તમારા Shopify ક્રેડિટ એકાઉન્ટને મેનેજ કરવું

Shopify Credit એક પૂરું-ચૂકવવામાં આવતું બિઝનેસ ચાર્જ કાર્ડ છે, જેમાં તમારા એકાઉન્ટની સારી સ્થિતિ જાળવવા માટે નિયત તારીખ સુધીમાં 10 મહિનાની અંદર સ્ટેટમેન્ટ બૅલેન્સની સંપૂર્ણ ચુકવણી જરૂરી છે. આ લેખ એકાઉન્ટ મેનેજમેન્ટનાં કાર્યોની રૂપરેખા આપે છે, જેમાં સ્ટેટમેન્ટ જોવા, ચુકવણીઓ કરવી અને બેંક એકાઉન્ટના ફેરફારોને સંભાળવા સામેલ છે.

Shopify Credit નું વિહંગાવલોકન

તમારા Shopify ઍડમિનના Credit પેજ પર, તમે નીચેના કાર્યો પૂર્ણ કરી શકો છો:

  • એકાઉન્ટની પ્રવૃત્તિ જોવી
  • માસિક સ્ટેટમેન્ટ ઍક્સેસ કરવાં
  • ચુકવણી કરવી

Shopify Credit સાથે કોઈ વાર્ષિક ફી નથી અને તમે પાત્ર ખરીદીઓ પર કૅશબૅક કમાઈ શકો છો, જે તમારા Shopify Credit એકાઉન્ટમાં સ્ટેટમેન્ટ ક્રેડિટ તરીકે ઑટોમૅટિક રીતે લાગુ કરવામાં આવે છે.

ક્રેડિટ મર્યાદાના ફેરફારો

તમારી Shopify Credit મર્યાદા તમારા વ્યવસાયના પ્રદર્શનના આધારે ઑટોમૅટિક રીતે બદલાઈ શકે છે. તમારા વ્યવસાયની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, તમારા વેચાણ, કાર્ડનો ઉપયોગ અને પુનઃચુકવણીના ઇતિહાસ સહિતના પરિબળોને આધારે તમારી ક્રેડિટ મર્યાદાનું નિયમિતપણે મૂલ્યાંકન કરવામાં આવે છે.

ક્રેડિટ મર્યાદાના ફેરફારો ક્યારે અમલમાં આવે છે

જો તમે ક્રેડિટ મર્યાદામાં ફેરફાર માટે પાત્ર છો, તો દર મહિને તમારા સ્ટેટમેન્ટના સમયગાળાની શરૂઆતમાં તમારી Shopify Credit મર્યાદા અપડેટ કરવામાં આવે છે. જ્યારે તમારી ક્રેડિટ મર્યાદા બદલાય છે, ત્યારે તમને તમારા Shopify ઍડમિનમાં અને ઇમેઇલ દ્વારા નોટિફિકેશન મળે છે.

ક્રેડિટ મર્યાદામાં વધારો

જ્યારે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ, ક્રેડિટ લાઇનનો નિયમિત ઉપયોગ અને સમયસર પુનઃચુકવણી જેવા પરિબળો જોવા મળે છે, ત્યારે દરેક સ્ટેટમેન્ટ સમયગાળાની શરૂઆતમાં તમારી ક્રેડિટ મર્યાદા ઑટોમૅટિક રીતે વધી શકે છે. જો તમને ક્રેડિટ મર્યાદામાં વધારો જોઈતો ન હોય, તો તમારી મર્યાદા ઘટાડવા માટે તમે Shopify સપોર્ટનો સંપર્ક કરી શકો છો.

ક્રેડિટ મર્યાદામાં ઘટાડો

જો તમારા વેચાણમાં ઘટાડો થાય, જો તમે પુનઃચુકવણી કરવાનું ચૂકી જાઓ અથવા તમારી પુનઃચુકવણીમાં વિલંબ થાય, તો દરેક સ્ટેટમેન્ટ સમયગાળાની શરૂઆતમાં તમારી ક્રેડિટ મર્યાદા ઑટોમૅટિક રીતે ઘટી શકે છે. ક્રેડિટ મર્યાદા વધવાની તમારી સંભાવનાઓને બહેતર બનાવવા માટે, તમે ચોક્કસ ક્રિયાઓ પૂર્ણ કરી શકો છો. તમે લઈ શકો તેવી કેટલીક ક્રિયાઓનાં ઉદાહરણો નીચે મુજબ છે:

  • તમારા વેચાણના પ્રદર્શનમાં સુધારો કરવો
  • તમારી ક્રેડિટ લાઇનનો નિયમિત ઉપયોગ કરવો
  • તમારા બેંક એકાઉન્ટમાં પૂરતા ભંડોળ સાથે તમારી પુનઃચુકવણી સફળ થાય તેની ખાતરી કરવી

તમારી બાકી રકમ તમારી ક્રેડિટ મર્યાદાથી નીચે હોવી જોઈએ. જો તમારી ક્રેડિટ મર્યાદા તમારી બાકી રકમથી નીચે જાય છે, તો તમારી બાકી રકમને નવી મર્યાદાથી નીચે લાવવા માટે તમારે ચુકવણી કરવી પડશે. આ તમને તમારી Shopify Credit ઑફરનો ઉપયોગ ચાલુ રાખવા દે છે.

તમે તમારા Shopify ઍડમિનના Credit વિભાગમાં તમારી વર્તમાન ક્રેડિટ મર્યાદા અને ઉપલબ્ધ ક્રેડિટની સમીક્ષા કરી શકો છો.

સ્ટેટમેન્ટનો ગ્રેસ પિરિયડ

દરેક સ્ટેટમેન્ટ સમયગાળા પછી એક કૅલેન્ડર-મહિનાનો ગ્રેસ પિરિયડ હોય છે. પરંપરાગત ક્રેડિટ કાર્ડની જેમ, જ્યારે તમે ગ્રેસ પિરિયડની અંદર તમારું સંપૂર્ણ સ્ટેટમેન્ટ બૅલેન્સ ચૂકવો છો, ત્યારે તમારે કોઈ ફી ચૂકવવી પડશે નહીં અથવા દૈનિક વેચાણમાંથી તમારા સ્ટેટમેન્ટ બૅલેન્સની પુનઃચુકવણી કરવી પડશે નહીં.

ડિફૉલ્ટ રૂપે, તમે ગ્રેસ પિરિયડના છેલ્લા કામકાજના દિવસે સંપૂર્ણ સ્ટેટમેન્ટ બૅલેન્સ ચૂકવવાનો વિકલ્પ પસંદ કરેલો છે.

ચુકવણીના વિકલ્પો

ડિફૉલ્ટ રૂપે, તમે સંપૂર્ણ ચુકવણી કરો પુનઃચુકવણી માળખું પસંદ કરેલું છે. આ પુનઃચુકવણી માળખાનો અર્થ છે કે તમે તમારા લિંક કરેલા બેંક એકાઉન્ટમાંથી ઑટોમૅટિક ડેબિટ દ્વારા એક કૅલેન્ડર મહિનાની અંદર સંપૂર્ણ સ્ટેટમેન્ટ બૅલેન્સ ચૂકવો છો. આ સુનિશ્ચિત કરે છે કે તમે ફી ટાળી શકો છો અને તમને તમારી ક્રેડિટ મર્યાદા સુધી તમારું ભંડોળ ખર્ચવા દે છે.

જો તમને પુનઃચુકવણી કરવા માટે વધુ સમયની જરૂર હોય, તો તમે તમારા ઑટો-પે ડાયરેક્ટ ડેબિટ સેટિંગ્સ બદલી શકો છો. તમે દૈનિક ચુકવણીઓ કરી શકો છો અને ફીના બદલામાં તમારું સ્ટેટમેન્ટ બૅલેન્સ ચૂકવવા માટે 10 મહિના સુધીનો સમય લઈ શકો છો, જેને સમય જતાં ચૂકવો તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી તમારું બૅલેન્સ સંપૂર્ણ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી, સ્ટેટમેન્ટના ગ્રેસ પિરિયડ પછીના દરેક કામકાજના દિવસે તમારા કરારમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ, તમારા દૈનિક વેચાણની અમુક ટકાવારી ઑટોમૅટિક રીતે ડેબિટ થાય છે. બાકી સ્ટેટમેન્ટ બૅલેન્સ પરની 11% ફી અને દૈનિક ચુકવણીઓ બંને વેચાણમાંથી ઑટોમૅટિક રીતે કાપવામાં આવે છે.

દરેક સ્ટેટમેન્ટના 10-મહિનાના પુનઃચુકવણી સમયગાળાના અંતે, Shopify ઑટોમૅટિક રીતે તમારા લિંક કરેલા બેંક એકાઉન્ટમાંથી કોઈપણ બાકી રહેલ સ્ટેટમેન્ટ બૅલેન્સને ડેબિટ કરવાનો પ્રયાસ કરે છે. જો ડેબિટ સફળ થાય છે, તો તમારું એકાઉન્ટ સારી સ્થિતિમાં રહે છે. જો ડેબિટ નિષ્ફળ જાય છે, તો પાછલી બાકી રકમ પર 2% માસિક લેટ ફી લાગુ કરવામાં આવે છે અને જ્યાં સુધી બૅલેન્સ સંપૂર્ણ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તમારા Shopify Credit કાર્ડ્સ લૉક કરવામાં આવે છે.

પેમેન્ટ પ્રોસેસિંગ

તમારા Shopify Credit એકાઉન્ટમાં ચુકવણીઓ જમા થવામાં 3–5 કામકાજના દિવસો લાગે છે. જો તમે બપોરે 2:00 વાગ્યે ઇસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઇમ (EST) પછી ચુકવણી કરો છો, તો તે પછીના કામકાજના દિવસ સુધી પ્રક્રિયા કરવાનું શરૂ કરી શકશે નહીં. વીકએન્ડ અને રજાઓ જેવા બિન-કામકાજના દિવસોમાં ચુકવણીઓ પ્રક્રિયા થવામાં વધુ સમય લે છે. તમે મેન્યુઅલ ચુકવણી સબમિટ કરો તે પછી, જ્યાં સુધી અગાઉની ચુકવણી ક્લિયર ન થાય ત્યાં સુધી તમે બીજી ચુકવણી સબમિટ કરી શકતા નથી.

ઑટોમૅટિક ચુકવણીની વિગતો

Shopify Credit ચુકવણીઓ નીચેના પુનઃચુકવણી માળખાના આધારે એકત્રિત કરવામાં આવે છે:

  • સંપૂર્ણ ચુકવણી કરો: દર મહિને ચુકવણીની નિયત તારીખે ચુકવણીઓ ઑટોમૅટિક રીતે તમારા Shopify Payments સાથે કનેક્ટ કરેલ બેંક એકાઉન્ટમાંથી ડેબિટ કરવામાં આવે છે.
  • સમય જતાં ચૂકવો: તમારું પેઆઉટ તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય તે પહેલાં તમારા Shopify Payments બૅલેન્સમાંથી દૈનિક પુનઃચુકવણીઓ કાપવામાં આવે છે. જો કેટલાક પ્રયાસો પછી તમારા બૅલેન્સમાંથી પુનઃચુકવણી એકત્રિત કરી શકાતી નથી, તો તે તમારા Shopify Payments સાથે કનેક્ટ કરેલ બેંક એકાઉન્ટમાંથી ડેબિટ કરવામાં આવે છે. જો તમારો વ્યવસાય ટેક્સાસમાં સ્થિત છે, તો પુનઃચુકવણીઓ માત્ર તમારા Shopify Payments બૅલેન્સમાંથી એકત્રિત કરવામાં આવે છે.

તમારે ચુકવણીની નિયત તારીખે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી, પરંતુ સમસ્યાઓ ટાળવા માટે તમારે પૂરતા ભંડોળ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવી આવશ્યક છે. ચુકવણી ન કરવાનાં પરિણામો વિશે જાણો.

મેન્યુઅલ ચુકવણી કરો

પ્રાથમિક કાર્ડધારક તરીકે, તમે કોઈપણ સમયે તમારી બાકી રકમ માટે કોઈપણ રકમની મેન્યુઅલ ચુકવણી કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે નીચેનામાંથી કોઈ એક ચુકવણી વિકલ્પ પસંદ કરી શકો છો:

  • સ્ટેટમેન્ટની અવશિષ્ટ રકમ: આ વિકલ્પ તમને તમારા એકાઉન્ટ પર બાકી રહેલ રકમ ચૂકવવા દે છે. જો તમે સ્ટેટમેન્ટની અવશિષ્ટ રકમ ચૂકવો છો, તો તમે ફી અને દૈનિક વેચાણની પુનઃચુકવણીઓને ટાળી શકો છો અથવા ઉકેલી શકો છો, જો લાગુ હોય તો.
  • વર્તમાન બૅલેન્સ: આ વિકલ્પ તમને તમારા એકાઉન્ટનું સંપૂર્ણ બૅલેન્સ ચૂકવવા દે છે. આમાં વર્તમાન સ્ટેટમેન્ટ સમયગાળાની અંદર તમારા Shopify Credit એકાઉન્ટ પર જમા થયેલા ચાર્જિસનો સમાવેશ થાય છે.
  • અન્ય: આ વિકલ્પ તમને કસ્ટમ રકમ દાખલ કરવા દે છે.

તમે કરો છો તે ચુકવણીઓ પહેલાં તમારા સૌથી જૂના સ્ટેટમેન્ટ બૅલેન્સ અને ત્યાર બાદ તમારા વર્તમાન સ્ટેટમેન્ટ બૅલેન્સ પર લાગુ થાય છે. જો તમે માસિક રૂપે સંપૂર્ણ ચુકવણી કરવાનો વિકલ્પ પસંદ કરો છો, તો ગ્રેસ પિરિયડના અંતે કોઈપણ બાકીની રકમ તમારા કનેક્ટ કરેલ બેંક એકાઉન્ટમાંથી ઑટોમૅટિક રીતે ડેબિટ કરવામાં આવે છે. જો તમે ફીના બદલામાં વેચાણમાંથી સમય જતાં ચૂકવણી કરો છો, તો સ્ટેટમેન્ટની નિયત તારીખે કોઈપણ અવશિષ્ટ રકમ તમારા કનેક્ટ કરેલ બેંક એકાઉન્ટમાંથી ઑટોમૅટિક રીતે ડેબિટ કરવામાં આવે છે.

પેમેન્ટ પ્રોસેસિંગના સમય વિશે વધુ જાણો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, ફાઇનાન્સ પર જાઓ.

  2. Credit પર ક્લિક કરો.

  3. ચુકવણીઓના સારાંશ વિભાગમાં, મેન્યુઅલ ચુકવણીઓ પર ક્લિક કરો.

  4. ચુકવણીની રકમ પસંદ કરો:

    • તમારા સૌથી તાજેતરના સ્ટેટમેન્ટ માટે બાકીની રકમ ચૂકવવા માટે, સ્ટેટમેન્ટની અવશિષ્ટ રકમ ઇન્ડિકેટર સાથે રકમ પસંદ કરો.
    • સંપૂર્ણ બૅલેન્સ ચૂકવવા માટે, વર્તમાન બૅલેન્સ ઇન્ડિકેટર સાથે રકમ પસંદ કરો.
    • સંપૂર્ણ બૅલેન્સ કરતાં અલગ રકમ ચૂકવવા માટે, અન્ય પસંદ કરો અને પછી ચૂકવવા માટેની રકમ દાખલ કરો.
  5. તમારું કનેક્ટ કરેલ બેંક એકાઉન્ટ સચોટ છે તેની ખાતરી કરવા માટે તેની સમીક્ષા કરો.

  6. સારાંશ વિભાગમાં તમારી ચુકવણીની વિગતોનો રિવ્યૂ કરો અને પછી સબમિટ કરો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, Menu આઇકન પર ટૅપ કરો.

  2. ફાઇનાન્સ પર ટૅપ કરો.

  3. Credit પર ટૅપ કરો.

  4. ચુકવણીના સારાંશ વિભાગમાં, મેન્યુઅલ ચુકવણીઓ પર ટૅપ કરો.

  5. ચુકવણીની રકમ પસંદ કરો:

    • તમારા સૌથી તાજેતરના સ્ટેટમેન્ટ માટે બાકીની રકમ ચૂકવવા માટે, સ્ટેટમેન્ટની અવશિષ્ટ રકમ ઇન્ડિકેટર સાથે રકમ પસંદ કરો.
    • સંપૂર્ણ બૅલેન્સ ચૂકવવા માટે, વર્તમાન બૅલેન્સ ઇન્ડિકેટર સાથે રકમ પસંદ કરો.
    • સંપૂર્ણ બૅલેન્સ કરતાં અલગ રકમ ચૂકવવા માટે, અન્ય પસંદ કરો અને પછી ચૂકવવા માટેની રકમ દાખલ કરો.
  6. તમારું કનેક્ટ કરેલ બેંક એકાઉન્ટ સચોટ છે તેની ખાતરી કરવા માટે તેની સમીક્ષા કરો.

  7. સારાંશ વિભાગમાં તમારી ચુકવણીની વિગતોનો રિવ્યૂ કરો અને પછી સબમિટ કરો પર ટૅપ કરો.

તમારાં ટ્રાન્ઝેક્શનનો રિવ્યૂ કરો

તમે તમારા Shopify ઍડમિનમાં Credit પેજ પરથી કોઈપણ બાકી, નિષ્ફળ ગયેલા અથવા પોસ્ટ કરાયેલા ટ્રાન્ઝેક્શનનો રિવ્યૂ કરી શકો છો. તમને ચુકવણીની પ્રગતિને ટ્રેક કરવામાં સહાય કરવા માટે, ટ્રાન્ઝેક્શન ટેબલ સ્ટેટસ ઇન્ડિકેટર્સ સાથે તમારી Shopify Credit ઍક્ટિવિટી બતાવે છે. ટ્રાન્ઝેક્શનના સ્ટેટસ અને પુનઃચુકવણીની વિગતોનો વિગતવાર વ્યૂ ખોલવા માટે કોઈપણ ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, ફાઇનાન્સ પર જાઓ.

  2. Credit પર ક્લિક કરો.

  3. ટ્રાન્ઝેક્શન વિભાગમાં, તમારાં ટ્રાન્ઝેક્શનના સ્ટેટસનો રિવ્યૂ કરો:

    • પોસ્ટ કરાયેલું: ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.
    • બાકી: ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા ચાલી રહી છે.
    • નિષ્ફળ: ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરવામાં નિષ્ફળતા મળી.
  4. ટ્રાન્ઝેક્શનની વિગતો જોવા માટે ટ્રાન્ઝેક્શનની કોઈપણ હરોળ પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, Menu આઇકન પર ટૅપ કરો.

  2. ફાઇનાન્સ પર ટૅપ કરો.

  3. Credit પર ટૅપ કરો.

  4. ટ્રાન્ઝેક્શન વિભાગમાં, તમારાં ટ્રાન્ઝેક્શનના સ્ટેટસનો રિવ્યૂ કરો:

    • પોસ્ટ કરાયેલું: ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.
    • બાકી: ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા ચાલી રહી છે.
    • નિષ્ફળ: ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરવામાં નિષ્ફળતા મળી.
  5. ટ્રાન્ઝેક્શનની વિગતો જોવા માટે કોઈપણ ટ્રાન્ઝેક્શન પર ટૅપ કરો.

સ્ટેટમેન્ટની ફી

સ્ટેટમેન્ટની ફી કેવી રીતે વસૂલવામાં આવે છે, ડિસ્કાઉન્ટ ફી કેવી રીતે લાગુ કરવામાં આવે છે અને લેટ ફીની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, તે અંગેની નીચેની માહિતીનો રિવ્યૂ કરો.

અવશિષ્ટ રકમ પરની ફી

સ્ટેટમેન્ટનો સમયગાળો સમાપ્ત થયાના એક કૅલેન્ડર મહિના પછી, તમારા એકાઉન્ટ પર અવશિષ્ટ સ્ટેટમેન્ટ બૅલેન્સ પર 11% ફી લેવામાં આવે છે. જો એક કૅલેન્ડર મહિનાની અંદર સ્ટેટમેન્ટ બૅલેન્સની પૂરેપૂરી ચુકવણી કરી દેવામાં આવે, તો કોઈ ફી લેવામાં આવતી નથી.

જો તમે સ્ટેટમેન્ટના અંતની તારીખ પછીના એક મહિનાના સમયગાળા દરમિયાન આંશિક ચુકવણી કરો છો, તો અવશિષ્ટ રકમ પર 11% ફી લેવામાં આવે છે. નીચેનું ઉદાહરણ એક કૅલેન્ડર મહિનામાં $1000 USD ના ખર્ચ પર અવશિષ્ટ રકમની ફીની ગણતરી બતાવે છે.

ખર્ચવામાં આવેલી Shopify Credit રકમની અવશિષ્ટ રકમ પર 11% માસિક ફી કેવી રીતે લેવામાં આવે છે, તેનું ઉદાહરણ આ ટેબલ બતાવે છે
સ્ટેટમેન્ટનો સમયગાળો: એક કૅલેન્ડર મહિનોગ્રેસ પિરિયડ: સ્ટેટમેન્ટના સમયગાળા પછીનો એક કૅલેન્ડર મહિનોગ્રેસ પિરિયડનો અંત
બૅલેન્સ: $1,000 USDકરવામાં આવેલી આંશિક ચુકવણી: $200 USDલાગુ કરાયેલી 11% ફી: $88 USD ($800 USD ના 11%)

અવશિષ્ટ રકમની ફી માત્ર કૅલેન્ડર મહિનાના સ્ટેટમેન્ટના સમયગાળામાં ખર્ચવામાં આવેલી રકમ પર જ લેવામાં આવે છે અને પછીના મહિનાઓમાં તેના પર ચક્રવૃદ્ધિ લાગુ પડતી નથી. Shopify Credit ના બહુવિધ મહિનાઓ સુધીના ખર્ચ પર અવશિષ્ટ રકમની ફી કેવી રીતે લેવામાં આવે છે, તેનું ઉદાહરણ નીચે મુજબ છે.

બહુવિધ સ્ટેટમેન્ટના સમયગાળા દરમિયાન ગણતરી કરવામાં આવતી અવશિષ્ટ રકમની ફીનું ઉદાહરણ
સ્ટેટમેન્ટનો સમયગાળોસ્ટેટમેન્ટની રકમઆ સ્ટેટમેન્ટ પેટે ગ્રેસ પિરિયડ (સ્ટેટમેન્ટના સમયગાળા પછીનો મહિનો) માં ચૂકવવામાં આવેલી રકમચાર્જની તારીખ: અવશિષ્ટ રકમની ફીઅવશિષ્ટ રકમની ફીની રકમ
માર્ચ 2025$1,000 USD$200 USD30 એપ્રિલ 2025$800 USD ના 11% = $88 USD
એપ્રિલ 2025$500 USD$300 USD31 મે 2025$200 USD ના 11% = $22 USD
મે 2025$1,500 USD$500 USD30 જૂન 2025$1,000 USD ના 11% = $110 USD

જો તમને વધુ સમયની જરૂર હોય, તો તમે તમારા વેચાણમાંથી દૈનિક ચુકવણીઓ કરવા માટે તમારા ઑટો-પે ડાયરેક્ટ ડેબિટ સેટિંગ્સ બદલી શકો છો અને 11% ફી પર તમારું સ્ટેટમેન્ટ બૅલેન્સ ચૂકવવામાં 10 મહિના સુધીનો સમય લઈ શકો છો. જો ઑટોમૅટિક ચુકવણી નિષ્ફળ જાય અથવા સ્ટેટમેન્ટના સમયગાળા પછી રિવર્સ કરવામાં આવે, તો તમને ઑટોમૅટિક રીતે તમારા દૈનિક વેચાણની અમુક ટકાવારીમાંથી સમય જતાં ચૂકવણી કરવા પર સ્વિચ કરવામાં આવે છે અને અવશિષ્ટ સ્ટેટમેન્ટ બૅલેન્સ પર 11% ફી લેવામાં આવે છે.

ફી ડિસ્કાઉન્ટ

તમે તમારું સ્ટેટમેન્ટ બૅલેન્સ અને સંકળાયેલી ફી કેટલી ઝડપથી પરત ચૂકવો છો તેના આધારે ડિસ્કાઉન્ટની ગણતરી કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, તમારી પાસે ફેબ્રુઆરી મહિના માટે $1,000.00 USD નું સ્ટેટમેન્ટ બૅલેન્સ છે અને તમે તમારા દૈનિક વેચાણનો ઉપયોગ કરીને સમય જતાં ચૂકવણી કરવાનું નક્કી કરો છો. આ સ્થિતિમાં, 11% ની સ્ટેટમેન્ટ ફી લાગુ પડે છે. હવે તમારું બૅલેન્સ $1,110.00 USD છે, જે દર્શાવે છે કે તમે સમય જતાં કુલ કેટલી રકમ પરત ચૂકવો છો.

1 એપ્રિલથી શરૂ કરીને, તમારા ફેબ્રુઆરી બૅલેન્સની ચુકવણી કરવા માટે તમારા દૈનિક વેચાણના 10% ઑટોમૅટિક રીતે કાપી લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો ફેબ્રુઆરી મહિના માટે તમારું સ્ટેટમેન્ટ બૅલેન્સ $1,000 USD હોય અને જો તમારા દૈનિક વેચાણના 10% હંમેશા $7.25 USD હોય, તો દરરોજ આટલી રકમની ચુકવણી કરવાથી, તમારું ફેબ્રુઆરી બૅલેન્સ ચૂકવવામાં 145 દિવસ લાગે છે જેની કુલ રકમ $1,051.25 USD થાય છે.

જો તમે 10 મહિનાથી ઓછા સમયમાં તમારા બૅલેન્સની ચુકવણી કરો છો, તો તમે ફીમાં ડિસ્કાઉન્ટ માટે લાયક બની શકો છો. તેથી, 146 મા દિવસે, તમારી અંતિમ ચુકવણી સામાન્ય રીતે લેવાતા $7.25 USD ને બદલે $3.84 USD થાય છે અને તમને $54.91 USD ની ક્રેડિટ આપવામાં આવે છે.

કુલ મળીને, તમે મૂળ રીતે નક્કી કરવામાં આવેલી $1,110.00 USD ની રકમને બદલે તમારા ફેબ્રુઆરીના સ્ટેટમેન્ટ બૅલેન્સ માટે $1,055.09 USD ચૂકવો છો.

તમે Shopify ઍડમિન માં તમારા Shopify ક્રેડિટ એકાઉન્ટમાં કોઈપણ સમયે તમારા કરારની શરતો અને ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ જોઈ શકો છો.

Shopify Credit ની કોઈ વાર્ષિક ફી નથી અને કોઈ વિદેશી ટ્રાન્ઝેક્શન ફી નથી.

લેટ ફી

જો તમે 10 મહિનાની પુનઃચુકવણીની અંતિમ તારીખ સુધીમાં તમારું બૅલેન્સ પૂરેપૂરું ચૂકવતા નથી, તો કોઈપણ અવશિષ્ટ રકમ પર 11% ફી ઉપરાંત, કોઈપણ બાકી બૅલેન્સ પર તમારી પાસેથી 2% માસિક લેટ ફી લેવામાં આવશે. માસિક લેટ ફી ટાળવા માટે, જો તમારું દૈનિક વેચાણ 10 મહિનામાં પૂરેપૂરી રકમ પરત ચૂકવવા માટે પૂરતું ન હોય, તો તમે મેન્યુઅલ ચુકવણી કરી શકો છો.

2% માસિક લેટ ફી માત્ર એવા કિસ્સાઓમાં જ લાગુ પડે છે જ્યાં 10-મહિનાની પુનઃચુકવણીની અંતિમ તારીખે ઑટોમૅટિક ડેબિટનો પ્રયાસ નિષ્ફળ જાય છે. આને ટાળવા માટે, અંતિમ તારીખ પહેલાં મેન્યુઅલ ચુકવણી કરો અથવા ખાતરી કરો કે તમારા લિંક કરેલા બેંક એકાઉન્ટમાં અંતિમ ઑટોમૅટિક ડેબિટ માટે પૂરતું ભંડોળ છે.

તમારા Shopify Credit માસિક સ્ટેટમેન્ટ જુઓ

જો તમે પ્રાથમિક કાર્ડધારક હો, અથવા Shopify Credit એકાઉન્ટની બધી ઍક્ટિવિટી જુઓ અને ચુકવણી સેટિંગ્સ મેનેજ કરોની સ્ટાફની પરવાનગીઓ ધરાવતું સ્ટાફ એકાઉન્ટ હો, તો તમે માસિક એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોઈ શકો છો. ફાઇલ પરના પ્રાથમિક એકાઉન્ટ ધારકને આ સ્ટેટમેન્ટ માસિક રૂપે ઇમેઇલ પણ કરવામાં આવે છે. ગૌણ કાર્ડધારકો માસિક સ્ટેટમેન્ટ જોઈ શકતા નથી.

તમારા માસિક સ્ટેટમેન્ટમાં તમારા એકાઉન્ટ વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી સામેલ છે, જેમાં માસિક સ્ટેટમેન્ટના સમયગાળામાં તમારા એકાઉન્ટ પર થયેલા તમામ ખર્ચ, ચુકવણીઓ, ક્રેડિટ અને રિફંડનો સારાંશ સામેલ છે. તેમાં તમારી ન્યૂનતમ ચુકવણીની બાકી રકમ અને તેની સાથે સંકળાયેલી નિયત તારીખ વિશેની વિગતો પણ સામેલ છે:

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાં, ફાઇનાન્સ > Credit પર જાઓ.
  2. સ્ટેટમેન્ટ જુઓ પર ક્લિક કરો.
  3. જોવા માટે સ્ટેટમેન્ટ પસંદ કરો.

તમારું પેઆઉટ એકાઉન્ટ બદલો

તમારા Shopify Credit બિઝનેસ કાર્ડ માટેની ચુકવણીઓ તમારા Shopify Payments એકાઉન્ટ સાથે કનેક્ટ કરેલા એકાઉન્ટમાંથી લેવામાં આવે છે. તમે Shopify Credit સાથે ઉપયોગમાં લો છો તે એકાઉન્ટ બદલવા માટે, તમે Shopify Payments સાથે ઉપયોગમાં લો છો તે બેંક એકાઉન્ટ બદલો.

ચુકવણી ન કરવાના પરિણામો

Shopify Credit સંપૂર્ણ ચુકવણી કરવાના ચાર્જ કાર્ડ તરીકે કાર્ય કરે છે, જેમાં સ્ટેટમેન્ટ બૅલેન્સ દર મહિને સંપૂર્ણપણે અથવા 10 મહિનાના સમયગાળામાં સેટલ કરવું જરૂરી છે. દર મહિને નિયત તારીખ સુધીમાં અથવા 10 મહિનાના સમયગાળાના અંત સુધીમાં તમારું Shopify Credit બૅલેન્સ ક્લિયર કરવામાં સતત નિષ્ફળ રહેવાથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની તમારી પાત્રતા પર અસર પડી શકે છે. ઑટોમૅટિક, માસિક ડેબિટ વડે તમારું બૅલેન્સ પરત ચૂકવતી વખતે, ચુકવણી ન કરવાથી તમારું કાર્ડ લૉક થશે અને Shopify દ્વારા ઑફર કરવામાં આવતી અન્ય નાણાકીય સેવાઓનો તમારો ઍક્સેસ મર્યાદિત થઈ શકે છે.

જ્યારે તમે તમારું સંપૂર્ણ સ્ટેટમેન્ટ બૅલેન્સ ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો, ત્યારે તે ક્રિયાઓની શૃંખલાને ટ્રિગર કરે છે જે તમારા એકાઉન્ટ સ્ટેટસ અને ચુકવણી પ્રક્રિયાઓ પર અસર કરે છે:

  1. દૈનિક વેચાણના આધારે ઑટોમૅટિક ચુકવણીઓ: જો તમે સંપૂર્ણ ચુકવણી કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમારા દૈનિક વેચાણના વૉલ્યૂમના આધારે તમારા એકાઉન્ટમાંથી ઑટોમૅટિક રૂપે દૈનિક ચુકવણીઓ કાપવામાં આવે છે અને તમારા સ્ટેટમેન્ટ બૅલેન્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઑટોમૅટિક ચુકવણીઓની ગણતરી તમારા દૈનિક વેચાણના વૉલ્યૂમના આધારે કરવામાં આવે છે. જ્યારે તમે સંપૂર્ણ ચુકવણી કરો વિકલ્પ પસંદ કરો છો, ત્યારે તમારું બાકી સ્ટેટમેન્ટ બૅલેન્સ માસિક ધોરણે તમારા લિંક કરેલા બેંક એકાઉન્ટમાંથી ડેબિટ કરવામાં આવે છે અને તે સ્ટેટમેન્ટ બૅલેન્સ સંપૂર્ણ ચૂકવાઈ જાય ત્યાં સુધી ચાલુ રહે છે. તમારા સ્ટેટમેન્ટ બૅલેન્સની ઑટોમૅટિક માસિક ચુકવણીઓને રોકવા માટે, તમે કોઈપણ સમયે તમારા પુનઃચુકવણી સેટિંગ્સને સમય જતાં ચૂકવો વિકલ્પમાં બદલી શકો છો.
  2. પુનઃચુકવણીના સમયગાળાના અંતમાં ડેબિટ અને કાર્ડ લૉકિંગ: જો 10 મહિનાના પુનઃચુકવણી સમયગાળાના અંતે ઑટોમૅટિક ડેબિટનો પ્રયાસ નિષ્ફળ જાય, તો તમે કસૂર (ડિલિન્ક્વન્સી)ની સ્થિતિમાં પ્રવેશો છો અને તમારું Shopify Credit ચાર્જ કાર્ડ લૉક કરવામાં આવે છે. જ્યાં સુધી તમારું બૅલેન્સ સંપૂર્ણ પરત ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તમે કાર્ડ પર વધુ ખરીદી કરી શકતા નથી.
  3. મેન્યુઅલ ચુકવણી અને રિકવરી પ્રક્રિયા: કસૂર (ડિલિન્ક્વન્સી) સ્ટેટસ હોવા છતાં, તમે તમારી બાકી રકમને સેટલ કરવા માટે મેન્યુઅલ ચુકવણીઓ કરી શકો છો. આંશિક ચુકવણીઓ સહિત મેન્યુઅલ ચુકવણીઓ કરીને, તમે બાકી રકમને વહેલા સેટલ કરી શકો છો અને તમારા એકાઉન્ટને અનલૉક કરી શકો છો.
  4. એકાઉન્ટ અનલૉક કરવું અને ચુકવણી ફરીથી શરૂ કરવી: તમે બાકી રકમ સંપૂર્ણપણે ચૂકવી દો તે પછી, તમારું ચુકવણી શેડ્યૂલ સામાન્ય સ્થિતિમાં પાછું આવી શકે છે. જો તમારું એકાઉન્ટ ઓવરડ્યુ થયા પછી ઘણો સમય વીતી ગયો હોય, તો તમે તમારું બૅલેન્સ સંપૂર્ણપણે પરત ચૂકવી દો, તો પણ કદાચ તમે તમારા Shopify Credit કાર્ડને ફરીથી ઍક્સેસ કરવા માટે પાત્ર ન રહી શકો. જો તમારા એકાઉન્ટમાં અન્ય કોઈ લૉક અથવા પાત્રતાની સમસ્યા હોય, તો તમારા Shopify Credit કાર્ડ અથવા કાર્ડથી થતો ખર્ચ ફરીથી સક્રિય ન થઈ શકે.

લૉક કરેલા Shopify Credit કાર્ડ

તમારી 10-મહિનાની પુનઃચુકવણી અવધિના અંતે ઓવરડ્યુ બૅલેન્સ સિવાયના અન્ય કારણોસર પણ તમારા Shopify Credit કાર્ડ લૉક થઈ શકે છે. જ્યારે તમારા કાર્ડ નીચેનામાંથી કોઈ એક કારણસર લૉક કરવામાં આવે, ત્યારે તમે તેના વડે ખરીદી કરી શકતા નથી અને તમે તેમને કાર્ડના પેજ પરથી અનલૉક કરી શકતા નથી. જો તમારા કાર્ડ એક કરતા વધુ કારણોસર લૉક કરેલ હોય, તો દરેક કારણ ઉકેલાઈ ગયા પછી જ તે અનલૉક થાય છે. તમે જાતે લૉક કરેલા કાર્ડને અનલૉક કરવા માટે, તમારા Shopify Credit બિઝનેસ ચાર્જ કાર્ડને અનલૉક કરોનો સંદર્ભ લો.

નિષ્ફળ ચુકવણીઓ પછી લૉક કરેલા કાર્ડ

10 મહિનાના પુનઃચુકવણીના સમયગાળાના અંત પહેલાં પણ તમારા કાર્ડ લૉક થઈ શકે છે. જો તમારા કનેક્ટ કરેલા બેંક એકાઉન્ટમાંથી સળંગ 5 ડેબિટ નિષ્ફળ જાય, તો તમારું એકાઉન્ટ લૉક થાય છે અને તમે તમારા કાર્ડ વડે ખરીદી કરી શકતા નથી. તમારું એકાઉન્ટ લૉક થાય તે પહેલાં, તમારા Shopify ઍડમિનમાં એક ચેતવણી બતાવે છે કે કેટલી વધુ નિષ્ફળ ચુકવણીઓ પછી એકાઉન્ટ લૉક થશે. તમારા Shopify Payments બૅલેન્સમાંથી જે પુનઃચુકવણીઓ કલેક્ટ કરી શકાતી નથી, તે આ 5 નિષ્ફળ ડેબિટમાં ગણાતી નથી.

બેંક એકાઉન્ટ ડેબિટ ઘણીવાર નીચેના કારણોસર નિષ્ફળ જાય છે:

  • તમારા કનેક્ટ કરેલા બેંક એકાઉન્ટમાં અપૂરતું ફંડ છે.
  • તમારી બેંક ડેબિટને અધિકૃત કરતી નથી, અથવા તેને સબમિટ કર્યા પછી રિવર્સ કરે છે.
  • તમારા Shopify Payments એકાઉન્ટ સાથે કનેક્ટ કરેલું બેંક એકાઉન્ટ અમાન્ય અથવા નિષ્ક્રિય છે.
  • તમારા Shopify Payments બૅલેન્સમાંથી દૈનિક પુનઃચુકવણી કલેક્ટ કરી શકાતી નથી અને તમારા કનેક્ટ કરેલા બેંક એકાઉન્ટમાંથી ફૉલબૅક ડેબિટ પણ નિષ્ફળ જાય છે.

તમારું એકાઉન્ટ અનલૉક કરવા માટે, મેન્યુઅલ ચુકવણી કરો. જો લૉક માત્ર નિષ્ફળ ચુકવણીઓને કારણે થયું હોય, તો જ્યારે તમે ચુકવણી સબમિટ કરો ત્યારે નહીં, પરંતુ ચુકવણી પોસ્ટ થાય ત્યારે તમારા કાર્ડ અનલૉક થાય છે અને તમારી ઉપલબ્ધ ક્રેડિટ અપડેટ થાય છે. પેમેન્ટ પ્રોસેસિંગના સમયનો સંદર્ભ લો.

જ્યારે તમારું એકાઉન્ટ લૉક થાય છે અને જ્યારે તમારું એકાઉન્ટ અનલૉક થાય છે ત્યારે Shopify તમને ઇમેઇલ કરે છે.

જો તમારી ચુકવણી પોસ્ટ થયા પછી પણ તમારા કાર્ડ લૉક હોય, અથવા જો તમારા કાર્ડ લૉક હોય અને તમારે કોઈ બૅલેન્સ ચૂકવવાનું બાકી ન હોય, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.

Shopify Payments એકાઉન્ટમાં સમસ્યા પછી લૉક કરેલા કાર્ડ્સ

જ્યારે તમારા Shopify Payments એકાઉન્ટમાં કોઈ સમસ્યા હોય, ત્યારે પણ તમારા Shopify Credit કાર્ડ્સ લૉક કરવામાં આવે છે. આ લૉક તમારા Shopify Credit બૅલેન્સ સાથે સંબંધિત નથી, તેથી તમારા Shopify Credit એકાઉન્ટમાં કરવામાં આવેલી ચુકવણી તેને દૂર કરતી નથી.

તમારા કાર્ડ્સ નીચે આપેલા કારણોમાંથી કોઈ એક માટે લૉક કરવામાં આવ્યા છે:

  • તમારા Shopify Payments એકાઉન્ટ સાથે કનેક્ટ કરેલ બેંક એકાઉન્ટ ડેબિટ કરી શકાતું નથી.
  • તમારું Shopify Payments એકાઉન્ટ ચુકવણીઓ સ્વીકારી શકતું નથી. ઉદાહરણ તરીકે, તમારા Shopify Payments એકાઉન્ટને તમારા વ્યવસાયની ચકાસણી કરવા માટે વધુ માહિતીની જરૂર છે.

તમારા કાર્ડ્સને અનલૉક કરવા માટે, તમારા Shopify Payments એકાઉન્ટ સાથેની સમસ્યાને ઉકેલો:

  • જો કનેક્ટ કરેલું બેંક એકાઉન્ટ ડેબિટ કરી શકાતું ન હોય, તો ડેબિટ સ્વીકારતા બેંક એકાઉન્ટને કનેક્ટ કરવા માટે તમારી બેંક એકાઉન્ટની માહિતીમાં ફેરફાર કરો.
  • જો તમારું Shopify Payments એકાઉન્ટ ચુકવણીઓ સ્વીકારી ન શકે, તો તમારા Shopify ઍડમિનમાંના નોટિફિકેશનમાં અથવા સ્ટોર માલિકને મોકલવામાં આવેલા ઇમેઇલમાંના પગલાં અનુસરો.

જો તમારા કાર્ડ્સ માત્ર Shopify Payments એકાઉન્ટમાંની સમસ્યાને કારણે લૉક કરવામાં આવ્યા હોય, તો તમારા Shopify Payments એકાઉન્ટમાંની દરેક સમસ્યા ઉકેલાઈ ગયા પછી તમારા કાર્ડ્સ અનલૉક થઈ જાય છે. જો સમસ્યાઓ ઉકેલાઈ ગયા પછી પણ તમારા કાર્ડ્સ હજી પણ લૉક હોય અથવા તમારા કાર્ડ્સ શા માટે લૉક કરવામાં આવ્યા છે તે વિશે તમે અચોક્કસ હો, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.

ફાઇનાન્સિંગ સસ્પેન્ડ થયા પછી લૉક કરેલા કાર્ડ્સ

જ્યારે તમારું Shopify Credit ફાઇનાન્સિંગ અથવા તમારું Shopify Capital ફાઇનાન્સિંગ સસ્પેન્ડ કરવામાં આવે, ત્યારે પણ તમારા Shopify Credit કાર્ડ્સ લૉક થઈ જાય છે. આ લૉક તમારા Shopify Credit બૅલેન્સ સાથે સંબંધિત નથી, તેથી તમારા Shopify Credit એકાઉન્ટમાં કરવામાં આવેલી ચુકવણી તેને દૂર કરતી નથી. જો તમારું ફાઇનાન્સિંગ સસ્પેન્ડ થવાને કારણે જ તમારા કાર્ડ્સ લૉક કરવામાં આવ્યા હોય, તો સસ્પેન્શન હટાવ્યા પછી તમારા કાર્ડ્સ અનલૉક થઈ જશે. તમારું ફાઇનાન્સિંગ શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તે જાણવા માટે, અથવા જો સસ્પેન્શન હટાવ્યા પછી પણ તમારા કાર્ડ્સ હજી પણ લૉક હોય, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.

Shopify Capital ડિફૉલ્ટ પછી લૉક કરેલા કાર્ડ

જ્યારે તમારી Shopify Capital ફાઇનાન્સિંગ ડિફૉલ્ટ સ્થિતિમાં હોય ત્યારે તમારા Shopify Credit કાર્ડ પણ લૉક કરવામાં આવે છે. આ લૉક તમારા Shopify Credit બૅલેન્સ સાથે સંબંધિત નથી, તેથી તમારા Shopify Credit એકાઉન્ટમાં ચુકવણી કરવાથી તે દૂર થતું નથી. જ્યારે આવું થાય ત્યારે Shopify તમને ઇમેઇલ કરે છે.

તમારા કાર્ડ અનલૉક કરવા માટે, તમારા Shopify Capital ફાઇનાન્સિંગ પરના ડિફૉલ્ટનું નિરાકરણ કરો. ડિફૉલ્ટનું નિરાકરણ થયા પછી તમારા કાર્ડ અનલૉક થઈ શકે છે. જો તમારું Shopify Capital ફાઇનાન્સિંગ ડિફૉલ્ટ થયા પછી ઘણો સમય વીતી ગયો હોય, તો તમે સંપૂર્ણ રકમ પરત ચૂકવી દો, તો પણ કદાચ તમે તમારા Shopify Credit કાર્ડને ફરીથી ઍક્સેસ કરવા માટે પાત્ર ન રહી શકો. જો તમને ખાતરી ન હોય કે તમારા કાર્ડ શા માટે લૉક કરવામાં આવ્યા છે, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.

જ્યારે તમારો સ્ટોર સક્રિય પ્લાન પર ન હોય ત્યારે લૉક કરેલા કાર્ડ

જ્યારે તમારો સ્ટોર સક્રિય Shopify પ્લાન પર ન હોય ત્યારે પણ તમારા Shopify Credit કાર્ડ લૉક થાય છે. આ લૉક તમારા Shopify Credit બૅલેન્સ સાથે સંબંધિત નથી, તેથી તમારા Shopify Credit એકાઉન્ટમાં ચુકવણી કરવાથી તે દૂર થતું નથી. એક સક્રિય પ્લાનમાંથી બીજામાં બદલવાથી, જેમ કે Basic પ્લાનમાંથી Advanced પ્લાનમાં અપગ્રેડ કરવાથી, તમારા કાર્ડ લૉક થતા નથી.

નીચેનામાંથી કોઈ પણ કારણસર તમારા કાર્ડ લૉક થયા છે:

તમારા કાર્ડને અનલૉક કરવા માટે, તમારા સ્ટોરને સક્રિય પ્લાન પર પાછા લાવો:

જો તમારો સ્ટોર સક્રિય પ્લાન પર ન હોવાના કારણે જ તમારા કાર્ડ લૉક કરાયા હોય, તો તમારો સ્ટોર સક્રિય પ્લાન પર પાછો આવે તે પછી તમારા કાર્ડ અનલૉક થાય છે. જો તમારો સ્ટોર સક્રિય પ્લાન પર આવ્યા પછી પણ તમારા કાર્ડ લૉક હોય અથવા તમને ખાતરી ન હોય કે તમારા કાર્ડ શા માટે લૉક થયા છે, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.

Shopify Credit માટે રેમિટન્સ

જ્યારે તમે સમય જતાં ચૂકવો મારફતે પરત ચુકવણી કરો છો, ત્યારે તમારા દૈનિક વેચાણની અમુક ટકાવારી તમારી Shopify Credit પુનઃચુકવણી માટે જાય છે. તમારું પેઆઉટ તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય તે પહેલાં આ રકમ તમારા Shopify Payments બૅલેન્સમાંથી કાપવામાં આવે છે.

જો ઘણા પ્રયાસો પછી પણ તમારા Shopify Payments બૅલેન્સમાંથી પુનઃચુકવણી કાપી ન શકાય, તો તે તમારા Shopify Payments સાથે કનેક્ટ કરેલા બેંક એકાઉન્ટમાંથી ડેબિટ કરવામાં આવે છે. જો તે બેંક એકાઉન્ટ ડેબિટ પણ નિષ્ફળ જાય, તો દિવસની ચુકવણી નિષ્ફળ ગણવામાં આવે છે.

જો તમારો બિઝનેસ ટેક્સાસ (Texas)માં સ્થિત હોય, તો પુનઃચુકવણીઓ માત્ર તમારા Shopify Payments બૅલેન્સમાંથી કલેક્ટ કરવામાં આવે છે, કોઈ બેંક એકાઉન્ટ ડેબિટ કરવામાં આવતું નથી. જો તમારા બૅલેન્સમાંથી પુનઃચુકવણી કલેક્ટ ન થઈ શકે, તો દિવસની ચુકવણી નિષ્ફળ ગણવામાં આવે છે.

આ માત્ર દૈનિક ચુકવણીઓ કરતા Shopify Credit એકાઉન્ટ્સ પર લાગુ પડે છે, જ્યાં તમારા દૈનિક વેચાણની અમુક ટકાવારી ઑટોમૅટિક કલેક્ટ કરવામાં આવે છે. માસિક સંપૂર્ણ ચુકવણી કરો ચુકવણીઓ તમારા બેંક એકાઉન્ટમાંથી ડેબિટ થવાનું ચાલુ રહે છે.

જ્યારે તમારા Shopify Payments બૅલેન્સમાંથી પુનઃચુકવણીઓ કલેક્ટ કરવામાં આવે છે, ત્યારે તમે તમારા Shopify ઍડમિનમાં નીચેના સ્થાનો પર ટ્રાન્ઝેક્શન જોઈ શકો છો:

  • પેઆઉટ પેજ: તમારી પેઆઉટ વિગતોમાં ઍડજસ્ટમેન્ટ વિભાગમાં કપાત બતાવવામાં આવે છે.
  • Credit ટ્રાન્ઝેક્શન: પુનઃચુકવણી તમારા Credit ટ્રાન્ઝેક્શન ઇતિહાસમાં બતાવવામાં આવે છે, જે તમારા દૈનિક વેચાણમાંથી પરત ચૂકવેલી રકમ દર્શાવે છે.

જો તમારે તમારી બાકી રકમ માટે મેન્યુઅલ ચુકવણી કરવાની જરૂર હોય, તો તમારા Shopify Payments એકાઉન્ટ સાથે લિંક કરેલા બિઝનેસ બેંક એકાઉન્ટમાંથી ચુકવણી ડેબિટ કરવામાં આવે છે.

તમારું Shopify Credit એકાઉન્ટ રદ કરો

તમારું Shopify Credit એકાઉન્ટ રદ કરવાની વિનંતી કેવી રીતે કરવી તેની માહિતી માટે, જેમાં રદ કરતા પહેલાંની મહત્ત્વપૂર્ણ બાબતો સામેલ છે, Shopify Credit પ્રોગ્રામની શરતોના વિભાગ 7.2નો સંદર્ભ લો.