Bixolon લેબલ પ્રિન્ટર
જો તમે યુનાઇટેડ કિંગડમ અથવા આયર્લેન્ડમાં હો, તો તમે શિપિંગ લેબલ પ્રિન્ટ કરવા માટે Bixolon લેબલ પ્રિન્ટરનો ઉપયોગ કરી શકો છો. પ્રિન્ટર USB દ્વારા તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટ થાય છે અને તેમાં પ્રિન્ટ કરવા માટે ટોનર કે શાહીની જરૂર હોતી નથી. તમે Bixolon લેબલ પ્રિન્ટરથી શિપિંગ લેબલ પ્રિન્ટ કરવા માટે Zebra બારકોડ લેબલ નો ઉપયોગ કરી શકો છો.
જો તમને તમારું Bixolon લેબલ પ્રિન્ટર ઇન્સ્ટૉલ કરવા, સેટઅપ કરવા અથવા તેનું મુશ્કેલીનિવારણ કરવામાં સહાય જોઈતી હોય, તો Bixolon સપોર્ટ નો સંપર્ક કરો.
તમારું Bixolon લેબલ પ્રિન્ટર સેટઅપ કરો
તમે તમારું Bixolon લેબલ પ્રિન્ટર સેટઅપ કરી શકો છો. તમારું Bixolon લેબલ પ્રિન્ટર ઇન્સ્ટૉલ કરવા અને સેટઅપ કરવા વિશે વધુ જાણવા માટે, ક્વિક સ્ટાર્ટ માર્ગદર્શિકા નો સંદર્ભ લો.
જો તમે લેબલનો પ્રકાર કે માપ બદલો છો, તો તમારે આ પગલાનું પુનરાવર્તન કરવું પડશે.
પગલાં:
- જો પ્રિન્ટરની સ્વિચ On પર સેટ કરેલી હોય, તો પ્રિન્ટરની પાછળ આવેલી સ્વિચ દબાવીને તેને બંધ કરો.
- પાવર કેબલને તમારા Bixolon લેબલ પ્રિન્ટર સાથે કનેક્ટ કરો.
- પાવર કેબલના બીજા છેડાને તમારા પાવર ઍડપ્ટર સાથે કનેક્ટ કરો અને ઍડપ્ટરને પાવર આઉટલેટ સાથે કનેક્ટ કરો.
- USB કેબલને તમારા પ્રિન્ટર સાથે અને બીજા છેડાને તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરો.
- પ્રિન્ટરમાં લેબલની સાઇડ ઉપરની તરફ રહે તે રીતે લેબલ દાખલ કરો.
- ટૅબને એ રીતે ઍડજસ્ટ કરો જેથી તેઓ લેબલને જગ્યા પર જાળવી રાખે.
- પાવર સ્વિચ On પર ફેરવો.
- તમને બીપનો અવાજ ન સંભળાય ત્યાં સુધી લેબલ પ્રિન્ટરની ટોચ પર આવેલા જાંબલી બટનને દબાવી રાખો, પછી તેને છોડી દો. તમારું પ્રિન્ટર લેબલનો પ્રકાર અને માપ ઑટોમૅટિક રીતે ઓળખે છે.
Bixolon ડ્રાઇવર ઇન્સ્ટૉલ કરો
તમારે તમારા કમ્પ્યુટર પર Bixolon લેબલ પ્રિન્ટર ડ્રાઇવર ઇન્સ્ટૉલ કરવાની જરૂર છે.
પગલાં:
Mac OS X
- તમારા કમ્પ્યુટર માટે યોગ્ય ડ્રાઇવર ડાઉનલોડ કરવા માટે Bixolon ની વેબસાઇટ ની મુલાકાત લો.
- તમારા કમ્પ્યુટર પર ઇન્સ્ટૉલેશન પૅકેજ શોધો અને તેને ખોલો.
- ડાયલોગમાં,
.pkgફાઇલ પર ડબલ-ક્લિક કરો. - ઇન્સ્ટૉલરમાં આપેલી સૂચનાઓને અનુસરો.
Windows
- તમારા કમ્પ્યુટર માટે યોગ્ય ડ્રાઇવર ડાઉનલોડ કરવા માટે Bixolon ની વેબસાઇટ ની મુલાકાત લો.
- તમારા કમ્પ્યુટર પર ઇન્સ્ટૉલેશન પૅકેજ શોધો અને તેને ખોલો.
- ઇન્સ્ટૉલરમાં આપેલી સૂચનાઓને અનુસરો.