વધારાના પ્રદાતાઓ તરફથી બાકી ચુકવણીઓ

જ્યારે ઑર્ડર માટે ચુકવણીનું સ્ટેટસ બાકી ચુકવણી હોય, ત્યારે કદાચ તમને ઑર્ડર સંપાદિત કરવા, રદ કરવા અથવા તેના માટે મેન્યુઅલી ચુકવણી એકત્રિત કરવાથી પ્રતિબંધિત કરી શકાય છે. આ પ્રતિબંધો એવા ઑર્ડર્સ પર લાગુ થઈ શકે છે, જ્યાં ગ્રાહકે ક્રિપ્ટોકરન્સી, વાયર, બારકોડ્સ અથવા ક્રેડિટ કાર્ડની ચુકવણીઓના અન્ય વિકલ્પોનો ઉપયોગ કરીને ચુકવણી કરી હોય.

આ મર્યાદાઓ ચુકવણી પ્રદાતાની સિસ્ટમ અને Shopify ઑર્ડર વચ્ચેની માહિતી સુમેળમાં રાખવા અને ચુકવણીની પ્રક્રિયા સરળતાથી ચાલે તે માટે છે. Shopify Paymentsનું સેટઅપ પૂર્ણ થાય તે પહેલાં સ્ટોરને મળેલા ઑર્ડર પર પણ આ મર્યાદાઓ લાગુ પડી શકે છે.

ચુકવણીના પ્રકારના આધારે, ચુકવણી પ્રદાતાને ચુકવણીની પ્રક્રિયા કરતા કેટલાક દિવસો લાગી શકે છે. આ કિસ્સામાં, પ્રદાતા તમારા ઑર્ડરના ચુકવણી સ્ટેટસને બાકી ચુકવણી તરીકે ચિહ્નિત કરે છે, જે દર્શાવે છે કે તેઓએ પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ ચુકવણી પૂર્ણ કરવામાં સમયની જરૂર છે. બાકી ચુકવણીઓ માટે એક સમાપ્તિ તારીખ હોય છે, જે સામાન્ય રીતે એક અઠવાડિયાની હોય છે. ચુકવણીની સમાપ્તિ તારીખ વિશેની ચોક્કસ વિગતો માટે તમારા ચુકવણી પ્રદાતાનો સંદર્ભ લો.

જ્યારે ઑર્ડરનું ચુકવણી સ્ટેટસ બાકી ચુકવણી હોય, ત્યારે કદાચ નીચેની ક્રિયાઓને બ્લૉક કરી શકાય છે:

  • ઑર્ડરની આઇટમ્સ, ડિસ્કાઉન્ટ અથવા શિપિંગ સરનામું સંપાદિત કરવું
  • આઇટમ્સનું રિસ્ટોકિંગ કરવું
  • ઑર્ડર રદ કરવો
  • મેન્યુઅલી ચુકવણી એકત્રિત કરવી
  • ઑર્ડરને ચૂકવેલ તરીકે ચિહ્નિત કરવો

જ્યારે ચુકવણીનું સ્ટેટસ બદલાય છે, ત્યારે પ્રતિબંધો દૂર કરવામાં આવે છે.

જો ચુકવણી સફળ થાય છે, તો તમારા ગ્રાહકને ઑર્ડર માટેની તેમની ચુકવણી મળી ગઈ છે તેની જાણ કરવા માટે એક ઇમેઇલ પ્રાપ્ત થાય છે.

જો ચુકવણી નિષ્ફળ જાય, તો તમારા ગ્રાહકને તેમની ચુકવણી પર પ્રક્રિયા કરી શકાઈ નથી તે જણાવવા માટે એક ઇમેઇલ પ્રાપ્ત થાય છે. ઇમેઇલમાં હમણાં ચૂકવો લિંક શામેલ છે જેનો ઉપયોગ ગ્રાહક ફરીથી ચૂકવણી કરવાનો પ્રયાસ કરવા માટે કરી શકે છે.

તમારા નોટિફિકેશન સેટિંગ્સમાં ડિફૉલ્ટ બાકી ચુકવણીની ભૂલ અને બાકી ચુકવણીની સફળતા ઇમેઇલ નોટિફિકેશનનું પૂર્વાવલોકન કરો. તમે નોટિફિકેશનને કસ્ટમાઇઝ પણ કરી શકો છો.

જો કોઈપણ કારણોસર ચુકવણી પર પ્રક્રિયા કરી શકાતી નથી, અથવા જો સમાપ્તિ તારીખ પહેલાં પ્રક્રિયા પૂર્ણ થતી નથી, તો ઑર્ડર માટે ચુકવણીનું સ્ટેટસ સમાપ્ત થયેલમાં બદલાય છે. આ કિસ્સામાં, તમે ઑર્ડર રદ કરો તે પહેલાં, ચુકવણી હજુ પણ કૅપ્ચર કરી શકાય છે કે કેમ તે જાણવા માટે ચુકવણી પ્રદાતાનો સંપર્ક કરો.

જો Shopify Paymentsનું સેટઅપ પૂર્ણ થાય તે પહેલાં સ્ટોરને ઑર્ડર મળે, તો સેટઅપ પૂર્ણ કરવા અને ચુકવણી પ્રોસેસ કરવા Shopify Adminમાં આપેલી સૂચનાઓ અનુસરો. સેવ કરેલી ચુકવણી તૃતીય-પક્ષ પ્રદાતા અથવા મેન્યુઅલ ચુકવણી પદ્ધતિ દ્વારા મેળવી શકાતી નથી. જો Shopify Paymentsનું સેટઅપ પૂર્ણ ન કરો, તો બીજી રીતે ચુકવણી મેળવવા ગ્રાહકનો સંપર્ક કરો, જેમ કે ઇન્વૉઇસ અથવા ચેકઆઉટ લિંક મોકલીને. જો Shopify Adminમાં દર્શાવેલી સમયમર્યાદા સુધીમાં સેટઅપ પૂર્ણ ન કરો, તો આ ઑર્ડર રદ થાય છે.

કેટલીક ચુકવણીઓ બાકી હોય તોપણ ઑર્ડર પૂર્ણ કરી શકાય છે. જો ઑર્ડર પર ફુલફિલમેન્ટ હોલ્ડ હોય, તો હોલ્ડ દૂર ન થાય ત્યાં સુધી ઑર્ડર પૂર્ણ કરી શકાતો નથી. ચુકવણી મળે તેની ખાતરી કરવા માટે ઑર્ડર પૂર્ણ કરતાં પહેલાં ચુકવણીની સ્થિતિ ચૂકવેલ થાય ત્યાં સુધી રાહ જુઓ.

જો કોઈ વધારાના ચુકવણી પ્રદાતા જૂના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં હોય, તો તમને એવા ઑર્ડર્સમાં ફેરફાર કરવાથી રોકવામાં આવતા નથી કે જેનું સ્ટેટસ ચુકવણી બાકી હોય.

વધુ માહિતી માટે, નીચેના વિષયોનો સંદર્ભ લો: