Rollo લેબલ પ્રિન્ટર
શિપિંગ લેબલ પ્રિન્ટ કરવા માટે તમે Rollo લેબલ પ્રિન્ટરનો ઉપયોગ કરી શકો છો. Rollo લેબલ પ્રિન્ટર USB દ્વારા તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટ થાય છે અને તેને પ્રિન્ટ કરવા માટે ટોનર અથવા શાહીની જરૂર પડતી નથી.
જો તમને તમારું Rollo લેબલ પ્રિન્ટર ઇન્સ્ટૉલ કરવા, સેટઅપ કરવા અથવા તેના મુશ્કેલીનિવારણમાં સહાયની જરૂર હોય, તો Rollo સપોર્ટનો સંપર્ક કરો.
તમારું Rollo લેબલ પ્રિન્ટર સેટઅપ કરો
તમારું Rollo લેબલ પ્રિન્ટર સેટઅપ કરવા માટે આ પગલાં અનુસરો.
પગલાં:
- જો પ્રિન્ટરની સ્વિચ On (ચાલુ) પર સેટ કરેલી હોય, તો પ્રિન્ટરની પાછળની બાજુએ આવેલી સ્વિચ દબાવીને તેને બંધ કરો.
- તમારા Rollo લેબલ પ્રિન્ટર સાથે પાવર કેબલ કનેક્ટ કરો.
- પાવર કેબલના બીજા છેડાને તમારા પાવર ઍડપ્ટર સાથે કનેક્ટ કરો અને ઍડપ્ટરને પાવર આઉટલેટમાં જોડો.
- USB કેબલને તમારા પ્રિન્ટર સાથે અને તેના બીજા છેડાને તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરો.
- લેબલવાળી બાજુ ઉપરની તરફ રહે તે રીતે લેબલને પ્રિન્ટરમાં દાખલ કરો.
- લેબલ પોતાની જગ્યા પર જળવાઈ રહે તે માટે ટૅબને એડજસ્ટ કરો.
- પાવર સ્વિચને On કરો.
- લેબલ પ્રિન્ટરની ટોચ પર આવેલા જાંબલી બટનને ત્યાં સુધી દબાવી રાખો જ્યાં સુધી તમને બીપનો અવાજ ન સંભળાય, પછી તેને છોડી દો. તમારું પ્રિન્ટર લેબલનો પ્રકાર અને માપ આપમેળે ઓળખી લેશે.
તમારું Rollo લેબલ પ્રિન્ટર ઇન્સ્ટૉલ કરો
તમારે તમારા કમ્પ્યુટર પર Rollo લેબલ પ્રિન્ટર ડ્રાઇવર ઇન્સ્ટૉલ કરવાની જરૂર છે.
Mac
પગલાં:
- તમારા કમ્પ્યુટર માટે સાચું ડ્રાઇવર ડાઉનલોડ કરવા માટે Rollo ની વેબસાઇટ ની મુલાકાત લો.
- તમારા કમ્પ્યુટર પર ઇન્સ્ટોલેશન પૅકેજ શોધો અને ખોલો.
- ડાયલૉગમાં,
.pkgફાઇલ પર ડબલ-ક્લિક કરો. - ઇન્સ્ટૉલરમાં આપેલી સૂચનાઓ અનુસરો, પછી Close પર ક્લિક કરો.
- પ્રિન્ટર ચાલુ કર્યા પછી, તમારું કમ્પ્યુટર તેને આપમેળે ઓળખી લેશે.
Windows
પગલાં:
- તમારા કમ્પ્યુટર માટે સાચું ડ્રાઇવર ડાઉનલોડ કરવા માટે Rollo ની વેબસાઇટ ની મુલાકાત લો.
- તમારા કમ્પ્યુટર પર ઇન્સ્ટોલેશન પૅકેજ શોધો અને ખોલો.
- ઇન્સ્ટૉલરમાં આપેલી સૂચનાઓ અનુસરો.
- Windows માં, Control panel > Devices and Printers પર જાઓ.
- Rollo Printer પર રાઇટ ક્લિક કરો.
- ડાયલૉગમાં, Advanced પર ક્લિક કરો.
- Paper Size ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, તમારા લેબલનું માપ પસંદ કરો.
- તમારા સેટિંગ્સ સાચવવા માટે OK પર ક્લિક કરો.