પૅકિંગ સ્લિપ્સ
તમે તમારા ગ્રાહકોને શિપમેન્ટ સાથે સામેલ કરવા માટે પૅકિંગ સ્લિપ પ્રિન્ટ કરી શકો છો. પૅકિંગ સ્લિપમાં શિપિંગ અને બિલિંગ સરનામું, SKU નંબર, જથ્થો અને અન્ય પ્રોડક્ટની વિગતો સાથે પૅકેજમાં રહેલી આઇટમ્સની સૂચિ હોય છે.
પૅકિંગ સ્લિપ્સની મદદથી વેરહાઉસ સ્ટાફને ઑર્ડર્સને સચોટ રીતે પિક અને પૅક કરવામાં સરળતા રહે છે અને તેનાથી ગ્રાહકોને શિપમેન્ટમાં શું સામેલ છે તેનો રેકૉર્ડ મળે છે. તમે ઑર્ડરની વિગતોના પેજ પરથી વ્યક્તિગત પૅકિંગ સ્લિપ્સ પ્રિન્ટ કરી શકો છો અથવા ઑર્ડર લિસ્ટમાંથી બલ્કમાં બહુવિધ પૅકિંગ સ્લિપ્સ પ્રિન્ટ કરી શકો છો.
તમે તમારી બ્રાંડ સાથે મેળ ખાતી પૅકિંગ સ્લિપ્સને કસ્ટમાઇઝ કરી શકો છો અને તમારા વ્યવસાય માટે સૌથી વધુ ઉપયોગી માહિતી શામેલ કરી શકો છો. કસ્ટમાઇઝેશન Liquid કોડનો ઉપયોગ કરે છે, જેનાથી તમે લેઆઉટ, સ્ટાઇલ અને તમારી પૅકિંગ સ્લિપ પર દેખાતા ડેટાને નિયંત્રિત કરી શકો છો.