન વિનાનો 5-અંકનો નંબર હોવો આવશ્યક છે.
જો તમારું કાર્ડ આ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે પરંતુ તેમ છતાં રિજેક્ટ થાય છે, તો કાર્ડની તમામ વિગતો બે વાર તપાસો, બિલિંગ સરનામું તમારા કાર્ડ જારીકર્તાના રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં તેની ચકાસણી કરો અને બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાન્ઝેક્શન પર કોઈ પ્રતિબંધો નથી તેની ખાતરી કરવા માટે તમારા કાર્ડ જારીકર્તાનો સંપર્ક કરો.
કાર્ડની ચુકવણી નકારવામાં આવી હોવાની સમસ્યાનું નિવારણ કરો
જો તમારા કાર્ડ વડે કરવામાં આવેલી ચુકવણી નકારવામાં આવે, તો તે સમસ્યા અપૂરતી ક્રેડિટ મર્યાદા અથવા ફંડ, તમારા કાર્ડ જારીકર્તા દ્વારા ટ્રાન્ઝેક્શનને બ્લૉક કરવાને કારણે અથવા તમારા કાર્ડ પરની ટ્રાન્ઝેક્શન મર્યાદાને કારણે થઈ શકે છે. તમારી ઉપલબ્ધ ક્રેડિટ તપાસો, કોઈપણ રોક (હોલ્ડ) નથી તેની ચકાસણી કરવા માટે તમારા કાર્ડ જારીકર્તાનો સંપર્ક કરો અને જો જરૂરી હોય તો, ચુકવણી રદ કરો અને એક અલગ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને ફરીથી શેડ્યૂલ કરો.
વિશિષ્ટ ભૂલ કોડ અને વિગતવાર ઉકેલો માટે, ચુકવણી નિષ્ફળતાઓની સમીક્ષા કરો.
ચુકવણી નકારવાની સમસ્યાઓ
તમારી ચુકવણી કેટલાક કારણોસર નકારી શકાય છે. નીચેના સામાન્ય કારણો અને ઉકેલોની સમીક્ષા કરો.
નોન-બિઝનેસ એકાઉન્ટને લીધે થતા અસ્વીકારની સમસ્યાઓનું નિવારણ કરો
Shopify Bill Pay માત્ર બિઝનેસ એકાઉન્ટ્સ વચ્ચે ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરે છે. જો તમે અથવા તમારા વિક્રેતા વ્યક્તિગત એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યાં હોય, તો ચુકવણી નકારવામાં આવી શકે છે.
તમે બિઝનેસ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો તે ચકાસવા માટે:
- તમારું બેંક એકાઉન્ટ: તમે લિંક કરેલ એકાઉન્ટને બિઝનેસ અથવા કમર્શિયલ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે તેની પુષ્ટિ કરવા માટે તમારી બેંક સાથે તપાસ કરો.
- તમારું કાર્ડ: ખાતરી કરો કે તમે જે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો તે બિઝનેસ, કમર્શિયલ અથવા કૉર્પોરેટ કાર્ડ છે. વ્યક્તિગત કાર્ડ સ્વીકારવામાં આવતા નથી.
જો વ્યક્તિગત એકાઉન્ટ સમસ્યા ઉભી કરી રહ્યું હોય, તો નવી બિઝનેસ ચુકવણી પદ્ધતિ ઉમેરો અને ચુકવણીનો ફરીથી પ્રયાસ કરો.
છેતરપિંડીના જોખમને લીધે થતા અસ્વીકારની સમસ્યાઓનું નિવારણ કરો
Shopify Bill Payમાં દરેક ટ્રાન્ઝેક્શન સુરક્ષા સમીક્ષામાંથી પસાર થાય છે. જો કોઈ ટ્રાન્ઝેક્શનને સંભવિત ઉચ્ચ-જોખમ તરીકે ફ્લેગ કરવામાં આવે, તો તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે તેને નકારવામાં આવી શકે છે.
છેતરપિંડીના જોખમના ફ્લેગ માટેના સામાન્ય કારણોમાં નીચેના પરિબળો શામેલ છે:
- તમારા લાક્ષણિક ટ્રાન્ઝેક્શનના ઇતિહાસની તુલનામાં અસામાન્ય ચુકવણીની રકમો
- ચકાસવામાં ન આવ્યા હોય તેવા નવા વિક્રેતાઓને કરવામાં આવતી ચુકવણીઓ
- વિક્રેતાની બિઝનેસની માહિતીમાં વિસંગતતાઓ
- ટૂંકા ગાળામાં બહુવિધ નિષ્ફળ ચુકવણીના પ્રયાસો
જો છેતરપિંડીના જોખમ માટે તમારી ચુકવણી નકારવામાં આવી હોય, તો ચકાસો કે તમામ વિક્રેતાની વિગતો સચોટ છે, પુષ્ટિ કરો કે ચુકવણીની રકમ અને વિક્રેતા માન્ય છે અને ફરીથી પ્રયાસ કરતા પહેલાં 24 કલાક રાહ જુઓ. જો સમસ્યા ચાલુ રહે, તો વિગતવાર સમીક્ષા માટે Shopify સપોર્ટનો સંપર્ક કરો.
કમ્પ્લાયન્સ અસ્વીકારની સમસ્યાઓનું નિવારણ કરો
Melioની કમ્પ્લાયન્સ ટીમ ઇમેઇલ દ્વારા તમારી પાસેથી વધારાના દસ્તાવેજો અથવા માહિતીની વિનંતી કરી શકે છે. જો તમે આ વિનંતીઓનો પ્રતિસાદ આપતા નથી, તો તમારી ચુકવણી નકારવામાં આવી શકે છે અથવા અપેક્ષિત તારીખની બહાર "શેડ્યૂલ કરેલ" કે "બાકી" સ્ટેટસમાં રહી શકે છે.
જો કમ્પ્લાયન્સના કારણોસર તમારી ચુકવણી નકારવામાં આવી હોય, તો compliance@shopify-billpay.melio.com પરથી આવેલા સંદેશાઓ માટે તમારું ઇમેઇલ ઇનબૉક્સ (સ્પામ અને જંક ફોલ્ડર સહિત) તપાસો અને કોઈપણ વિનંતીઓનો તાત્કાલિક પ્રતિસાદ આપો.
ચકાસણીને લીધે થતા અસ્વીકારની સમસ્યાઓનું નિવારણ કરો
જો તમારા વ્યવસાયની કાયદેસરતા ચકાસવા માટે તેના વિશે સાર્વજનિક રીતે પર્યાપ્ત માહિતી ઉપલબ્ધ ન હોય, તો ટ્રાન્ઝેક્શનને નકારી શકાય છે.
ચકાસણીની સમસ્યાઓને રોકવામાં સહાય કરવા માટે, ખાતરી કરો કે Shopifyમાં તમારી બિઝનેસની માહિતી તમારા સત્તાવાર વ્યવસાય રજિસ્ટ્રેશન સાથે મેળ ખાય છે, તમારા બિઝનેસની સક્રિય વેબસાઇટ જેવી ઑનલાઇન હાજરી છે અને તમે Melio તરફથી કોઈપણ ચકાસણીની વિનંતીઓનો તાત્કાલિક પ્રતિસાદ આપો છો. જો ચકાસણીની સમસ્યાઓને લીધે તમારી ચુકવણી નકારવામાં આવે છે, તો સહાય માટે Shopify સપોર્ટનો સંપર્ક કરો.
અસફળ ચુકવણીઓ
જો ચુકવણી પૂર્ણ ન થાય, તો ભૂલ કોડ અને ઉકેલો માટે ચુકવણી નિષ્ફળતાઓની સમીક્ષા કરો. જો ચુકવણી પર પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ વિક્રેતાને પહોંચાડવામાં આવી ન હતી, તો અસફળ ડિલિવરીના કારણોની સમીક્ષા કરો. જો તમે સમસ્યાનું નિરાકરણ લાવી શકતા નથી અથવા તે ચાલુ રહે છે, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.
નિષ્ફળ ગયેલી ચુકવણીનો ફરીથી પ્રયાસ કરો
જો તમને એક ઇમેઇલ નોટિફિકેશન મળે કે તમારી ચુકવણી નિષ્ફળ ગઈ છે, તો તમે મૂળ સમસ્યાને ઉકેલ્યા પછી તેને ફરીથી શેડ્યૂલ કરી શકો છો. ઇમેઇલમાં અથવા તમારા Shopify ઍડમિનમાં ફાઇનાન્સ > Bill Pay હેઠળ નિષ્ફળતાના કારણની સમીક્ષા કરો, સમસ્યાને ઉકેલો અને પછી ચુકવણીને ફરીથી શેડ્યૂલ કરો.
ચુકવણી રદ કરો અથવા રોકો
તમે શેડ્યૂલ કરેલી ચુકવણીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં તેને રદ કરી શકો છો. ચુકવણીની પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી, તેને રોકવાનું શક્ય ન પણ બની શકે. સહાયતા માટે તરત જ Shopify સપોર્ટનો સંપર્ક કરો. પૂર્ણ થયેલી ચુકવણીઓ Shopify Bill Pay દ્વારા પાછી વાળી શકાતી નથી. રિફંડની વિનંતી કરવા માટે સીધા તમારા વિક્રેતાનો સંપર્ક કરો.
વિક્રેતાને ચુકવણી ન મળવાની મુશ્કેલીનું નિવારણ કરો
જો અંદાજિત ડિલિવરી તારીખ પસાર થઈ ગઈ હોય અને તમારા વિક્રેતાને ચુકવણી મળી ન હોય, તો તમારા Shopify ઍડમિનમાં ફાઇનાન્સ > Bill Pay હેઠળ ચુકવણીનું સ્ટેટસ તપાસો, ખાતરી કરો કે વિક્રેતાની ડિલિવરી વિગતો સાચી છે અને તમારા વિક્રેતાને તેમના બેંક સ્ટેટમેન્ટ પર “[Your business name] melio CCD” તરીકે દર્શાવવામાં આવેલી ચુકવણીઓ તપાસવા કહો. ઇન્સ્ટન્ટ (ડેબિટમાં જમા થતી) ચુકવણીઓ જે 1 કલાક પછી મળી નથી અથવા અપેક્ષિત તારીખ વીતી ગયા પછી અન્ય ચુકવણી પદ્ધતિઓ માટે, Shopify સપોર્ટનો સંપર્ક કરો.
ટેક્નિકલ સમસ્યાઓ
ભંડોળ સ્ત્રોતની ભૂલોનું મુશ્કેલીનિવારણ કરો
બેંક એકાઉન્ટ, કાર્ડ અથવા અન્ય ભંડોળ સ્ત્રોત લિંક કરતી વખતે જો તમને ભૂલ મળે, તો નીચેના પગલાં અજમાવો:
- પેજ રિફ્રેશ કરો.
- તમારા બ્રાઉઝરની કૅશ અને કૂકીઝ સાફ કરો અથવા અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરો.
- બધી માહિતી સચોટ અને સંપૂર્ણ હોવાની ખાતરી કરો.
જો ભૂલ ચાલુ રહે, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો અને ભૂલ મેસેજનો સ્ક્રીનશૉટ શામેલ કરો.
ચુકવણી શેડ્યૂલ કરવામાં અસમર્થતાનું મુશ્કેલીનિવારણ કરો
ટેક્નિકલ સમસ્યાને કારણે જો તમે ચુકવણી શેડ્યૂલ કરી શકતા ન હોવ, તો નીચેના પગલાં અજમાવો:
- તમારી ચુકવણી પદ્ધતિ વેરિફાઇ થયેલી અને ઍક્ટિવ હોવાની ખાતરી કરો.
- બિલ અને વિક્રેતા માટેના બધા જરૂરી ફીલ્ડ પૂર્ણ થયા હોવાની ખાતરી કરો.
- તમારું ઇન્ટરનેટ કનેક્શન તપાસો.
- અલગ બ્રાઉઝર અથવા ઉપકરણનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.
જો સમસ્યા ચાલુ રહે, તો સહાયતા માટે તરત જ Shopify સપોર્ટનો સંપર્ક કરો.
ઇમેઇલ વેરિફિકેશનની આવશ્યકતાનું મુશ્કેલીનિવારણ કરો
Shopify Bill Pay ઍક્સેસ કરતા પહેલાં જો તમને તમારું ઇમેઇલ ઍડ્રેસ વેરિફાઇ કરવાનો મેસેજ દેખાય, તો Shopify તરફથી વેરિફિકેશન ઇમેઇલ માટે તમારું ઇમેઇલ ઇનબૉક્સ (સ્પામ અને જંક ફોલ્ડર સહિત) તપાસો અને વેરિફિકેશન લિંક પર ક્લિક કરો. જો તમને ઇમેઇલ મળ્યો ન હોય, તો તમારા એકાઉન્ટ સેટિંગ્સ પર જાઓ અને નવા વેરિફિકેશન ઇમેઇલની વિનંતી કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
મારા બેંક સ્ટેટમેન્ટ પર મને “Melio” તરફથી ચાર્જ શા માટે દેખાય છે?
Shopify Bill Pay એ Melio દ્વારા સંચાલિત છે. તમારા બેંક સ્ટેટમેન્ટ પર ચાર્જ “Melio” તરીકે દેખાય છે. સ્ટેટમેન્ટ પર ચુકવણીઓ કેવી રીતે દેખાય છે તે જાણો.
શું હું બિલની ચુકવણીને બહુવિધ હપ્તાઓમાં વિભાજિત કરી શકું છું?
Shopify Bill Pay પર સ્પ્લિટ પેમેન્ટ હાલમાં ઉપલબ્ધ નથી. દરેક બિલની એક જ ટ્રાન્ઝેક્શનમાં સંપૂર્ણ ચુકવણી કરવી આવશ્યક છે. જો તમારે આંશિક ચુકવણીઓ કરવાની જરૂર હોય, તો બિલને બહુવિધ વખત ઉમેરો અને તમે દરેક વખતે જેટલી રકમ ચૂકવવા માગતા હો તે મુજબ બિલના કુલ સરવાળામાં મેન્યુઅલ રીતે ફેરફાર કરો.
શું હું મારા Bill Pay એકાઉન્ટ સાથે સંકળાયેલું ઇમેઇલ ઍડ્રેસ બદલી શકું છું?
ઇન્વૉઇસ મેળવવા માટે તમારા Shopify Bill Pay એકાઉન્ટ સાથે સંકળાયેલું ઇમેઇલ ઍડ્રેસ તમારા ઑનબોર્ડિંગ વખતે સેટ કરવામાં આવે છે. આ ઇમેઇલ ઍડ્રેસને કસ્ટમાઇઝ કરવાનું અથવા બદલવાનું હાલમાં શક્ય નથી.
શું compliance@shopify-billpay.melio.com તરફથી આવતો ઇમેઇલ અસલી છે?
હા, compliance@shopify-billpay.melio.com તરફથી આવતા ઇમેઇલ અસલી છે. Melio ની કમ્પ્લાયન્સ ટીમ વેપારીઓ પાસેથી વધારાની માહિતી અથવા ડૉક્યુમેન્ટની વિનંતી કરવા માટે આ ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરે છે. ચુકવણીમાં વિલંબ કે રદ થવાથી બચવા માટે આ વિનંતીઓનો તરત જ જવાબ આપો.
Melio ના સપોર્ટ કલાકો કયા છે?
Melio નો સપોર્ટ સોમવારથી શુક્રવાર સુધી, ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે સવારે 9:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે.
તમે Shopify સપોર્ટનો સંપર્ક કરો તે પહેલાં
Shopify સપોર્ટનો સંપર્ક કરતા પહેલાં, તમારી સમસ્યાનું વધુ ઝડપથી નિવારણ કરવામાં સહાય મેળવવા માટે નીચેની માહિતી ભેગી કરો:
- ચુકવણી ID (તમારા Shopify ઍડમિનમાં બિલ વિગતોના પેજ પર જોવા મળે છે)
- તમને મળેલા કોઈપણ ભૂલ મેસેજના સ્ક્રીનશૉટ
- જે તારીખ અને સમયે સમસ્યા આવી હોય
- તમે પસંદ કરેલી ચુકવણી પદ્ધતિ અને ડિલિવરી પદ્ધતિ
- વિક્રેતાનું નામ અને ડિલિવરી વિગતો
- મુશ્કેલીનિવારણ વિભાગોમાંથી તમે અજમાવી લીધેલા પગલાં
આ માહિતી તૈયાર રાખવાથી Shopify સપોર્ટને તમને વધુ અસરકારક રીતે સહાય કરવામાં મદદ મળે છે.