Zebra ZSB લેબલ પ્રિન્ટર શ્રેણી

Zebra 2" અને 4" ZSB લેબલ પ્રિન્ટર શ્રેણી કેવી રીતે સેટઅપ કરવી તે જાણો. તમે Zebra ZSB લેબલ પ્રિન્ટર શ્રેણીની સામાન્ય સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કેવી રીતે કરવું તે જાણવા માટે પણ આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરી શકો છો.

તમારી Zebra ZSB લેબલ પ્રિન્ટર શ્રેણી માટેની લેબલ આવશ્યકતાઓ

Zebra ZSB શ્રેણીના પ્રિન્ટર સાથે લેબલ પ્રિન્ટ કરવા માટે, તમારે નીચેનામાંથી કોઈ એક માપમાં Zebra બ્રાંડના લેબલનો ઉપયોગ કરવો જરૂરી છે:

  • Zebra બારકોડ ZSB-LC6 (2.25" x 1") - 57mm x 25mm
  • Zebra મલ્ટિપર્પઝ ZSB-LC7 (1.25" x 1.25") - 32mm x 32mm
  • Zebra જ્વેલરી ZSB-LC8 (2.25" x 0.5") - 57mm x 13mm
  • Zebra XL શિપિંગ ZSB-LC1 (4" x 6") - 102mm x 152mm

તમારું Zebra ZSB શ્રેણીનું પ્રિન્ટર સેટઅપ કરો

તમારા Zebra ZSB શ્રેણીના લેબલ પ્રિન્ટરને સેટઅપ કરવા અને તેનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે Wi-Fi કનેક્શન હોવું જરૂરી છે.

પગલાં:

  1. તમારું લેબલ પ્રિન્ટર ચાલુ કરો. જ્યારે તમે પ્રથમ વખત પ્રિન્ટર ચાલુ કરો છો ત્યારે તે ઑટોમૅટિક રીતે QR કોડ સાથેનું લેબલ પ્રિન્ટ કરે છે.
  2. તમારા Android અથવા iOS ઉપકરણના કૅમેરાથી QR કોડ સ્કેન કરો અને પછી ZSB Series ઍપ ડાઉનલોડ કરો.
  3. Zebra યુટિલિટી એકાઉન્ટ બનાવો. એકાઉન્ટ બનાવવા સાથે કોઈ શુલ્ક જોડાયેલ નથી.
  4. તમારા પ્રિન્ટરને સેટઅપ કરવા માટે ઍપમાં આપેલા પગલાં અનુસરો.

ZSB શ્રેણીના પ્રિન્ટર સેટઅપ વિશે વધુ જાણવા માટે, ZSB શ્રેણીના પ્રિન્ટરની ક્વિક સેટઅપ માર્ગદર્શિકા નો સંદર્ભ લો.

તમારા ZSB શ્રેણીના પ્રિન્ટર માટે વધારાના નેટવર્ક ઉમેરો

તમે તમારા પ્રિન્ટર માટે 5 સુધી નેટવર્ક ઉમેરી શકો છો. વધારાના નેટવર્ક ઉમેરવા માટે સૂચનાઓ અનુસરો.

પગલાં:

  1. ZSB Series મોબાઇલ ઍપ ખોલો અને પછી તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરો.
  2. Menu આઇકન પર ટૅપ કરો અને પછી Printer Settings પર ટૅપ કરો.
  3. તમારા પ્રિન્ટરનું નામ > Wi-Fi > Manage Networks બટન પર ટૅપ કરો.
  1. નીચે સ્ક્રોલ કરો અને પછી Add Network પર ટૅપ કરો.
  2. તમારું નેટવર્ક પસંદ કરો અને પછી પાસવર્ડ પ્રદાન કરો.
  3. Submit પર ટૅપ કરો.

જો તમારું નેટવર્ક સૂચિમાં ન હોય, તો તમે તેને મેન્યુઅલી દાખલ કરી શકો છો. Add Network સ્ક્રીન પર, Enter Network Manually પસંદ કરો. તમારા નેટવર્કનું નામ ટાઇપ કરો, Security type પસંદ કરો (જો નેટવર્કને પાસવર્ડની જરૂર હોય, તો WPA PSK પસંદ કરો). પૉપ-અપ વિન્ડોમાં તમારા નેટવર્કનો પાસવર્ડ ટાઇપ કરો અને પછી Join પર ટૅપ કરો.

નવું નેટવર્ક ઉમેર્યા પછી, તમે જે નેટવર્કને પ્રથમ વિકલ્પ તરીકે સેટઅપ કરવા માગતા હો તેને હોલ્ડ કરીને પ્રથમ સ્થાન પર ખેંચીને પસંદ કરી શકો છો. પ્રિન્ટર હંમેશાં સૂચિમાંના પ્રથમ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે.

જો તમે કોઈ નેટવર્ક હટાવવા માગતા હો, તો નેટવર્કના નામની બાજુમાં રહેલા લાલ માઇનસ ચિહ્ન પર ટૅપ કરો. Apply Changes પર ટૅપ કરો.

તમારા ZSB શ્રેણીના પ્રિન્ટરને હૉટસ્પૉટથી કનેક્ટ કરો

જો કોઈ Wi-Fi કનેક્શન ઉપલબ્ધ ન હોય, તો તમે તમારા પ્રિન્ટરને કનેક્ટ કરવા માટે મોબાઇલ ઉપકરણ પર હૉટસ્પૉટ બનાવી શકો છો.

પગલાં:

  1. ZSB Series મોબાઇલ ઍપમાં, Printer Settings પર જાઓ.
  2. તમારા પ્રિન્ટરના નામ પર ટૅપ કરીને તેને પસંદ કરો.
  3. Wi-Fi પસંદ કરો અને પછી Manage Networks બટન પસંદ કરો.
  4. તમે તમારા ફોન પર હૉટસ્પૉટ સેટઅપ કરો તે પછી, Add Network પસંદ કરો.
  5. Add Network વિન્ડો ઉપલબ્ધ નેટવર્કની સૂચિ સાથે દેખાય છે. તમારું હૉટસ્પૉટ નેટવર્ક શોધો, તેના પર ટૅપ કરો અને પછી પાસવર્ડ પ્રદાન કરો.
  6. Submit પર ટૅપ કરો.
7. નવું નેટવર્ક ઍડ કર્યા પછી, તમે કોની સાથે કનેક્ટ કરવા માગો છો તે પસંદ કરી શકો છો. નેટવર્કને પકડી રાખીને અને ટોચના સ્થાન પર ખેંચીને (ડ્રૅગ કરીને) કયું નેટવર્ક પહેલા હોવું જોઈએ તે પસંદ કરો. પ્રિન્ટર હંમેશાં સૂચિમાંના પહેલા નેટવર્ક સાથે કનેક્ટ થાય છે.

જો તમે નેટવર્ક બદલવા માગતા હો, તો તમે નેટવર્કનો ક્રમ બદલી શકો છો અને પછી ફેરફારો લાગુ કરો પર ટૅપ કરી શકો છો.

તમારા ZSB સિરીઝના પ્રિન્ટરનું મુશ્કેલીનિવારણ કરો

જો તમને તમારા ZSB સિરીઝ પ્રિન્ટર સાથે કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમને આવી રહેલી સમસ્યા પસંદ કરો અને પછી મુશ્કેલીનિવારણનાં પગલાં અનુસરો.

કનેક્શનની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો

જો તમારું ZSB સિરીઝ પ્રિન્ટર કનેક્ટ ન થતું હોય અથવા વારંવાર ડિસ્કનેક્ટ થઈ જતું હોય, તો તમારે તમારા ઉપકરણ સાથે પ્રિન્ટરને અનપૅર કરીને ફરીથી પૅર કરવાની જરૂર પડશે.

પગલાં:

iPhone
  1. તમારા ઉપકરણનાં સેટિંગ્સ ખોલો અને પછી Bluetooth પર ટૅપ કરો.
  2. ઉપકરણોની સૂચિમાંથી તમારું પ્રિન્ટર શોધો અને પછી તેની બાજુમાં રહેલા 'i' આઇકન પર ટૅપ કરો.
  3. આ ઉપકરણને ભૂલી જાઓ (ફરગેટ ધીસ ડિવાઇસ) પર ટૅપ કરો.
  4. તમારા પ્રિન્ટરને ફરીથી કનેક્ટ કરવા માટે ZSB Series ઍપમાં આપેલાં પગલાં અનુસરો.
Android
  1. તમારા ઉપકરણનાં સેટિંગ્સ ખોલો અને પછી Bluetooth પર ટૅપ કરો.
  2. ઉપકરણોની સૂચિમાંથી તમારું પ્રિન્ટર શોધો અને પછી તેની બાજુમાં રહેલા '>' પર ટૅપ કરો.
  3. અનપૅર કરો પર ટૅપ કરો.
  4. તમારા પ્રિન્ટરને ફરીથી કનેક્ટ કરવા માટે ZSB Series ઍપમાં આપેલાં પગલાં અનુસરો.

જો સમસ્યા ચાલુ જ રહે, તો Zebra Support નો સંપર્ક કરો.

પ્રિન્ટર ઑફલાઇન સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો

જો તમારું ZSB સિરીઝ પ્રિન્ટર ઑફલાઇન હોય, તો મુશ્કેલીનિવારણનાં પગલાં માટે નીચે આપેલું LED સ્ટેટસ ઇન્ડિકેટર ટેબલ રિવ્યૂ કરો.

ZSB સિરીઝ પ્રિન્ટર માટે LED ઇન્ડિકેટર સ્ટેટસ મુશ્કેલીનિવારણની માર્ગદર્શિકા
LED ઇન્ડિકેટર સ્ટેટસમુશ્કેલીનિવારણનાં પગલાં
LED બંધ છે * ખાતરી કરો કે પ્રિન્ટર પાવર ઍડપ્ટર દ્વારા પાવર આઉટલેટ સાથે પ્લગ ઇન કરેલું છે અને પછી પાવર બટન દબાવો.
* પાવર ઍડપ્ટર LED ચેક કરો (તે સળંગ લીલા રંગની હોવી જોઈએ).
* જો પાવર ઍડપ્ટરની LED બંધ હોય, તો ઍડપ્ટર અને આઉટલેટનાં પાવર કેબલ કનેક્શન ચેક કરો.
ડાબી બાજુએ LED વાદળી રંગની બ્લિંક થાય છેપ્રિન્ટર Bluetooth પૅરિંગ મોડમાં છે અને તેને સેટઅપની જરૂર છે.
જમણી બાજુએ LED સળંગ લાલ રંગની છેપ્રિન્ટર Wi-Fi સાથે કનેક્ટ થયેલું નથી. Wi-Fi કનેક્શનની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો વિભાગનો સંદર્ભ લો.
LED સળંગ સફેદ રંગની છેપ્રિન્ટર સફળતાપૂર્વક Wi-Fi સાથે કનેક્ટ થઈ ગયું છે. પ્રિન્ટરનું સ્ટેટસ ઑનલાઇન દેખાવું જોઈએ.

જો પ્રિન્ટરનું સ્ટેટસ હજી પણ વેબ પોર્ટલ, મોબાઇલ ઍપ અથવા પ્રિન્ટર ડ્રાઇવરમાં ઑફલાઇન દેખાતું હોય, તો નીચેનાં પગલાં વડે મુશ્કેલીનિવારણ કરો.

  • વેબ પોર્ટલ: તમારા બ્રાઉઝરમાં રિફ્રેશ બટન પર ક્લિક કરો.
  • મોબાઇલ ઍપ: My Designs અથવા Common Designs જેવું કોઈ અન્ય પેજ પસંદ કરો અને પછી હોમ પેજ પર પાછા ફરો. જો ZSB સિરીઝ પ્રિન્ટરનું સ્ટેટસ હજી પણ ઑફલાઇન બતાવતું હોય, તો સેટિંગ્સ ખોલવા માટે મેનૂ આઇકન > પેન્સિલ આઇકન પર ટૅપ કરીને લૉગ આઉટ કરો અને ફરીથી લૉગ ઇન કરો. નીચે સ્ક્રોલ કરો અને પછી લૉગ આઉટ પર ટૅપ કરો.
  • પ્રિન્ટર ડ્રાઇવર: સિસ્ટમ ટ્રે (Windows) અથવા મેનૂ બાર (Mac) માં સ્ટેટસ મોનિટર પર ક્લિક કરીને સાઇન આઉટ કરો અને પછી ફરીથી સાઇન ઇન કરો, અને પછી ઉપરના જમણા ખૂણામાં ગોળાકારમાં લખેલા અક્ષર પર ક્લિક કરો. તમારા એકાઉન્ટનું નામ પસંદ કરો અને પછી સાઇન આઉટ પર ક્લિક કરો.

જો પ્રિન્ટર હજી પણ ઑફલાઇન બતાવતું હોય, તો પ્રિન્ટર Wi-Fi સાથે સફળતાપૂર્વક કનેક્ટ થયેલું હોઈ શકે છે, પરંતુ Zebra ના ક્લાઉડ સર્વર સાથે કનેક્ટ થવા માટે ઇન્ટરનેટ સુધી પહોંચવામાં સક્ષમ ન પણ હોય. ખાતરી કરો કે ZSB સિરીઝ પ્રિન્ટર એવા નેટવર્ક સાથે કનેક્ટ છે જેમાં ઇન્ટરનેટ ઍક્સેસ હોવાની પુષ્ટિ થયેલી છે.

તમે તમારા ZSB સિરીઝ પ્રિન્ટરને હૉટસ્પૉટ સાથે કનેક્ટ કરવાનો પણ પ્રયાસ કરી શકો છો.

જો સમસ્યા ચાલુ જ રહે, તો Zebra Support નો સંપર્ક કરો.

Wi-Fi કનેક્શનની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ કરો

જ્યારે ZSB સિરીઝ પ્રિન્ટરનું નેટવર્ક કનેક્શન તૂટી જાય છે, ત્યારે ZSB સિરીઝ પ્રિન્ટરના LED ઇન્ડિકેટરનો જમણો ભાગ સળંગ લાલ રંગનો થઈ જાય છે, અને વેબ પોર્ટલ, મોબાઇલ ઍપ અને પ્રિન્ટર ડ્રાઇવર પ્રિન્ટરનું સ્ટેટસ ઑફલાઇન તરીકે બતાવે છે.

જો તમારું પ્રિન્ટર તમારા Wi-Fi નેટવર્કથી ડિસ્કનેક્ટ થાય છે, તો તે નીચેની સમસ્યાઓમાંથી કોઈ એકનું પરિણામ હોઈ શકે છે.

નેટવર્ક હવે ઉપલબ્ધ નથી

તમારું નેટવર્ક ઉપલબ્ધ છે કે નહીં તેની ખરાઈ કરો. જો તે ઉપલબ્ધ ન હોય, તો તમારે વધારાનું નેટવર્ક ઍડ કરવાની અને પછી નવા નેટવર્ક સાથે કનેક્ટ કરવાની જરૂર પડશે.

નેટવર્કનાં સેટિંગ્સ બદલાઈ ગયાં છે

ESSID અને પાસવર્ડ જેવાં તમારાં નેટવર્ક સેટિંગ્સ બદલાયાં નથી તેની ખરાઈ કરો.

જો તમારાં નેટવર્ક સેટિંગ્સ બદલાયાં હોય, તો પ્રિન્ટર શરૂઆતમાં કનેક્ટ થયું હતું ત્યારે ઉપયોગમાં લેવાયેલાં પાછલાં સેટિંગ્સ પર તેમને પાછા બદલો, અથવા વર્તમાન નેટવર્કને દૂર કરવા માટે ZSB ઍપનો ઉપયોગ કરો અને પછી વધારાનું નેટવર્ક ઍડ કરો.

ZSB સિરીઝ પ્રિન્ટર નેટવર્કની રેન્જની બહાર છે

જો પ્રિન્ટર રાઉટરથી દૂર હોય, તો પ્રિન્ટર માટે નેટવર્ક સાથે કનેક્શન સ્થાપિત કરવા માટે Wi-Fi સિગ્નલ ખૂબ જ નબળું હોઈ શકે છે અથવા રેન્જની બહાર હોઈ શકે છે. પ્રિન્ટરને રાઉટરની નજીક લઈ જાઓ.

નેટવર્ક ઑફલાઇન થઈ ગયું હતું અને તે પુનઃસ્થાપિત થયું ત્યારે ZSB સિરીઝ પ્રિન્ટર ફરીથી કનેક્ટ કરવામાં નિષ્ફળ ગયું

જો નેટવર્ક ઑફલાઇન થઈ જાય (ઉદાહરણ તરીકે, પાવર આઉટેજને કારણે), તો પ્રિન્ટરને પાવર સાઇકલ કરો. આમ કરવા માટે, પ્રિન્ટરને પાવર ડાઉન (બંધ) કરવા માટે પાવર બટનને 5 સેકન્ડ માટે દબાવી રાખો અને પછી તેને પાછું શરૂ કરવા માટે બટન ફરીથી દબાવો.

ZSB સિરીઝ પ્રિન્ટર નેટવર્ક સાથે કનેક્ટ થાય છે પરંતુ ઇન્ટરનેટ ઍક્સેસ નથી

જો પ્રિન્ટરમાં ઇન્ટરનેટ ઍક્સેસ ન હોય, તો LED નો નીચેનો ભાગ (જમણા ભાગને બદલે) સળંગ લાલ રંગનો થઈ જાય છે. તમારું નેટવર્ક ચેક કરો, અને નેટવર્કમાં ઇન્ટરનેટ ઍક્સેસ છે તેવી ખરાઈ કર્યા પછી, પ્રિન્ટરને પાવર સાઇકલ કરો. આમ કરવા માટે, પ્રિન્ટરને પાવર ડાઉન (બંધ) કરવા માટે પાવર બટનને 5 સેકન્ડ માટે દબાવી રાખો અને પછી તેને પાછું શરૂ કરવા માટે બટન ફરીથી દબાવો.

જો સમસ્યા ચાલુ જ રહે, તો Zebra Support નો સંપર્ક કરો.

"Paper out" મેસેજનું મુશ્કેલીનિવારણ કરો

જો ZSB Workspace અને પ્રિન્ટર ડ્રાઇવરમાં "Paper out" મેસેજ બતાવતો હોય (જેમાં સામાન્ય રીતે પ્રિન્ટરની LED ના ઉપરથી નીચે અને ડાબેથી જમણે વારાફરતી ભાગોમાં લાલ રંગ ફ્લેશ થતો હોય), તો તે નીચેની સમસ્યાઓમાંથી કોઈ એકનું પરિણામ હોઈ શકે છે.

કાર્ટિજમાં લેબલ પૂરાં થઈ ગયાં છે

કાર્ટિજને બદલો.

ચિપ દ્વારા મંજૂરી અપાયેલાં લેબલની મહત્તમ સંખ્યા પૂરી થઈ ગઈ છે

કાર્ટિજમાં લેબલ છે, પરંતુ ચિપ દ્વારા મંજૂરી અપાયેલાં લેબલની મહત્તમ સંખ્યા પૂરી થઈ ગઈ છે. સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે પ્રિન્ટર દ્વારા ખાલી લેબલ આગળ મોકલવામાં આવે તે પછી તેમને પાછાં કાર્ટિજમાં ધકેલવામાં આવે. જો આમ ન હોય અને મોટા પ્રમાણમાં લેબલ કાર્ટિજમાં બાકી હોય, તો Zebra Support નો સંપર્ક કરો.

ચિપ પ્રિન્ટર પિન સાથે પૂરતો સંપર્ક કરતી નથી

ચિપને વાંચવા માટે પ્રિન્ટર પિનને સંપર્કની જરૂર પડે છે. કાર્ટિજ કાઢીને ફરીથી દાખલ કરો અને ખાતરી કરો કે તે બરાબર રીતે બેસાડેલી છે. જો આનાથી સમસ્યા હલ ન થાય, તો રિપ્લેસમેન્ટ કાર્ટિજ માટે Zebra Support નો સંપર્ક કરો.

લેબલ પ્લેટન પર નથી

લેબલને બહાર ખેંચો જેથી તે પ્લેટનની બહાર નીકળે. જો જરૂરી હોય, તો અગ્રણી લેબલને પકડવા અને તેને રોલમાંથી આગળ ખેંચવા માટે ટ્વીઝર અથવા સમાન સાધનનો ઉપયોગ કરો. તમે ટેપના નાના ટુકડાનો પણ ઉપયોગ કરી શકો છો. લેબલને આગળ વધારવા માટે કવર બંધ કરો.

જો નવા, ન વપરાયેલ કાર્ટિજમાં લેબલ પાછું મેળવી શકાય તેમ ન હોય, તો રિપ્લેસમેન્ટ કાર્ટિજ માટે Zebra Support નો સંપર્ક કરો.

ચિપ ખૂટે છે

ચિપ કાર્ટિજના તળિયે આવેલી છે. જો તમને ચિપ વિનાનું કાર્ટિજ મળ્યું હોય, તો રિપ્લેસમેન્ટ કાર્ટિજ માટે Zebra Support નો સંપર્ક કરો.

જ્યારે બધા લેબલ ખાલી થઈ જાય ત્યારે ચિપને હટાવો અને બાકીના કાર્ટિજને રિસાયકલ કરો.

લેબલો વચ્ચેનો નૉચ પંચ કરેલો નથી

આ ઉત્પાદનની ખામીને કારણે છે. જ્યાં સુધી યોગ્ય રીતે પંચ કરેલો નૉચ ન આવે ત્યાં સુધી લેબલો ખેંચો, પછી પ્રિન્ટર કવર બંધ કરો.

પૅકેજિંગ ઇન્સર્ટ હટાવવામાં આવ્યું ન હતું

પ્રિન્ટર કાર્ટિજ પર પૅકેજિંગ ઇન્સર્ટ સાથે મોકલવામાં આવે છે. કાર્ટિજની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે લેબલ પ્રિન્ટ કરતા પહેલાં આ ઇન્સર્ટ હટાવો અને પ્રિન્ટર કવર બંધ કરો.

"પેપર આઉટ" નો સંકેત ચાલુ રહે છે

જો અગાઉના ઉકેલો સફળ ન થાય, તો નીચેના મુશ્કેલીનિવારણ પગલાં લો:

  • ખાતરી કરો કે કાર્ટિજ તિરાડવાળું અથવા ક્ષતિગ્રસ્ત નથી.
  • ખાતરી કરો કે કાર્ટિજનું સ્ટિકર ફાટેલું કે હટાવેલું નથી, કારણ કે આ કાર્ટિજની કાર્યક્ષમતાને અસર કરી શકે છે.
  • પ્રિન્ટર રીબૂટ કરો.
  • બીજું કાર્ટિજ ઇન્સ્ટોલ કરો.

જો "Paper out" નો સંકેત હજુ પણ વણઉકેલાયેલ હોય, તો રિપ્લેસમેન્ટ કાર્ટિજ માટે Zebra Support નો સંપર્ક કરો.

પ્રિન્ટર ખાલી લેબલ પ્રિન્ટ કરે તેનું મુશ્કેલીનિવારણ કરો

જો ZSB સિરીઝ પ્રિન્ટર ખાલી લેબલ પ્રિન્ટ કરે છે, તો ખાતરી કરો કે લેબલ ઇમેજનું માપ તમે જે લેબલ પર પ્રિન્ટ કરી રહ્યાં છો તેના માપ સાથે મેળ ખાય છે. જો લેબલ ઇમેજનું માપ લેબલના માપ સાથે મેળ ખાતું ન હોય, તો પ્રિન્ટ કરતા પહેલાં ઇમેજને યોગ્ય માપમાં ક્રૉપ કરો અથવા પ્રિન્ટ કરવા માટેના ઇમેજનો ભાગ પ્રિન્ટ પ્રિવ્યૂમાં દેખાય તેની ખાતરી કરવા માટે પ્રિન્ટ ઍપમાં પ્રિન્ટ પ્રિવ્યૂ તપાસો.

જો સમસ્યા ચાલુ જ રહે, તો Zebra Support નો સંપર્ક કરો.

ડ્રાઇવરનો ઉપયોગ કરીને પ્રિન્ટ કરવામાં નિષ્ફળતાનું મુશ્કેલીનિવારણ કરો

જો ડ્રાઇવર મારફતે મોકલવામાં આવેલી પ્રિન્ટ જૉબ પ્રિન્ટ કરવામાં નિષ્ફળ જાય, તો તમે Printer Tools માંથી સાઇન આઉટ થયેલા હોઈ શકો છો. સિસ્ટમ ટ્રે (Windows) અથવા મેનૂ બાર (Mac) માં સ્થિત ZSB Status Monitor તપાસો.

જો તમે સાઇન આઉટ થયા હો, તો સાઇન ઇન કરો અને પછી તમારી પ્રિન્ટ જૉબ ફરીથી મોકલો. જો તમે સાઇન આઉટ થયા ન હો, તો સાઇન આઉટ કરો અને પછી ફરીથી સાઇન ઇન કરો. જ્યારે તમે પાછા સાઇન ઇન કરો, ત્યારે તમારી પ્રિન્ટ જૉબ ફરીથી મોકલો.

જો સમસ્યા ચાલુ જ રહે, તો Zebra Support નો સંપર્ક કરો.

LED લાઇટ ઝબકતી હોય તેનું મુશ્કેલીનિવારણ કરો

જો તમારા ZSB સિરીઝ પ્રિન્ટરની LED લાઇટ ઝબકતી હોય, તો સમસ્યા ઓળખવા અને મુશ્કેલીનિવારણ કરવા માટે ZSB Series Printers LED Light Indicator Behavior પર Zebra ના દસ્તાવેજોનો સંદર્ભ લો.

જો સમસ્યા ચાલુ જ રહે, તો Zebra Support નો સંપર્ક કરો.

તમારા ZSB સિરીઝ પ્રિન્ટરને ફૅક્ટરી રીસેટ કરો

જો તમારા ZSB સિરીઝ પ્રિન્ટરનું મુશ્કેલીનિવારણ કામ કરતું નથી, તો તમારે પ્રિન્ટરને તેના ફૅક્ટરી ડિફૉલ્ટ સેટિંગ્સ પર પાછું લાવવાની જરૂર પડી શકે છે.

પગલાં:

  1. પ્રિન્ટર ચાલુ કરો.
  2. રીસેટ બટન દબાવવા માટે પાવર કનેક્ટરની બાજુના કાણામાં પેપર ક્લિપ (અથવા સમાન સાધન) દાખલ કરો.
    Reset button on the back bottom of the Zebra ZSB printer
  3. 6 સેકન્ડ સુધી રીસેટ બટન દબાવવાનું ચાલુ રાખો. પ્રિન્ટર રીબૂટ થાય ત્યારે પાવર બટનની આસપાસની LED રિંગ સફેદ ઝબકે છે, અને ફૅક્ટરી રીસેટ પૂર્ણ થાય ત્યારે ડાબી અને જમણી બાજુએ વાદળી અને લાલ ઝબકે છે.
    LED light shining on the front of the Zebra ZSB printer

તમારું પ્રિન્ટર ફૅક્ટરી સેટિંગ્સમાં રિસ્ટોર થયા પછી, તે ફરી શરૂ થાય છે અને લેબલ પર QR કોડ પ્રિન્ટ કરે છે.