ઑર્ડર્સની આગાહી કરવી
માગની આગાહી કરવી એટલે કે આગામી થોડા અઠવાડિયા અથવા મહિનામાં તમારા વ્યવસાયને કેટલા ઑર્ડર મળશે તેનો તમે અંદાજ લગાવો છો. આમાં કોઈપણ પ્રમોશન કે સેલ, કોઈપણ નવી પ્રોડક્ટના લૉન્ચ અને કોઈપણ પ્રોડક્ટને બંધ કરવાનો સમાવેશ થવો જોઈએ. તમારા સરેરાશ ઑર્ડર્સમાં થતા કોઈપણ ફેરફારો માટે તૈયાર રહેવાથી તમને નાણાં બચાવવામાં, ગ્રાહકના સકારાત્મક અનુભવને જાળવી રાખવામાં અને ઑર્ડરના પ્રમાણમાં ફેરફારો માટે તમારી ફુલફિલમેન્ટ સેવાઓને તૈયાર કરવામાં મદદ મળે છે.
ઉદાહરણ તરીકે, ધારો કે તમારી ફુલફિલમેન્ટ સેવા સામાન્ય રીતે તમારા વ્યવસાય માટે અઠવાડિયાના 100 ઑર્ડર પૂર્ણ કરે છે. જો તમે તમારા પ્રદાતાને સૂચિત કર્યા વિના માર્કેટિંગ ઝુંબેશ ચલાવો છો જેના પરિણામે 500 ઑર્ડર મળે છે, તો તમારી ફુલફિલમેન્ટ સેવા કદાચ વધારાના ઑર્ડર સંભાળવા માટે તૈયાર ન હોય, જેના પરિણામે તમારા ગ્રાહકો માટે પ્રોસેસિંગ અને શિપિંગમાં વિલંબ થઈ શકે છે. વધુમાં, કદાચ તમે ફુલફિલમેન્ટ સેવામાં પૂરતી ઇન્વેન્ટરી મોકલી ન હોય. તમારી માગની આગાહી કરીને અને તમારી ફુલફિલમેન્ટ સેવાને જાણ કરીને, તમે ખાતરી કરી શકો છો કે તમે અને તમારી ફુલફિલમેન્ટ સેવા બંને ઑર્ડર્સમાં અપેક્ષિત વધારા માટે તૈયાર છો.
આ પેજ પર
માગની આગાહી કરવાના લાભો
તમારા સરેરાશ વેચાણના સ્તરોમાં ફેરફારો માટે તૈયાર રહેવાથી માગની આગાહી કરવાના લાભો મળે છે. ખાસ કરીને, માગની આગાહી નીચેના લાભો પ્રદાન કરે છે:
- તમારા પ્રમોશન અથવા નવી પ્રોડક્ટ્સની એકંદર ઑર્ડરના પ્રમાણ પરની અસરને સમજવામાં તમારી મદદ કરે છે
- તમારી આવક છૂટી ન જાય તે સુનિશ્ચિત કરવા માટે, બ્લેક ફ્રાઇડે અને સાઇબર મન્ડેના સેલ જેવી વેચાણની મુખ્ય ઇવેન્ટ માટે પ્લાનિંગ કરવામાં તમને મદદ કરે છે
- તમારા ગ્રાહકોને ઝડપી ડિલિવરીના સમય સાથે શ્રેષ્ઠ સંભવિત અનુભવ મળે તેની ખાતરી કરે છે, કારણ કે પ્રોડક્ટ સ્ટૉકમાં હોય છે અને ફુલફિલમેન્ટ સેવા પાસે ઑર્ડરની ઝડપથી પ્રક્રિયા કરવા માટે સંસાધનો ઉપલબ્ધ હોય છે
- તમને ઇન્વેન્ટરી વિશે નિર્ણય લેવામાં મદદ કરે છે, જેમ કે તમારી ફુલફિલમેન્ટ સેવામાં વધુ ઇન્વેન્ટરી ક્યારે મોકલવી
- તમારી ફુલફિલમેન્ટ સેવામાં વધુ પડતી ઇન્વેન્ટરી મોકલવાનું ટાળવામાં તમારી મદદ કરીને નાણાં બચાવે છે, જે ઇન્વેન્ટરીના પરિવહન અને જાળવણીનો ખર્ચ વધારી શકે છે
માગની આગાહીનો ઉપયોગ કરવાનું શરૂ કરવું
જ્યારે બધા વ્યવસાયો માગની આગાહીને મૂલ્યવાન માની શકે છે, ત્યારે તમારી પાસે કામ કરવા માટે થોડો ઐતિહાસિક ડેટા હોય ત્યારે તે વધુ મૂલ્યવાન હોય છે. વેચાણનો કોઈ ઇતિહાસ ન ધરાવતા વ્યવસાય માટે, તમારા માર્કેટિંગના પ્રયાસોની સંભવિત અસર અને તમારા ઑર્ડર પ્રોસેસિંગમાં ક્યાં અડચણો આવી શકે છે તેના વિશે વિચારવાથી વ્યવસાયિક શરૂઆતના નિર્ણયો લેવામાં માર્ગદર્શન મળી શકે છે. વેચાણનો થોડો ઇતિહાસ ધરાવતા વ્યવસાય માટે, તમે માત્ર 8 અઠવાડિયાના સાતત્યપૂર્ણ સાપ્તાહિક ઑર્ડર્સ સાથે માગની આગાહીનો ઉપયોગ કરીને તમારા વ્યવસાયનું પ્લાનિંગ કરવાનું શરૂ કરી શકો છો. ઑર્ડર્સના એક વર્ષ પછી, તમે સીઝનાલિટીની આગાહી કરવાનું શરૂ કરી શકો છો, જેમ કે વેચાણ માટે વધુ અને ઓછા વેચાણના મહિનાઓ.
તમે તમારી માગની આગાહી કરવાનું શરૂ કરો તે પહેલાં, તમારા વ્યવસાય વિશે નીચેની બને તેટલી વધુ માહિતી ભેગી કરો:
- ઐતિહાસિક માગ વિશેની માહિતી
- દરેક દિવસ, અઠવાડિયા, મહિનામાં તમારા વેચાણની સરેરાશ રકમ કેટલી હોય છે?
- તમારો વ્યવસાય કઈ મોસમી અસરોનો અનુભવ કરે છે?
- આગામી પ્રમોશન માટેનો પ્લાન
- આગામી ત્રણ મહિનામાં તમે કયા પ્રમોશન ચલાવી રહ્યાં છો?
- ભૂતકાળમાં તમારા પ્રમોશનના કેવા પરિણામો મળ્યા છે?
- આગામી પ્રોડક્ટ લૉન્ચ અથવા બંધ કરવા માટેની યોજના
ઉદાહરણ તરીકે, જો તમારો નવો વ્યવસાય હોય, તો તમને કદાચ નીચે મુજબની જ જાણ હશે:
- સરેરાશ દૈનિક વેચાણ: 25
- સરેરાશ સાપ્તાહિક વેચાણ: 178
- સરેરાશ માસિક વેચાણ: 706
- સરેરાશ પ્રમોશનને કારણે વેચાણમાં 15% નો વધારો થાય છે
- ત્રણ અઠવાડિયામાં નવું પ્રમોશન શરૂ થઈ રહ્યું છે, જેનું બજેટ સરેરાશ પ્રમોશન કરતાં ત્રણ ગણું છે અને વીકએન્ડ પર બે દિવસ ચાલે છે
- સાત અઠવાડિયામાં પ્રોડક્ટ બંધ કરવી
ઉપરના ઉદાહરણમાં, તમારે તમારી ફુલફિલમેન્ટ સેવાને જાણ કરવાની જરૂર પડી શકે છે કે ત્રણ અઠવાડિયામાં, તમે વેચાણમાં 50% નો વધારો થવાની અપેક્ષા રાખી શકો છો, અથવા બે દિવસમાં સામાન્ય 50 ને બદલે 75 જેટલા ઑર્ડર્સની અપેક્ષા રાખી શકો છો. જોકે તમારી ફુલફિલમેન્ટ સેવાને 25 વેચાણના વધારા વિશે ચિંતા કરવાની જરૂર ન હોય, પરંતુ જો તેમના 50 વ્યવસાયો એક જ વીકએન્ડમાં સેલ ચલાવતા હોય, તો તે 1,250 વધારાના ઑર્ડર્સ છે જેની તેમને પ્રક્રિયા કરવાની રહેશે અને જેના માટે તેમને તૈયારી કરવી પડી શકે છે.
આ ઉપરાંત, તમારું પ્રમોશન સાત અઠવાડિયામાં બંધ થનારી તમારી પ્રોડક્ટને કેવી અસર કરશે? ભલે તમે તેને બંધ કરી રહ્યાં છો, છતાં પ્રમોશન સાથે પણ, આખા સાત અઠવાડિયા સુધી ચાલે એટલી ઇન્વેન્ટરી તમારી પાસે છે ખરી?
તમારી ફુલફિલમેન્ટ સેવાને તમારી માંગની આગાહી વિશે જાણ કરવાથી સારો સંબંધ સ્થાપિત કરવામાં મદદ મળે છે અને તમે બંને માંગના વધારા અને તમારી પ્રોડક્ટ લાઇનમાં સરળ ફેરફારો માટે તૈયારી કરી શકો છો.
Shopify કઈ રીતે મદદ કરી શકે છે?
તમારા Shopify સ્ટોરમાં વિવિધ વેચાણ, ઇન્વેન્ટરી અને માર્કેટિંગ રિપોર્ટ્સ છે, જેનો ઉપયોગ તમે તમારી વેચાણની રકમ અને ઑર્ડરના વલણોને ટ્રેક કરવા માટે કરી શકો છો. તમારા સ્ટોરના સબ્સ્ક્રિપ્શન પ્લાનના આધારે, તમને ઑર્ડર મુજબ કુલ વેચાણનો રિપોર્ટ, સમય જતાં વેચાણ, પ્રોડક્ટ મુજબ દરરોજ વેચાતી ઇન્વેન્ટરી અને માર્કેટિંગને આભારી વેચાણ જેવા રિપોર્ટ્સનો ઍક્સેસ મળે છે.
તમે તમારા વ્યવસાય વિશે આંતરદૃષ્ટિ મેળવવા માટે તમારા સ્ટોરના ઍનલિટિક્સ પેજનો પણ ઉપયોગ કરી શકો છો.
જો તમારો વ્યવસાય હમણાં જ શરૂ થયો છે, તો સંભવતઃ તમારે તમારા તમામ Shopify રિપોર્ટ્સની જરૂર પડશે નહીં, કારણ કે વધારે ગણતરી કર્યા વિના પણ તમને તમારા વેચાણના આંકડાઓનો ચોક્કસ ખ્યાલ હશે. જોકે, જેમ-જેમ તમારો વ્યવસાય વધશે, તેમ-તેમ આ રિપોર્ટ્સ તમારા સ્ટોરની સરેરાશની ગણતરી કરવામાં તમારો સમય બચાવી શકે છે.
તમારી ફુલફિલમેન્ટ સેવા સાથે કઈ રીતે કામ કરવું
તેમને માંગની આગાહીનો વાસ્તવિક પ્લાન પ્રદાન કરીને, તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમારા ફુલફિલમેન્ટ સેવા પ્રદાતા પાસે તમારા ઑર્ડર્સને ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે યોગ્ય સ્તરના મજૂરો અને સંસાધનો છે. તમારા ફુલફિલમેન્ટ સેવા પ્રદાતાનો સંપર્ક કરો અને પૂછો કે તમે તેમને આ માહિતી શ્રેષ્ઠ રીતે કઈ રીતે અને કેટલી નિયમિત રીતે આપી શકો છો. કેટલાક વ્યવસાયોને દર અઠવાડિયે આમ કરવું સૌથી વધુ ફાયદાકારક લાગે છે, જ્યારે કેટલાક નાના વ્યવસાયો માત્ર ત્યારે જ તેમની ફુલફિલમેન્ટ સેવાનો સંપર્ક કરે છે જ્યારે કોઈ મોટી અસર થાય એવો ફેરફાર થાય છે.
પીક તહેવારોની સિઝન દરમિયાન, સામાન્ય રીતે તમારી આગાહી સાથે વધુ નિયમિત રહેવું શ્રેષ્ઠ છે, કારણ કે મોટાભાગના વ્યવસાયો વેચાણમાં વધારાનો અનુભવ કરે છે જેનું સંચાલન ફુલફિલમેન્ટ સેવાએ કરવું જોઈએ. આ સમય દરમિયાન, દર બે અઠવાડિયે તમારા પરિણામોની આગાહી કરો અને તેને તમારા વેચાણના વાસ્તવિક આંકડાઓ સાથે સરખાવો.
જેમ-જેમ તમારો વ્યવસાય વધે છે, તેમ-તેમ તમારા અપેક્ષિત ઑર્ડર્સમાં થતા કોઈપણ ફેરફારોને જાહેર કરવાનું વધુ મહત્ત્વપૂર્ણ બને છે, જેમ કે નીચે મુજબના ફેરફારો:
- તમારું ઇમેઇલ માર્કેટિંગ શરૂ કરવું, બદલવું અથવા બંધ કરવું
- તમારી જાહેરાતો પરના ખર્ચમાં વધારો કે ઘટાડો કરવો
- મોટી સેલ ઇવેન્ટ્સ
જ્યારે તમારી આગાહીઓ ખોટી પડે ત્યારે શું થાય છે?
લગભગ બધી જ આગાહીઓ ખોટી પડે છે. તેનો ઉદ્દેશ્ય સંપૂર્ણપણે સચોટ રહેવાનો નથી, પણ એટલો નજીક પહોંચવાનો છે કે જેથી તમારા ઑર્ડર્સ અસરકારક રીતે પૂર્ણ કરવા માટે પૂરતી ઇન્વેન્ટરી અને સંસાધનો ઉપલબ્ધ હોય. સામાન્ય રીતે, વર્ષના દરેક અઠવાડિયે ભૂલના 10-15% માર્જિનની અંદર આગાહી કરવાનો પ્રયાસ કરો. તમે જેટલી વધુ આગાહી કરશો, તેટલા વધુ વલણો તમને મળશે. જો તમે સતત ઓછા વેચાણની આગાહી કરી રહ્યાં છો, તો પછીની આગાહીમાં પણ તમને સમાન માર્જિનથી વધારો કરવાની ખબર પડે છે.
તમારી આગાહીઓમાં શક્ય હોય તેટલા તટસ્થ રહેવાથી તેની સચોટતામાં મદદ મળશે. તમારા વ્યવસાયના કદ માટે યોગ્ય ટૂલનો ઉપયોગ કરવાથી પણ મદદ મળી શકે છે. જેમ તમે તમારા ફુલફિલમેન્ટ પ્રદાતા માટે આગાહી કરવાનું શરૂ કરો છો તેમ સ્પ્રેડશીટ સારી રીતે કામ કરશે. જેમ તમે સ્કેલ કરો છો અને તમારો વ્યવસાય વિકસે છે, તેમ તમારા Shopify સ્ટોરના રિપોર્ટ્સ મોટા સ્કેલ પર વેચાણના વલણો જોવા અને તેનું વિશ્લેષણ કરવામાં તમારી મદદ કરી શકે છે.