વેબહૂક બનાવવા

વેબહૂક ચોક્કસ ઇવેન્ટમાંથી ડેટા મેળવવા અને સ્ટોર કરવા માટેનું એક સાધન છે. તે તમને એવું https:// URL રજિસ્ટર કરવાની મંજૂરી આપે છે જ્યાં ઇવેન્ટનો ડેટા JSON અથવા XML ફોર્મેટમાં સ્ટોર કરી શકાય. વેબહૂકનો સામાન્ય રીતે નીચેનાં કારણોસર ઉપયોગ કરવામાં આવે છે:

  • ઑર્ડર પ્લેસ કરવો
  • પ્રોડક્ટની કિંમત બદલવી
  • જ્યારે તમે ઑફલાઇન હોવ ત્યારે તમારા IM ક્લાયન્ટ અથવા પેજરને સૂચિત કરવા
  • ડેટા વેરહાઉસિંગ માટે ડેટા એકત્રિત કરવો
  • તમારા એકાઉન્ટિંગ સૉફ્ટવેરને ઇન્ટિગ્રેટ કરવું
  • ઑર્ડરની આઇટમ ફિલ્ટર કરવી અને ઑર્ડર વિશે વિવિધ શિપર્સને જાણ કરવી
  • જ્યારે ગ્રાહકો તમારી ઍપ અનઇન્સ્ટૉલ કરે ત્યારે તમારા ડેટાબેઝમાંથી તેમનો ડેટા હટાવવો

સપોર્ટેડ વેબહૂક ઇવેન્ટ

જ્યારે તમે વેબહૂક બનાવો છો, ત્યારે તમે લિસ્ટ કરેલી કોઈપણ ઇવેન્ટ પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે એવું વેબહૂક બનાવવા માગતા હો જે જ્યારે પણ ઑર્ડરની ચુકવણી થાય ત્યારે મોકલવામાં આવે, તો ઑર્ડરની ચુકવણી પસંદ કરો. બીજા ઉદાહરણ તરીકે, જો તમે એવું વેબહૂક બનાવવા માગતા હો જે જ્યારે પણ શૉપ પ્રોપર્ટી અપડેટ થાય ત્યારે મોકલવામાં આવે, તો શૉપ અપડેટ પસંદ કરો.

Shopify ઍડમિનમાં ઉપલબ્ધ સપોર્ટેડ વેબહૂક ઇવેન્ટ દર્શાવતું ટેબલ.
કૅટેગરીઇવેન્ટ
કાર્ટ
  • કાર્ટ બનાવવી
  • કાર્ટ અપડેટ
ચેકઆઉટ
  • ચેકઆઉટ બનાવવું
  • ચેકઆઉટ ડિલીટ કરવું
  • ચેકઆઉટ અપડેટ
કલેક્શન
  • કલેક્શન બનાવવું
  • કલેક્શન ડિલીટ કરવું
  • કલેક્શન અપડેટ
ગ્રાહક
  • ગ્રાહકની SMS માર્કેટિંગ સંમતિ અપડેટ
  • ગ્રાહક એકાઉન્ટ સેટિંગ્સ અપડેટ
  • ગ્રાહક બનાવવો
  • ગ્રાહક ડિલીટ કરવો
  • ગ્રાહક નિષ્ક્રિય કરવો
  • ગ્રાહકની ઇમેઇલ માર્કેટિંગ સંમતિ અપડેટ
  • ગ્રાહક સક્રિય કરવો
  • ગ્રાહક ગ્રુપ બનાવવું
  • ગ્રાહક ગ્રુપ ડિલીટ કરવું
  • ગ્રાહક ગ્રુપ અપડેટ
  • ગ્રાહકના ટૅગ ઉમેર્યા
  • ગ્રાહકના ટૅગ હટાવ્યા
  • ગ્રાહક અપડેટ
ડિસ્કાઉન્ટ
  • ડિસ્કાઉન્ટ બનાવવું
  • ડિસ્કાઉન્ટ ડિલીટ કરવું
  • ડિસ્કાઉન્ટ અપડેટ
ડ્રાફ્ટ ઑર્ડર
  • ડ્રાફ્ટ ઑર્ડર બનાવવો
  • ડ્રાફ્ટ ઑર્ડર ડિલીટ કરવો
  • ડ્રાફ્ટ ઑર્ડર અપડેટ
ફુલફિલમેન્ટ
  • ફુલફિલમેન્ટ બનાવવું
  • ફુલફિલમેન્ટ ઑર્ડર ફુલફિલમેન્ટ સેવા દ્વારા પૂર્ણ કરી શકાતો નથી
  • ફુલફિલમેન્ટ ઑર્ડરની લાઇન આઇટમ પિકઅપ માટે તૈયાર છે
  • ફુલફિલમેન્ટ ઑર્ડર ખસેડવામાં આવ્યો
  • ફુલફિલમેન્ટ ઑર્ડરને હોલ્ડ પર રાખવામાં આવ્યો
  • ફુલફિલમેન્ટ ઑર્ડર ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યો
  • શેડ્યૂલ કરેલ ફુલફિલમેન્ટ ઑર્ડર ડ્યુ થાય છે
  • ફુલફિલમેન્ટ ઑર્ડરનું ઑર્ડર રાઉટિંગ પૂર્ણ થયું
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સ કૅન્સલ થયા
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સના કૅન્સલેશનની વિનંતી સ્વીકારવામાં આવી
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સના કૅન્સલેશનની વિનંતી નકારવામાં આવી
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સના કૅન્સલેશનની વિનંતી સબમિટ કરવામાં આવી
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સની પરિપૂર્ણતા વિનંતી સ્વીકારવામાં આવી
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સની પરિપૂર્ણતા વિનંતી નકારવામાં આવી
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સની પરિપૂર્ણતા વિનંતી સબમિટ કરવામાં આવી
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સ પરથી હોલ્ડ હટાવવામાં આવ્યો
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સની લાઇન આઇટમ સ્થાનિક ડિલિવરી માટે તૈયાર છે
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સ ભેગા કરવામાં આવ્યા
  • ફુલફિલમેન્ટ ઑર્ડર્સ વિભાજિત કરવામાં આવ્યા
  • ફુલફિલમેન્ટ અપડેટ
ઇન્વેન્ટરી
  • ઇન્વેન્ટરી આઇટમ બનાવવી
  • ઇન્વેન્ટરી આઇટમ ડિલીટ કરવી
  • ઇન્વેન્ટરી આઇટમ અપડેટ
  • ઇન્વેન્ટરી સ્તરને કનેક્ટ કરવું
  • ઇન્વેન્ટરી સ્તરને ડિસ્કનેક્ટ કરવું
  • ઇન્વેન્ટરી સ્તર અપડેટ
સ્થાન
  • સ્થાન સક્રિય કરવું
  • સ્થાન બનાવવું
  • સ્થાન નિષ્ક્રિય કરવું
  • સ્થાન ડિલીટ કરવું
  • સ્થાનની આઇટમ અપડેટ
માર્કેટ
  • માર્કેટ બનાવવું
  • માર્કેટ ડિલીટ કરવું
  • માર્કેટ અપડેટ
ઑર્ડર
  • ઑર્ડર કૅન્સલ કરવો
  • ઑર્ડર બનાવવો
  • ઑર્ડર ડિલીટ કરવો
  • ઑર્ડર એડિટ કરવો
  • ઑર્ડર ફુલફિલમેન્ટ
  • ઑર્ડરની ચુકવણી
  • ઑર્ડરના જોખમનું મૂલ્યાંકન બદલવામાં આવ્યું
  • ઑર્ડર અપડેટ
પ્રોડક્ટ
  • પ્રોડક્ટ બનાવવી
  • પ્રોડક્ટ ડિલીટ કરવી
  • પ્રોડક્ટ અપડેટ
રિફંડ
  • રિફંડ બનાવવું
Shop
  • Shop અપડેટ
ટેન્ડર
  • ટેન્ડર ટ્રાન્ઝેક્શન બનાવવું
થીમ
  • થીમ બનાવવી
  • થીમ ડિલીટ કરવી
  • થીમ પ્રકાશિત કરવી
  • થીમ અપડેટ
ટ્રાન્ઝેક્શન
  • ટ્રાન્ઝેક્શન બનાવવું

વેબહૂક બનાવો

તમે કોઈપણ સમયે વેબહૂક બનાવી શકો છો. તમારા વેબહૂક અક્ષરો અને સંખ્યાઓના સંયોજનથી બનેલા એક ID દ્વારા સહી કરેલા હોય છે, જે તમારા સ્ટોર માટે અજોડ હોય છે.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > નોટિફિકેશન પર જાઓ.

  2. વેબહૂક પર ક્લિક કરો.

  3. ⊕ વેબહૂક બનાવો પર ક્લિક કરો.

  4. ઇવેન્ટ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, કોઈપણ સમર્થિત વેબહૂક ઇવેન્ટ પસંદ કરો, જેનો ઉપયોગ તમે તમારી વેબહૂક ઇવેન્ટ તરીકે કરવા માગતા હોવ. વેબહૂક બન્યા પછી તમે વેબહૂક ઇવેન્ટ બદલી શકતા નથી.

  5. ફોર્મેટ ડ્રોપ-ડાઉન મેનૂમાં, તે ફોર્મેટ પસંદ કરો જેમાં તમે ઇચ્છતા હોવ કે Shopify તમને આ માહિતી મોકલે. JSON અથવા XML એમ બે વિકલ્પો છે.

  6. URL ફીલ્ડમાં, તે URL દાખલ કરો જ્યાં તમે ડેટા સ્ટોર કરવા માગતા હોવ. નીચેના URL પર વેબહૂક પાછા મોકલી શકાતા નથી:

    • Localhost
    • "internal" શબ્દથી સમાપ્ત થતું કોઈપણ URL (જેમ કે, example.com/internal)
    • સ્ટોર સાથે જોડાયેલા કોઈપણ કસ્ટમ ડોમેનમાંથી આવતું કોઈપણ URL
    • "નકલી" ડોમેન (જેમ કે, www.example.com)
    • Shopify ડોમેન (જેમ કે, shopify.com અને myshopify.com)
  7. વેબહૂક API વર્ઝન માં, તમારું પસંદીદા વેબહૂક વર્ઝન પસંદ કરો.

  8. સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, મેનૂ પર ટૅપ કરો અને પછી સેટિંગ સેટિંગ પર ટૅપ કરો.

  2. સ્ટોર સેટિંગ વિભાગમાં, નોટિફિકેશન પર ટૅપ કરો.

  3. વેબહૂક પર ટૅપ કરો.

  4. ⊕ વેબહૂક બનાવો પર ટૅપ કરો.

  5. ઇવેન્ટ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, કોઈપણ સમર્થિત વેબહૂક ઇવેન્ટ પસંદ કરો, જેનો ઉપયોગ તમે તમારી વેબહૂક ઇવેન્ટ તરીકે કરવા માગતા હોવ. વેબહૂક બન્યા પછી તમે વેબહૂક ઇવેન્ટ બદલી શકતા નથી.

  6. ફોર્મેટ ડ્રોપ-ડાઉન મેનૂમાં, તે ફોર્મેટ પસંદ કરો જેમાં તમે ઇચ્છતા હોવ કે Shopify તમને આ માહિતી મોકલે. JSON અથવા XML એમ બે વિકલ્પો છે.

  7. URL ફીલ્ડમાં, તે URL દાખલ કરો જ્યાં તમે ડેટા સ્ટોર કરવા માગતા હોવ. નીચેના URL પર વેબહૂક પાછા મોકલી શકાતા નથી:

    • Localhost
    • "internal" શબ્દથી સમાપ્ત થતું કોઈપણ URL (જેમ કે, example.com/internal)
    • સ્ટોર સાથે જોડાયેલા કોઈપણ કસ્ટમ ડોમેનમાંથી આવતું કોઈપણ URL
    • "નકલી" ડોમેન (જેમ કે, www.example.com)
    • Shopify ડોમેન (જેમ કે, shopify.com અને myshopify.com)
  8. વેબહૂક API વર્ઝન માં, તમારું પસંદીદા વેબહૂક વર્ઝન પસંદ કરો.

  9. સાચવો અથવા ✓ પર ટૅપ કરો.

તમારું નવું વેબહૂક સાચવવામાં આવે તે પછી, તે વેબહૂક પેજમાં પ્રદર્શિત થાય છે.

વેબહૂક્સ એડિટ કરો

વેબહૂક બનાવ્યા પછી તમે તેના કન્ફિગરેશનને એડિટ કરી શકો છો. જોકે, તમે પસંદ કરેલા વેબહૂક ઇવેન્ટમાં ફેરફાર કરી શકતા નથી.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > નોટિફિકેશન પર જાઓ.

  2. વેબહૂક પર ક્લિક કરો.

  3. તમે જે વેબહૂકને એડિટ કરવા માંગતા હોવ તે હરોળમાં, Horizontal menu > એડિટ કરો પર ક્લિક કરો.

  4. વેબહૂક એડિટ કરો ડાયલૉગમાં, જરૂર મુજબ વેબહૂકમાં ફેરફાર કરો.

  5. સાચવો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, મેનૂ પર ટૅપ કરો અને પછી સેટિંગ સેટિંગ પર ટૅપ કરો.

  2. સ્ટોર સેટિંગ વિભાગમાં, નોટિફિકેશન પર ટૅપ કરો.

  3. વેબહૂક પર ટૅપ કરો.

  4. તમે જે વેબહૂકને એડિટ કરવા માંગતા હોવ તે હરોળમાં, Horizontal menu > એડિટ કરો પર ટૅપ કરો.

  5. વેબહૂક એડિટ કરો ડાયલૉગમાં, જરૂર મુજબ વેબહૂકમાં ફેરફાર કરો.

  6. સાચવો અથવા ✓ પર ટૅપ કરો.

વેબહૂક્સ ટેસ્ટ કરો

તમે જે ઇવેન્ટ માહિતી ઇચ્છો છો તે સાચા URL પર મોકલવામાં આવી રહી છે તેની ખાતરી કરવા માટે તમે તમારા વેબહૂકનું ટેસ્ટ કરી શકો છો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > નોટિફિકેશન પર જાઓ.

  2. વેબહૂક પર ક્લિક કરો.

  3. તમે જે વેબહૂકનું ટેસ્ટ કરવા માંગતા હોવ તે હરોળમાં, Horizontal menu > ટેસ્ટ મોકલો પર ક્લિક કરો.

  4. તમે વેબહૂક માટે નિર્દિષ્ટ કરેલા URL પર, ચકાસો કે નોટિફિકેશન કામ કરે છે.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, મેનૂ પર ટૅપ કરો અને પછી સેટિંગ સેટિંગ પર ટૅપ કરો.

  2. સ્ટોર સેટિંગ વિભાગમાં, નોટિફિકેશન પર ટૅપ કરો.

  3. વેબહૂક પર ટૅપ કરો.

  4. તમે જે વેબહૂકનું ટેસ્ટ કરવા માંગતા હોવ તે હરોળમાં, Horizontal menu > ટેસ્ટ મોકલો પર ટૅપ કરો.

  5. તમે વેબહૂક માટે નિર્દિષ્ટ કરેલા URL પર, ચકાસો કે નોટિફિકેશન કામ કરે છે.

વેબહૂક્સ ડિલીટ કરો

તમે તમારા Shopify ઍડમિનમાંથી વેબહૂકને ડિલીટ કરી શકો છો. આ ક્રિયાને પૂર્વવત્ કરી શકાતી નથી.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > નોટિફિકેશન પર જાઓ.

  2. વેબહૂક પર ક્લિક કરો.

  3. તમે જે વેબહૂકને ડિલીટ કરવા માંગતા હોવ તે હરોળમાં, Horizontal menu > ડિલીટ કરો પર ક્લિક કરો.

મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, મેનૂ પર ટૅપ કરો અને પછી સેટિંગ સેટિંગ પર ટૅપ કરો.

  2. સ્ટોર સેટિંગ વિભાગમાં, નોટિફિકેશન પર ટૅપ કરો.

  3. વેબહૂક પર ટૅપ કરો.

  4. તમે જે વેબહૂકને ડિલીટ કરવા માંગતા હોવ તે હરોળમાં, Horizontal menu > ડિલીટ કરો પર ટૅપ કરો.