ઇમેઇલ નોટિફિકેશનના ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કરવા
તમારા સ્ટોરમાં એક કરતાં વધુ નોટિફિકેશનના ટેમ્પ્લેટ છે જેને તમે તમારા Shopify ઍડમિનના નોટિફિકેશન્સ વિભાગમાં ઍક્સેસ કરી શકો છો.
તમે એક જ સમયે બધા ટેમ્પ્લેટ માટે લોગો ઉમેરીને અથવા કલર સ્કીમ બદલીને તમારા ઇમેઇલ નોટિફિકેશન્સને કસ્ટમાઇઝ કરી શકો છો. તમે ઇમેઇલ નોટિફિકેશન્સની સામગ્રીમાં વ્યક્તિગત રીતે ફેરફાર પણ કરી શકો છો.
તમે તમારા ઇમેઇલ નોટિફિકેશન્સની બૉડી અને વિષયના શીર્ષકમાં ફેરફાર કરી શકો તે પહેલાં, તમારે તમારા પ્રેષકના ઇમેઇલ ઍડ્રેસની પુષ્ટિ કરવી પડશે.
SMS ટેમ્પ્લેટ વિશેની માહિતી માટે, SMS નોટિફિકેશન્સ જુઓ.
આ પેજ પર
- તમારા ઇમેઇલ ટેમ્પ્લેટમાં લોગો ઉમેરો
- તમારા ઇમેઇલ ટેમ્પ્લેટ માટે રંગ પસંદ કરો
- તમારા ઇમેઇલ ટેમ્પ્લેટની ભાષા બદલવી
- ઇમેઇલના ફૂટરમાંથી Shopify બ્રાન્ડિંગ હટાવો
- ચોક્કસ ઇમેઇલ ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કરો
- નોટિફિકેશન્સમાં કસ્ટમ મેસેજ ઉમેરો
- ઇનલાઇન CSSનો ઉપયોગ કરીને ઇમેઇલ ટેમ્પ્લેટને સ્ટાઇલ કરો
- ઇમેઇલ ટેમ્પ્લેટના અગાઉના અથવા ડિફૉલ્ટ સંસ્કરણ પર પાછા ફરો
- પ્લેન ટેક્સ્ટ ઇમેઇલનું ઑટોમેટિક કન્વર્ઝન
તમારા ઇમેઇલ ટેમ્પ્લેટમાં લોગો ઉમેરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > નોટિફિકેશન્સ પર જાઓ.
ગ્રાહક નોટિફિકેશન્સ પર ક્લિક કરો.
ઇમેઇલ ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કરો પર ક્લિક કરો.
ફાઇલ પસંદ કરો પર ક્લિક કરીને, તેને શોધીને અને અપલોડ કરીને લોગો ઉમેરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
પર ટૅપ કરો અને પછી
સેટિંગ્સ પર ટૅપ કરો.
સ્ટોર સેટિંગ્સ વિભાગમાં, નોટિફિકેશન્સ પર ટૅપ કરો.
ગ્રાહક નોટિફિકેશન્સ પર ટૅપ કરો.
ઇમેઇલ ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કરો પર ટૅપ કરો.
ફાઇલ પસંદ કરો પર ટૅપ કરીને, તેને શોધીને અને અપલોડ કરીને લોગો ઉમેરો.
તમારા ઇમેઇલ ટેમ્પ્લેટ માટે રંગ પસંદ કરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > નોટિફિકેશન્સ પર જાઓ.
ગ્રાહક નોટિફિકેશન્સ પર ક્લિક કરો.
ઇમેઇલ ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કરો પર ક્લિક કરો.
કલર કોડ દાખલ કરીને અથવા કલર પિકર પર ક્લિક કરીને તમારા ઇમેઇલનો ઍક્સેન્ટ કલર બદલો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
પર ટૅપ કરો અને પછી
સેટિંગ્સ પર ટૅપ કરો.
સ્ટોર સેટિંગ્સ વિભાગમાં, નોટિફિકેશન્સ પર ટૅપ કરો.
ગ્રાહક નોટિફિકેશન્સ પર ટૅપ કરો.
ઇમેઇલ ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કરો પર ટૅપ કરો.
કલર કોડ દાખલ કરીને અથવા કલર પિકર પસંદ કરીને તમારા ઇમેઇલનો ઍક્સેન્ટ કલર બદલો.
તમારા ઇમેઇલ ટેમ્પ્લેટની ભાષા બદલવી
તમારા ઇમેઇલ ટેમ્પ્લેટ જે ડિફૉલ્ટ ભાષામાં પ્રદર્શિત થાય છે, તે તમારી થીમની ભાષા અને તમે ટેમ્પ્લેટમાં કરેલા કોઈપણ ફેરફારો પર આધાર રાખે છે:
- જો તમે તમારા ઇમેઇલ ટેમ્પ્લેટમાં કોઈ ફેરફાર કર્યા ન હોય, તો જ્યારે તમે તમારી થીમની ભાષા બદલો છો, ત્યારે ઇમેઇલ ટેમ્પ્લેટની ભાષા પણ બદલાઈ જાય છે.
- જો તમે તમારા ઇમેઇલ ટેમ્પ્લેટના મુખ્ય ભાગ અને શીર્ષક બંનેમાં ફેરફાર કર્યા હોય, તો તમારી થીમની ભાષા બદલવાથી ઇમેઇલ ટેમ્પ્લેટની ભાષા બદલાતી નથી.
- જો તમે તમારા ઇમેઇલ ટેમ્પ્લેટના માત્ર શીર્ષકમાં જ ફેરફાર કર્યા હોય, તો તમારી થીમની ભાષા બદલવાથી ઇમેઇલ ટેમ્પ્લેટની ભાષા બદલાતી નથી.
- જો તમે તમારા ઇમેઇલ ટેમ્પ્લેટના માત્ર મુખ્ય ભાગમાં ફેરફાર કર્યા હોય, તો તમારી થીમની ભાષા બદલવાથી શીર્ષક નવી ભાષામાં બદલાય છે પરંતુ તમારા ઇમેઇલ ટેમ્પ્લેટના મુખ્ય ભાગની ભાષા બદલાતી નથી.
ઇમેઇલ ફૂટરમાંથી Shopify બ્રાન્ડિંગ હટાવો
ડિફૉલ્ટ ફૂટર ટેમ્પ્લેટમાં Shopify બ્રાન્ડિંગ શામેલ હોય છે, જે તમારા ગ્રાહકોને ઇમેઇલ ફૂટરમાં Shopify દ્વારા સંચાલિત તરીકે પ્રદર્શિત થાય છે. તમે ઇમેઇલ ફૂટરમાંથી Shopify બ્રાન્ડિંગ હટાવી શકો છો. જો તમારો સ્ટોર Shopify Plus પ્લાન પર હોય, તો તમારા ગ્રાહક નોટિફિકેશનના ઇમેઇલ ફૂટરમાં કોઈ Shopify બ્રાન્ડિંગ હોતું નથી.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > નોટિફિકેશન્સ પર જાઓ.
ગ્રાહક નોટિફિકેશન્સ પર ક્લિક કરો.
ઇમેઇલ ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કરો પર ક્લિક કરો.
બ્રાન્ડિંગ વિભાગમાં, "Shopify દ્વારા સંચાલિત" બ્રાન્ડિંગ પ્રદર્શિત કરો બંધ કરો.
સાચવો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
પર ટૅપ કરો અને પછી
સેટિંગ્સ પર ટૅપ કરો.
સ્ટોર સેટિંગ્સ વિભાગમાં, નોટિફિકેશન્સ પર ટૅપ કરો.
બ્રાન્ડિંગ વિભાગમાં, "Shopify દ્વારા સંચાલિત" બ્રાન્ડિંગ પ્રદર્શિત કરો બંધ કરો.
સાચવો પર ટૅપ કરો.
ચોક્કસ ઇમેઇલ ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > નોટિફિકેશન્સ પર જાઓ.
તમે જે નોટિફિકેશનનો પ્રકાર બદલવા માગો છો તેના પર ક્લિક કરો.
તમે જે નોટિફિકેશનનું નામ બદલવા માગો છો તેના પર ક્લિક કરો.
કોડમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
ઇમેઇલ મેસેજના ઇમેઇલનો વિષય અને ઇમેઇલના મુખ્ય ભાગ (HTML)માં ફેરફાર કરો.
સાચવો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
પર ટૅપ કરો અને પછી
સેટિંગ્સ પર ટૅપ કરો.
સ્ટોર સેટિંગ્સ વિભાગમાં, નોટિફિકેશન્સ પર ટૅપ કરો.
તમે જે નોટિફિકેશનનો પ્રકાર બદલવા માગો છો તેના પર ટૅપ કરો.
</> પર ટૅપ કરો.
ઇમેઇલ મેસેજના ઇમેઇલનો વિષય અને ઇમેઇલના મુખ્ય ભાગ (HTML)માં ફેરફાર કરો.
સાચવો અથવા ✓ પર ટૅપ કરો.
તમારા ફેરફારોનું પરીક્ષણ કરો
જ્યારે તમે નોટિફિકેશન ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કરી રહ્યાં હો, ત્યારે તમે Shopify ઍડમિનમાં ફેરફારોનું પ્રીવ્યૂ જોઈ શકો છો અથવા તે તમારા ગ્રાહકોને કેવી રીતે પ્રદર્શિત થશે તેની સમીક્ષા કરવા માટે તેને ઇમેઇલ દ્વારા મોકલી શકો છો.
પગલાં:
- તમારા સાચવ્યા વગરના ફેરફારોનું પ્રીવ્યૂ જોવા માટે પ્રીવ્યૂ જુઓ પર ક્લિક કરો.
- નોટિફિકેશનને ટેસ્ટ ઇમેઇલ તરીકે મોકલવા માટે, ટેસ્ટ ઇમેઇલ મોકલો પર ક્લિક કરો. તમે Shopify ઍડમિનમાં લૉગ ઇન કરવા માટે ઉપયોગમાં લીધેલા એકાઉન્ટ પર ઇમેઇલ મોકલવામાં આવે છે.
- જો તમે ફેરફારોથી સંતુષ્ટ હો, તો પ્રીવ્યૂ વિન્ડો બંધ કરો અને સાચવો પર ક્લિક કરો.
ઇન્વૉઇસમાં ટૅક્સ રજિસ્ટ્રેશન નંબર ઉમેરો
કેટલાક દેશો અને પ્રદેશોમાં, તમારે ગ્રાહકના ઇન્વૉઇસ અથવા અન્ય નોટિસ પર તમારો ટૅક્સ રજિસ્ટ્રેશન નંબર શામેલ કરવાની જરૂર પડી શકે છે. ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને ભારતમાં, જે વ્યવસાયો ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ (GST) ચાર્જ કરે છે તેમણે તેમનો રજિસ્ટ્રેશન નંબર શામેલ કરવાની જરૂર પડી શકે છે. યુરોપિયન યુનિયનમાં, તમારે તમારો મૂલ્યવર્ધિત કર (VAT) આઇડેન્ટિફિકેશન નંબર શામેલ કરવાની જરૂર પડી શકે છે.
તમારે નંબર શામેલ કરવાની જરૂર છે કે નહીં તે જાણવા માટે તમારા ટૅક્સ એકાઉન્ટન્ટ અથવા સરકારી સત્તાધિકારી સાથે તપાસ કરો.
ઇમેઇલ નોટિફિકેશન પર તમારો નંબર પ્રદર્શિત કરવા માટે, આ પગલાં અનુસરો:
- તમે જે ચોક્કસ ઇમેઇલ ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માગતા હો તેને ખોલો.
- ઇમેઇલનો મુખ્ય ભાગ (HTML) ક્ષેત્રમાં, યોગ્ય સ્થાને તમારો રજિસ્ટ્રેશન અથવા આઇડેન્ટિફિકેશન નંબર દાખલ કરો. આઉટપુટ યોગ્ય રીતે ફોર્મેટ થયેલ છે તેની ખાતરી કરવા માટે HTML શામેલ કરો.
- વૈકલ્પિક: તમારા કસ્ટમાઇઝેશન યોગ્ય રીતે પ્રદર્શિત થાય છે તેની ખાતરી કરવા માટે, તમારા ફેરફારોનું પ્રીવ્યૂ જુઓ.
- સાચવો પર ક્લિક કરો.
નીચેના ઉદાહરણમાં, સ્ટોર માલિકે ઑર્ડરની પુષ્ટિ નોટિફિકેશનમાં તેમના સ્ટોર લોગો પછી તેમનું સરનામું અને ટૅક્સ નંબર ઉમેર્યા.
<table class="row">
<tr>
<td class="shop-name_cell">
{%- if shop.email_logo_url %}
<img src="{{shop.email_logo_url}}" alt="{{ shop.name }}" width="{{ shop.email_logo_width }}">
<p>150 Elgin St, Ottawa K2P 1L4 GST# 123456789</p>
{%- else %}
<h1 class="shop-name_text">
<a href="{{shop.url}}">{{ shop.name }}</a>
</h1>
{%- endif %}વૈકલ્પિક રીતે, તમે Shopify App Store પરથી ઇન્વૉઇસ ઍપ ખરીદી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો. ઇન્વૉઇસ ઍપ તમને ઇન્વૉઇસ પર ટૅક્સ નંબર શામેલ કરવામાં સક્ષમ બનાવે છે.
ઑર્ડરની પુષ્ટિ અને ઑર્ડર રિફંડ ટેમ્પ્લેટમાં ડ્યૂટીની લાઇન ઉમેરો
જો તમે ડ્યૂટી અને ઇમ્પોર્ટ ટૅક્સ એકત્રિત કરો છો, તો ખાતરી કરો કે તમારા નોટિફિકેશન ઇમેઇલમાં ડ્યૂટીની લાઇન છે જેથી તમારા ગ્રાહકો પાસે તે ફી ચૂકવવાનો રેકોર્ડ રહે.
જો તમે ઑર્ડરની પુષ્ટિ અને ઑર્ડર રિફંડ ઇમેઇલ ટેમ્પ્લેટ માટે ડિફૉલ્ટ ટેમ્પ્લેટનો ઉપયોગ કરો છો, તો તમારા ઇમેઇલ ડ્યૂટીની લાઇન આઇટમ શામેલ કરવા માટે ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જાય છે. તમારે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.
જો તમે તમારા ઑર્ડરની પુષ્ટિ અને ઑર્ડર રિફંડ ઇમેઇલ ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કર્યા હોય, તો તમે ડ્યૂટીની લાઇન ઉમેરવા માટે તમારા ઇમેઇલ ટેમ્પ્લેટમાં નીચેનો કોડ ઉમેરી શકો છો.
{% if current_total_duties %}
<tr class="subtotal-line">
<td class="subtotal-line__title">
<p>
<span>Duties</span>
</p>
</td>
<td class="subtotal-line__value">
<strong>{{ current_total_duties | money }}</strong>
</td>
</tr>
{% endif %}ઑર્ડર ઇન્વૉઇસમાં ચુકવણીની શરતો ઉમેરો
ચુકવણીની શરતો ઑર્ડર માટે ચુકવણી કરવાની નિયત તારીખનો ઉલ્લેખ કરે છે.
જો તમે તમારા ઑર્ડર ઇન્વૉઇસ ઇમેઇલ ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કર્યું હોય, તો તમે પરિપૂર્ણતા પર ચૂકવવાપાત્ર સહિત ચુકવણીની નિયત તારીખો ઉમેરવા માટે તમારા ઇમેઇલ ટેમ્પ્લેટમાં નીચેનો કોડ ઉમેરી શકો છો.
{% assign due_date = payment_terms.next_payment.due_at | default: nil %}
{% if payment_terms.type == 'receipt' and due_date == nil %}
{% assign due_date = 'now' %}
{% endif %}
{% if payment_terms.type == 'fulfillment' and payment_terms.next_payment.due_at == nil % }
<h2> Payment of {{ order.total_outstanding | money }} is due on fulfillment </h2>
{% else %}
<h2>Payment of {{ order.total_outstanding | money }} is due {{ due_date | date: format: 'date' }}</h2>
{% endif %}તમારા ઇમેઇલ ટેમ્પ્લેટ પર ચુકવણીની શરતનું નામ પ્રદર્શિત કરવા માટે, આ પગલાં અનુસરો:
1. જો નીચેનો વિભાગ અસ્તિત્વમાં હોય તો તે શોધો:
{% if shipping_address or billing_address or shipping_method %}2. તેને નીચેનાથી બદલો:
{% if shipping_address or billing_address or shipping_method or payment_terms %}3. ઇમેઇલનો મુખ્ય ભાગ (HTML) ક્ષેત્રમાં, યોગ્ય સ્થાને તમારી ચુકવણીની શરતોનું નામ દાખલ કરો.
{% if payment_terms %}
<td class="customer-info__item">
<h4>Payment</h4>
<p> Terms: {{ payment_terms.name }} </p>
</td>
{% endif %}4. સાચવો પર ક્લિક કરો.
નીચેના ઉદાહરણમાં, સ્ટોર માલિકે ગ્રાહકની માહિતી વિભાગમાં shipping_method પછી તેમની ચુકવણીની શરતો ઉમેરી છે.

નોટિફિકેશનમાં કસ્ટમ મેસેજ ઉમેરો
તમે કેટલાક નોટિફિકેશનમાં કસ્ટમ મેસેજ ઉમેરી શકો છો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- છોડી દીધેલ ચેકઆઉટ
- ગ્રાહકનો સંપર્ક
- ગ્રાહક એક્ટિવેશન
- ડ્રાફ્ટ ઑર્ડર ઇન્વૉઇસ
પગલાં:
- ટેક્સ્ટ ક્ષેત્રમાં કસ્ટમ મેસેજ દાખલ કરો.
- પૂર્વાવલોકન પર ક્લિક કરો.
- મેસેજ યોગ્ય રીતે દેખાઈ રહ્યો છે કે કેમ તે ચકાસો અને પછી ટેસ્ટ ઇમેઇલ મોકલો પર ક્લિક કરો.
ઇનલાઇન CSSનો ઉપયોગ કરીને ઇમેઇલ ટેમ્પ્લેટ સ્ટાઇલ કરો
તમે ડિફૉલ્ટ સ્ટાઇલશીટને ઓવરરાઇડ કરીને તમારા ઇમેઇલ ટેમ્પ્લેટ સ્ટાઇલ કરવા માટે ઇન-લાઇન CSSનો ઉપયોગ કરી શકો છો જે: <link rel="stylesheet" type="text/css" href="/assets/notifications/styles.css"> છે. ટેમ્પ્લેટ એડિટર ઑટોમૅટિક રીતે ટેમ્પ્લેટમાં કોઈપણ સ્ટાઇલ ટૅગને ઇનલાઇન કરે છે. પ્રતિભાવશીલ ઇમેઇલ બનાવવાનું સરળ બનાવવા માટે તે મીડિયા ક્વેરીઝ સાચવે છે. એક્સટર્નલ સ્ટાઇલશીટ અને થીમ ઍસેટ સાથે અપલોડ કરેલી સ્ટાઇલશીટ ઇનલાઇન કરી શકાતી નથી, તેથી એવી ભલામણ કરવામાં આવે છે કે CSS સ્ટાઇલને તમારા ટેમ્પ્લેટના <head>માં <style> ટૅગમાં શામેલ કરવામાં આવે.
ઇમેઇલ ટેમ્પ્લેટના પાછલા અથવા ડિફૉલ્ટ વર્ઝન પર પાછા ફરો
તમે ઇમેઇલ નોટિફિકેશન ટેમ્પ્લેટના તમારા પાછલા વર્ઝન અથવા ડિફૉલ્ટ વર્ઝન પર પાછા ફરી શકો છો.
જ્યારે તમે પાછલા અથવા ડિફૉલ્ટ વર્ઝન પર પાછા ફરો છો, ત્યારે તમે માત્ર ટેમ્પ્લેટની સામગ્રીને બદલો છો. તમે તમારા ઇમેઇલ નોટિફિકેશનના લોગો અથવા રંગમાં કરેલા કોઈપણ કસ્ટમાઇઝેશન બદલાતા નથી.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > નોટિફિકેશન્સ પર જાઓ.
સંબંધિત નોટિફિકેશન કૅટેગરી પર ક્લિક કરો.
તમે જોવા માગતા હો તે નોટિફિકેશન ટેમ્પ્લેટ પર ક્લિક કરો.
આના પર પાછા ફરો પર ક્લિક કરો.
ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, પાછલું અથવા ડિફૉલ્ટ પસંદ કરો.
સાચવો પર ક્લિક કરો.
પ્લેન ટેક્સ્ટ ઇમેઇલનું ઑટોમૅટિક કન્વર્ઝન
તમારા HTML ઇમેઇલ ટેમ્પ્લેટ્સ ઇમેઇલ ક્લાયંટ માટે પ્લેન ટેક્સ્ટમાં રૂપાંતરિત થાય છે જેને પ્રદર્શિત કરવા માટે આ વર્ઝનની જરૂર પડે છે, જેમ કે Apple Watch માટે Mail.