ઑર્ડર્સ માટેની ચુકવણીઓ મેનેજ કરવી

તમે તમારા ઑર્ડર્સ માટે ચુકવણીઓ ક્યારે અને કેવી રીતે કૅપ્ચર થાય તેને નિયંત્રિત કરી શકો છો. ડિફૉલ્ટ રૂપે, જ્યારે ઑર્ડર આપવામાં આવે, ત્યારે ચુકવણીઓ ઑટોમૅટિક રીતે કૅપ્ચર થાય છે, પરંતુ તમે તમારા સ્ટોરને મેન્યુઅલી ચુકવણીઓ કૅપ્ચર કરવા માટે કન્ફિગર કરી શકો છો, જેથી તમે ગ્રાહકો પાસેથી ચાર્જ લેતા પહેલાં ઑર્ડર્સનો રિવ્યૂ કરી શકો.

જ્યારે તમારે નીચેના કાર્યો કરવાની જરૂર હોય ત્યારે મેન્યુઅલ પેમેન્ટ કૅપ્ચર ઉપયોગી છે:

  • ગ્રાહકો પાસેથી ચાર્જ લેતા પહેલાં ઇન્વેન્ટરીની ઉપલબ્ધતા ચકાસો
  • ચુકવણીની પ્રક્રિયા કરતા પહેલાં ગ્રાહકો સાથે કસ્ટમ ઑર્ડર્સની પુષ્ટિ કરો
  • ચુકવણી કૅપ્ચર કરતા પહેલાં સંભવિત છેતરપિંડી માટે ઑર્ડર્સનો રિવ્યૂ કરો

તમે તમારા Shopify ઍડમિનમાં ઑર્ડરની વિગતોના પેજ પરથી ચુકવણીઓ કૅપ્ચર કરી શકો છો.

B2B ગ્રાહકો અથવા મોટા ઑર્ડર્સ માટે, તમે એવી ચુકવણીની શરતો સેટ કરી શકો છો, જે ગ્રાહકોને તેમનો ઑર્ડર મળ્યા પછી ચુકવણી કરવાની મંજૂરી આપે છે. વિલંબિત ચુકવણીના વિકલ્પો તમને નેટ ચુકવણીની શરતો ઑફર કરવા અને એવી ઇન્વૉઇસ મોકલવા દે છે, જેની નિયત તારીખ ભવિષ્યની હોય.

કેટલીક ચુકવણી પદ્ધતિઓ અને સેલ્સ ચેનલ્સ Shopifyની બહાર ચુકવણીઓની પ્રક્રિયા કરે છે. તમે બાકી ચુકવણીઓ વાળા ઑર્ડર્સ મેનેજ કરી શકો છો અને આ પ્રદાતાઓ મારફતે આપવામાં આવેલા ઑર્ડર્સ માટે ચુકવણીના સ્ટેટસને ટ્રૅક કરી શકો છો.

આ વિભાગમાં