સરનામાના ફોર્મેટની સમીક્ષા કરવી
Shopifyમાં શિપિંગ લેબલ ખરીદતી વખતે, શિપિંગ સરનામાના ફોર્મેટ માટે દરેક શિપિંગ કૅરિઅરની અપેક્ષાઓ અલગ હોય છે.
શિપિંગ સરનામાના ચેકર
તમારા શિપિંગ સરનામાને વેરિફાઇ કરવા માટે નીચેના ટૂલનો ઉપયોગ કરો.
| કૅરિઅર | ટૂલ |
|---|---|
| USPS | USPS સરનામું ચેકર |
| Canada Post | Canada Post સરનામું ચેકર |
| DHL | DHL સરનામું ચેકર |
| DPD | DPD પોસ્ટકોડ અને સરનામું શોધક |
| Colissimo | Colissimo સરનામું ચેકર |
સરનામાની ઓળખ
જ્યારે તમે શિપિંગ લેબલ માટે શિપિંગ સરનામું દાખલ કરો છો, ત્યારે શિપિંગ કૅરિઅરના ડેટાબેઝમાં તે સરનામું ચેક કરવામાં આવે છે. જો સરનામું મેળ ખાય છે, તો શિપિંગ કૅરિઅર દ્વારા સરનામું ઓળખી કાઢવાની ખાતરી આપવામાં આવે છે. જો સરનામું મેળ ન ખાય, તો એવી કોઈ ખાતરી નથી કે સરનામું ઓળખી લેવામાં આવશે, જેને લીધે શિપિંગમાં એરર કે વિલંબ થઈ શકે છે.
ઓળખી કઢાયેલા સરનામા
જો સરનામું માન્ય ફોર્મેટમાં હોય અને કૅરિઅરના ડેટાબેઝમાં મેળ ખાતું હોય, તો તેને ઓળખી કાઢવાની ખાતરી આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે કૅરિઅર લેબલને સ્વીકારશે અને લેબલ વાંચવામાં આવતી એરરને કારણે કોઈ વિલંબ થશે નહીં.
પીળા બૅનરની એરર
જો પીળા બૅનરમાં શિપિંગ સરનામાંની કોઈ ભૂલનો મેસેજ હોય, તો સરનામું માન્ય ફોર્મેટમાં છે પરંતુ કૅરિઅરના ડેટાબેઝમાં તેનો કોઈ મેળ નથી. આનો સામાન્ય રીતે એવો અર્થ થાય છે કે સરનામું દાખલ કરવાની રીતમાં કોઈ ભૂલ છે. શિપિંગ કૅરિઅર ઉપયોગમાં લે છે તે સરનામું શોધવા માટે તમે કૅરિઅરના શિપિંગ સરનામાં ચૅકર નો ઉપયોગ કરી શકો છો.
ન ઓળખાતા હોય તેવા સરનામાં હજુ પણ ઉપયોગમાં લઈ શકાય છે અને તેનાથી કદાચ ડિલિવરીને અસર ન પણ થાય. જો તમને ખાતરી હોય કે સરનામું યોગ્ય છે, તો તમે તમારા લેબલ પર ન ઓળખાતા હોય તેવા સરનામાંનો ઉપયોગ કરી શકો છો.
જો તમને તમારા શિપિંગ સરનામાં માટે મદદ જોઈતી હોય, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.
લાલ બૅનરની ભૂલ
જો લાલ બૅનરમાં શિપિંગ સરનામાંની કોઈ ભૂલનો મેસેજ હોય, તો સરનામું અયોગ્ય ફોર્મેટમાં છે અને તમે તેના માટે લેબલ ખરીદી શકતા નથી. શિપિંગ કૅરિઅર ઉપયોગમાં લે છે તે ફોર્મેટ શોધવા માટે તમે કૅરિઅરના શિપિંગ સરનામાં ચૅકર નો ઉપયોગ કરી શકો છો.
જો તમને તમારા શિપિંગ સરનામાં માટે મદદ જોઈતી હોય, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.
US મિલિટરી શિપિંગ સરનામાં
US માં મિલિટરી મેઇલિંગ સરનામાંઓનું એક વિશિષ્ટ ફોર્મેટ હોય છે જે કોઈ ચોક્કસ રીતે દાખલ કરવું આવશ્યક છે. જો સરનામું અયોગ્ય રીતે દાખલ કરવામાં આવે, તો ઑર્ડર કદાચ ઇચ્છિત પ્રાપ્તકર્તા સુધી ન પહોંચે. US મિલિટરી સરનામાં 3 અલગ-અલગ પ્રકારના હોય છે:
- આર્મી/ઍર પોસ્ટ ઑફિસ (APO)
- ફ્લિટ પોસ્ટ ઑફિસ (FPO)
- ડિપ્લોમૅટિક પોસ્ટ ઑફિસ (DPO)
જો તમને US મિલિટરી શિપિંગ સરનામાં સાથેનો કોઈ ઑર્ડર મળે, તો તમે ઑર્ડરને શિપ કરો તે પહેલાં ખાતરી કરો કે સરનામું યોગ્ય રીતે દાખલ કરવામાં આવ્યું છે. જો ગ્રાહક દ્વારા શિપિંગ સરનામું યોગ્ય રીતે દાખલ કરવામાં ન આવ્યું હોય, તો નીચેની માર્ગદર્શિકાનો ઉપયોગ કરીને ગ્રાહકનું સરનામું સંપાદિત કરો:
- પ્રાપ્તકર્તાઓનું નામ નામ ફીલ્ડમાં દાખલ કરવું આવશ્યક છે, પરંતુ તેમનો રેન્ક વૈકલ્પિક છે.
- AP સરનામાંઓ માટેના PSC અને BOX નંબર અથવા FPO અને DPO સરનામાંઓ માટેના UNIT અને BOX નંબર, બંને સરનામું ફીલ્ડમાં હોવા આવશ્યક છે.
- શહેર ફીલ્ડમાં માત્ર APO, FPO અથવા DPO જ હોવું આવશ્યક છે. શહેરનું નામ દાખલ ન કરો.
- દેશ/પ્રદેશ ફીલ્ડમાં યુનાઇટેડ સ્ટેટ્સ પસંદ કરેલું હોવું આવશ્યક છે.
- રાજ્ય ફીલ્ડમાં Armed Forces Americas, Armed Forces Europe અથવા Armed Forces Pacific પસંદ કરેલું હોવું આવશ્યક છે. તમારા ગ્રાહક દ્વારા આ સ્થાનોને Armed Forces America (AA), Armed Forces Europe (AE) અથવા Armed Forces Pacific (AP) જેવા સંક્ષિપ્ત રૂપમાં દાખલ કરવામાં આવી શકે છે.
જો તમને સરનામાંની કેટલીક માહિતી વિશે ખાતરી ન હોય, તો વધુ સ્પષ્ટતા માટે જેણે ઑર્ડર આપ્યો છે તે ગ્રાહકનો સંપર્ક કરો.