Dymo LabelWriter 550 સિરીઝનાં લેબલ પ્રિન્ટર

શિપિંગ લેબલ પ્રિન્ટ કરવા માટે તમે Dymo LabelWriter 550 સિરીઝનાં લેબલ પ્રિન્ટરનો ઉપયોગ કરી શકો છો.

નોંધ: આ પ્રિન્ટરનો ઉપયોગ બારકોડ લેબલ માટે પણ થઈ શકે છે - વધુ માહિતી માટે બારકોડ પ્રિન્ટર પર જાઓ

Dymo LabelWriter 550 સિરીઝનાં લેબલ પ્રિન્ટર USB અથવા Wi-Fi દ્વારા તમારા Windows અથવા Mac કમ્પ્યુટરથી કનેક્ટ થાય છે. તમે Dymo LabelWriter 550 સિરીઝનાં લેબલ પ્રિન્ટરની સામાન્ય સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરવા માટે પણ આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરી શકો છો.

જો તમને તમારા Dymo LabelWriter 550 સિરીઝના લેબલ પ્રિન્ટરને ઇન્સ્ટૉલ કરવામાં, સેટ અપ કરવામાં અથવા તેનું મુશ્કેલીનિવારણ કરવામાં સહાયની જરૂર હોય, તો Dymoના સપોર્ટનો સંપર્ક કરો.

તમારા બારકોડ લેબલને કસ્ટમાઇઝ કરવા અને પ્રિન્ટ કરવા માટે, તમે Dymo Label સૉફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો.

Dymo LabelWriter 550 સિરીઝના લેબલ પ્રિન્ટરનો ઉપયોગ કરવા માટેની આવશ્યકતાઓ

Dymo LabelWriter 550 સિરીઝનાં લેબલ પ્રિન્ટરનો ઉપયોગ કરવા માટે તમારે નીચેની સિસ્ટમની આવશ્યકતાઓને પૂર્ણ કરવાની જરૂર છે:

  • Windows 8.1 અથવા તેનાથી નવું વર્ઝન
  • macOS v10.14 Mojave અથવા તેનાથી નવું વર્ઝન

Dymo Label સૉફ્ટવેર ડાઉનલોડ કરો

Dymo વેબસાઇટ પરથી Dymo Label સૉફ્ટવેરનું નવીનતમ વર્ઝન ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કરો.

તમારા Dymo LabelWriter 550 સિરીઝના લેબલ પ્રિન્ટરને પાવર સાથે કનેક્ટ કરો

ખાતરી કરો કે તમે ફક્ત તે જ પાવર ઍડપ્ટરનો ઉપયોગ કરો છો જે તમારા Dymo LabelWriter 550 સિરીઝનાં લેબલ પ્રિન્ટર સાથે સામેલ છે. તમારા પ્રિન્ટરને પાવર સાથે કનેક્ટ કરવા માટે આ પગલાં અનુસરો.

પગલાં:

  1. પાવર કૉર્ડને પાવર ઍડપ્ટરમાં પ્લગ કરો અને પછી પાવર ઍડપ્ટરને પ્રિન્ટરની પાછળના પાવર કનેક્ટરમાં પ્લગ કરો.
  2. પાવર કૉર્ડના બીજા છેડાને પાવર આઉટલેટમાં પ્લગ કરો.
  3. પ્રિન્ટરની બાજુ પર આવેલા POWER બટનને દબાવો.

Dymo LabelWriter 550 સિરીઝના લેબલ પ્રિન્ટરને તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરો

તમે USB કેબલ વડે Dymo LabelWriter 550 સિરીઝના લેબલ પ્રિન્ટરને સીધા જ તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકો છો. જો તમારી પાસે Dymo LabelWriter 5XL પ્રિન્ટર હોય, તો તમે તેને Ethernet કેબલ વડે લોકલ એરિયા નેટવર્ક (LAN) સાથે પણ કનેક્ટ કરી શકો છો. Dymo LabelWriter 550 પ્રિન્ટર LAN સાથે કનેક્ટ થઈ શકતું નથી.

જો તમે USB કેબલ વડે કનેક્ટ કરો છો, તો તમારે 1997364 પાર્ટ નંબરવાળા પૂરા પાડવામાં આવેલ DYMO USB કેબલનો જ ઉપયોગ કરવો આવશ્યક છે. જો તમારી પાસે કેબલ ન હોય, તો Dymo સપોર્ટનો સંપર્ક કરો.

પગલાં:

USB કેબલ વડે કનેક્ટ કરો
  1. પ્રિન્ટરની પાછળના USB પોર્ટમાં USB કેબલ પ્લગ કરો.
  2. કેબલના બીજા છેડાને તમારા કમ્પ્યુટર પર ઉપલબ્ધ USB પોર્ટમાં પ્લગ કરો.
  3. પ્રિન્ટરનો પાવર ચાલુ કરો. પ્રિન્ટરની આગળની બાજુએ આવેલી USB સ્ટેટસ લાઇટ ચાલુ થશે.
  4. Dymo Connect for Desktop સૉફ્ટવેર શરૂ કરો.

macOS: જો ઇન્સ્ટૉલેશન પૂર્ણ થાય ત્યારે પ્રિન્ટર, પ્રિન્ટરની સૂચિમાં ન હોય, તો તેને કેવી રીતે ઉમેરવું તે અંગેની macOS સૂચનાઓનો સંદર્ભ લો.

LAN સાથે કનેક્ટ કરો
  1. પ્રિન્ટરની પાછળના LAN પોર્ટમાં LAN કેબલ પ્લગ કરો.
  2. કેબલના બીજા છેડાને તમારા નેટવર્ક પરના ઍક્ટિવ LAN પોર્ટમાં પ્લગ કરો.
  3. પ્રિન્ટરનો પાવર ચાલુ કરો. પ્રિન્ટરની આગળની બાજુએ આવેલી LAN સ્ટેટસ લાઇટ ચાલુ થશે.
  4. નેટવર્ક પર આ પ્રિન્ટરમાં લેબલ પ્રિન્ટ કરનારા તમામ કમ્પ્યુટર પર Dymo Connect for Desktop ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કરો.
  5. Dymo Connect for Desktopમાં, ફાઇલ મેનૂમાંથી નેટવર્ક પ્રિન્ટર ઉમેરો પસંદ કરો અને પ્રિન્ટર ઉમેરવા માટેની સૂચનાઓ અનુસરો.

જો પ્રિન્ટર તમારા કમ્પ્યુટર સાથે USB અને LAN બંને પોર્ટ દ્વારા કનેક્ટ થયેલું હોય, તો પ્રિન્ટર Dymo Connect for Desktopમાં બે વાર પ્રદર્શિત થાય છે.

Dymo LabelWriter 550 સિરીઝનાં લેબલ પ્રિન્ટરમાં લેબલ લોડ કરો

Dymo LabelWriter 550 સિરીઝના લેબલ પ્રિન્ટરમાં લેબલ લોડ કરવા માટે આ પગલાં અનુસરો.

પગલાં:

  1. પ્રિન્ટર ચાલુ કરો અને પછી શિપમેન્ટ દરમિયાન પ્રિન્ટરને સુરક્ષિત રાખતા લેબલ બહાર કાઢવા માટે લેબલ રિવર્સ ફીડ બટન દબાવો.
  2. ટોચનું કવર ખોલો અને લેબલ કમ્પાર્ટમેન્ટની અંદર રહેલી કોઈપણ પૅકિંગ સામગ્રી કાઢી નાખો.
  3. કવરની અંદરથી લેબલ સ્પૂલ કાઢી લો અને પછી સ્પિન્ડલમાંથી સ્પૂલ ગાઇડને અલગ કરો.
  4. સ્પૂલ સ્પિન્ડલ પકડી રાખો અને પછી સ્પિન્ડલ પર લેબલ રોલ એવી રીતે મૂકો જેથી લેબલ નીચેથી ફીડ થાય અને લેબલ રોલની ડાબી કિનારી સ્પૂલની બાજુમાં મજબૂતીથી અડીને રહે.
  5. સ્પૂલ ગાઇડને સ્પૂલની જમણી બાજુએ સરકાવો અને પછી ગાઇડને લેબલ રોલની બાજુ પર મજબૂતીથી દબાવો. લેબલ રોલ કોઈપણ જગ્યા વિના લેબલ સ્પૂલની બંને બાજુઓ પર બરાબર બેસી જવો જોઈએ.
  6. રોલની નીચેથી લેબલ લંબાતા હોય તે રીતે પ્રિન્ટર કવરના સ્લૉટમાં લેબલ સ્પૂલ દાખલ કરો.
  7. લેબલની ડાબી કિનારીને લેબલ એક્ઝિટ સ્લૉટની ડાબી કિનારી સાથે અલાઇન કરો અને પછી લેબલને સ્લૉટમાં દાખલ કરો. પ્રિન્ટર ઑટોમૅટિક રીતે લેબલને આગળ વધારે છે અને પ્રથમ લેબલની શરૂઆતમાં અટકે છે.
  8. જ્યાં સુધી લેબલ ગાઇડ લેબલની જમણી કિનારી સાથે અલાઇન ન થાય ત્યાં સુધી તેને ડાબી બાજુ સરકાવો અને પછી ટોચનું કવર બંધ કરો.

Dymo LabelWriter 550 સિરીઝના લેબલ પ્રિન્ટર સાફ કરો

તમારા પ્રિન્ટરને યોગ્ય રીતે કાર્ય કરતું રાખવા માટે, તમારે ક્યારેક પ્રિન્ટરનો બહારનો અને અંદરનો ભાગ સાફ કરવાની જરૂર છે.

પગલાં:

  1. પાવર કૉર્ડ ડિસ્કનેક્ટ કરો.
  2. પ્રિન્ટરનો બહારનો ભાગ લૂછવા માટે લિન્ટ-ફ્રી કાપડનો ઉપયોગ કરો.
  3. નીચેનામાંથી કોઈ એક ક્લિનિંગ સોલ્યુશન વડે ધૂળ અને ડાઘ દૂર કરો:
    • આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ
    • પાતળું કરેલું ડિશવૉશિંગ ડિટર્જન્ટ
    • પાતળું કરેલું ગ્લાસ ક્લીનર
  4. પ્રિન્ટરનું ટોચનું કવર ખોલો અને પછી પ્રિન્ટરની અંદરથી કાગળની ધૂળ અને અન્ય છૂટાછવાયા કણોને દૂર કરવા માટે નાના, નરમ બ્રશ અથવા કૉટન સ્વૉબનો ઉપયોગ કરો.
  5. લેબલનો રોલ કાઢી લો અને પછી રોલની નીચે સાફ કરો.
  6. પાવર કૉર્ડ ફરીથી કનેક્ટ કરો.
  7. વૈકલ્પિક: જો તમારી પાસે LabelWriter ક્લિનિંગ કાર્ડ હોય, તો ક્લિનિંગ કાર્ડના પૅકેજિંગ પર પ્રિન્ટ કરેલી સૂચનાઓનું પાલન કરો. ક્લિનિંગ કાર્ડ ખરીદવા માટે, Dymo વેબસાઇટ પર જાઓ.
  8. લેબલનો રોલ ફરીથી લોડ કરો અને પછી ટોચનું કવર બંધ કરો.

Dymo LabelWriter 550 સિરીઝના લેબલ પ્રિન્ટર માટે પાવર સ્ટેટસની લાઇટ્સ

પાવર સ્ટેટસની લાઇટ પ્રિન્ટરની વર્તમાન પાવર સ્થિતિ વિઝ્યુઅલ રૂપે ડિસ્પ્લે કરે છે.

Dymo LabelWriter 550 સિરીઝના લેબલ પ્રિન્ટર માટે પાવર સ્ટેટસની લાઇટના અર્થોનું વર્ણન.
સ્ટેટસ લાઇટવર્ણન
બંધપાવર બંધ છે.
સ્થિર ચાલુપાવર ચાલુ છે અને પ્રિન્ટર તૈયાર છે.
ગ્લોઇંગપ્રિન્ટર પાવર સેવિંગ મોડમાં છે.
ઝડપથી ઝબૂકવુંકોઈ ભૂલ આવી છે, જેમ કે લેબલ ગાયબ છે અથવા કોઈ અન્ય ભૂલની સ્થિતિ છે.

Dymo LabelWriter 550 સિરીઝના લેબલ પ્રિન્ટરનું મુશ્કેલીનિવારણ કરો

Dymo LabelWriter 550 સિરીઝ લેબલ પ્રિન્ટરની સમસ્યા પસંદ કરો અને પછી મુશ્કેલીનિવારણના પગલાં અનુસરો.

તમારી વાયરલેસ નેટવર્ક સૂચિમાં પ્રિન્ટર ડિસ્પ્લે ન થતું હોય તેનું મુશ્કેલીનિવારણ કરો

જો તમારું Dymo LabelWriter 550 સિરીઝનું લેબલ પ્રિન્ટર તમારી વાયરલેસ નેટવર્ક સૂચિમાં ડિસ્પ્લે થતું ન હોય, તો ખાતરી કરો કે પ્રિન્ટરને કનેક્ટ કરતા પહેલાં Dymo Connect for Desktop સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરેલું છે.

LAN કનેક્શન માટે, LabelWriter પ્રિન્ટર પર પ્રિન્ટ કરનારા દરેક કમ્પ્યુટર પર Dymo Connect for Desktop ઇન્સ્ટૉલ કરેલું હોવું જરૂરી છે. ઈથરનેટ અને વાયરલેસ નેટવર્ક બંનેનો ઉપયોગ કરતા સ્થાનો માટે, ખાતરી કરો કે રાઉટર વાયર્ડ અને વાયરલેસ નેટવર્ક વચ્ચે ટ્રાફિકને ફૉરવર્ડ કરવા માટે સેટ કરેલું છે.

જો પ્રિન્ટરની સમસ્યા ઉકેલાય નહીં, તો Dymoના સપોર્ટનો સંપર્ક કરો.

પ્રિન્ટની ક્વૉલિટીની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો

ખરાબ પ્રિન્ટ ક્વૉલિટી સામાન્ય રીતે નીચેનીમાંથી કોઈ એક સમસ્યાને કારણે હોય છે:

  • લેબલનો જૂનો રોલ.
  • Dymo સિવાયના અન્ય ઉત્પાદક દ્વારા બનાવવામાં આવેલા લેબલ.
  • એવા લેબલ કે જેના થર્મલ કોટિંગમાં ખામી આવી હોય.
  • ગંદું પ્રિન્ટ હેડ.

ખાતરી કરો કે તમે Dymo બ્રાન્ડના લેબલનો જ ઉપયોગ કરી રહ્યાં છો. તૃતીય-પક્ષ લેબલનો ઉપયોગ કરશો નહીં કારણ કે અન્ય લેબલ પરના થર્મલ કોટિંગની સંવેદનશીલતા Dymo બ્રાન્ડના લેબલ કરતાં અલગ હોય છે. ઉપરાંત, અન્ય ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવેલા લેબલની વચ્ચેના છિદ્રો ઘણીવાર LabelWriter પ્રિન્ટર દ્વારા ઓળખી શકાતા નથી.

જો પ્રિન્ટની ક્વૉલિટી ઝાંખી થઈ જાય, પ્રિન્ટ કરેલા અક્ષરોમાં નાના સફેદ ટપકાં વિખરાયેલા દેખાય અથવા પ્રિન્ટિંગના આછા અને ઘાટા ધબ્બા દેખાય, તો તમારા લેબલનો રોલ ખામીયુક્ત હોઈ શકે છે. નવા બૉક્સમાંથી અલગ રોલ અજમાવી જુઓ. જો બીજા રોલ પર પ્રિન્ટ યોગ્ય રીતે થાય, તો સમસ્યા લેબલના પહેલા રોલમાં છે.

બીજી શક્યતા એ છે કે તમારે પ્રિન્ટ હેડ સાફ કરવાની જરૂર છે.

જો તમને તૂટેલા અક્ષરો અથવા અન્ય પ્રિન્ટ ક્વૉલિટીની સમસ્યાઓનો અનુભવ થતો રહે, તો પ્રિન્ટર સેલ્ફ-ટેસ્ટ કરો. સેલ્ફ-ટેસ્ટ ચકાસે છે કે પ્રિન્ટ હેડ અને પ્રિન્ટિંગ મિકેનિઝમના તમામ એલિમેન્ટ કામ કરી રહ્યા છે કે નહીં.

પગલાં:

  1. પ્રિન્ટરમાં લેબલના રોલ સાથે, પ્રિન્ટરના આગળના ભાગમાં આપેલું FORM-FEED બટન પાંચથી દસ સેકન્ડ માટે દબાવી રાખો. પ્રિન્ટર તેની પહોળાઈ સાથે ઊભી લાઇનો પ્રિન્ટ કરવાનું શરૂ કરે છે. ટેસ્ટ પૅટર્ન દર 3/4 ઇંચ (19 mm) ઑટોમૅટિક રીતે બદલાય છે.
  2. જ્યારે સેલ્ફ-ટેસ્ટ શરૂ થાય, ત્યારે FORM-FEED બટન છોડી દો. 3 સેલ્ફ-ટેસ્ટ રોકવા માટે, FORM-FEED બટન દબાવો અને છોડી દો.

જો પ્રિન્ટરની સમસ્યા ઉકેલાય નહીં, તો Dymoના સપોર્ટનો સંપર્ક કરો.

લેબલ જામ થવાનું મુશ્કેલીનિવારણ કરો

જો પ્રિન્ટરમાં લેબલ જામ થઈ ગયા હોય, તો તમે તેમને નીચેના પગલાં વડે દૂર કરી શકો છો.

પગલાં:

  1. પ્રિન્ટરમાંથી પહેલેથી જ ફીડ થયેલા હોય તેવા કોઈપણ લેબલ ફાડી નાખો.
  2. લેબલ રિલીઝ લિવરને આગળ દબાવો અને પછી જામ થયેલા લેબલને લેબલ ફીડ સ્લૉટમાંથી બહાર ખેંચો.

જો પ્રિન્ટરની સમસ્યા ઉકેલાય નહીં, તો Dymoના સપોર્ટનો સંપર્ક કરો.

લેબલ યોગ્ય રીતે ફીડ ન થવાનું મુશ્કેલીનિવારણ કરો

જો તમારા લેબલ યોગ્ય રીતે ફીડ થતા ન હોય, તો નીચેની સેટઅપ આવશ્યકતાઓ તપાસો:

  • તમારા લેબલ યોગ્ય રીતે લોડ થયેલા છે અને લેબલની ડાબી કિનારી લેબલ ફીડ સ્લૉટની ડાબી કિનારી સાથે અલાઇન થયેલી છે.
  • તમે Dymo બ્રાન્ડના લેબલનો ઉપયોગ કરી રહ્યાં છો. અન્ય ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવેલા લેબલની વચ્ચેના છિદ્રો ઘણીવાર Dymo પ્રિન્ટર દ્વારા ઓળખી શકાતા નથી. જ્યારે છિદ્રો ઓળખી ન શકાય, ત્યારે લેબલ યોગ્ય રીતે ફીડ થશે નહીં.

જો પ્રિન્ટરની સમસ્યા ઉકેલાય નહીં, તો Dymoના સપોર્ટનો સંપર્ક કરો.

પ્રિન્ટર પ્રિન્ટ ન કરતું હોય અથવા પ્રિન્ટિંગ અટકાવતું ન હોય તેનું મુશ્કેલીનિવારણ કરો

જો ઉપયોગમાં હોય ત્યારે તમારું પ્રિન્ટર પ્રિન્ટ ન કરતું હોય અથવા પ્રિન્ટિંગ અટકાવી દેતું હોય, તો નીચેના પગલાં વડે મુશ્કેલીનિવારણ કરો:

  • ખાતરી કરો કે પ્રિન્ટરને પાવર મળે છે અને પાવર કેબલ ડિસ્કનેક્ટ કરવામાં આવ્યો નથી.
  • જો પ્રિન્ટરના આગળના ભાગમાં રહેલી સ્ટેટસ લાઇટ ચાલુ ન થતી હોય, તો પાવર કેબલ પ્લગ ઇન કરેલો છે અને તમારી પાવર સ્ટ્રિપ કામ કરી રહી છે તેની ખાતરી કરવા માટે તપાસો.
  • દિવાલ પરના આઉટલેટ અને પાવર સ્ટ્રિપમાં અન્ય કોઈ વસ્તુ પ્લગ કરીને ખાતરી કરો કે સમસ્યા આઉટલેટ કે પાવર સ્ટ્રિપની નથી.
  • પ્રિન્ટર ચાલુ હોય ત્યારે ફોર્મ ફીડ બટન દબાવીને કન્ફર્મ કરો કે પ્રિન્ટર યોગ્ય રીતે લેબલ ફીડ કરે છે.
  • જો લેબલ જામ થઈ ગયા હોય, તો સ્ટેટસ લાઇટ ઝબકે છે. આ પેજના લેબલ જામનું મુશ્કેલીનિવારણ કરો વિભાગનો સંદર્ભ લો.
  • ખાતરી કરો કે USB કેબલ તમારા પ્રિન્ટરની પાછળથી કે કમ્પ્યુટરમાંથી ઢીલો થઈ ગયો નથી.
  • ખાતરી કરો કે તમારું LabelWriter પ્રિન્ટર ડ્રાઇવર યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલ છે.

જો પ્રિન્ટરની સમસ્યા ઉકેલાય નહીં, તો Dymoના સપોર્ટનો સંપર્ક કરો.