ઑર્ડર વિશે Shopify સ્ટોરનો સંપર્ક કરવો

જો તમે Shopify-હોસ્ટ કરેલા સ્ટોરના ગ્રાહક હોવ અને તે સ્ટોરમાં આપેલા ઑર્ડરમાં સહાયની જરૂર હોય, તો તમારે સીધો જ તે સ્ટોરનો સંપર્ક કરવાની જરૂર છે. જ્યારે તમે Shopify નો ઉપયોગ કરતા સ્ટોર પર ઑર્ડર આપો છો, ત્યારે તમે સીધા તે જ વ્યવસાય પાસેથી ઑર્ડર કરો છો. આ વ્યવસાયો તેમની સ્ટોરની નીતિઓ, વ્યવસાયિક રીતભાતો અને તમે ખરીદેલી પ્રોડક્ટ્સ માટે જવાબદાર છે.

મોટા ભાગના કિસ્સાઓમાં, તમે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને સ્ટોરનો સંપર્ક કરી શકો છો:

  • ટેલિફોન દ્વારા કૉલ કરીને
  • સ્ટોરની સંપર્ક માહિતી અથવા ઑર્ડર ટ્રેકિંગ અપડેટ્સ માટે ઑર્ડરની પુષ્ટિની વિગતોનો રિવ્યૂ કરીને
  • ઇમેઇલ મોકલીને
  • સ્ટોરની વેબસાઇટ પર મળતા contact us ફોર્મનો ઉપયોગ કરીને
  • Facebook Messenger જેવી સોશિયલ મીડિયા મેસેજિંગ ઍપનો ઉપયોગ કરીને

બહેતર ઑનલાઇન ખરીદીના અનુભવ માટેની ટિપ્સ

Shopify-હોસ્ટ કરેલા સ્ટોર્સ પર સારો ઑનલાઇન ખરીદીનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે, ઑનલાઇન ખરીદી માટે નીચેની ટિપ્સ ધ્યાનમાં લો:

  • સ્ટોરની સંપર્ક માહિતી શોધો: ખાસ ઇમેઇલ ઍડ્રેસ, ફોન નંબર અથવા સપોર્ટ ચેટના વિકલ્પો શોધો, જેથી ઑર્ડર આપતા પહેલાં સરળતાથી મદદ મેળવી શકાય.
  • સ્ટોરની નીતિઓ વાંચો: ઑનલાઇન સ્ટોર અથવા ચેકઆઉટ પેજ પર સ્ટોરની નીતિઓની લિંક શોધો અને કાળજીપૂર્વક વિગતોનો રિવ્યૂ કરો. આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે, અતિરિક્ત ડ્યૂટી અને કર લાગુ પડે છે કે નહીં તે જાણવું મહત્ત્વપૂર્ણ છે. જો તમને કોઈ પ્રશ્ન હોય, તો ખરીદી કરતા પહેલાં સ્ટોરનો સંપર્ક કરવામાં અચકાશો નહીં.
  • સુરક્ષિત રીતે ચેકઆઉટ કરો: સુરક્ષિત ઑનલાઇન સ્ટોરનું ચેકઆઉટ ગોપનીયતા સુરક્ષા પ્રદાન કરે છે અને તમારી વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરે છે. PayPal અથવા Shop Pay જેવી પરિચિત ચુકવણી પદ્ધતિઓ શોધો. સુરક્ષિત ચેકઆઉટને ઓળખવા માટે, ખાતરી કરો કે ચેકઆઉટ લિંક https:// થી શરૂ થાય છે. https:// માં રહેલો s સુરક્ષિત કનેક્શન સૂચવે છે.
  • તમારું રિસર્ચ કરો: પ્રોડક્ટ રિવ્યૂ વાંચો અથવા કોઈ વ્યવસાય વિશે માહિતી મેળવવા અને અન્ય ગ્રાહકોના અનુભવો પરથી જાણવા માટે Google જેવા સર્ચ એન્જિનનો ઉપયોગ કરો. યાદ રાખો, જો કોઈ ડીલ એટલી સારી લાગતી હોય કે તે સાચી હોવા પર વિશ્વાસ ન આવે, તો તે મોટે ભાગે ખોટી જ હોય છે.

આ ટિપ્સનું પાલન કરીને, તમે તમારા ઑનલાઇન ખરીદીના અનુભવને બહેતર બનાવી શકો છો અને તમારી ખરીદીમાં વધુ આત્મવિશ્વાસ અનુભવી શકો છો.

તમારું ઑર્ડરની પુષ્ટિનું URL શોધો

તમારું ઑર્ડરની પુષ્ટિનું URL શોધવા માટે, નીચેના પગલાં અજમાવો:

  1. તમારો ઑર્ડરની પુષ્ટિનો ઇમેઇલ શોધો અને ખોલો.
  2. ઇમેઇલમાં, તમારો ઑર્ડર જુઓ પર ક્લિક કરો. તમને સ્ટોરની વેબસાઇટ પર રિડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તમે તમારા ઑર્ડર વિશે માહિતી જોઈ શકશો.
  3. તમારા બ્રાઉઝરના ઍડ્રેસ બારમાં URL તપાસો. તમારું URL નીચેનામાંથી કોઈ એક URL ના ઉદાહરણ જેવું હોવું જોઈએ:
  • https://shop-name.com/1234567/orders/3eafe8f0d00763d09a4fc302589d2747
  • https://shop-name.com/1234567/account/orders/3eafe8f0d00763d09a4fc302589d2747

Shop ઍપ

જો તમે Shop ઍપનો ઉપયોગ કરતા હોવ, તો તમે Shop સહાય કેન્દ્રની મુલાકાત લઈને ઉપયોગી સંસાધનો શોધી શકો છો:

શૉપ પે ઈન્સ્ટોલમેન્ટ્સ

શૉપ પે ઈન્સ્ટોલમેન્ટ્સ Affirm દ્વારા સંચાલિત અને સર્વિસ કરેલ છે, અને માત્ર અમુક સ્ટોર્સ પર જ ઉપલબ્ધ છે. શૉપ પે ઈન્સ્ટોલમેન્ટ્સની ચુકવણીઓ અને ધિરાણ વિશેની માહિતી માટે, જેમ કે તમને શા માટે મંજૂરી આપવામાં આવી ન હોય શકે, તેના માટે Affirm દ્વારા સંચાલિત શૉપ પે ઈન્સ્ટોલમેન્ટ્સના સહાય કેન્દ્રની મુલાકાત લો.

મદદ મેળવવાની શ્રેષ્ઠ રીતો શોધો

સ્ટોર અથવા શિપિંગ કૅરિઅરનો સંપર્ક કેવી રીતે કરવો, અથવા Shop ઍપનો ઉપયોગ કરીને કોઈ સમસ્યાની જાણ કેવી રીતે કરવી તે જાણવા માટે Shop સહાય કેન્દ્રની મુલાકાત લો.

ગ્રાહકો માટે ગોપનીયતાની માહિતી

Shopify અમારા વેપારીઓ દ્વારા તેમના વ્યવસાય ચલાવવા માટે ઉપયોગમાં લેવાતું સૉફ્ટવેર અને હાર્ડવેર પ્રદાન કરે છે. અમે ગ્રાહકોને સીધી પ્રોડક્ટ્સ વેચતા નથી. અમારા વેપારીઓની સૂચના અનુસાર અમે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ, તે અંગેની માહિતી માટે ગ્રાહકો માટે ગોપનીયતા નો સંદર્ભ લો.

Shopify સ્ટોર અથવા વેપારી વિશે કોઈ સમસ્યાની જાણ કરો

તમને Shopify સ્ટોર અથવા વેપારી સાથે આવી રહેલી સમસ્યાની જાણ કરવા માટે, તમે અલગ-અલગ ફોર્મ ભરી શકો છો:

  • જો તમને Shopify સ્ટોર અથવા વેપારી મારફતે ખરીદેલા ઑર્ડરમાં કોઈ સમસ્યા હોય, અને તમે પહેલેથી જ સ્ટોરનો સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોય તથા ઓછામાં ઓછા 30 દિવસ સુધી કોઈ જવાબ કે ઉકેલ ન મળ્યો હોય, તો તમે ઑર્ડર સંબંધિત સમસ્યાની જાણ કરો ફોર્મનો ઉપયોગ કરી શકો છો. ફોર્મમાં તે જ ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો, જેનો ઉપયોગ ઑર્ડર આપવા માટે કરવામાં આવ્યો હતો.
  • જો કોઈ Shopify સ્ટોર અથવા વેપારી તમારી બૌદ્ધિક સંપત્તિનો ઉપયોગ કરી રહ્યા હોય અને એવી સામગ્રી પોસ્ટ કરી રહ્યા હોય જે તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરતી હોય તેવું તમને લાગતું હોય, તો Shopify DMCA નોટિસ અને ટેકડાઉનની પ્રક્રિયાનું ફોર્મ પૂર્ણ કરો.
  • જો તમને લાગતું હોય કે કોઈ Shopify સ્ટોર અથવા વેપારી Shopify ની સ્વીકાર્ય ઉપયોગ નીતિ વિરુદ્ધ જઈને પ્રોડક્ટ્સ વેચી રહ્યા છે, તો તમે વેપારી સંબંધિત સમસ્યાની જાણ કરો ફોર્મનો ઉપયોગ કરી શકો છો.