શિપમેન્ટ પૅકેજિંગ અને વજનને સમજવું
જ્યારે તમે ઑર્ડર પરિપૂર્ણ કરી રહ્યાં હોવ, ત્યારે તમારે તમે જે પૅકેજના પ્રકારનો ઉપયોગ કરવા માગતા હો તેનાથી મેળ ખાતું પૅકેજ પસંદ કરવાની જરૂર છે.
તમે તમારા Shopify ઍડમિનમાં શિપિંગ અને ડિલિવરી સેટિંગ્સ પેજ પર અથવા ઑર્ડરના ફુલફિલમેન્ટ પેજ પર તમારા મનપસંદ પૅકેજના પ્રકાર સાચવી શકો છો. મોટાભાગનાં કૅરિઅર કદ અને વજન પ્રમાણે શુલ્ક લે છે, તેથી તમારા પૅકેજિંગને નાનું રાખવું મહત્વપૂર્ણ છે. જ્યારે તમે તમારા શિપમેન્ટ માટે શિપિંગ લેબલ ખરીદવા માટે તૈયાર હોવ, ત્યારે સ્ટોરનું ડિફૉલ્ટ પૅકેજ અથવા સૂચવેલ પૅકેજ તમારા માટે પહેલેથી પસંદ કરેલ હશે, જો તમે અન્ય સાચવેલ પૅકેજનો ઉપયોગ કરવા માગતા હો તો તમે તેને બદલી શકો છો.
આ પેજ પર
સમર્થિત પૅકેજના પ્રકાર
તમે શિપિંગ લેબલ સાથે તમારી પ્રોડક્ટને શિપ કરવા માટે નીચેના પૅકેજના પ્રકારનો ઉપયોગ કરી શકો છો.
બૉક્સ
કરચલીવાળું પૂંઠાનું બૉક્સ. પૅકેજના શિપમેન્ટની મર્યાદા કૅરિઅર દ્વારા સેટ કરવામાં આવે છે. ઘેરાવો એ પૅકેજના મધ્યભાગની આસપાસનું માપ છે અને તેની ગણતરી 2x પહોળાઈ + 2x ઊંચાઈ તરીકે કરવામાં આવે છે. લંબાઈ પૅકેજની સૌથી લાંબી બાજુ પર માપવામાં આવે છે. ચોક્કસ કૅરિઅર માટે પૅકેજની મહત્તમ આવશ્યકતાઓ વિશે વધુ જાણવા માટે, Shopify દ્વારા સમર્થિત કૅરિઅરનો સંદર્ભ લો.
સૉફ્ટ પૅક
ગાદીવાળું કવર, બબલ મેઇલર અથવા પ્લાસ્ટિકની (Tyvek અથવા Poly) સ્લીવ. 3/4 ઇંચથી વધુ જાડાં પૅકેજ USPS First Class Mailના દર માટે યોગ્ય નથી.
કવર
મોટું, સપાટ કવર જે 3/4 ઇંચથી વધુ જાડું ન હોય.
ફ્લેટ દર
મોટાભાગનાં કૅરિઅર દ્વારા ફ્લેટ દરના પૅકેજિંગની ઑફર કરવામાં આવે છે. આ પૅકેજની કિંમત કદ અથવા વજન પ્રમાણે હોતી નથી, પરંતુ તમારા કૅરિઅરના ઉપલબ્ધ વિકલ્પોમાંથી તમે પસંદ કરેલા પૅકેજના પૂર્વ-નિર્ધારિત કદ અને શિપિંગની ઝડપ પ્રમાણે હોય છે.
જો તમારો સ્ટોર યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત છે, તો તમે USPS ફ્લેટ દરના પૅકેજિંગનો ઉપયોગ કરી શકો છો. તમે શરૂઆત કરવા માટે મફત USPS શિપિંગ કિટની વિનંતી પણ કરી શકો છો. સ્થાનિક ફ્લેટ દર વરાયટી પૅકમાં નાનાં (1), મધ્યમ (2) અને મોટાં (1) બૉક્સનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ તમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ઑર્ડર શિપ કરવા માટે કરી શકો છો.
જો તમારો સ્ટોર કૅનેડામાં સ્થિત છે, તો પૅકેજિંગની વધુ ટિપ્સ માટે Canada Postની પૅકેજિંગની શ્રેષ્ઠ પદ્ધતિઓની માર્ગદર્શિકાની મુલાકાત લો.
કૅરિઅરનાં પૅકેજ
કૅરિઅરનાં પૅકેજ એ કૅરિઅર તરફથી ઉપલબ્ધ એવાં શિપિંગ પૅકેજ છે જેમાં એવા માર્કિંગ હોય છે જે દર્શાવે છે કે તેઓ વિશેષ દર અથવા સેવાઓ માટે યોગ્ય છે. આ પૅકેજ કૅરિઅર પાસેથી સીધા મેળવી શકાય છે. જો તમે પરિમાણ સાથે મેળ ખાતા પૅકેજનો ઉપયોગ કરો છો, પરંતુ પૅકેજ કૅરિઅર દ્વારા પ્રદાન કરવામાં આવ્યું નથી, તો તમારું પૅકેજ વિશેષ દર અથવા સેવાઓ માટે યોગ્ય ગણાશે નહીં.
USPS કૅરિઅરનાં પૅકેજ
USPS પ્રાયોરિટી મેઇલ ફ્લેટ દરના પૅકેજની નીચેની પસંદગી ઑફર કરે છે:
- USPS ફ્લેટ દરનું બૉક્સ - નાનું (8.6 × 5.4 × 1.6 ઇંચ)
- USPS ફ્લેટ દરનું બૉક્સ - મધ્યમ (11 × 8.5 × 5.5 ઇંચ)
- USPS ફ્લેટ દરનું બૉક્સ - મધ્યમ છીછરું (11.9 × 3.4 × 13.6 ઇંચ)
- USPS ફ્લેટ દરનું બૉક્સ - મોટું (12 × 12 × 5.5 ઇંચ)
- USPS ફ્લેટ દરનું કવર (12.5 × 9.5 × 0.5 ઇંચ)
- USPS ફ્લેટ દરનું કવર - લીગલ (15 × 9.5 × 0.5 ઇંચ)
- USPS ફ્લેટ દરનું કવર - ગાદીવાળું (12.5 × 9.5 × 0.5 ઇંચ)
USPS ફ્લેટ દરનું પૅકેજિંગ ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત સ્ટોર માટે જ ઉપલબ્ધ છે.
ફ્લેટ દરનું કિંમત નિર્ધારણ તમે પસંદ કરેલા પૅકેજિંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યારે USPS મારફતે ફ્લેટ દરના કૅરિઅર પૅકેજિંગનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે વજનની મર્યાદા સ્થાનિક શિપમેન્ટ માટે 70 lb અને આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ માટે 4 lb છે. તમારી પાસેથી ફ્લેટ દરના બૉક્સ અથવા કવરની કિંમત માટે શુલ્ક લેવામાં આવે છે, પૅકેજના વજન અથવા તેણે કાપવાના અંતર માટે નહીં.
UPS કૅરિઅરનાં પૅકેજ
UPS એક્સપ્રેસ પૅકેજિંગની નીચેની પસંદગી ઑફર કરે છે:
- PAK (17 × 13 × 1 ઇંચ, 8.55 oz)
- Express Envelope (12.5 × 9.5 × 1 ઇંચ, 1.45 oz)
- Express Envelope Legal (15 × 9.5 × 1 ઇંચ, 1.45 oz)
- Express Box Small (13 × 11 × 2 ઇંચ, 5.75 oz)
- Express Box Medium (16 × 11 × 3 ઇંચ, 8.11 oz)
- Express Box Large (18 × 13 × 3 ઇંચ, 9.7 oz)
- વજન મર્યાદા 30 lbs છે
એક્સપ્રેસ એન્વલપ અને બૉક્સ UPS Next Day Air, UPS 2nd Day Air અને આંતરરાષ્ટ્રીય સેવાઓ સાથે શિપ થાય છે. આ પૅકેજનો ઉપયોગ કરતી વખતે અન્ય UPS સેવાઓ ઉપલબ્ધ હોતી નથી.
FedEx કૅરિઅર પૅકેજ
FedEx દ્વારા FedEx One Rate® પૅકેજિંગ માટે નીચે મુજબની પસંદગી ઑફર કરવામાં આવે છે:
- FedEx Envelope (9.5 × 12.5 × 3 ઇંચ, 0.113 lb)
- FedEx Padded Envelope (9.75 × 11.5 × 3 ઇંચ, 0.113 lb)
- FedEx Reusable Envelope (9.5 × 15.5 × 3 ઇંચ, 0.113 lb)
- FedEx Extra Small Box (7.25 × 2.5 × 4.688 ઇંચ, 0.099 lb)
- FedEx Small Pak (10.25 × 12.75 × 5 ઇંચ, 0.063 lb)
- FedEx Large Pak (12 × 15.5 × 5 ઇંચ, 0.063 lb)
- FedEx Padded Pak (11.75 × 14.75 × 5 ઇંચ, 0.063 lb)
- FedEx Reusable Sturdy Pak (10 × 14.5 × 5 ઇંચ, 0.063 lb)
- FedEx Small Box - 1 (10.875 × 1.5 × 12.375 ઇંચ, 0.281 lb)
- FedEx Small Box - 2 (8.75 × 2.625 × 11.25 ઇંચ, 0.281 lb)
- FedEx Medium Box - 1 (11.5 × 2.375 × 13.25 ઇંચ, 0.406 lb)
- FedEx Medium Box - 2 (8.75 × 4.375 × 11.25 ઇંચ, 0.406 lb)
- FedEx Large Box - 1 (12.375 × 3 × 17.5 ઇંચ, 0.906 lb)
- FedEx Large Box - 2 (8.75 × 7.75 × 11.25 ઇંચ, 0.906 lb)
- FedEx Extra Large Box - 1 (11.875 × 10.75 × 11 ઇંચ, 2.313 lb)
- FedEx Extra Large Box - 2 (15.75 × 14.125 × 6 ઇંચ, 2.313 lb)
- FedEx Tube (6 × 6 × 38 ઇંચ, 1 lb)
મફત પૅકેજિંગ સામગ્રીઓ
ઘણા કૅરિઅર ચોક્કસ શિપિંગ દર સાથે ઉપયોગ કરવા માટે મફત પૅકેજિંગ ઑફર કરે છે. જોકે પૅકેજિંગ માટે કોઈ ખર્ચ હોતો નથી, પરંતુ તમારે કૅરિઅર સાથે મફત એકાઉન્ટ બનાવવાની જરૂર પડી શકે છે જેથી તેઓ તમને પૅકેજિંગ મોકલી શકે. Shopify દ્વારા સપોર્ટ પ્રાપ્ત નીચે જણાવેલા કૅરિઅર મફત પૅકેજિંગ ઑફર કરે છે:
સામાન્ય પ્રોડક્ટના વજન
તમારે તમારી પ્રોડક્ટ માટે ચોક્કસ વજન શામેલ કરવાની જરૂર છે જેથી તમારા ગ્રાહકો પાસેથી શિપિંગ માટે યોગ્ય રકમ વસૂલવામાં આવે. પ્રોડક્ટના ચોક્કસ વજન એ પણ સુનિશ્ચિત કરે છે કે તમે Shopify મારફતે ખરીદો છો તે USPS, DHL Express અને Canada Post લેબલ માટે તમારા પાસેથી યોગ્ય ચાર્જ વસૂલવામાં આવે.
તમે પ્રોડક્ટ વિગતોના પેજના શિપિંગ વિભાગમાં પ્રોડક્ટનું વજન દાખલ કરી શકો છો. વજન ફીલ્ડ માત્ર ત્યારે જ પ્રદર્શિત થાય છે જ્યારે ભૌતિક પ્રોડક્ટ સેટિંગ સક્રિય કરેલ હોય. તમે Shopify હાર્ડવેર સ્ટોર પરથી શિપિંગ સ્કેલ ખરીદી શકો છો.
જ્યાં સુધી તમને ચોક્કસ માપન માટે વજનકાંટો ન મળે, ત્યાં સુધી તમે નીચેની સામાન્ય માર્ગદર્શિકાઓનો ઉપયોગ કરી શકો છો:
| વજન | પ્રોડક્ટ |
|---|---|
| 8 oz કરતાં ઓછું | જ્વેલરી, ઘડિયાળ, ફોન કેસ, હળવા કપડાં (ઉદાહરણ તરીકે, સ્કાર્ફ), ઍક્સેસરીઝ, મોજાં અથવા ઇન્ટિમેટ્સ જેવી હળવી આઇટમ. આ આઇટમને પૉલી મેઇલર અથવા બબલ મેઇલરમાં શિપ કરી શકાય છે. |
| 8-16 oz | મોટાભાગની કપડાંની આઇટમ (ઉદાહરણ તરીકે, ટી-શર્ટ અથવા બ્લાઉઝ), અથવા તેની પેટીમાં ઘડિયાળ. આમાંની મોટાભાગની આઇટમને પૉલી મેઇલર, બબલ મેઇલર અથવા નાના બૉક્સમાં શિપ કરી શકાય છે. |
| 1-2 lb | ભારે કપડાંની આઇટમ (ઉદાહરણ તરીકે, જૅકેટ અથવા ડ્રેસ પેન્ટ), તેના બૉક્સમાં સેલ ફોન, સ્નીકર, અથવા હળવી આઇટમ કે જેને નાના બૉક્સમાં શિપ કરવાની જરૂર હોય છે. |
| 2-3 lb | જીન્સ અથવા નાના ઇલેક્ટ્રોનિક્સ (ઉદાહરણ તરીકે, નાનો કૅમેરો). આ આઇટમને નાના બૉક્સમાં શિપ કરી શકાય છે. |
| 3-4 lb | બાળકોના પ્લે બ્લૉકનો સેટ, થોડાં પેપરબૅક પુસ્તકો, પુરુષોના બૂટ અથવા ઍક્સેસરીઝ સાથેનો મોટો કૅમેરો. આ આઇટમને નાના બૉક્સમાં શિપ કરી શકાય છે. |
| 4-5 lb | મધ્યમથી મોટા કદની આઇટમ (ઉદાહરણ તરીકે, ચાદરનો આખો સેટ અથવા પઝલ બૉક્સ). આ આઇટમને મધ્યમ બૉક્સમાં શિપ કરી શકાય છે. |
| 5-6 lb | વ્યક્તિગત કુકવેર, નાના ટેબલટૉપ ઉપકરણો અથવા બૉક્સમાં પૅક કરેલી બોર્ડ ગેમ. આ આઇટમને મધ્યમ બૉક્સમાં શિપ કરી શકાય છે, જોકે કેટલાક મોટા પુસ્તકો અન્ય પ્રકારના પૅકેજિંગમાં (ઉદાહરણ તરીકે, બબલ મેઇલરમાં) વધુ સારી રીતે ફિટ થઈ શકે છે. |
| 6-7 lb | મોટું રમકડું (ઉદાહરણ તરીકે, ઢીંગલી), વર્ક બૂટ અથવા નાના સ્પોર્ટિંગ સાધનો. આ આઇટમને મધ્યમ બૉક્સમાં શિપ કરી શકાય છે. |
| 7-8 lb | કુકવેર સેટ, અથવા મધ્યમ ટેબલટૉપ ઉપકરણો (ઉદાહરણ તરીકે, ટોસ્ટર). આ આઇટમને મધ્યમ અથવા મોટા બૉક્સમાં શિપ કરી શકાય છે. |
| 8-9 lb | મોટા રેડિયો અથવા DVD પ્લેયર. આ આઇટમને મોટા બૉક્સમાં શિપ કરી શકાય છે. |
| 9-10 lb | આઇટમનો સેટ (ઉદાહરણ તરીકે, કેટલાંક પુસ્તકો અથવા કપડાં), અથવા હોમ ડેકોર. આ આઇટમને મધ્યમ અથવા મોટા બૉક્સમાં શિપ કરી શકાય છે, જોકે કેટલાક મોટા પુસ્તકો અન્ય પ્રકારના પૅકેજિંગમાં (ઉદાહરણ તરીકે, બબલ મેઇલરમાં) વધુ સારી રીતે ફિટ થઈ શકે છે. |
તમે તમારી પ્રોડક્ટમાં વજન ઉમેરો તે પછી, ખાતરી કરો કે તમારા પૅકેજિંગનું વજન અને પરિમાણો પણ ચોક્કસ હોય. કૅરિઅર દ્વારા પ્રદાન કરવામાં આવતા મોટાભાગના પૅકેજિંગ પર બૉક્સ પર જ પરિમાણો પ્રદર્શિત થાય છે. પૅકેજ ઉમેરવા વિશે વધુ જાણો.
પરિમાણીય વજન
તમારા ગ્રાહક માટે શિપિંગ દરોની ગણતરી કરવા માટે તમારા ડિફૉલ્ટ પૅકેજના પરિમાણોને તમારા ઑર્ડરના વજન સાથે તમારા શિપિંગ કૅરિઅરને મોકલવામાં આવે છે. તમારા પૅકેજની ઊંચાઈ, પહોળાઈ અને ઊંડાઈને આધારે કૅરિઅર દ્વારા પરિમાણીય વજન નક્કી કરવામાં આવે છે. જ્યારે કોઈ પૅકેજની કુલ લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ 1 ઘન ફૂટ (1728 ઘન ઇંચ)થી વધી જાય, ત્યારે કેટલીક શિપિંગ સેવાઓ પર પરિમાણીય વજન લાગુ થાય છે.
જો તમારું પરિમાણીય વજન તમારા ઑર્ડરના વજન કરતાં વધુ હોય, તો તમારા ગ્રાહક પાસેથી તેમના ઑર્ડરના પરિમાણીય વજન માટે ચાર્જ લેવામાં આવે છે. જો તમને લાગે કે જનરેટ કરેલ દરો ઘણા વધારે અથવા ઘણા ઓછા છે, તો તમે જરૂરિયાત મુજબ તમારા શિપિંગ દરોમાં વધારો કે ઘટાડો કરવા માટે તમારા ગણતરી કરેલા દરોને ઍડજસ્ટ કરી શકો છો.
કૅરિઅર્સની પરિમાણીય વજનની ગણતરીઓ અલગ-અલગ હોય છે. તેમની પરિમાણીય વજન પૉલિસીઓ વિશેની વિગતો માટે તમે ઉપયોગ કરી રહ્યા હોય તે કૅરિઅરનો સંપર્ક કરો.
નીચે આપેલા કૅરિઅર્સની પરિમાણીય વજન પૉલિસીઓ છે:
પરિમાણીય વજન પૉલિસીઓ વિનાના કૅરિઅર્સ:
ચેકઆઉટ વખતે શિપિંગ દરોની ગણતરી કરવા માટે પૅકેજને સેટ કરવા વિશે, તમારા સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજને મેનેજ કરવું જુઓ.