Shopify Order Printer ટેમ્પ્લેટ બનાવવું અને કસ્ટમાઇઝ કરવું

તમે તમારા ટેમ્પ્લેટને ઘણી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો અને તમારા પોતાના ટેમ્પ્લેટ બનાવી શકો છો. Shopify Order Printer ઍપ HTML, CSS અને Liquid વેરિયેબલ્સ સાથે બનાવેલા ટેમ્પ્લેટને સપોર્ટ કરે છે. તમારા ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કરતા પહેલાં, બધા સપોર્ટ કરેલા ટેમ્પ્લેટ કસ્ટમાઇઝેશન માટે Shopify Order Printer માટે Liquid વેરિયેબલ્સ અને ફિલ્ટર સંદર્ભ વિશે માહિતગાર થવાની ખાતરી કરો.

તમે Shopify Order Printer ટેમ્પ્લેટ કઈ રીતે કસ્ટમાઇઝ કરી શકો છો તે જાણવા માટે નીચેના ઉદાહરણોનો રિવ્યૂ કરો.

તમે તમારા ટેમ્પ્લેટમાં તમારો લોગો ઉમેરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, કન્ટેન્ટ > ફાઇલો પર જાઓ.

  2. ફાઇલો અપલોડ કરો પર ક્લિક કરો અને પછી તમે અપલોડ કરવા માંગતા હોય તે ઇમેજ ફાઇલ પસંદ કરો.

  3. તમારી લોગો ઇમેજ માટે URL કૉપિ કરવા માટે, લિંક આઇકન પર ક્લિક કરો.

  4. સેટિંગ > ઍપ પર ક્લિક કરો.

  5. Order Printer પર ક્લિક કરો.

  6. ટેમ્પ્લેટ પર ક્લિક કરો.

  7. તમે જે ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માંગો છો તેના નામ પર ક્લિક કરો.

  8. કોડ એડિટરમાં, નીચેનો કોડ બ્લૉક પેસ્ટ કરો:

<div style="text-align: center;">
  <img style="width: 4em;" src="YOUR_IMAGE_URL_HERE">
</div>
  1. કોડમાં YOUR_IMAGE_URL_HERE ને તમારા ઇમેજ URL સાથે બદલો.
  2. વૈકલ્પિક: તમારા લોગોને અલાઇન કરવા માટે, text-align મૂલ્યને left, right અથવા center માં બદલો.
  3. વૈકલ્પિક: તમારી લોગોની પહોળાઈને ઍડજસ્ટ કરવા માટે, width મૂલ્યને વધુ અથવા ઓછા મૂલ્યમાં બદલો, જેમ કે 8em અથવા 2em.
  4. વૈકલ્પિક: તમારા ટેમ્પ્લેટનો પ્રિવ્યૂ જોવા માટે, પ્રિવ્યૂ કરો પર ક્લિક કરો.
  5. સાચવો પર ક્લિક કરો.

ઉદાહરણ:

તમે તમારા ટેમ્પ્લેટમાં તમારો લોગો ઉમેરો પછી તમારું HTML કેવી રીતે ડિસ્પ્લે થવું જોઈએ તેના નીચે આપેલા ઉદાહરણનો રિવ્યૂ કરો:

ટેમ્પ્લેટમાં લોગો કેવી રીતે ઉમેરવો તેનો કોડ બ્લૉક દર્શાવતું ઉદાહરણ

ટેમ્પ્લેટમાં ઇમેજ ઉમેરો

તમે તમારા ટેમ્પ્લેટમાં ઇમેજ ઉમેરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, કન્ટેન્ટ > ફાઇલો પર જાઓ.

  2. ફાઇલો અપલોડ કરો પર ક્લિક કરો અને પછી તમે અપલોડ કરવા માંગતા હોય તે ઇમેજ ફાઇલ પસંદ કરો.

  3. તમારી ઇમેજ માટે URL કૉપિ કરવા માટે, લિંક આઇકન પર ક્લિક કરો.

  4. સેટિંગ > ઍપ પર ક્લિક કરો.

  5. Order Printer પર ક્લિક કરો.

  6. ટેમ્પ્લેટ પર ક્લિક કરો.

  7. તમે જે ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માંગો છો તેના નામ પર ક્લિક કરો.

  8. કોડ એડિટરમાં, <img src=”Image Source” /> કોડ બ્લૉક પેસ્ટ કરો.

  9. કોડમાં Image Source ને તમારા ઇમેજ URL સાથે બદલો.

  10. સાચવો પર ક્લિક કરો.

ટેબલની પહોળાઈ 100% કરો

તમે તમારા ટેબલમાં બોર્ડર ઉમેરી શકો છો અને તેને 100% પહોળાઈ સુધી લંબાવી શકો છો. તમારે તમારા ટેબલમાં table-tabular ક્લાસ ઉમેરવાની જરૂર છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Order Printer પર જાઓ.

  2. ટેમ્પ્લેટ પર ક્લિક કરો.

  3. તમે જે ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  4. કોડ એડિટરમાં, તમે જે ટેબલમાં ફેરફાર કરવા માંગો છો તેને શોધો અને પછી તમારા ટેબલમાં table-tabular ક્લાસ ઉમેરો.

  5. વૈકલ્પિક: તમારા ટેમ્પ્લેટનો પ્રિવ્યૂ જોવા માટે, પ્રિવ્યૂ કરો પર ક્લિક કરો.

  6. સાચવો પર ક્લિક કરો.

ઉદાહરણ:

<table class="table-tabular">
    ...
</table>

પ્રોડક્ટ થંબનેલ ડિસ્પ્લે કરો

તમે તમારા ઑર્ડર ટેમ્પ્લેટમાં પ્રોડક્ટ થંબનેલ ઉમેરી શકો છો. તમારે તમારા ટેમ્પ્લેટમાં કસ્ટમ કોડ બ્લૉક દાખલ કરવાની જરૂર છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Order Printer પર જાઓ.

  2. ટેમ્પ્લેટ પર ક્લિક કરો.

  3. તમે જે ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  4. તમારા ટેમ્પ્લેટમાં {{ line_item.product.featured_image | product_img_url: 'thumb' | img_tag }} કોડ બ્લૉક ઉમેરો.

  5. વૈકલ્પિક: તમારા ટેમ્પ્લેટનો પ્રિવ્યૂ જોવા માટે, પ્રિવ્યૂ કરો પર ક્લિક કરો.

  6. સાચવો પર ક્લિક કરો.

ઑર્ડરની વિગતો ઉમેરો

તમે તમારા ટેમ્પ્લેટમાં ખરીદેલી આઇટમનું નામ, જથ્થો અને કિંમત જેવી ઑર્ડરની વિગતો ઉમેરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Order Printer પર જાઓ.

  2. ટેમ્પ્લેટ પર ક્લિક કરો.

  3. તમે જે ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  4. કોડ એડિટરમાં, ઑર્ડરની વિગતો ઉમેરવા માટે Liquid વેરિયેબલ્સ અને ફોર્મેટિંગ ઉમેરવા માટે HTML નો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, {{ line_item.price | money }} નો ઉપયોગ કરવાથી આઇટમની કિંમત ડિસ્પ્લે થાય છે.

  5. વૈકલ્પિક: તમારા ટેમ્પ્લેટનો પ્રિવ્યૂ જોવા માટે, પ્રિવ્યૂ કરો પર ક્લિક કરો.

  6. સાચવો પર ક્લિક કરો.

ઉદાહરણ:

નાયલા મોકલવામાં આવતી આઇટમનું લિસ્ટ સામેલ કરવા માટે તેના પૅકિંગ સ્લિપ ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માંગે છે. તે Shopify Order Printer ઍપમાં તેના પૅકિંગ સ્લિપ ટેમ્પ્લેટના નીચેના ભાગમાં આગળનો કોડ ઉમેરે છે. પરિણામે, નાયલાની પૅકિંગ સ્લિપમાં હવે ખરીદેલી આઇટમનું લિસ્ટ દર્શાવતું ટેબલ સામેલ થાય છે.

<br>
<br>
<table class="table-tabular" style="margin: 0 0 1.5em 0;">
  <thead>
    <tr>
      <th scope="col">Quantity</th>
      <th scope="col">Item</th>
      {% if tax_lines.size > 0 %}
      <th scope="col">Taxes</th>
      {% endif %}
      <th scope="col">Price</th>
    </tr>
  </thead>
  <tbody>
    {% for line_item in line_items %}
      <tr>
        <td scope="row">{{ line_item.quantity }} x</td>
        <td><b>{{ line_item.title }}</b></td>
        {% if line_item.tax_lines %}
          <td>
            {% for tax_line in line_item.tax_lines %}
              {{ tax_line.price | money }} {{ tax_line.title }}<br/>
            {% endfor %}
          </td>
        {% endif %}
        <td>{{ line_item.price | money }}</td>
      </tr>
    {% endfor %}
  </tbody>
</table>

ટેમ્પ્લેટમાં બારકોડ ઉમેરો

તમે તમારા ટેમ્પ્લેટમાં બારકોડ ઉમેરી શકો છો

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Order Printer પર જાઓ.

  2. ટેમ્પ્લેટ પર ક્લિક કરો.

  3. તમે જે ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  4. તમારા ટેમ્પ્લેટમાં <s-barcode value="a" /> કોડ બ્લૉક ઉમેરો.

  5. તમારા બારકોડના ટેક્સ્ટ મૂલ્ય સાથે `` મૂલ્યને બદલો.

  6. વૈકલ્પિક: તમારા ટેમ્પ્લેટનો પ્રિવ્યૂ જોવા માટે, પ્રિવ્યૂ કરો પર ક્લિક કરો.

  7. સાચવો પર ક્લિક કરો.

ટેમ્પ્લેટમાં QR કોડ ઉમેરો

તમે તમારા ટેમ્પ્લેટમાં QR કોડ ઉમેરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Order Printer પર જાઓ.

  2. ટેમ્પ્લેટ પર ક્લિક કરો.

  3. તમે જે ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  4. તમારા ટેમ્પ્લેટમાં <s-barcode type="qrcode" value="" /> કોડ બ્લૉક ઉમેરો.

  5. તમારા QR કોડના ટેક્સ્ટ મૂલ્ય સાથે `` મૂલ્યને બદલો.

  6. વૈકલ્પિક: તમારા ટેમ્પ્લેટનો પ્રિવ્યૂ જોવા માટે, પ્રિવ્યૂ કરો પર ક્લિક કરો.

  7. સાચવો પર ક્લિક કરો.

ટેમ્પ્લેટમાં Google ફૉન્ટનો ઉપયોગ કરવો

તમારા ટેમ્પ્લેટમાં Google ફૉન્ટનો ઉપયોગ કરવા માટે, તમારા ટેમ્પ્લેટમાં નીચેનો કોડ પેસ્ટ કરો અને પછી FontName વેરિયેબલને તમારા Google ફૉન્ટના નામ સાથે બદલો:

<link rel="stylesheet" href="https://fonts.googleapis.com/css?family=FontName">
<style>
  body {
    font-family: FontName, serif;
  }
</style>

ફૉન્ટનું માપ વધારવું

તમારા ટેમ્પ્લેટમાં ફૉન્ટનું માપ વધારવા માટે, તમારા ટેમ્પ્લેટમાં નીચેનો કોડ પેસ્ટ કરો અને પછી 14 નંબરને વધુ અથવા ઓછા મૂલ્ય સાથે ઍડજસ્ટ કરો:

<style>
  :root {
    --font-size: 14px;
  }
</style>

તમારા ટેમ્પ્લેટમાં તમારા હેડિંગના ફૉન્ટનું માપ વધારવા માટે, નીચે આપેલા કોડને તમારા ટેમ્પ્લેટમાં પેસ્ટ કરો અને પછી હેડિંગની બાજુના મૂલ્યોને ઍડજસ્ટ કરો:

<style>
  :root {
    --h1-font-size: 18px;
    --h2-font-size: 16px;
    --h3-font-size: 14px;
  }
</style>

જો તમે તમારા ટેમ્પ્લેટને લેગસી Order printer ઍપમાંથી ઇમ્પોર્ટ કર્યા હોય, તો તમે નીચેના કોડ બ્લૉકનો ઉપયોગ કરીને તમારા ફૉન્ટનું માપ વધારી શકો છો:

<style>
  :root {
    --legacy-font-size: 14px;
    --legacy-print-font-size: 18px;
  }
</style>