Zebra લેબલ પ્રિન્ટર ZD421

તમારા Windows અથવા Mac કમ્પ્યુટર સાથે Zebra લેબલ પ્રિન્ટર ZD421 નું સેટઅપ કેવી રીતે કરવું તે જાણો. તમે Zebra લેબલ પ્રિન્ટર ZD421 સાથેની સામાન્ય સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કેવી રીતે કરવું તે જાણવા માટે પણ આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરી શકો છો.

Zebra લેબલ પ્રિન્ટર ZD421 તમારા iOS અથવા Android ટેબ્લેટ પરથી લેબલ પ્રિન્ટ કરી શકતું નથી.

તમારા Zebra લેબલ પ્રિન્ટર ZD421 માટે લેબલની આવશ્યકતાઓ

તમારા લેબલ પ્રિન્ટર વડે લેબલ પ્રિન્ટ કરવા માટે, તમારી જરૂરિયાતોને પૂર્ણ કરતા Zebra બ્રાંડના લેબલ શોધવા તમે Zebra Supplies Selector | ZipZebra Supplies Solutions વેબસાઇટ પર જઈ શકો છો.

તમારા Zebra લેબલ પ્રિન્ટર ZD421 નું સેટઅપ કરો

તમે Zebra લેબલ પ્રિન્ટર ZD421 ને USB કેબલ, Bluetooth અથવા Wi-Fi વડે તમારા Windows અથવા Mac કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકો છો. તમારો કનેક્શન પ્રકાર પસંદ કરો અને પછી તમારા કમ્પ્યુટરની ઑપરેટિંગ સિસ્ટમ પસંદ કરો.

મીડિયા સેટિંગ્સ, તમે ઉપયોગ કરી રહ્યાં છો તે મીડિયાના પ્રકાર સાથે મેળ ખાતા હોવા જોઈએ. તમે Zebraના Identify Type of Media સપોર્ટ પેજ પર મીડિયાના પ્રકાર કેવી રીતે ઓળખવા તે વિશે જાણી શકો છો.

USB
Mac

Zebra લેબલ પ્રિન્ટર ZD421 પાસે Mac કમ્પ્યુટર્સ માટે મર્યાદિત સપોર્ટ છે. Zebra, Mac પર Zebra પ્રિન્ટર્સ માટે કોમન યુનિક્સ પ્રિન્ટિંગ સિસ્ટમ (Common Unix Printing System - CUPS) ડ્રાઇવરની ભલામણ કરે છે. CUPS ડ્રાઇવર macOS પર પહેલેથી જ ઇન્સ્ટૉલ કરેલું હોય છે, તેથી તમારે આ પ્રિન્ટર માટે ડ્રાઇવર ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કરવાની જરૂર નથી.

પગલાં:

  1. USB પોર્ટને કવર કરતા સ્ટિકરને ઉખાડો અને પછી પ્રિન્ટરને તમારા Mac પરના USB પોર્ટ સાથે કનેક્ટ કરો.
  2. CUPS ડ્રાઇવર વડે પ્રિન્ટરને તમારા Mac માં ઉમેરો. તે કેવી રીતે કરવું તે જાણવા માટે, macOS પર પ્રિન્ટર ઉમેરવા માટેની Zebra ની માર્ગદર્શિકા નો સંદર્ભ લો.
  3. મીડિયા લોડ કરો (મીડિયાનો અર્થ સામાન્ય રીતે લેબલ હોય છે, પરંતુ તેમાં ટૅગ સ્ટૉક, રસીદ પેપર અને તમે પ્રિન્ટ કરી શકો તેવી અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે):
    1. પ્રિન્ટર ખોલો અને પછી મીડિયાને રોલ હોલ્ડરમાં મૂકો.
    2. મીડિયાના છેડાને ખેંચીને પ્રિન્ટરના આગળના ભાગમાંથી બહાર કાઢો.
    3. મીડિયાને દબાવીને મીડિયા ગાઇડની નીચે રાખો.
    4. પ્રિન્ટર બંધ કરો અને પછી પૉઝ મોડમાંથી બહાર નીકળવા માટે FEED બટન એકવાર દબાવો.
  4. કન્ફિગરેશન રિપોર્ટ પ્રિન્ટ કરીને તમારા પ્રિન્ટરનું પરીક્ષણ કરો.

પ્રિન્ટર સેટિંગ્સ તમારી પ્રિન્ટ જૉબ માટે તમે જે સામગ્રીનો ઉપયોગ કરી રહ્યાં છો અને તમારા પ્રિન્ટર પરના વિકલ્પો સાથે મેળ ખાતા હોવા જોઈએ. Zebra Setup Utilities, macOS માટે ઉપલબ્ધ નથી, તેથી CUPS ડ્રાઇવરમાં જરૂર મુજબ પ્રિન્ટર સેટિંગ્સને ઍડજસ્ટ કરો. તે કેવી રીતે કરવું તે જાણવા માટે, CUPS ડ્રાઇવર સાથે પ્રિન્ટરને કન્ફિગર કરવા માટેની Zebra ની માર્ગદર્શિકા નો સંદર્ભ લો. જો તમે લેબલ ડિઝાઇન કરવા અથવા પ્રિન્ટ કરવા માટે જે સૉફ્ટવેરનો ઉપયોગ કરો છો તેમાં તેના પોતાના લેબલ સેટિંગ્સ હોય, જેમ કે લેબલનું માપ અથવા ડાર્કનેસ, તો પ્રિન્ટર તે સૉફ્ટવેરના સેટિંગ્સનો ઉપયોગ કરે છે.

Windows

પગલાં:

  1. Zebra પ્રિન્ટર સેટઅપ વેબસાઇટ પરથી પ્રિન્ટર ડ્રાઇવર ડાઉનલોડ કરો અને ઇન્સ્ટૉલ કરો.
  2. Zebra સેટઅપ યુટિલિટીઝ (ZSU) પ્રિન્ટર કન્ફિગરેશન યુટિલિટી ડાઉનલોડ કરો અને ઇન્સ્ટૉલ કરો.
  3. USB પોર્ટને કવર કરતા સ્ટિકરને ઉખાડો અને પછી પ્રિન્ટરને તમારા કમ્પ્યુટર પરના USB પોર્ટ સાથે કનેક્ટ કરો.
  4. મીડિયા લોડ કરો (મીડિયાનો અર્થ સામાન્ય રીતે લેબલ હોય છે, પરંતુ તેમાં ટૅગ સ્ટૉક, રસીદ પેપર અને તમે પ્રિન્ટ કરી શકો તેવી અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે):
    1. પ્રિન્ટર ખોલો અને પછી મીડિયાને રોલ હોલ્ડરમાં મૂકો.
    2. મીડિયાના છેડાને ખેંચીને પ્રિન્ટરના આગળના ભાગમાંથી બહાર કાઢો.
    3. મીડિયાને દબાવીને મીડિયા ગાઇડની નીચે રાખો.
    4. પ્રિન્ટર બંધ કરો અને પછી પૉઝ મોડમાંથી બહાર નીકળવા માટે FEED બટન એકવાર દબાવો.
  5. કન્ફિગરેશન રિપોર્ટ પ્રિન્ટ કરીને તમારા પ્રિન્ટરનું પરીક્ષણ કરો.

તમારી પ્રિન્ટ જૉબ માટે તમે જે સામગ્રીનો ઉપયોગ કરી રહ્યાં છો અને તમારા પ્રિન્ટર પરના વિકલ્પો સાથે પ્રિન્ટર સેટિંગ્સ મેળ ખાતાં હોવાં જોઈએ. Zebra Setup Utilities સૉફ્ટવેરનો ઉપયોગ કરીને જરૂરીયાત મુજબ પ્રિન્ટર સેટિંગ્સ ઍડજસ્ટ કરો.

Bluetooth

તમે Bluetooth પર Windows કમ્પ્યુટર સાથે પ્રિન્ટરને પેર કરી શકો છો. પ્રિન્ટર macOS પર Bluetooth સાથે સુસંગત નથી.

પગલાં:

  1. ખાતરી કરો કે પ્રિન્ટર ચાલુ છે.
  2. પ્રિન્ટર પર ડેટા લાઇટ ફ્લૅશ થાય ત્યાં સુધી FEED બટન દબાવી રાખો. પ્રિન્ટર હવે ડિસ્કવરેબલ મોડમાં છે અને Bluetooth ઉપકરણ સાથે પેર કરવા માટે તૈયાર છે.
  3. તમારા Windows કમ્પ્યુટર પર, તમારા Bluetooth સેટિંગ્સ પર જાઓ અને પછી પ્રિન્ટર પસંદ કરો.

તમે Zebra Setup Utilities સાથે Bluetooth કનેક્શનનું સેટઅપ પણ કરી શકો છો. તે કેવી રીતે કરવું તે જાણવા માટે, Zebra Setup Utilities સાથે Bluetooth ને કન્ફિગર કરવા માટેની Zebra ની માર્ગદર્શિકા નો સંદર્ભ લો.

Wi-Fi
Mac

Zebra લેબલ પ્રિન્ટર ZD421 પાસે Mac કમ્પ્યુટર્સ માટે મર્યાદિત સપોર્ટ છે. Zebra, Mac પર Zebra પ્રિન્ટર્સ માટે કોમન યુનિક્સ પ્રિન્ટિંગ સિસ્ટમ (Common Unix Printing System - CUPS) ડ્રાઇવરની ભલામણ કરે છે. CUPS ડ્રાઇવર macOS પર પહેલેથી જ ઇન્સ્ટૉલ કરેલું હોય છે, તેથી તમારે આ પ્રિન્ટર માટે ડ્રાઇવર ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કરવાની જરૂર નથી.

પગલાં:

  1. પ્રિન્ટરને તેના IP ઍડ્રેસ વડે તમારા Mac માં ઉમેરો. તે કેવી રીતે કરવું તે જાણવા માટે, macOS પર નેટવર્ક પ્રિન્ટર ઇન્સ્ટૉલ કરવા માટેની Zebra ની માર્ગદર્શિકા નો સંદર્ભ લો. તમે નેટવર્ક કન્ફિગરેશન રિપોર્ટ પર IP ઍડ્રેસ શોધી શકો છો. તમે CUPS ડ્રાઇવર વડે પ્રિન્ટર પણ ઇન્સ્ટૉલ કરી શકો છો. તે કેવી રીતે કરવું તે જાણવા માટે, CUPS ડ્રાઇવર સાથે નેટવર્ક પ્રિન્ટર ઇન્સ્ટૉલ કરવા માટેની Zebra ની માર્ગદર્શિકા નો સંદર્ભ લો.
  2. મીડિયા લોડ કરો (મીડિયાનો અર્થ સામાન્ય રીતે લેબલ હોય છે, પરંતુ તેમાં ટૅગ સ્ટૉક, રસીદ પેપર અને તમે પ્રિન્ટ કરી શકો તેવી અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે):
    1. પ્રિન્ટર ખોલો અને પછી મીડિયાને રોલ હોલ્ડરમાં મૂકો.
    2. મીડિયાના છેડાને ખેંચીને પ્રિન્ટરના આગળના ભાગમાંથી બહાર કાઢો.
    3. મીડિયાને દબાવીને મીડિયા ગાઇડની નીચે રાખો.
    4. પ્રિન્ટર બંધ કરો અને પછી પૉઝ મોડમાંથી બહાર નીકળવા માટે FEED બટન એકવાર દબાવો.
  3. કન્ફિગરેશન રિપોર્ટ પ્રિન્ટ કરીને તમારા પ્રિન્ટરનું પરીક્ષણ કરો.

પ્રિન્ટર સેટિંગ્સ તમારી પ્રિન્ટ જૉબ માટે તમે જે સામગ્રીનો ઉપયોગ કરી રહ્યાં છો અને તમારા પ્રિન્ટર પરના વિકલ્પો સાથે મેળ ખાતા હોવા જોઈએ. Zebra Setup Utilities, macOS માટે ઉપલબ્ધ નથી, તેથી CUPS ડ્રાઇવરમાં જરૂર મુજબ પ્રિન્ટર સેટિંગ્સને ઍડજસ્ટ કરો. તે કેવી રીતે કરવું તે જાણવા માટે, CUPS ડ્રાઇવર સાથે પ્રિન્ટરને કન્ફિગર કરવા માટેની Zebra ની માર્ગદર્શિકા નો સંદર્ભ લો. જો તમે લેબલ ડિઝાઇન કરવા અથવા પ્રિન્ટ કરવા માટે જે સૉફ્ટવેરનો ઉપયોગ કરો છો તેમાં તેના પોતાના લેબલ સેટિંગ્સ હોય, જેમ કે લેબલનું માપ અથવા ડાર્કનેસ, તો પ્રિન્ટર તે સૉફ્ટવેરના સેટિંગ્સનો ઉપયોગ કરે છે.

Windows

પગલાં:

  1. Zebra પ્રિન્ટર સેટઅપ વેબસાઇટ પરથી પ્રિન્ટર ડ્રાઇવર ડાઉનલોડ કરો અને ઇન્સ્ટૉલ કરો.
  2. Zebra સેટઅપ યુટિલિટીઝ (ZSU) પ્રિન્ટર કન્ફિગરેશન યુટિલિટી ડાઉનલોડ કરો અને ઇન્સ્ટૉલ કરો.
  3. તમારું પ્રિન્ટર કનેક્ટ કરો:
    1. Zebra Setup Utilities ડાઉનલોડ કરીને ખોલો.
    2. Configure Printer Connectivity પસંદ કરો.
    3. તમારી નેટવર્ક વિગતો દાખલ કરો અને પછી Band તથા WLAN Country પસંદ કરો.
    4. ESSID દાખલ કરો અને પછી Security mode પસંદ કરો.
    5. WLAN પાસવર્ડ ઇનપુટ કરો. જો પાસવર્ડમાં અક્ષરો અને નંબરો હોય અને તે હેક્સાડેસિમલ ફોર્મમાં ન હોય, તો સ્ટ્રિંગ પસંદ કરો.
    6. Finish પસંદ કરો અને તમારા પ્રિન્ટરને બંધ કરીને ફરીથી ચાલુ કરો.
  4. મીડિયા લોડ કરો (મીડિયાનો અર્થ સામાન્ય રીતે લેબલ હોય છે, પરંતુ તેમાં ટૅગ સ્ટૉક, રસીદ પેપર અને તમે પ્રિન્ટ કરી શકો તેવી અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે):
    1. પ્રિન્ટર ખોલો અને પછી મીડિયાને રોલ હોલ્ડરમાં મૂકો.
    2. મીડિયાના છેડાને ખેંચીને પ્રિન્ટરના આગળના ભાગમાંથી બહાર કાઢો.
    3. મીડિયાને દબાવીને મીડિયા ગાઇડની નીચે રાખો.
    4. પ્રિન્ટર બંધ કરો અને પછી પૉઝ મોડમાંથી બહાર નીકળવા માટે FEED બટન એકવાર દબાવો.
  5. કન્ફિગરેશન રિપોર્ટ પ્રિન્ટ કરીને તમારા પ્રિન્ટરનું પરીક્ષણ કરો.

તમારી પ્રિન્ટ જૉબ માટે તમે જે સામગ્રીનો ઉપયોગ કરી રહ્યાં છો અને તમારા પ્રિન્ટર પરના વિકલ્પો સાથે પ્રિન્ટર સેટિંગ્સ મેળ ખાતાં હોવાં જોઈએ. Zebra Setup Utilities સૉફ્ટવેરનો ઉપયોગ કરીને જરૂરીયાત મુજબ પ્રિન્ટર સેટિંગ્સ ઍડજસ્ટ કરો.

જો તમે મીડિયાનું માપ અથવા પ્રકાર બદલો છો, તો તમારે મીડિયા સેન્સરને કૅલિબ્રેટ કરવાની જરૂર છે.

પ્રિન્ટર સેટઅપ વિશે વધુ જાણવા માટે, Zebra ZD421 ક્વિક સેટઅપ માર્ગદર્શિકાનો સંદર્ભ લો.

Zebra લેબલ પ્રિન્ટર ZD421 માટે મીડિયા સેન્સરને કૅલિબ્રેટ કરો

જો તમે ઉપયોગ કરો છો તે મીડિયાનો પ્રકાર બદલો છો અથવા તમને લેબલ પ્રિન્ટિંગમાં સમસ્યાઓ આવે છે, તો તમારે તમારા પ્રિન્ટર માટે મીડિયા સેન્સરને કૅલિબ્રેટ કરવાની જરૂર પડી શકે છે.

પગલાં:

  1. પ્રિન્ટર ખોલો.
  2. તમારા મીડિયા માટે મીડિયા સેન્સર યોગ્ય સ્થાન પર છે કે નહીં તે ચકાસો અને પછી પ્રિન્ટર બંધ કરો.
  3. સ્ટેટસ ઇન્ડિકેટર લાઇટ બે વાર ઝબકે અને બંધ થાય ત્યાં સુધી FEED બટન દબાવી રાખો અને પછી Feed બટન છોડી દો.

પ્રિન્ટર અનેક લેબલને ફીડ કરે છે અને માપે છે. જ્યારે કૅલિબ્રેશન પૂર્ણ થાય છે, ત્યારે સ્ટેટસ ઇન્ડિકેટર સતત લીલો પ્રકાશ બતાવે છે.

જો લેબલ પ્રિન્ટિંગની સમસ્યા ચાલુ રહે, તો ચકાસો કે લેબલ માપનાં સેટિંગ્સ તમારા લેબલના વાસ્તવિક પરિમાણ સાથે મેળ ખાય છે અને પ્રદાન કરેલ ક્લિનિંગ કિટનો ઉપયોગ કરીને પ્રિન્ટ હેડને સાફ કરો.

Zebra લેબલ પ્રિન્ટર ZD421 માટે કન્ફિગરેશન રિપોર્ટ પ્રિન્ટ કરો

તમારું પ્રિન્ટર કામ કરે છે કે કેમ તેનું પરીક્ષણ કરવા માટે તમારે કન્ફિગરેશન રિપોર્ટ પ્રિન્ટ કરવાની જરૂર પડી શકે છે.

પગલાં:

  1. ખાતરી કરો કે પ્રિન્ટરમાં મીડિયા યોગ્ય રીતે લોડ થાય છે અને પ્રિન્ટરનું ઉપરનું કવર બંધ છે.
  2. પ્રિન્ટર ચાલુ કરો.
  3. જ્યારે પ્રિન્ટર તૈયાર સ્થિતિમાં હોય (STATUS ઇન્ડિકેટર સતત લીલા રંગનો હોય), ત્યારે STATUS ઇન્ડિકેટર એકવાર ઝબકીને બંધ ન થાય ત્યાં સુધી FEED. બટન આશરે 2 સેકન્ડ માટે દબાવી રાખો અને પછી FEED બટન છોડી દો.

Printer and Network Configuration Reports પ્રિન્ટ થાય છે. જ્યારે પ્રિન્ટર અટકે છે, ત્યારે STATUS ઇન્ડિકેટર સતત લીલા રંગનું થઈ જાય છે.

નેટવર્ક કન્ફિગરેશન રિપોર્ટ તમારા પ્રિન્ટરનું IP ઍડ્રેસ બતાવે છે.

તમારા Zebra લેબલ પ્રિન્ટર ZD421 ને ફેક્ટરી રીસેટ કરો

જો તમારા Zebra લેબલ પ્રિન્ટર ZD421 નું મુશ્કેલીનિવારણ કામ કરતું નથી, તો તમે પ્રિન્ટરને તેના ફેક્ટરી સેટિંગ્સ પર રિસ્ટોર કરી શકો છો:

પગલાં:

  1. પ્રિન્ટર બંધ કરો.
  2. PAUSE અને FEED બટન એકસાથે દબાવી રાખો.
  3. PAUSE અને FEED બટન દબાવી રાખીને જ, પ્રિન્ટર ચાલુ કરો.
  4. સ્ટેટસ ઇન્ડિકેટર સિવાયના બાકીના ઇન્ડિકેટર બંધ ન થાય ત્યાં સુધી દબાવી રાખો.

પ્રિન્ટર તેના ફૅક્ટરી સેટિંગ્સ પર રીસેટ થાય છે.

Zebra લેબલ પ્રિન્ટર ZD421 નું મુશ્કેલીનિવારણ કરો

જો તમે તમારા Zebra લેબલ પ્રિન્ટર ZD421 સાથે સમસ્યાઓનો અનુભવ કરી રહ્યાં છો, તો તમે જે સમસ્યાનો અનુભવ કરી રહ્યાં છો તે પસંદ કરો અને પછી મુશ્કેલીનિવારણનાં પગલાં અનુસરો.

બૅટરી પૅક કામ ન કરતું હોવાનું મુશ્કેલીનિવારણ કરો

જો તમારા પ્રિન્ટરમાં બૅટરી પૅક વિકલ્પ હોય અને બૅટરી પૅક ઓળખાતું ન હોય, તો નીચેનાં પગલાંઓ દ્વારા મુશ્કેલીનિવારણ કરો.

પગલું 1: પ્રિન્ટરના વર્તમાન ફર્મવેર વર્ઝનને ઓળખો

  1. પ્રિન્ટર ચાલુ કરો.
  2. FEED અને CANCELને બે સેકન્ડ માટે દબાવી રાખો. "Printer and Network Configuration Reports" પ્રિન્ટ થાય છે અને પછી પ્રિન્ટર READY સ્ટેટસ પર પાછું ફરે છે.
  3. "Printer and Network Configuration Report" પર Firmware Version કહેતી લાઇન શોધો.

પગલું 2: પ્રિન્ટરનું ફર્મવેર વર્ઝન અપગ્રેડ કરો

  1. ZD421 સિરીઝ પ્રિન્ટર સપોર્ટ ડાઉનલોડ પેજ પર તમારી ઑપરેટિંગ સિસ્ટમ માટે ફર્મવેર પસંદ કરો.
  2. તમારી હાર્ડ ડ્રાઇવ પર ફર્મવેર ફાઇલ ડાઉનલોડ કરો અને પછી ડાઉનલોડ કરેલી ફાઇલને ખોલીને તેને કોઈ જાણીતા સ્થાન પર સાચવો.
  3. ફરીથી કન્ફિગરેશન પ્રિન્ટ કરીને ફર્મવેર અપડેટની પુષ્ટિ કરો: બે સેકન્ડ માટે FEED અને CANCEL દબાવો.
  4. બૅટરી પૅક કનેક્ટ કરો અને પછી તે કામ કરે છે કે નહીં તે જોવા માટે FEED બટન દબાવો.

જો સમસ્યાઓ ચાલુ રહે, તો Zebra Supportનો સંપર્ક કરો.

લેબલ પ્રિન્ટિંગની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો

જો તમને લેબલ પ્રિન્ટિંગમાં ભૂલોનો અનુભવ થઈ રહ્યો હોય, જેમ કે ખોટા સ્થાન પર અટકવું અથવા પ્રિન્ટ થતા લેબલ વચ્ચે ખાલી લેબલ ફીડ કરવું, તો તમારે મીડિયા સેન્સરને કૅલિબ્રેટ કરવા પડશે.

મીડિયા સેટિંગ્સ, તમે ઉપયોગ કરી રહ્યાં છો તે મીડિયાના પ્રકાર સાથે મેળ ખાતા હોવા જોઈએ. તમે Zebraના Identify Type of Media સપોર્ટ પેજ પર મીડિયાના પ્રકાર કેવી રીતે ઓળખવા તે વિશે જાણી શકો છો.

જો સમસ્યાઓ ચાલુ રહે, તો Zebra Supportનો સંપર્ક કરો.

પ્રિન્ટિંગ અથવા ફીડિંગ કરતી વખતે મીડિયા ફસાઈ જતું હોવાનું મુશ્કેલીનિવારણ કરો

જો તમારું પ્રિન્ટર મીડિયા પ્રિન્ટ કે ફીડ કરતી વખતે ફસાઈ જતું હોય, તો તમારું પ્રિન્ટહેડ વધુ ગરમ થઈ રહ્યું હોઈ શકે છે. તમે નીચેનાં પગલાંઓ વડે મુશ્કેલીનિવારણ કરી શકો છો:

  • પ્રિન્ટની ઝડપ અથવા ડાર્કનેસ ઓછી કરો.

  • ખાતરી કરો કે યોગ્ય વેન્ટિલેશન છે અને વેન્ટ્સ બ્લૉક નથી.

  • પ્રિન્ટહેડ સાફ કરો.

  • જો તમે મોટી જૉબ પ્રિન્ટ કરી રહ્યાં છો, તો બૅચમાં પ્રિન્ટ કરવાનો પ્રયાસ કરો.

નિષ્ક્રિયતાના સમયગાળા પછી પ્રિન્ટર ડિસ્કનેક્ટ થતું હોવાનું મુશ્કેલીનિવારણ કરો

જો તમારું પ્રિન્ટર નિષ્ક્રિયતાના સમયગાળા પછી ડિસ્કનેક્ટ થઈ જાય છે, તો પ્રિન્ટરને બંધ કરો અને તેને તેના પાવર સૉર્સમાંથી પ્લગ આઉટ કરો. જો સમસ્યા ચાલુ રહે, તો તમારે ZebraNet Print Serverના કનેક્શન ટાઇમ આઉટ સેટિંગ્સમાં ડિફૉલ્ટ ટાઇમઆઉટ મૂલ્ય બદલવાની જરૂર પડી શકે છે. ડિફૉલ્ટ ટાઇમઆઉટ મૂલ્ય 300 સેકન્ડ (5 મિનિટ) છે, જેનો અર્થ છે કે 5 મિનિટ સુધી કોઈ સંચાર ન થવા પર પ્રિન્ટર કનેક્શનને કાપી નાખે છે.

પગલાં:

  1. તમારા વેબ બ્રાઉઝરમાં તમારા પ્રિન્ટરનું IP ઍડ્રેસ દાખલ કરો.
  2. જો તમારા પ્રિન્ટરમાં ફર્મવેર x.10 અથવા તેથી વધુ હોય, તો Printer Home Page વિભાગમાં, Print Server Settings પસંદ કરો. x.10 થી નીચેના ફર્મવેર માટે, સ્ટેપ 3 પર જાઓ.
  3. Status and Configuration વિભાગમાં, Print Server પસંદ કરો.
  4. લૉગિન ઓળખપત્રો દાખલ કરો:
    • વપરાશકર્તા નામ: admin
    • પાસવર્ડ: 1234
  5. TCP/IP Configuration પસંદ કરો અને પછી Connection Timeout Checking વિભાગ સુધી નીચે સ્ક્રોલ કરો.
  6. ડિફૉલ્ટ મૂલ્ય આ છે Yes અને તેનો સમય સમાપ્ત (ટાઇમઆઉટ) 300 સેકન્ડનો છે. તમે નીચેના ફેરફારો કરી શકો છો:
    • તમારી ઍપ્લિકેશનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટાઇમઆઉટ મૂલ્યમાં ફેરફાર કરો.
    • ટાઇમઆઉટ ચેકિંગને નિષ્ક્રિય કરવા માટે મૂલ્યને No પર સેટ કરો (ભલામણ કરેલ નથી).
  7. Submit Changes પર ક્લિક કરો, પછી The unit must be reset for new values to take effect પસંદ કરો.
  8. જ્યારે તમને ઉપકરણ રીસેટ કરવા માટે કહેવામાં આવે, ત્યારે Yes પસંદ કરો.