સપોર્ટેડ શિપિંગ લેબલ પ્રિન્ટર્સ

તમારા ઑર્ડર માટે લેબલને ઝડપથી અને અસરકારક રીતે પ્રિન્ટ કરવા માટે તમે ડેડિકેટેડ શિપિંગ લેબલ પ્રિન્ટર્સનો ઉપયોગ કરી શકો છો. લેબલ પ્રિન્ટર્સ ખાસ કરીને શિપિંગ લેબલ પ્રિન્ટ કરવા માટે બનાવવામાં આવ્યા હોય છે, જેનો અર્થ છે કે તમારે સ્ટાન્ડર્ડ પ્રિન્ટર પેપરમાંથી લેબલને કાપવા કે ટ્રિમ કરવા પડતા નથી. શિપિંગ લેબલ ખરીદવાની પ્રક્રિયા દરમિયાન અથવા તમારા Shopify ઍડમિનમાં શિપિંગ અને ડિલિવરી સેટિંગ્સ પેજ પર તમે જ્યારે પણ શિપિંગ લેબલ પ્રિન્ટ કરીને કોલેટ (collate) કરો ત્યારે, તમે ઉપયોગમાં લેવા માગતા શિપિંગ લેબલ પ્રિન્ટરને પસંદ કરી શકો છો.

શ્રેષ્ઠ પરિણામો માટે, તમારા શિપિંગ લેબલ પ્રિન્ટ કરવા માટે Shopify દ્વારા સપોર્ટેડ હાર્ડવેરનો ઉપયોગ કરો. Shopify-સપોર્ટેડ પ્રિન્ટર્સને Shopify પર ખરીદેલા લેબલ સાથે અનુકૂળતા માટે ચકાસવામાં આવ્યા છે અને તેમાં DYMO, Zebra, Brother, Rollo અને Bixolon જેવા લોકપ્રિય મૉડલ શામેલ છે.

આ વિભાગમાં