ડ્રાફ્ટ ઑર્ડર્સ માટે ચુકવણી મેળવવી
જ્યારે ડ્રાફ્ટ ઑર્ડરની ચુકવણી ગ્રાહક દ્વારા કરવા માટે તૈયાર હોય, ત્યારે તમે ઇન્વૉઇસ અથવા ચેકઆઉટ લિંક મોકલી શકો છો જેથી તમારા ગ્રાહક તેમની પોતાની ચુકવણીની માહિતી દાખલ કરી શકે અને ઑનલાઇન ચેકઆઉટ પરથી ઑર્ડર માટે ચુકવણી કરી શકે.
અન્યથા, જો તમારી પાસે તમારા ગ્રાહકની બિલિંગ માહિતી હોય, તો તમે ડ્રાફ્ટ ઑર્ડર માટે ક્રેડિટ કાર્ડ દ્વારા મેન્યુઅલી ચુકવણી સ્વીકારી શકો છો. જો તમને ચુકવણી પહેલેથી પ્રાપ્ત થઈ ગઈ હોય તો તમે ઑર્ડરને ચૂકવેલ તરીકે માર્ક પણ કરી શકો છો. જ્યારે તમે ડ્રાફ્ટ ઑર્ડર માટે ચુકવણી સ્વીકારો છો, ત્યારે તે ઑર્ડર્સ પેજ પરનો ઑર્ડર બની જાય છે.
આ પેજ પર
ડ્રાફ્ટ ઑર્ડર્સ માટે ચુકવણી મેળવવા માટેની વિચારણાઓ
તમે તમારા ડ્રાફ્ટ ઑર્ડર માટે ચુકવણી સ્વીકારો તે પહેલાં, નીચેની વિચારણાઓ રિવ્યૂ કરો:
- તમે માત્ર Shopify Payments દ્વારા જ ક્રેડિટ કાર્ડ વડે મેન્યુઅલ ચુકવણી સ્વીકારી શકો છો.
- કોઈપણ સબ્સ્ક્રિપ્શન પ્રોડક્ટ્સ ધરાવતા ડ્રાફ્ટ ઑર્ડર માટે ડ્રાફ્ટ ઑર્ડરને ચૂકવેલ તરીકે ચિહ્નિત કરવા અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારવા માટેનો સપોર્ટ ટૂંક સમયમાં આવી રહ્યો છે. ત્યાં સુધી, ડ્રાફ્ટ ઑર્ડર પૂર્ણ કરવા માટે, તમારા ગ્રાહકને ઇન્વૉઇસ મોકલો અથવા તેમની સાથે ચેકઆઉટ લિંક શેર કરો.
- ડ્રાફ્ટ ઑર્ડર માટે ક્રેડિટ કાર્ડની ચુકવણીઓ સ્વીકારવા માટે તમારે Shopify Payments ની વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.
- જો તમે Shopify Payments સિવાયના ડાયરેક્ટ ચુકવણી પ્રદાતાઓ મારફતે ચુકવણીઓ મેળવતા હોવ, તો આ રીતે ગ્રાહકની માહિતીનું સંચાલન કરવાથી PCI અનુપાલન આવશ્યકતાઓને અસર થાય છે કે કેમ તે તમારા પ્રદાતા સાથે તપાસો.
- જો તમારા ડ્રાફ્ટ ઑર્ડર વિશેની વિગતો Shopify ઍડમિનમાં હવે ઉપલબ્ધ હોય તે માહિતી કરતાં જૂની થઈ ગઈ હોય, ઉદાહરણ તરીકે, જો પ્રોડક્ટની કિંમત અથવા શિપિંગ દરમાં ફેરફાર થયો હોય, તો ચુકવણી કૅપ્ચર કરી શકાય તે પહેલાં તમારે સમસ્યાઓ રિઝોલ્વ કરીને ફેરફારો લાગુ કરવા આવશ્યક છે.
- તમે તમારા ચેકઆઉટમાં ઍક્ટિવેટ કરેલા કોઈપણ ચુકવણી પદ્ધતિના કસ્ટમાઇઝેશન ડિફૉલ્ટ રૂપે ડ્રાફ્ટ ઑર્ડર ચેકઆઉટ પર લાગુ થાય છે. બનાવેલા ડ્રાફ્ટ ઑર્ડર તમારા Shopify ઍડમિનમાં ચુકવણી પદ્ધતિના કસ્ટમાઇઝેશનને બતાવશે નહીં, પરંતુ ચેકઆઉટ વખતે હજુ પણ કસ્ટમાઇઝેશન લાગુ પડે છે.
- પ્રદર્શનને ઑપ્ટિમાઇઝ કરવા માટે, 1 એપ્રિલ 2025 ના રોજ અથવા તે પછી બનાવેલા ડ્રાફ્ટ ઑર્ડર, 1 વર્ષની નિષ્ક્રિયતા પછી આપમેળે ડિલીટ કરવામાં આવે છે. ડ્રાફ્ટ ઑર્ડરમાં કરેલો કોઈપણ પ્રકારનો ફેરફાર ટાઇમરને રીસેટ કરે છે.
ડ્રાફ્ટ ઑર્ડર માટે ટ્રાન્ઝેક્શન ફી
નીચેના સંજોગોમાં ડ્રાફ્ટ ઑર્ડર માટે તમારી પાસેથી તૃતીય-પક્ષની ટ્રાન્ઝેક્શન ફી લેવામાં આવતી નથી:
- જ્યારે તમે Shopify Payments દ્વારા ચુકવણીની પ્રક્રિયા કરો છો. તમારા Shopify ઍડમિનમાં ક્રેડિટ કાર્ડની ખરીદીઓને મેન્યુઅલી પ્રોસેસ કરતી વખતે તમે માત્ર ક્રેડિટ કાર્ડ પ્રોસેસિંગ ફી ચૂકવો છો.
- જ્યારે તમે ઑર્ડરને ચૂકવેલ તરીકે માર્ક કરો છો અને મેન્યુઅલ ચુકવણી પદ્ધતિ પસંદ કરો છો, જેમ કે કૅશ ઑન ડિલિવરી અથવા બેંક ડિપોઝિટ.
જ્યારે તમે ચુકવણીઓ સ્વીકારવા માટે સમર્થિત તૃતીય-પક્ષના ડાયરેક્ટ ક્રેડિટ કાર્ડ ચુકવણી પ્રદાતાનો ઉપયોગ કરો છો, ત્યારે ઑનલાઇન ઑર્ડર માટે તમે જેટલી ફી ચૂકવો છો તેટલી જ તૃતીય-પક્ષની ટ્રાન્ઝેક્શન ફી તમે ક્રેડિટ કાર્ડની ખરીદીઓ પ્રોસેસ કરતી વખતે ચૂકવો છો.
ડ્રાફ્ટ ઑર્ડર પર ચુકવણીને ચૂકવેલ તરીકે માર્ક કરવી
જો તમને વર્તમાન ઑર્ડર માટે ચુકવણી પહેલેથી પ્રાપ્ત થઈ ગઈ હોય, અથવા જો તમે અન્ય પ્લેટફોર્મ પરથી ભૂતકાળના કોઈ ઑર્ડરને તમારા Shopify ઍડમિનમાં ઇમ્પોર્ટ કરો છો, તો તમે ઑર્ડરને ચૂકવેલ તરીકે માર્ક કરી શકો છો. પ્રાપ્ત થયેલી રકમ તમારા ચુકવણી પ્રદાતા દ્વારા ફરીથી કૅપ્ચર કરવામાં આવતી નથી અને ગ્રાહકને એક ઑર્ડરની પુષ્ટિનો ઇમેઇલ પ્રાપ્ત થાય છે.
જો તમે આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સનો ઉપયોગ કરો છો, તો પ્રાપ્ત થયેલી રકમનું મૂલ્ય એ તમારી દુકાનના ચલણમાં કન્વર્ટ થયેલું ગ્રાહકના સ્થાનિક ચલણનું મૂલ્ય છે. આ કન્વર્ઝન જીવંત ચલણ દર પર આધારિત છે. રિપોર્ટિંગના હેતુઓ માટે, જો તમને પ્રાપ્ત થયેલી રકમ પ્રદર્શિત થયેલી રકમ કરતાં અલગ હોય, તો તેને અપડેટ કરો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઑર્ડર્સ > ડ્રાફ્ટ પર જાઓ.
તમે જે હાલના ડ્રાફ્ટ ઑર્ડરને ચૂકવેલ તરીકે માર્ક કરવા માગતા હોવ તેના પર ક્લિક કરો.
ચુકવણી વિભાગમાં, ચુકવણી મેળવો પર ક્લિક કરો અને પછી ચૂકવેલ તરીકે માર્ક કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: જો પ્રાપ્ત થયેલી રકમનું મૂલ્ય તમને પ્રાપ્ત થયેલી રકમ કરતાં અલગ હોય, તો મૂલ્યને અપડેટ કરો.
ઑર્ડર બનાવો પર ક્લિક કરો.
વૈકલ્પિક: જો ઑર્ડર પર કોઈપણ ચેકઆઉટ માન્યતાના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોય, તો પૂરા કરવાના નિયમોની સૂચિ દર્શાવતી ચેતવણી બતાવવામાં આવે છે. નીચેનામાંથી કોઈપણ ક્રિયા કરો:
- ચુકવણી રદ કરવા અને ડ્રાફ્ટ ઑર્ડરમાં ફેરફાર કરવા માટે પાછા ફરવા માટે, રદ કરો પર ક્લિક કરો.
- નિયમને અવગણવા અને ઑર્ડરને ચૂકવેલ તરીકે માર્ક કરવા માટે, અવગણો અને ઑર્ડર બનાવો પર ક્લિક કરો.
તમારો ઑર્ડર બનાવ્યા પછી, તમે ઑર્ડર્સ પેજ પરથી તેને ઍક્સેસ કરી શકો છો.
ડ્રાફ્ટ ઑર્ડર માટે ક્રેડિટ કાર્ડ વડે મેન્યુઅલી ચુકવણી સ્વીકારવી
જો તમારી પાસે તમારા ગ્રાહકની બિલિંગ માહિતી હોય, તો તમે ઑર્ડર માટે ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારી શકો છો. આ ચુકવણી પદ્ધતિ માત્ર Shopify Payments સાથે જ ઉપલબ્ધ છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઑર્ડર્સ > ડ્રાફ્ટ પર જાઓ.
તમે જેના માટે ક્રેડિટ કાર્ડથી ચુકવણી સ્વીકારવા માગતા હોવ તેવા હાલના ડ્રાફ્ટ ઑર્ડર પર ક્લિક કરો.
ચુકવણી વિભાગમાં, ચુકવણી મેળવો પર ક્લિક કરો અને પછી ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરો.
ગ્રાહકની બિલિંગ અને ક્રેડિટ કાર્ડની માહિતી દાખલ કરો.
તમારા ચુકવણી સેટિંગ્સની પુષ્ટિ કરવા અને તમારા ડ્રાફ્ટ ઑર્ડરમાંથી ઑર્ડર બનાવવા માટે ચાર્જ પર ક્લિક કરો. બટન ઑર્ડરની કુલ રકમ બતાવે છે.
વૈકલ્પિક: જો ઑર્ડર પર કોઈપણ ચેકઆઉટ માન્યતાના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોય, તો પૂરા કરવાના નિયમોની સૂચિ દર્શાવતી ચેતવણી બતાવવામાં આવે છે. નીચેનામાંથી કોઈપણ ક્રિયા કરો:
- ચુકવણી રદ કરવા અને ડ્રાફ્ટ ઑર્ડરમાં ફેરફાર કરવા માટે પાછા ફરવા માટે, રદ કરો પર ક્લિક કરો.
- નિયમને અવગણવા અને ઑર્ડરને ચૂકવેલ તરીકે માર્ક કરવા માટે, અવગણો અને ઑર્ડર બનાવો પર ક્લિક કરો.
આઉટડેટેડ ડ્રાફ્ટ ઑર્ડર્સ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ
જ્યારે તમે કોઈ ડ્રાફ્ટ ઑર્ડર બનાવો છો, ત્યારે તેમાં ઉમેરવામાં આવેલા ઘટકો (જેમ કે પ્રોડક્ટ્સ અને શિપિંગ દરો) તે સમયે તેમના કન્ફિગરેશનના આધારે બતાવવામાં આવે છે. જો તમે ડ્રાફ્ટ ઑર્ડર પૂરો કરવાનો પ્રયાસ કરો ત્યાં સુધીમાં તેમાંના કોઈ ઘટકમાં ફેરફાર થયો હોય, ઉદાહરણ તરીકે કોઈ પ્રોડક્ટ હટાવી દેવામાં આવી હોય અથવા શિપિંગ દરની કિંમતમાં ફેરફાર થયો હોય, તો તમને આ ફેરફારો વિશે નોટિફિકેશન આપવામાં આવે છે. તમે ડ્રાફ્ટ ઑર્ડરમાં મેન્યુઅલ ફેરફારો કરી શકો છો, અથવા અપડેટ્સ સ્વીકારીને ઑર્ડર ઑટોમૅટિક રીતે પૂરો કરી શકો છો.
તમને નીચેના પ્રકારના ફેરફારોની સૂચના આપવામાં આવે છે:
- કોઈ પ્રોડક્ટ અથવા વેરિઅન્ટ હટાવી દેવામાં આવ્યું હોય.
- પ્રોડક્ટ અથવા વેરિઅન્ટની કિંમત બદલવામાં આવી હોય. આ પ્રાઇસ લૉક દ્વારા પ્રભાવિત પ્રોડક્ટ્સને લાગુ પડતું નથી.
- શિપિંગ દર હવે ઉપલબ્ધ ન હોય.
- શિપિંગ દરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હોય.
જ્યારે તમને આ ડ્રાફ્ટ ઑર્ડરમાં નવા અપડેટ્સ છે એવું નોટિફિકેશન મળે, ત્યારે તમે નીચેનીમાંથી કોઈ પણ કાર્યવાહી કરી શકો છો:
- ડ્રાફ્ટ ઑર્ડરનો રિવ્યૂ કરો: ઑર્ડરમાં લાગુ કરેલા પરંતુ સાચવેલા ન હોય તેવા તમામ અપડેટ્સ સાથે ડ્રાફ્ટ ઑર્ડર એડિટરમાં પાછા જાઓ. તમે મેન્યુઅલી પ્રોડક્ટ્સમાં ફેરફાર કરી શકો છો અથવા કસ્ટમ ડિસ્કાઉન્ટ કે શિપિંગ દરો લાગુ કરી શકો છો.
- ઑર્ડર બનાવો: ઑર્ડરમાં ઑટોમૅટિક રીતે લાગુ થયેલા અપડેટ્સ સાથે ઑર્ડર પૂરો કરવાનું ચાલુ રાખો.