ફુલફિલમેન્ટ સમયને સમજવું

ફુલફિલમેન્ટ સમય એ ગ્રાહક દ્વારા ઑર્ડર કરવામાં આવે અને બિઝનેસ દ્વારા તે ઑર્ડર પૂર્ણ કરવામાં આવે તે વચ્ચેનો સમય છે. જે ઑર્ડર્સને શિપિંગની જરૂર હોય છે તેમને ત્યારે પૂર્ણ થયેલા ગણવામાં આવે છે જ્યારે બિઝનેસ શિપિંગ કૅરિઅર સેવાને શિપમેન્ટ સોંપે છે.

ઑર્ડરનો રિવ્યૂ કરવો, શિપિંગ લેબલો પ્રિન્ટ કરવાં, પ્રોડક્ટ્સનું પૅકેજિંગ કરવું અને શિપિંગ કૅરિઅરને શિપમેન્ટ્સ સોંપવાં - આ બધું ઑર્ડરના ફુલફિલમેન્ટ સમયમાં ફાળો આપે છે.

ઑર્ડરની ટાઇમલાઇનનો વિભાગ જે ફુલફિલમેન્ટ સમય બનાવે છે

તમારા બિઝનેસના આધારે, તમારા ફુલફિલમેન્ટ સમય પર તમારું નિયંત્રણ અલગ-અલગ હોઈ શકે છે. જો તમે ડ્રૉપશિપ કરો છો, તો તમારું નિયંત્રણ માત્ર એ વાત પર હોય છે કે તમે કયા સપ્લાયર્સ સાથે કામ કરો છો અને તમે તેમને કેટલી ઝડપથી તમારા ઑર્ડર આપો છો. જો તમે જાતે જ પ્રોડક્ટ્સ શિપ કરો છો, તો તમે પ્રોડક્ટને કેટલી ઝડપથી પૅકેજ કરો છો ત્યાંથી લઈને તમારા શિપિંગ કૅરિઅર્સને શિપમેન્ટ ક્યારે ડ્રોપ-ઑફ કરો છો તે દરેક બાબતને તમે નિયંત્રિત કરો છો.

તમારો ફુલફિલમેન્ટ સમય ઑર્ડર્સ ઇન્ડેક્સ અને ઑર્ડરની વિગતોના પેજ પર બતાવવામાં આવતી આના સુધીમાં પૂર્ણ કરો તારીખ પણ નક્કી કરે છે.

ફુલફિલમેન્ટ સમયની અસર

ઝડપી ફુલફિલમેન્ટ સમય નીચે મુજબના લાભ આપી શકે છે:

  • ઓછું ખર્ચાળ શિપિંગ - તમારી પાસે ધીમા શિપિંગ વિકલ્પો પસંદ કરવાનો વિકલ્પ હોઈ શકે છે અને છતાં શિપમેન્ટ્સ વાજબી સમયમર્યાદામાં પહોંચી શકે છે.
  • ગ્રાહકનો વધુ સંતોષ - જ્યારે ગ્રાહકને ઑર્ડર ઝડપથી મળે છે, ત્યારે તે તમારા બિઝનેસમાં તેમનો વિશ્વાસ વધારી શકે છે અને હકારાત્મક અનુભવ પ્રદાન કરી શકે છે. આનાથી ગ્રાહક તમારી પાસેથી ફરી ઑર્ડર આપે તેવી શક્યતા વધી શકે છે.
  • ઇન્વેન્ટરી વધુ ઝડપથી મૂવ થાય છે - જો તમે તમારી પ્રોડક્ટ્સને વેરહાઉસમાં સ્ટોર કરો છો, તો તમારી પ્રોડક્ટ્સ શૅલ્ફ પર ઓછો સમય વિતાવે તો તેનાથી વેરહાઉસિંગનો ખર્ચ ઘટી શકે છે.
  • વધુ કાર્યક્ષમ ફુલફિલમેન્ટ પ્રક્રિયા - તમારા ફુલફિલમેન્ટ સમયમાં સુધારો કરીને, તમે ખાતરી કરી શકો છો કે તમારા કર્મચારીઓ કાર્યક્ષમ રીતે કામ કરી રહ્યા છે અને શ્રમનો કોઈ બિનજરૂરી ખર્ચ થતો નથી.

ધીમા ફુલફિલમેન્ટ સમયને કારણે નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:

  • સપોર્ટનું ભારણ - ગ્રાહકો તેમના ઑર્ડર્સ વિશે અપડેટ્સ મેળવવા માટે તમારો સંપર્ક કરી શકે છે, અને તેમને જવાબ આપવામાં ઘણો સમય લાગી શકે છે.
  • અપેક્ષાઓ પૂરી ન થવી - કેટલાક ગ્રાહકો એવી અપેક્ષા રાખી શકે છે કે ઑર્ડર્સ માત્ર થોડા જ દિવસોમાં આવી જશે. જો કોઈ બિઝનેસ તેમની અપેક્ષાઓ પૂરી કરતો નથી, તો ગ્રાહક કદાચ તે બિઝનેસ પાસેથી ફરીથી ઑર્ડર ન પણ આપે.
  • વધુ ખર્ચ - બિનકાર્યક્ષમ ફુલફિલમેન્ટ સમયને લીધે કર્મચારીઓને લાંબા કલાકો સુધી કામ કરવું પડી શકે છે અને પ્રોડક્ટ્સ વેરહાઉસિંગના શૅલ્ફ પર જગ્યા રોકી શકે છે, આ બંનેને લીધે બિઝનેસને વધુ નાણાં ખર્ચવા પડે છે.

તમારા ફુલફિલમેન્ટ સમયને સમજો

જ્યારે તમે ઑર્ડરની પ્રક્રિયા કરવા માટે તમે લીધેલા દરેક પગલાને સમજો છો, ત્યારે તમે વારંવાર તમારી ફુલફિલમેન્ટ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાની રીતો શોધી શકો છો. બિનજરૂરી પગલાં હટાવવાથી, બે પગલાંને એકમાં જોડવાથી અથવા બે કામ એકસાથે કરવાથી તમારો ફુલફિલમેન્ટ સમય ઘટાડવામાં મદદ મળી શકે છે.

પગલું 1 - તમારી પ્રોડક્ટ્સનું ગ્રુપ બનાવો

તમે વેચો છો તે દરેક પ્રોડક્ટ માટે પ્રક્રિયાનાં પગલાં પર વિચાર કરો. જો કોઈ પ્રોડક્ટ્સનાં પગલાં સમાન હોય, તો તેમને એકસાથે ગ્રુપમાં રાખો.

ઉદાહરણ તરીકે, ધારો કે તમે ટી-શર્ટ્સ, ટોપીઓ અને દાગીના વેચો છો. ટોપીઓ અને ટી-શર્ટ્સ માટેના ઑર્ડર્સની પ્રક્રિયા કરવા માટે, તમારે કદાચ તેમને માત્ર પેડેડ એન્વેલપ (ગાદીવાળા કવર)માં મૂકવા, શિપિંગ લેબલ પ્રિન્ટ કરવું અને તમારા શિપિંગ કૅરિઅરને એન્વેલપ પહોંચાડવું જરૂરી હોય છે. જોકે, દાગીના માટેના ઑર્ડર્સની પ્રક્રિયા કરવા માટે, તમારે કદાચ પ્રોડક્ટને અંતિમ પૉલિશ કરવી, તેને નાના દાગીનાના બૉક્સમાં મૂકવી, બૉક્સને સજાવવું, તેને ડિલિવરી બૉક્સમાં મૂકવું, લેબલ પ્રિન્ટ કરવું અને પછી તેને તમારા શિપિંગ કૅરિઅરને ડિલિવર કરવાની જરૂર પડી શકે છે. આ દૃશ્યમાં, તમારી પાસે ફુલફિલમેન્ટ પ્રક્રિયાનાં બે ગ્રુપ હશે.

પગલું 2 - પ્રોડક્ટ્સના દરેક ગ્રુપ માટે પ્રક્રિયાનાં પગલાંની લિસ્ટ બનાવો

પ્રોડક્ટ્સના દરેક ગ્રુપ માટે, તે ગ્રુપમાં પ્રોડક્ટના ઑર્ડરની પ્રક્રિયા કરવા માટે તમે જે દરેક પગલું લો છો તેનું લિસ્ટ બનાવો.

ઉદાહરણ તરીકે, ધારો કે તમે તમારી આર્ટવર્કની પ્રિન્ટ્સ વેચો છો અને સ્થાનિક પ્રિન્ટિંગ કંપની મારફતે માંગ પર તેમને પ્રિન્ટ કરો છો. તમારી ફુલફિલમેન્ટ પ્રક્રિયા નીચે મુજબની હોઈ શકે છે:

  1. ઑર્ડરનો ઇમેઇલ ખોલો.
  2. વિનંતી કરેલી પ્રિન્ટનો રિવ્યૂ કરો, પછી તમારું ઇમેઇલ ક્લાયંટ ખોલો અને સ્થાનિક પ્રિન્ટિંગ કંપનીને ઇમેઇલ લખવાનું શરૂ કરો.
  3. ઇમેઇલમાં પ્રિન્ટ ફાઇલ અપલોડ કરો, પછી ઇમેઇલ મોકલો.
  4. પ્રિન્ટ તૈયાર છે તેની પ્રિન્ટિંગ કંપની તરફથી ઇમેઇલથી પુષ્ટિ મળે તેની રાહ જુઓ.
  5. પ્રિન્ટિંગ કંપની સુધી ડ્રાઇવ કરો, પ્રિન્ટ માટે ચૂકવણી કરો અને પછી પ્રિન્ટ એકત્રિત કરો.
  6. ઘરે ડ્રાઇવ કરીને પાછા આવો.
  7. પ્રિન્ટ પૅકેજ કરો.
  8. શિપિંગ લેબલ ખરીદો અને તેની પ્રિન્ટ કાઢીને તેને પૅકેજ પર જોડો.
  9. શિપિંગ કૅરિઅરના ડ્રોપ-ઑફ લોકેશન પર ડ્રાઇવ કરો.
  10. પૅકેજ ડ્રોપ-ઑફ કરો.

પગલું 3 - દરેક પગલાને વધારાની વિગતો આપો

પગલાંઓમાં વધારાની વિગતો ઉમેરો, જેમ કે નીચે મુજબ:

  • દરેક પગલામાં લાગતો સમય
  • તમારા તરફથી જરૂરી કોઈપણ વધારાની ક્રિયાઓ
  • પગલા માટે જરૂરી કોઈપણ વધારાની સામગ્રી

પગલું 4 - એવા ઑર્ડર માટે પ્રક્રિયાનાં પગલાં બનાવો જેમાં વિવિધ ગ્રુપની પ્રોડક્ટ હોય

ઉદાહરણ તરીકે, પગલા 1માં આપેલા હૅટ, ટી-શર્ટ અને જ્વેલરી સ્ટોરના દૃશ્યને ધ્યાનમાં લો. એવા ઑર્ડર કે જેમાં હૅટ અને જ્વેલરી બન્ને પૅક કરવાના હોય, તેના માટે તમારે અલગ પગલાંની જરૂર પડશે.

તમારા ફુલફિલમેન્ટના સમયમાં સુધારો કરો

એકવાર તમે ઑર્ડર પર પ્રક્રિયા કરવા માટેનાં તમારાં પગલાં સમજી લો, તે પછી દરેક પ્રક્રિયાને સુધારવા માટે નીચેની રીતો ધ્યાનમાં લો:

  • જે પગલાં માટે અગાઉથી તૈયારી કરી શકાતી હોય તેને હાઇલાઇટ કરો. ઉદાહરણ તરીકે, બૉક્સ તૈયાર કરવું અથવા સ્ટૉકરૂમમાંથી શિપિંગ સ્ટેશન પર સ્ટૉક ખસેડવો.
  • કોઈપણ મૅન્યુઅલ કાર્યોને શક્ય તેટલા ઑટોમેટ કરો.
  • જો તમે શિપિંગ લેબલનો ઉપયોગ કરતા હો, તો શિપિંગ લેબલ જથ્થાબંધ ખરીદો.
  • એકસાથે થઈ શકતાં હોય તેવાં પગલાં શોધો. ઉદાહરણ તરીકે, જો કોઈ પગલામાં તમારે 15 મિનિટ રાહ જોવી પડે તેમ હોય, તો તે સમય દરમિયાન પછીનું કોઈ પગલું કરી શકાય કે નહીં તે ધ્યાનમાં લો.
  • કોઈપણ બિનજરૂરી પગલાં હટાવો.

ઉદાહરણ તરીકે, તમે પગલા 2ની આર્ટ પ્રિન્ટ ફુલફિલમેન્ટ પ્રક્રિયામાં નીચેની રીતે સુધારો કરી શકો છો:

  • પગલાં 1-3ને જોડી શકાય છે - તમારી તમામ પ્રિન્ટને Google Drive અથવા Dropbox જેવી ક્લાઉડ-આધારિત ફાઇલ સ્ટોરેજ સેવા પર અપલોડ કરો. તમારી સ્થાનિક પ્રિન્ટિંગ કંપનીને પ્રિન્ટનો ઍક્સેસ આપો. તમારા Shopify ઍડમિનમાં તમારી સ્થાનિક પ્રિન્ટિંગ કંપનીને કસ્ટમ ફુલફિલમેન્ટ સેવા તરીકે સેટ કરો. છેલ્લે, ઑર્ડર ઑટોમૅટિક રીતે પૂર્ણ કરવા માટે તમારાં Shopify સેટિંગ્સને ઍડજસ્ટ કરો.

    આ સેટઅપની મદદથી, જ્યારે તમારા સ્ટોરમાં કોઈ ઑર્ડર આપવામાં આવે, ત્યારે તમારી સ્થાનિક પ્રિન્ટિંગ કંપનીને તરત જ બધી વિગતો સાથે એક ઇમેઇલ મળે છે, અને તેઓ ક્લાઉડ-આધારિત ફાઇલ સ્ટોરેજ સેવા દ્વારા પ્રિન્ટને ઍક્સેસ કરી શકે છે.

  • પગલા 4 દરમિયાન પગલું 8 કરી શકાય છે - જ્યારે તમે તમારી પ્રિન્ટિંગ કંપની તરફથી ઇમેઇલ દ્વારા પુષ્ટિ માટે રાહ જોઈ રહ્યા હો, ત્યારે શિપિંગ લેબલ પ્રિન્ટ કરીને અને તેને પૅકેજ પર લગાવીને પૅકેજ તૈયાર કરો.

  • પગલા 6ને હટાવી શકાય છે - જો તમે પ્રિન્ટ પિકઅપ કરતા પહેલાં પૅકેજ અને લેબલ તૈયાર કરી લો, તો તમે પ્રિન્ટ મળતાં જ તેને પૅકેજ કરી શકો છો, અને પછી સીધા શિપિંગ કૅરિઅરના ડ્રોપ-ઑફ લોકેશન પર જઈ શકો છો.

તમે ઉપર જણાવેલા ફેરફારો કર્યા પછી, તમારી ફુલફિલમેન્ટ પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

  1. ઑર્ડરનો ઇમેઇલ ખોલો.
  2. શિપિંગ લેબલ ખરીદો અને તેની પ્રિન્ટ કાઢીને તેને પૅકેજ પર જોડો.
  3. પ્રિન્ટ તૈયાર છે તેની પ્રિન્ટિંગ કંપની તરફથી ઇમેઇલથી પુષ્ટિ મળે તેની રાહ જુઓ.
  4. પૅકેજિંગ સાથે પ્રિન્ટિંગ કંપની પાસે જાઓ, પ્રિન્ટ માટે ચૂકવણી કરો અને પછી પ્રિન્ટ કલેક્ટ કરો.
  5. પ્રોડક્ટનું પૅકિંગ પૂરું કરો.
  6. શિપિંગ કૅરિઅરના ડ્રોપ-ઑફ લોકેશન પર ડ્રાઇવ કરો.
  7. પૅકેજ ડ્રોપ-ઑફ કરો.

તમારી પ્રક્રિયાઓને ઑટોમેટ કરવા માટેની અન્ય રીતો જોવા માટે નીચેની સૂચિનો સંદર્ભ લો:

ફુલફિલમેન્ટ સેન્ટરના વિકલ્પો એક્સપ્લોર કરો

જો જાતે ઑર્ડર પર પ્રક્રિયા કરવામાં ઘણો સમય લાગતો હોય, તો ફુલફિલમેન્ટ સેન્ટર સાથે કામ કરવા પર વિચાર કરો. ફુલફિલમેન્ટ સેન્ટર તમારા વતી ઑર્ડર પર પ્રક્રિયા કરીને તેને શિપ કરે છે, જેનાથી તમારો સમય બચે છે અને તમે તમારા વ્યવસાયના અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

નીચેના વિકલ્પોને ધ્યાનમાં લો:

અગાઉથી પ્લાન કરો

જો તમે સેલ પ્લાન કરી રહ્યાં હો અથવા તમારો વ્યવસાય વર્ષના અમુક સમયે વધુ પ્રભાવિત થતો હોય, તો ખાતરી કરો કે તમારો વ્યવસાય વધુ ઑર્ડર માટે તૈયાર છે.

તમે નીચેની કેટલીક રીતે તૈયારી કરી શકો છો:

  • ખાતરી કરો કે તમારી પાસે પૂરતી મદદ છે.
  • ઇવેન્ટના થોડા દિવસો પહેલાં તમારી પ્રોડક્ટ તૈયાર કરો.
  • ખાતરી કરો કે તમારી પાસે શિપિંગ અને પૅકિંગ માટે પૂરતી સામગ્રી છે, જેમ કે બૉક્સ, ટેપ, મેઇલર્સ, પ્રિન્ટર પેપર, શાહી અને લેબલ.
  • તમારા મુખ્ય શિપિંગ કૅરિઅરનો કટ-ઑફ સમય જાણો અને આ સમય મુજબ પ્લાનિંગ કરો. ઉદાહરણ તરીકે, જો તમારું કૅરિઅર બપોરે 4:00 વાગ્યા પછી શિપમેન્ટ સ્વીકારતું ન હોય, તો બપોરે 3:30 વાગ્યા સુધીમાં તમારા બધા ઑર્ડર પૂરા કરો.

ભવિષ્યની ઇવેન્ટ માટે પ્લાનિંગ કરવા, ખૂટી જતી વસ્તુઓની અથવા જેમાં વધુ સમય લાગ્યો હોય તેવાં પગલાંની નોંધ બનાવો. ધ્યાનમાં લો કે વધુ સ્ટાફ હોત તો તમારો ફુલફિલમેન્ટ સમય ઘટ્યો હોત કે કેમ અથવા વધુ સમય લેતા કોઈ મૅન્યુઅલ કાર્યોને ઑટોમેટ કરવાની કોઈ રીતો છે કે નહીં.