સેલ્ફ-સર્વ રિટર્ન અને રદ કરવાની સુવિધા
ગ્રાહકો તમારો સંપર્ક કર્યા વિના સીધા જ તેમના ઑર્ડર સ્ટેટસ પેજ પરથી રિટર્ન અને રદ કરવાની વિનંતી સબમિટ કરી શકે તેવી સુવિધા આપી શકો છો. સેલ્ફ-સર્વ રિટર્ન અને રદ કરવાની સુવિધાથી વિનંતીઓની પ્રક્રિયામાં તમારો ઓછો સમય જાય છે અને ગ્રાહકો સરળતાથી તેમના ઑર્ડરનું જાતે સંચાલન કરી શકે છે. ગ્રાહકો એ જ ઑર્ડર સ્ટેટસ પેજ પરથી પૂર્ણ કરેલ આઇટમ રિટર્ન કરવાની વિનંતી કરી શકે છે, જેમાં હજુ રસ્તામાં હોય તેવી આઇટમ પણ સામેલ છે. તેઓ હજુ શિપ ન થયેલી આઇટમ રદ પણ કરી શકે છે.
ગ્રાહક વિનંતી સબમિટ કરે ત્યારે તમને નોટિફિકેશન મળે છે અને તમે Shopify Admin માં વિનંતીની સમીક્ષા કરી શકો છો. તમારી નીતિઓના આધારે વિનંતી મંજૂર કે નકારી શકો છો. રિટર્ન મંજૂર કરતી વખતે એક્સચેન્જ માટેની આઇટમ ઉમેરી શકો છો, શિપિંગની સૂચનાઓ આપી શકો છો અને ગ્રાહકને રિટર્ન લેબલ મોકલી શકો છો. રદ કરવાની વિનંતીનો નિકાલ કરવા, રિફંડની સામાન્ય પ્રક્રિયા દ્વારા વિનંતીમાં જણાવેલી આઇટમ હટાવો અથવા વિનંતી નકારો.
સેલ્ફ-સર્વ રિટર્ન અને રદ કરવાની સુવિધા તમારા રિટર્ન અને રદ કરવાના નિયમો મુજબ કામ કરે છે. આ નિયમો નક્કી કરે છે કે કઈ આઇટમ પાત્ર છે, ગ્રાહકો કેટલા સમય સુધી વિનંતી કરી શકે છે અને રિટર્ન શિપિંગ મફત છે કે તેનો ખર્ચ ગ્રાહકે ચૂકવવાનો છે. રિટર્નનાં કારણો અને પ્રોડક્ટની સ્થિતિ જેવી માહિતી મેળવવા માટે વિનંતીનું ફોર્મ કસ્ટમાઇઝ કરી શકો છો.