DHL Germany સાથે શિપિંગ

જો તમે જર્મનીના ફુલફિલમેન્ટ લોકેશનથી શિપિંગ કરો છો, તો DHL Germany પાસેથી શિપિંગ લેબલ ખરીદી શકો છો અને જર્મનીમાં ગ્રાહકના સરનામે અથવા પિકઅપ પૉઇન્ટ પર પ્રોડક્ટ શિપ કરી શકો છો. તમે ચેકઆઉટ વખતે ગણતરી કરેલ દર પણ બતાવી શકો છો. તમારી પાસેથી વસૂલવામાં આવતા શિપિંગ દર DHL સાથેના Shopifyના એકાઉન્ટ પર આધારિત હોય છે.

DHL Germany સાથે પૅકેજ શિપ કરવા માટેની વિચારણાઓ

DHL Germany સાથે શિપિંગ કરતી વખતે નીચેની વિચારણાઓની સમીક્ષા કરો:

  • DHL Germany સાથેનું શિપિંગ માત્ર Germanyમાં સ્થાનિક રીતે શિપ થાય છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય ગંતવ્યો સમર્થિત નથી.
  • તમે Shopifyમાં તમારા શિપમેન્ટ એકત્રિત કરવા માટે DHL Germany સાથે પિકઅપ શેડ્યૂલ કરી શકતા નથી.
  • DHL Germany શિપિંગ લેબલ ખરીદવા માટે, તમારી પાસે Germany આધારિત ફુલફિલમેન્ટ લોકેશન હોવું આવશ્યક છે.
  • DHL Kleinpaket લેબલોને માત્ર ખરીદીના દિવસે જ રદ કરી શકાય છે, જે સેન્ટ્રલ યુરોપિયન ટાઇમ (CET) 5:00 વાગ્યે સમાપ્ત થાય છે તેવું માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 4:30 વાગ્યે (CET) ખરીદેલું Kleinpaket લેબલ માત્ર આગામી 30 મિનિટમાં જ રદ કરી શકાય છે. 5:30 વાગ્યે (CET) ખરીદેલું Kleinpaket લેબલ આગામી 23 કલાક અને 30 મિનિટમાં કોઈપણ સમયે રદ કરી શકાય છે.

તમારી પ્રોડક્ટને DHL Germany સુધી પહોંચાડવી

હાલમાં DHL Germany સાથે પિકઅપ્સ સમર્થિત નથી. તમે તમારા શિપમેન્ટ ક્યાં ડ્રોપ ઑફ કરી શકો છો તે તમે ઉપયોગ કરો છો તે શિપિંગ સેવા પર આધારિત છે:

  • DHL Paket માટે, તમે કોઈ DHL ડ્રોપ-ઑફ લોકેશન પર તમારા પૅકેજ ડ્રોપ ઑફ કરી શકો છો.
  • DHL Kleinpaket માટે, તમે નીચે આપેલા વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પ પર તમારા પૅકેજ ડ્રોપ ઑફ કરી શકો છો:
    • Deutsche Post Letterbox (દરેક બૉક્સ દીઠ 20 આઇટમ સુધી મર્યાદિત)
    • Deutsche Post Retail આઉટલેટ
    • 83 Deutsche Post મેલ સૉર્ટિંગ કેન્દ્રો પૈકીના કોઈ એક પર કસ્ટમર કાઉન્ટર

DHL Germany સાથે સ્થાનિક શિપિંગ

DHL Germany પાસે ગૅરંટીયુક્ત ડિલિવરીનો સમય નથી, પરંતુ તે સામાન અને પ્રોડક્ટના મૂળના આધારે 1-2 કામકાજના દિવસોમાં શિપમેન્ટની ડિલિવરી કરવાનો પ્રયાસ કરે છે.

Germanyની અંદરની DHL શિપિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે નીચેના કોષ્ટકની સમીક્ષા કરો:

DHL Germany શિપિંગ સેવાઓ
શિપિંગ સેવાડિલિવરી ટાઇમલાઇનવર્ણન
DHL Paket1-2 દિવસમાં ડિલિવર થાય છે.Germanyની અંદર પૅકેજ શિપ કરો.
DHL Kleinpaket1-2 દિવસમાં ડિલિવર થાય છે.Germanyની અંદર નાના પૅકેજ શિપ કરો.
DHL Paket Pickup Point1-2 દિવસમાં ડિલિવર થાય છે.જર્મનીમાં DHL પિકઅપ પૉઇન્ટ પર પૅકેજ શિપ કરી શકાય છે.
DHL Kleinpaket Pickup Point1-2 દિવસમાં ડિલિવર થાય છે.જર્મનીમાં DHL પિકઅપ પૉઇન્ટ પર નાના પૅકેજ શિપ કરી શકાય છે.

ગ્રાહકના સરનામે મોકલેલા શિપમેન્ટ માટે, DHL Germany ડિલિવરીનો એક વાર પ્રયાસ કરે છે. ત્યારબાદ પૅકેજ DHL પિકઅપ પૉઇન્ટ પર મોકલે છે, જ્યાંથી પ્રાપ્તકર્તા તેને લઈ શકે છે. જો પ્રાપ્તકર્તા 7 દિવસમાં પૅકેજ ન લે, તો ડિલિવરી ન થઈ શકેલા પાર્સલ મોકલનારને પાછા મોકલવામાં આવે છે અને DHL Germany રિટર્ન શિપમેન્ટ માટે €4.00 EUR ફી વસૂલે છે.

જો પાર્સલમાં નીચે જણાવેલી કોઈ ઍડ-ઑન સેવાઓ ન હોય, તો તેને DHL પિક-અપ પૉઇન્ટ પર ફૉરવર્ડ કરવાને બદલે પાડોશીને ડિલિવર કરવામાં આવી શકે છે:

  • સહી આવશ્યક છે
  • કોઈ પાડોશીને ડિલિવરી નહીં

DHL Germany પિકઅપ પૉઇન્ટ

DHL Germany દ્વારા પિકઅપ પૉઇન્ટ પર ડિલિવરી કરવા માટે, પહેલા પિકઅપ પૉઇન્ટ પર શિપિંગ સેટ કરવું જરૂરી છે. પિકઅપ પૉઇન્ટ પ્રદાતા તરીકે DHL Germany આપમેળે પસંદ થતું નથી. જર્મનીમાં દરેક સ્થાન માટે પિકઅપ પૉઇન્ટના દરમાં ફેરફાર કરતી વખતે, પ્રદાતા તરીકે DHL Germany પસંદ કરો.

તમે પિકઅપ પૉઇન્ટ સેટ કર્યા પછી, ગ્રાહકો ડિલિવરી પદ્ધતિ તરીકે પિકઅપ પૉઇન્ટ પર શિપ કરો પસંદ કરી શકે છે. પછી જ્યાં ઑર્ડરની ડિલિવરી મેળવવી હોય તે DHL પિકઅપ પૉઇન્ટ પસંદ કરી શકે છે.

DHL Germany નીચેના પ્રકારના પિકઅપ પૉઇન્ટ પર ડિલિવરી કરે છે:

  • પોસ્ટ ઑફિસ
  • DHL પાર્સલ શોપ (Paketshops)

DHL Packstation લૉકર પિકઅપ પૉઇન્ટ તરીકે ઉપલબ્ધ નથી.

DHL Germany પિકઅપ પૉઇન્ટ પર શિપ કરવા માટે, ગ્રાહકે ચેકઆઉટ વખતે ઇમેઇલ સરનામું અને જર્મનીનું બિલિંગ સરનામું દાખલ કરવું જરૂરી છે.

ગ્રાહક પાસે પિકઅપ પૉઇન્ટ પરથી ઑર્ડર લેવા માટે 7 દિવસનો સમય હોય છે. જો 7 દિવસમાં ઑર્ડર લેવામાં ન આવે, તો DHL Germany તેને મોકલનારને પાછો મોકલે છે અને રિટર્ન શિપમેન્ટ માટે €4.00 EUR ફી વસૂલે છે.

DHL Germany શિપમેન્ટ માટે પૅકેજની આવશ્યકતાઓ

DHL Germany પાસે સ્થાનિક શિપમેન્ટ માટે પૅકેજની લઘુત્તમ અને મહત્તમ આવશ્યકતાનાં મૂલ્યો છે. DHL Germany સાથે તમારા પૅકેજ શિપ કરતા પહેલાં આ મૂલ્યોની સમીક્ષા કરવાનું સુનિશ્ચિત કરો.

નીચે DHL Paket માટે પૅકેજનાં લઘુત્તમ અને મહત્તમ પરિમાણો અને વજન આપેલ છે:

  • પૅકેજનું લઘુત્તમ માપ 15 × 11 × 1 cm (6 × 4.4 × 0.4 in) છે
  • લંબાઈ અને ઘેરાવો મળીને (લંબાઈ + 2x પહોળાઈ + 2x ઊંચાઈ) મહત્તમ 360 cm (141.7 in) છે
  • સૌથી લાંબી બાજુની મહત્તમ લંબાઈ 200 cm (78.7 in) છે
  • લઘુત્તમ વજન 0.1 kg (0.23 lbs) કરતાં વધુ હોવું આવશ્યક છે
  • મહત્તમ વજન 31.5 kg (69.4 lbs) છે

નીચે DHL Kleinpaket માટે પૅકેજનાં મહત્તમ પરિમાણો અને વજન આપેલ છે:

  • પૅકેજનું લઘુત્તમ માપ 10 × 7 × 0.1 cm (3.0 × 2.7 × 0.03 in) છે
  • પૅકેજનું મહત્તમ માપ 35.3 × 25 × 8 cm (13.8 × 9.8 × 3.1 in) છે
  • મહત્તમ વજન 1 kg (2.2 lbs) છે

DHL Paket Pickup Point શિપમેન્ટ માટેની જરૂરિયાતો DHL Paket જેવી જ છે અને DHL Kleinpaket Pickup Point શિપમેન્ટ માટેની જરૂરિયાતો DHL Kleinpaket જેવી જ છે.

DHL Germany શિપમેન્ટ માટે ઍડ-ઑન સેવાઓ

DHL Germany શિપમેન્ટ માટે સંખ્યાબંધ ઍડ-ઑન સેવાઓ ઑફર કરે છે.

DHL Germany સાથે ઍડ-ઑન સેવાઓ
સેવાકિંમતવર્ણન
માત્ર નામવાળી વ્યક્તિ€1.69 EURશિપમેન્ટ માત્ર લેબલ પર સૂચિબદ્ધ પ્રાપ્તકર્તાને અથવા પ્રાપ્તકર્તા દ્વારા નિર્દેશિત અધિકૃત વ્યક્તિને જ ડિલિવર કરવામાં આવે છે.
ઉંમરનો પુરાવો (16)€1.19 EURપ્રાપ્તકર્તાની ઉંમર 16 વર્ષ કે તેથી વધુ છે તેવી ચકાસણી કર્યા પછી જ શિપમેન્ટ ડિલિવર કરવામાં આવે છે.
ઉંમરનો પુરાવો (18)€1.19 EURપ્રાપ્તકર્તાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તેવી ચકાસણી કર્યા પછી જ શિપમેન્ટ ડિલિવર કરવામાં આવે છે.
સહી આવશ્યક છે€0.19 EURપ્રાપ્તકર્તા દ્વારા ડિલિવરીનો હસ્તાક્ષર કરેલો દસ્તાવેજ.
કોઈ પાડોશીને ડિલિવરી નહીં€0.99 EURપાડોશીને કરવામાં આવતી ડિલિવરીને ડિલિવરી વિકલ્પમાંથી બાકાત રાખવામાં આવી છે.

DHL Germany પ્રતિબંધિત આઇટમ

DHL Germany નો ઉપયોગ કરીને કેટલીક આઇટમ શિપ કરવા પર પ્રતિબંધ છે. પ્રતિબંધિત આઇટમ વિશે વધુ જાણવા માટે, DHL Germany મારફતે જોખમી સામાન શિપ કરવા માટેની DHL ની માર્ગદર્શિકા નો સંદર્ભ લો.

DHL Germany શિપમેન્ટ માટે શિપિંગ દાવાઓ સબમિટ કરવા

જો તમે Shopify મારફતે DHL Germany નો ઉપયોગ કરી રહ્યાં છો અને તમારું શિપમેન્ટ ખોવાઈ ગયું છે અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે, તો તમે Shopify સપોર્ટ સાથે શિપિંગ દાવો સબમિટ કરી શકો છો.

DHL Germany શિપમેન્ટ માટે શામેલ ઇન્શ્યોરન્સ કવરેજ

DHL Germany, Paket શિપમેન્ટ માટે €500 EUR સુધીનું અથવા Kleinpaket શિપમેન્ટ માટે €20 EUR સુધીનું કવરેજ ઑફર કરે છે. આમાં માત્ર સામગ્રીના મૂલ્યને આવરી લેવામાં આવે છે. લેબલના ખર્ચને આવરી લેવામાં આવતા નથી.

ખોવાયેલા DHL Germany શિપમેન્ટ માટે શિપિંગ દાવો સબમિટ કરવો

જો તમારું DHL Germany શિપમેન્ટ ખોવાઈ જાય છે, તો તમે Paket માટે લેબલ ખરીદ્યા પછી 1 વર્ષ સુધી અથવા Kleinpaket માટે લેબલની ખરીદીની તારીખના 1 મહિના સુધી દાવો સબમિટ કરી શકો છો. DHL Germany માટે શિપિંગ દાવો શરૂ કરવા માટે, તમારા Shopify ઍડમિનમાં શિપિંગ દાવો સબમિટ કરો. તમારા દાવામાં નીચેની માહિતી શામેલ કરો:

  • કૉમર્શિયલ ઇન્વૉઇસ જે માલસામાનનું છૂટક મૂલ્ય દર્શાવે છે
  • તમારી અને ગ્રાહક વચ્ચેના કોઈપણ કમ્યુનિકેશન
  • જો શિપમેન્ટને ડિલિવર કરેલ તરીકે માર્ક કરેલું હોય, તો રિસીવર પાસેથી નુકસાનની જાહેરાત આવશ્યક છે

ક્ષતિગ્રસ્ત DHL Germany શિપમેન્ટ માટે શિપિંગ દાવો સબમિટ કરવો

જો તમારું DHL Germany શિપમેન્ટ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય, તો તમે ડિલિવરી તારીખના સાત દિવસની અંદર દાવો સબમિટ કરી શકો છો. દાવો કરવા માટે, તમારા ગ્રાહકે ડિલિવરીના સાત દિવસમાં DHL સ્થાન પર નુકસાનની જાણ કરવી આવશ્યક છે અને નિરીક્ષણ માટે પાર્સલ રજૂ કરવું આવશ્યક છે.

તમારા ગ્રાહકે પૅકેજ DHL ને પ્રદાન કર્યું છે તેની પુષ્ટિ કરી લે ત્યારપછી, DHL Germany સાથે શિપિંગ દાવો શરૂ કરવા માટે તમારા Shopify ઍડમિનમાં શિપિંગ દાવો સબમિટ કરો. તમારા દાવામાં નીચેની માહિતી શામેલ કરો:

  • કૉમર્શિયલ ઇન્વૉઇસ જે માલસામાનનું છૂટક મૂલ્ય દર્શાવે છે
  • તમારી અને ગ્રાહક વચ્ચેના કોઈપણ કમ્યુનિકેશન

DHL Germany શિપમેન્ટ માટે સપોર્ટની વિનંતી કરવી

જો તમે Shopify મારફતે DHL Germany નો ઉપયોગ કરી રહ્યાં હોવ અને તમને મદદની જરૂર હોય, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો. તમે ક્ષતિગ્રસ્ત અથવા ખોવાયેલા શિપમેન્ટ માટે પણ શિપિંગ દાવાઓ સબમિટ કરી શકો છો.

DHL Germany શિપમેન્ટને રીરાઉટ કરવું

DHL Germany શિપમેન્ટને રીરાઉટ કરી શકાતાં નથી. જોકે, જો શિપમેન્ટ પરિવહનમાં ન હોય અથવા ડિલિવર ન થયું હોય, તો તમે ડિલિવરીને રોકવા માટે વિનંતી કરી શકો છો. રોકવામાં આવેલી ડિલિવરી મોકલનારને પરત કરવામાં આવે છે, અને €2,50 EUR વત્તા VAT ની ફી લાગુ પડે છે. ડિલિવરીને રોકવાની વિનંતી કરવા માટે, Shopify સપોર્ટનો સંપર્ક કરો.